________________
૩૮
ભાવસાર બાઈ દર્શન કરવા આવી. તેણે આ અજાણ્યા આગંતુકને જોયો. * દર્શન કરીને તે બહાર નીકળી. ઉદો પણ દર્શન કરીને બહાર ઓટલે બેઠો
છે. બાઈએ પૂછયું ભાઈ ! કયાંના વતની છો? કયાં ઉતર્યા છો? કોના મહેમાન છો ? ઉદાએ કહ્યું ધંધો કરવા આવ્યો છું તમારો મહેમાન છું. છીપી સાધર્મિક ભક્તિના લાભને જાણતી હતી. તેથી તે ઉદાને પોતાના ઘેર લઈ ગઈ. જમાડ્યો એટલું જ નહીં પણ સાધર્મિકના નાતે ઘર વગેરે સર્વ સામગ્રી આપી. ધીમે-ધીમે ફેરી કરતાં નસીબ ઉઘડવા માંડયું. તેણે ઘરને રીપેરીંગ કરવા માટે ખોદકામ કર્યું. ખોદકામ કરતાં ચરુ નીકળ્યો. ચરૂને લઈને છીપી પાસે આવે છે. ચરૂ લેવા માટે કહે છે. છીપી ના પાડે છે. તે કહે છે કે આટલા વર્ષોથી તે ઘર મારા જ કબજામાં હતું છતાં નિધાન કયારેય ન નીકળ્યું અને આજે તમને આપ્યું અને નિધાન નીકળ્યું. ઘર તમારા કબજામાં છે તેથી એ તમારું છે. બન્ને વચ્ચે ઘણી રકઝક ચાલે છે છેવટે છીપી લેતી નથી. કેવા હતા એ યુગના માનવીઓ ! ધન આપવા માટે રકઝક થતી. જ્યારે આજે લેવા માટે સગો દીકરો ય બાપનું ખૂન કરતાં અચકાય નહીં. ઉદો બહુ બુદ્ધિશાળી, ચાલાક માણસ હતો. ધન મળવાથી વેપાર વધ્યો. ન્યાયનીતિથી ચાલતો હોવાથી રાજા સુધી તેની કીર્તિ પહોંચી ગઈ... અને એક દિવસ તે સિદ્ધરાજનો મંત્રી બન્યો. સિદ્ધરાજનું મૂળ નામ તો જયસિંહ હતું. પણ તેણે અનેક રાજાઓને જીત્યા હતા તેથી તે સિદ્ધરાજ બન્યો. ખંભાતના સૂબા તરીકે ઉદયન મંત્રીની નિમણૂક થઈ. ત્યાંનું સૂબાપણું સંભાળતા હેમચંદ્રસૂરિ મહારાજની દીક્ષા થઈ... આમ છીપીની સાધર્મિક ભક્તિમાંથી ઉદયન મંત્રી મળ્યા અને ઉદયનમંત્રી દ્વારા આચાર્ય ભગવંત મળ્યા. અરે ! કલિકાલમાં પણ જેની
છત્રછાયામાં સત્યુગ પ્રવર્તી રહ્યો છે એ દેવાધિદેવ આદિનાથદાદાનું તો દહેરાસર પણ આ ઉદયનમંત્રીના પુત્ર બાહડે બનાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org