SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ને નિયમ તે પણ તમારા આરોગ્યને માટે જીવનને માટે લાભદાયી, અમને તો કંઈ લેવા દેવા નહીં છતાં પણ તમે લેવા તૈયાર થાઓ ખરા! કુમારપાળ મહારાજા જ્યારે નાણ સમક્ષ વ્રત લેવા તૈયાર થયા ત્યારે લાખોની મેદની હાજર છે. આવા મહારાજા વ્રત લે એ પ્રસંગ કેટલો ભવ્ય હશે? વ્રત ઉચ્ચરતી વખતે કુમારપાળ રાજા ધ્રૂસકે ધ્રુસકે રડે છે. લોકો પૂછે છે કે મહારાજા આપ કેમ રડો છો ? ત્યારે આ મહારાજાએ શું કહ્યું જાણવા છે જવાબ? તેમણે કહ્યું કે મારા ૭૦ વર્ષ પાણીમાં ગયા. આવા સુંદર વતો હોવા છતાં મેં સ્વીકાર્યા નહીં. વળી બીજી બાજુ હર્ષના પણ આવ્યું આવે છે કે આટલા વર્ષે પણ મારા હાથમાં આ અમૂલ્ય ચીજ આવી. આપણને કોઈ દિવસ રડવું આવે છે ખરું ? અરે ! રડવાની વાત તો બાજુએ રહી પણ ચિત્તમાં ક્યારેય પશ્ચાતાપ થાય છે ખરો? ના, આપણે તો એક નાનકડો નિયમ લેવાય તૈયાર નથી.. કુમારપાળ મહારાજાએ પોતાના અઢારે દેશોમાં અહિંસાનો પ્રચાર કર્યો. ચારે બાજુથી અહિંસા બંધ કરાવી. એ સમયે નોરતાના દિવસો આવ્યા. રાજ્યના મંદિરમાં સાતમના સાતસો, આઠમના આઠસો અને નોમના નવસો પશુઓનો ભોગ ધરવામાં આવતો. મંદિર રાજ્યનું હતું તેથી કુમારપાળે તે પશુઓ આપવાના હતા. કુમારપાળ મહારાજાએ કહી દીધું કે એકપણ જીવનો ભોગ ધરવામાં આવશે નહિં. તેથી પ્રજામાં ખૂબ વિરોધ ઉભો થયો. લોકોએ કહ્યું કે જો ભોગ આપવામાં નહીં આવે તો દેવી કોપાયમાન થશે. પ્રજા અને રાજા બન્ને પાયમાલ થઈ જશે. પરંતુ મહારાજા અડગ રહ્યા. પ્રજાને કહ્યું કે ભોગ માતાને નથી જોઈતો ભોગ તો તમારે જોઈએ છે. હવેથી આ ભોગ બંધ કરવામાં આવે છે. રાત્રિનો સમય થયો. જે દેવીને ભોગ આપવામાં આવતો તે કંટકેશ્વરી દેવી મહારાજા પાસે આવી છે અને કહ્યું કે મારો ભોગ આપ, નહીં આપે તો તું ખેદાન-મેદાન થઈ જઈશ. 6 # છતાં પણ મહારાજા અડગ રહ્યા. દેવીએ કોપાયમાન થઈને ત્રિશૂળ ફેંકયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy