________________
૩૯
- શત્રુંજયનો ૧૪મો ઉધ્ધાર :
ઉદયનમંત્રી સણોસરાના ઠાકોરને વશ કરવા લશ્કર લઈને નીકળ્યા છે. રસ્તામાં શત્રુંજય આવે તેથી તેમણે વિચાર્યું કે દાદાના દર્શન કરીને યુદ્ધ કરવા જાઉં. તેથી શત્રુંજય આવ્યા. ગિરિરાજ ચઢયા. પૂજા વગેરે કરીને ભાવપૂજા કરી રહ્યા છે ત્યારે તેમની નજર સળગતી દિવેટને ખેંચીને જઈ રહેલા ઉંદર પર પડી. તે સમયે દાદાનું દેરાસર લાકડાનું હતું. આ જોતાં જ તે ચમક્યા. અરે ! જો મારી નજર ન પડી હોત તો દેરાસર આખું સળગી જાત... દાદાનું શું થાત... મારા સાધર્મિક બંધુઓ દર્શન વિના કેમ તરત? આવા ભયથી ત્યાં જ મનમાં સંકલ્પ કર્યો કે આ દેરાસર મારે પથ્થરનું બનાવવું. સંકલ્પ કરીને આવ્યા લડાઈમાં. સણોસરાનો ઠાકોર ખૂબ માથાભારે હતો તેને હરાવતા-હરાવતાં મંત્રીશ્વરને ખૂબ ઘા વાગ્યા. શરીર આખું ચાલણી જેવું બની ગયું. વિજય તો મેળવ્યો પણ હવે જીવનની આશા મરી પરવારી. મરણશય્યાએ પડેલા મંત્રીશ્વરે ધર્મ સાંભળવાની જિજ્ઞાસા બતાવી... ત્યાં યુદ્ધના મેદાન પર સાધુ લાવવા ક્યાંથી ? જેમ તેમ કરીને એક ભાટચારણને નવકાર વગેરે શીખવાડીને તૈયાર કર્યો. સાધુ વેશ પહેરાવ્યો, અને ઉદયનમંત્રીની પથારી પાસે લાવ્યા. સાધુને જોતાં જ મંત્રીશ્વર ખૂબ પ્રસન્ન થઈ ગયા, સિદ્ધરાજ જેવા રાજાનો જમણો હાથ, મોટા સામ્રાજ્યનો ધણી હોવા છતાં જેના રોમેરોમમાં જિનશાસન વસેલું છે તેને અંત સમયે સંપત્તિ-પુત્ર-પરિવાર યાદ નથી આવતા પણ ધર્મ યાદ આવે છે. સાધુને જોતાં જ હાથ જોડાઈ ગયા. ધર્મોપદેશ સાંભળ્યો. નિજામણા કરાવી. મનમાં કોઈ ઈચ્છા અધૂરી છે માટે જીવ નીકળતો નથી.
એટલે બધાએ ભેગા મળીને પૂછયું કે મંત્રીશ્વર કોઈ આખર ઈચ્છા છે? A હા, એક ઈચ્છા અધૂરી રહી ગઈ. શંત્રુજયનો ઉદ્ધાર અને ભરૂચના 4 દેરાસરનો જીર્ણોદ્ધાર કરવાનો રહી ગયો. ત્યાં રહેલા માણસોએ કહ્યું કે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org