________________
- કંકણ અને કર્ણપાલ નામના મહાવતે રત્નનો અંકુશ ફેંક્યો. આ પાંચ વસ્તુઓ , લાખ-લાખના મૂલ્યવાળી છે. નર્તિકાને તો મહાલાભ થઈ ગયો. રાત પૂરી થઈ. રાજાએ ખુદ્ગકુમારને પૂછ્યું કે ભાઈ તે કેમ આટલું બધું દાન આપ્યું ? ખુદ્ગકુમારે પોતાની આખી કથની કહી સંભળાવી. રાજા કહે કે સારું તું આ રાજ્ય લઈ લે.. કુમારે કહ્યું કે ના હવે તો હું પાછો ગુરૂ મહારાજ પાસે જઈશ અને પ્રાયશ્ચિત્ત લઈને આત્મકલ્યાણ સાધીશ. જીંદગીના મોટા ભાગના વર્ષો તો વીતી ગયાં. હવે થોડા માટે શું કામ ગુમાવું? નાયિકાના દુહાએ મને બોધપાઠ આપ્યો તેથી હું ખુશ થઈ ગયો અને વીંટી તથા રત્નકંબલ મેં તેને આપી દીધાં. યુવરાજ યશોભદ્રને પૂછે છે કે તે કેમ મહામૂલ્યવાન એવા કુંડળો ભેટ આપ્યા? યુવરાજ કહે હે રાજન્ ! મને એવો વિચાર આવેલો કે રાજા વૃદ્ધ થયો છતાં પણ રાજગાદીને છોડતો નથી તેથી તેને મારી નાખીને હું રાજસિંહાસન પર બેસું. આ વિચારનો અમલ જ કરવાનો હતો ત્યાં નાયિકાના દુહાએ મને ચેતવ્યો. હવે રાજા કેટલો કાળ જીવવાનો છે પછી તારા હાથમાં જ રાજ્ય છે ને ! હું એક હત્યાથી બચી ગયો. તેની ખુશાલીમાં મેં કુંડલ ભેટ આપ્યા. સાર્થવાહની પત્નીને પૂછયું કે તે કેમ હાર ભેટ આપ્યો? તેણે કહ્યું કે મારો પતિ લાંબા સમયથી પ્રવાસે ગયેલો છે. કામથી વિહ્વળ બનેલી એવી મેં અન્યપુરૂષને સેવવાનો વિચાર કરેલો પણ આ દુહાથી મને બોધ મળ્યો તેની ખુશાલીમાં મેં કિંમતી હાર ભેટ આપ્યો. મહાવત ને બોલાવ્યો. તેને પૂછ્યું કે તે રત્નનો અંકુશ કેમ ભેટ આપ્યો? મહાવત કહે કે મને અમુક વૈરીરાજાએ ઘણું દ્રવ્ય આપીને ફોડ્યો હતો. રાજાનો પટ્ટહસ્તિ આપવાની શરતે. હું વિમાસણમાં હતો કે શું કરવું? આના દ્વારા હું પ્રતિબોધ પામ્યો. તેથી રત્નઅંકુશ ફેંક્યો. હવે
મંત્રીને પૂછ્યું કે તમે કંકણ કેમ ભેટ આપ્યા? મંત્રીએ કહ્યું કે મને એક તે રાજાએ આપને મારી નાખવા માટે પ્રલોભિત કર્યો હતો. હું વિચારમાં હતો હ્યું કે રાજાને મારવા કે ન મારવા.. આ દુહાએ મને પ્રતિબોધ્યો તેથી મેં કંકણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org