________________
२८
ચંપા શ્રાવિકા :
આ બાજુ ચંપા નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. આવા આદર્શ તપસ્વીનો આદર કરવા આગરાનો સંઘ અગ્રેસર રહેતો. ચંપાબાઈને દર્શન કરવા વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત બનાવી પાલખીમાં બેસાડીને વાજિંત્રોના ઠાઠ-માઠ સાથે હજારોની સંખ્યામાં ઉભરાયેલી જૈન જનતા સાથે લઈ જવામાં આવતા હતા ત્યારે વાજિંત્રોનો મધુર ધ્વનિ અને જનતાનો કોલાહલ સભામાં બેઠેલા અકબર બાદશાહના કાને પડયો. અકબરે અનુચરને આજ્ઞા ફરમાવી “અરે ! જઈને જોઈ આવો આ બધી ધમાલ શાની છે?” અનુચર તપાસ કરીને આવ્યો. હજૂર ! ચંપા નામની બાઈએ છ મહિનાના ઉપવાસ કર્યા છે તેના બહુમાનમાં જુલુસ નીકળ્યો છે. જૈનોના ઉપવાસ એટલે દિવસે અમુક સમય સુધી જ ઉકાળેલું પાણી પીવાનું. રાતે તો તે પણ બંધ. અરે ! મુસલમાનમાં રોજ થાય છે તેમાં દિવસે ખાવાનું નહીં પણ રાતે તો પેટ ભરીને જમવાનું હોય છે. એક મહિનાના રોજામાં તો લે-મેલ થઈ જાય છે તો આ સ્ત્રી છ મહિના સુધી અન્ન વગર કઈ રીતે રહી શકે ? કહેવાય છે કે બાદશાહે પરીક્ષા કરવા માટે ચંપાને શાહી મહેલમાં રાખી તેની ફરતો ચોકી પહેરો ગોઠવી દીધો. ચંપાની તપ ઉપાસના ગજબની હતી. દિવસે સુવાનું નહીં. ધર્મારાધના જ કરવાની. રાતે થોડીવાર આરામ... જરાય થકાવટ-રૂકાવટ નહીં, આંતરતેજ સાથે ચંપામાં દિવ્યતાનાં દર્શન થતાં, દાદા આદિનાથ... અને હરસૂરીશ્વરજી મહારાજના નામનો જાપ ચાલુ હતો. એક વખત અકબર જાતે ચંપાની દિનચર્યા નિહાળવા આવ્યો. ચંપાના મુખ પર તપનું તેજ ચમકી રહ્યું હતું. બાદશાહે જે કલ્પના કરી હતી તેના કરતાં અહીં કંઈક
જુદું જ હતું. આહકારા-સીસકારાને સ્થાન ન હતાં. ચંપાની કળી જેવી છે ચંપા શ્રાવિકા ખીલેલી હતી. બાદશાહ પૂછે છે કે બેન ! આ તપ તું શાથી 6 શું કરી શકે છે? દેવ અને ગુરૂની કૃપાથી. બેન ! તારા દેવ કોણ અને ગુરૂ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org