________________
૯૬
ને જ પરણીએ છીએ. ધણીનેય નહીં. આજે સ્ત્રીને સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઈએ ? ' છે. ઘરના માણસોની ઈચ્છા પ્રમાણે તેને ચાલવાનું નહીં પણ તેની ઈચ્છા
પ્રમાણે ઘરના માણસોએ ચાલવું જોઈએ. જો ક્યાંક એની જીદ પૂરી ન થઈ તો છૂટા-છેડા. આજે આપણો સમાજ કોળી-વાઘરી જેવો થઈ ગયો છે. લજ્જા જતાં બધું જ ચાલ્યું ગયું. અરે ! સાસુ-વહુ અને દીકરી ત્રણે સાથે વંદન કરવા આવ્યા હોય તો પૂછવું પડે કે આમાં સાસુ કોણ ને વહુ કોણ? ત્રણેના વેશ એક જ સરખા હોય. દહેરાસર-ઉપાશ્રયમાં કોઈ મર્યાદા જ નહીં. પહેલાના યુગમાં સ્ત્રીઓના માથા ક્યારેય ખૂલ્લાં જોવા મળે જ નહીં, જ્યારે આજે દુનિયા ઉંધી છે. સ્ત્રીઓ ક્યાંય માથે ઓઢેલી જોવા જ મળે નહીં. પણ જીવનમાં જો લજ્જા નામનો એક ગુણ આવે તો કેવલજ્ઞાન સુધી પહોંચાડે છે તે આ પ્રમાણેચંડરુદ્રાચાર્યને શિષ્ય :
એક નગરમાં ચંડરુદ્ર નામના આચાર્ય કોઈ ઉદ્યાનમાં રહેલા છે. તેમને સંજ્વલન કષાયનો ભયંકર ઉદય હતો તેથી વારે ઘડીએ શિષ્યો પર ગુસ્સે થઈ જતા હતા. નિમિત્ત મળતાં જ ક્રોધ આવી જાય છે. તેથી નિમિત્તથી જ દૂર જતો રહું આમ વિચારીને તેઓ એકાંત સ્થાનમાં શિષ્યોથી થોડે દૂર ધ્યાન-સ્વાધ્યાયમાં મસ્ત રહેવા લાગ્યા. એકવાર નવપરિણીતનો જેણે વેષ પહેરેલો છે એવો એક શ્રેષ્ઠિપુત્ર કેટલાક સમવયસ્ક મિત્રોની સાથે તે જ ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યો. મિત્રોએ મુનિઓને જોયા. અને તેમને વંદન કરવા બધા આવ્યા. ભાવથી નહીં પણ મજાકમાં વંદન કર્યું. વંદન કર્યા પછી કોઈ ટીખળી મિત્ર મુનિને કહ્યું કે હે ભગવન્! આ શ્રેષ્ઠિપુત્રને કુરૂપ કન્યા મળવાથી વૈરાગ્ય આવી ગયો છે માટે તે આપની પાસે દીક્ષા
લેવા આવ્યો છે. મુનિઓએ જોયું કે આ બધા મજાક-મશ્કરી કરે છે માટે ને ધ્યાન ન આપ્યું. તેથી પેલો ટીખળી મિત્ર વારંવાર કહેવા લાગ્યો. મુનિઓ : % કંટાળ્યા. પોતાના સ્વાધ્યાયમાં આ લોકો ખલેલ પાડતા હોવાથી તેમને દૂર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org