SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે તે અશુભ કર્મોનું ફળ છે. માટે મહાપુરૂષો કહે છે કે કર્મના સિદ્ધાંતને . સમજો-ઉઠો-જાગો અને સત્કાર્ય કરવા મંડી પડો. શુભકર્મોને ઉપાર્જન કરીને પુણ્ય મેળવો. શાંતિ મેળવો. એ માટે પ્રભુના માર્ગને સંયમ જીવનને નહીં પણ સાચા ધર્મને તો સમજવો પડશે ને ! અનંતા જન્મોના કર્મો ભેગાં થયેલાં ભોગવતાં ભોગવતાં તો નાકે દમ આવી જાય. બધા કર્મોનો થોડા સમયમાં જો ક્ષય કરવો હોય તો જિનભક્તિ, તેના દ્વારા પૂર્વે સંચિત કરેલા કર્મોનો ખાતમો બોલાઈ જાય. ભગવાનના નામનો જાપ એ ઉત્તમ સાધન છે. હજારરૂપિયાની નોટો ગણતો હોય ત્યારે કેટલા આનંદથી અને એકાગ્રતાથી ગણતો હોય છે. તે ગણતાં ક્યારેય કંટાળો કે થાક લાગે ખરો? ના, આવો આનંદ અને એકાગ્રતા જો ભગવાનના નામનો જાપ કરતાં આવી જાય તો કર્મોનો ખાતમો થયા વિના ન રહે. ભક્તિનો પણ એક રસ હોય છે તેનો પણ સ્વાદ હોય છે. એટલું તો ચોક્કસ જ ને કે જાપ કરતાં કરતાં પાપબંધ તો નહીં થાય ને ! પદાર્થનું સ્મરણ કરવાથી પદાર્થો મળી જવાના છે? ઉલ્ટાનું આર્તધ્યાનથી પાપબંધ થશે. અંત સમયે એક ક્ષણ પણ જો પ્રભુનું નામ સ્મરણ યાદ આવી જાય તો સદ્ગતિ થાય છે. અરે ! પાંચ મિનિટનું કરેલું સ્મરણ જો ઉત્તમગતિ આપતું હોય તો કલાકોમહિનાઓ અને વર્ષો સુધી કરેલું પ્રભુનું સ્મરણ શું ન આપે અને અંત સમયે જો પદાર્થોનું સ્મરણ કરો તો શું થાય? દુર્ગતિ જ ને ! માટે હવે પદાર્થોનું સ્મરણ છોડીને પરમેશ્વરનું સ્મરણ ચાલુ કરી દો. શાસ્ત્રમાં અનેક મહાનુભાવોની વાત આવે છે. અનેક કુકર્મોને કરનારો આત્મા જો પ્રભુના શરણે જાય તો તરી જ જાય. આવું કર્મોનું વિજ્ઞાન જૈન શાસ્ત્રો સિવાય ક્યાંય જોવા મળતું નથી. આ રાણીને પણ કોઈ પૂર્વજન્મનું કર્મ ઉદયમાં આવ્યું છે જેથી... રાજમહેલની બહાર જેણે ક્યારેય પગ મૂક્યો નથી.. તો પાણી માગતાં જ્યાં દૂધ હાજર થાય છે. અનેક દાસદાસીઓ જેની સેવામાં હું ઉપસ્થિત હોય છે તે આજે કર્મરાજાના ફટકાથી એકલી-અટૂલી રસ્તે રઝળતી કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy