________________
૯૨
TO મા પાસે અનુમતિ માંગે છે. મા કહે છે કે બેટા! મારા કરતાં મારા ગુરૂણીજી તા. * મોટા છે તેમની અનુમતી લઈને જા. ગુરૂણીજી પાસે જાય છે. અનુમતિ માંગે છે. ગુરૂણીજી કહે છે કે તારી માતાની આજ્ઞાથી તું બાર વર્ષ રહ્યો તો હવે મારી આજ્ઞાથી નહીં રહે? દાક્ષિણ્યતાથી ના નથી પાડી શકતો. ગુરૂણીજીની આજ્ઞાથી બીજા બાર વર્ષ રહે છે. આમ કરતાં-કરતાં આચાર્ય મહારાજની આજ્ઞાથી, ઉપાધ્યાય મહારાજની આજ્ઞાથી બાર-બાર વર્ષ સંયમજીવન પાળે જાય છે. ઉંમર પણ વધતી જાય છે ૬૮ વર્ષ તો થઈ ગયા. છેવટે હવે કંટાળી ને મા પાસે જાય છે માએ પણ જોયું કે હવે ખેંચવામાં મજા નથી. ભવિતવ્યતા પ્રમાણે જ થશે એમ સમજીને રજા આપે છે. સાથે ઘણા સમયથી સંતાડીને રાખેલી રાજમુદ્રા અને રત્નકંબલ આપે છે. અને કહે છે કે તું સાકેતનગરમાં જજે અને પુંડરીક રાજાને આ વીંટી બતાવજે તેઓ તને રાજ્યમાં ભાગ આપશે. માનો જીવ છે ને? ખુદુગકુમાર વેશ મૂકીને વીંટી-રત્નકંબલ લઈને નીકળે છે. સાકેત નગરમાં આવે છે. બહોત ગઈ થોડી રહી :
રાજમહેલે પહોંચે છે. રાત પડી ગઈ છે. રાજમહેલના આંગણામાં એક મોટું નાટક ભજવાઈ રહ્યું છે. નર્તિકા નાચી રહી છે. ઘણા સમયે આવું જોવાનું મળ્યું છે તેથી ખુદુગકુમાર ત્યાં જોવા માટે ઉભા રહી જાય છે. રાત પુરી થવા આવી છે. નર્તકીના પગ હવે લથડિયાં ખાઈ રહ્યા છે. આંખમાં ઉંઘ ભરાણી છે. પણ નર્તકીને હજુ કાંઈ દાન મળ્યું નથી તેથી તે નાચી રહી છે. થાકને કારણે તાલ તૂટી રહ્યો છે ત્યાં મુખ્ય નાયિકા તેને સાંકેતિક ભાષામાં કહે છે કે “બહોત ગઈ થોડી રહી, થોડી અબ ભી જાય, થોડી દેરકે કારણે રંગમે ભંગ ન આય''
આ દુહો સાંભળતાં જ પ્રતિબોધ પામેલા ખુદુગકુમારે પોતાના હાથમાં તે રહેલી વીંટી અને રત્નકંબલ નર્તિકા તરફ ફેંક્યા. તથા યુવરાજ યશોભદ્ર # કુંડલ, શ્રી કાન્તાનામની સાર્થવાહની પત્નીએ હાર, જયસંધિ નામના મંત્રીએ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org