________________
૧
૭
આ મા-બાપ એ જીવતા જાગતા દેવ છે. પણ આજે આ યુગમાં જેમ ઋતુમાં ,
માણસ પોતાના ખાટલાનું સ્થાન બદલતો હોય છે ને ! શિયાળામાં રૂમમાં સૂઈ જાય. ઉનાળામાં જ્યાં પવન આવતો હોય એવી જગ્યાએ સૂઈ જાય અને ચોમાસામાં જ્યાં ભેજ ન લાગતો હોય ત્યાં સૂઈ જાય. તેમ આજે મા-બાપના પણ જેટલા પુત્રો હોય તેટલા ખાટલા બદલાતા હોય છે. જૂના જમાનામાં ભોજકના વારા રહેતા. તેમ આજે મા-બાપના પણ વારા હોય છે. બહુ જ કરુણ સ્થિતિ છે આજના વૃદ્ધોની ! તીર્થંકર પરમાત્મા પણ હમેશાં મા-બાપને વંદન કરવા જતા. એક કહેવત છે કે જે માતનો બોલ કદી ન લોપે તે વિશ્વમાંહિ સૂરજ જેમ ઓપે.”શ્વ
લાલ બહાદુરશાસ્ત્રી માતૃભક્ત હતા. તેઓ જ્યારે પણ બહાર જાય કે કોઈ દેશોની વાટાઘાટમાં જાય ત્યારે અવશ્ય પોતાની વૃદ્ધમાના આશીર્વાદ લેવા જતા. મા કહે કે બેટા ! ઈશ્વર તારી સાથે રહેજો. બસ આટલા આર્શીવાદ લઈને જાય એટલે ગમે તેવા કપરા કામો પણ તેમના સરળતાથી પાર પડતા. એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન અયુબખાનને મળવા જવાનું હતું. માના આશીર્વાદ લઈને નીકળ્યા. અયુબખાન ખૂબ ઉંચા હતા. શાસ્ત્રીજી ઘણા વામન હતા. અયુબખાને મજાકમાં કહ્યું કે શાસ્ત્રીજી બાપ તો વાત વામન હૈ ?" શાસ્ત્રીજીએ બેધડક જવાબ દીધો કે રૂસી, તો બાપો નમન ફરના પડતા હૈ ! વાત કરતી વખતે ઉંચા માણસને નીચા વળીને વાત કરવી પડે. આવી બેધડક જવાબ દેવાની શક્તિ માના આશીર્વાદમાંથી મળતી. એમણે બહુ અલ્પ સમય જ રાજ કર્યું પણ એ અલ્પસમયમાં ઘણાં સારાં કામો કર્યા. દુનિયા આજે પણ એમને યાદ કરે
છે. માના લોહીનું એક એક ટીપુ સંતાનના હિતથી રંગાયેલું હોય છે. 4 મા જુએ આવતો અને સ્ત્રી જુએ લાવતો :( દીકરો કયાંય બહાર ગયો હોય તો મા એની રાહ જુએ. તે હેમખેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org