________________
T બીજા સાત દિવસો તેને લગતા હોવાથી આપણે આઠ દિવસને પર્યુષણા ,
કહીએ છીએ. પૂર્વના કાળમાં સાધુઓનો વિહાર નવકલ્પી રહેતો. એક જગ્યાએ એક મહિનો રહે આમ આઠ સ્થાનોના આઠ કોને માસિકલ્પ કહેવાતા. નવમો કલ્પ “પર્યુષણાકલ્પ' કહેવાતો. પરિ એટલે એક સામટું ઉષણા એટલે વસવાટ. “એક સામટો વસવાટ' તેને કહેવાય પર્યુષણાકલ્પ. સાધુઓ ચોમાસું નજીક આવે એટલે પાટ-પાટલા-વસતિ વગેરેની શોધ કરે. કારણ કે એ જમાનામાં આજના જેવા અફલાતુન ટાઈલ્સોવાળા ઉપાશ્રય નહોતા. લીપણ વગેરે હતું તેથી ભૂમિ જીવાકુળ હોવાને લીધે બરાબર નિરીક્ષણ કરવાનું હોય. જે ગામમાં પાટ-પાટલા વગેરે ચીજો મળી રહે તેમ હોય ત્યાં ચોમાસું નકકી કરે. આજની જેમ ત્યારે સંઘો વિનંતી કરવા નહોતા આવતા. પૂર્વના સાધુઓનું જીવન જુઓ તો ચકિત થઈ જવાય. કેવા સંજોગોમાં કેવી કઠીન જીવનચર્યામાં આ મહાત્માઓએ ધર્મને ચલાવ્યો, ટકાવ્યો અને આપણા સુધી પહોંચાડ્યો છે. પર્યુષણા કલ્પ :
પર્યુષણા કલ્પ અષાડ સુદ ૧૫થી શરૂ થાય. વદ એકમથી વદ પાંચમ સુધી સાધુઓ ગામમાં વસ્તુઓની તપાસ કરે. જો પાટ-પાટલા વગેરે મળી શકે તેમ ન હોય તો ત્યાંથી વિહાર કરે. બીજા ગામમાં અષાડવદ-૬થી દસમ સુધી તપાસ કરે. ન મળે તો આગળ ચાલે. આમ પાંચ-પાંચ દિવસ તપાસ કરતાં કરતાં ભાદરવા સુદ પાંચમ સુધી કરે. છેવટે ન મળે તો કે ઝાડ નીચે પણ રહી જાઓ. પણ હવે વિહાર બંધ. છેલ્લા પાંચ દિવસ સાધુ ગામમાં તપાસ કરે અને બીજી બાજુ કલ્પસૂત્રનું વાંચન કરે. કલ્પ એટલે આચાર. સાધુઓની વચ્ચે વડીલ સાધુ મહારાજ આચારોનું વર્ણન કરે. જેથી બધા સાધુઓને ખ્યાલ આવે કે ચોમાસામાં કેવી રીતે વર્તવાનું
છે. પાંચ દિવસ કલ્પસૂત્ર વાંચવાની જે રુઢિ હતી તે અત્યારે પણ કાયમ 6 % રહી. સામાન્ય રીતે આપણે ત્યાં આઠ દિવસના કાર્યક્રમો રહેતા તેથી પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org