________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
શ્રી ગૌતમગણધરાય નમઃ | ( વિક્રમસંવત ૨૦૪૧ ચાતુર્માસમાં સમી (તા. મહેસાણા) ગામમાં થયેલાં પૂ. તારકગુરૂદેવશ્રી જંબૂવિજયજી મ. સાહેબનાં વ્યાખ્યાનો શ્રાવણવદ-૯ અક્રૂરતા . “દોડતા દોડતા દોડતા દોડીયો...”
અધ્યાત્મયોગી પૂ. આનંદઘનજી મહારાજે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “દોડતા દોડતા દોડતા દોડીયો
જગતના સર્વ જીવો દોડી રહ્યા છે કીડીથી માંડીને હાથી સુધીના, સાઈકલથી માંડીને એરોપ્લેન સુધીના સાધનો દ્વારા કોઈ ટ્રેનથી, કોઈ મોટરથી, કોઈ પ્લેનથી બધા જ દોડી રહ્યા છે. મહાપુરૂષો કહે છે કે આવા દોડતા માણસને ઉપદેશ આપવો કેવી રીતે? એને આપેલો ઉપદેશ સ્થાયી બને કેવી રીતે ? વ્યાખ્યાનમાં આવે પણ ઘડિયાળના કાંટા પર જ એની નજર હોય. આજના માનવની જીંદગી ઘડિયાળના કાંટા પર જ મંડાયેલી છે. ઉઠે ત્યારથી એની દોડ શરૂ થાય છે. મનની અને તનની.. માણસ પૈસાની પાછળ પાગલ બનીને દોડી રહ્યો છે.. બહાર સુખ મેળવવા માટે તે ફાંફા મારી રહ્યો છે... પણ સુખ તો એના આત્મામાં છે. આનંદને મેળવવા માટે તે ટી.વી., રેડિયો, વગેરેના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યો છે. ક્રિકેટની રમતમાં કોઈએ છગ્ગો લગાવ્યો ને આનંદની કીકીયારી ઉઠી પણ જ્યાં હાર્યો ત્યાં આનંદ ગાયબ થઈ ગયો. આ વાસ્તવિક આનંદ નથી. વાસ્તવિક આનંદ તો ચિર હોય, સ્થાયી હોય. રાજા હોય કે રંક હોય બધાને આનંદ જોઈએ છે, માટે માણસ કોઈ રજા આવે કે કોઈ પર્વ આવે
એટલે આનંદની તૈયારી કરતો હોય છે આ રીતે તે આનંદના પ્રસંગોને તો ઝંખી રહ્યો છે, તેથી નક્કી થાય છે કે તેના જીવનમાં વાસ્તવિક આનંદ 6 જ નથી. વાસ્તવિક આનંદ બહાર નહીં પણ આત્મામાં પડેલો છે. પણ તેની રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org