________________
ને પાછો ફરે એટલે એને આનંદ. જ્યારે સ્ત્રી તો બહારથી મારે માટે શું ? લાવ્યા? હાથમાં કાંઈ પેકેટ છે કે નહીં? એમાં જ સ્ત્રીની નજર ભટકતી હોય છે. પણ આજની યુવા પેઢીને તો “અમે બે અને અમારા બે ત્રીજું કોઈ ખટાતું જ નથી. દીકરો ૭૦ વર્ષનો થયો હોય તોય માની નજરમાં તે નાનું બાળક જ છે. તેથી તે બહાર જાય ને તો મા કહે કે ભાઈ ! સાચવીને જજે. સાધનોનું ધ્યાન રાખજે. વગેરે જેમ બાળકને શીખામણ આપે તેમ ૭૦ વર્ષના ડોસાને શીખામણ આપતી હોય છે. માના વાત્સલ્યની તોલે દુનિયાની કોઈ ચીજ આવી શકતી નથી, પણ આ શીખામણો આજના યુવાનોને “ટક-ટક લાગે છે. આજે વૃદ્ધોના નિસાસાથી ક્યાંય શાંતિ દેખાતી નથી.. હુંતો ને હુંતી બે જણા હોય તોય ખટપટ ચાલતી જ હોય. પેલા માજી આચાર્ય મહારાજની પાસે પોતાની વેદના ઠાલવે છે કે આ દીકરો મને કોઈ દિવસ “મા” કહીને બોલાવતો નથી. એના છોકરાઓ પણ મને વાત-વાતમાં હડધૂત કરે છે. જ્યાં આવી રીતે મા-બાપ હડધૂત થતા હોય ત્યાં ભગવાનની પધરામણી કરીને શું લાભ? આચાર્યમહારાજ ખૂબ ગંભીર હતા. તેમણે માજીને પ્રેમથી કહ્યું કે ભલે માજી તમે ઘેર જાઓ હું મારી રીતે ગોઠવું છું. આચાર્ય મહારાજે બધા સાધુઓને આજ્ઞા કરી કે ચલો ભેટ બાંધો અત્યારે જ વિહાર કરવાનો છે. શિષ્યો તો બધા ઝટપટ પોતાનું કામ આટોપવા લાગ્યા. ભેટ બાંધીને તૈયાર થઈ ગયા. ત્યાં કોઈ માણસ દ્વારા શેઠને ખબર પડી કે આચાર્યમહારાજ તો વિહાર કરે છે. શેઠ તો એકદમ હાંફળા-ફાંફળા થતા આવ્યા. પૂછે છે કે ભગવન્! કેમ આમ અચાનક શું થયું? મારો કોઈ અપરાધ થયો? મારી પ્રતિષ્ઠાનું શું? મારી આબરુનું શું ? આપ મને કારણ જણાવો. આચાર્ય ભગવંતે કહ્યું કે તું
માતૃદેવો ભવ પિતૃદેવો ભવ' માને છે? માતાને ઘરમાં દેવની જેમ સાચવે છે છે? શેઠ સમજુ હતા તેજીને ટકોરો બસ છે. સમજી ગયા...તરત જ { આચાર્ય ભગવંતની સામે માજીના પગમાં પડી માફી માંગે છે. ખૂબ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org