________________
૪૩
તો ઉંચે દાટો અને નીચે જવું હોય તો નીચે દાટો. વસ્તુપાળ પૂછે છે પણ છે, ઉંચે દાટવું શી રીતે? દેરાસર, ઉપાશ્રયો, દાનશાળાઓ, ધર્મશાળાઓ બંધાવો. લોકો જુએ પણ એક કાંકરીયે લઈ ન શકે. પછી તો આબુના દહેરાસરો આજે પણ અનુપમાની સલાહને સાચી પાડતાં ઉભાં છે. આવાં તો ઘણાં ઉત્તમ કાર્યો કરતાં કરતાં તીર્થયાત્રા કરીને ધોળકા આવ્યા. ધોળકામાં થયા સ્થાયી :
તે સમયે ધોળકામાં વાધેલાનું રાજ. વ્યાઘપલ્લીમાંથી આવીને વસેલા તેથી વાઘેલા કહેવાયા. ત્યાં લવણપ્રસાદના પુત્ર વિરધવલનું રાજ હતું. બન્ને ભાઈઓ ધોળકામાં આવીને વસ્યા છે. ત્યાં રાજપુરોહિત સોમેશ્વર સાથે પરિચય થાય છે. એક સમયે રાત્રે સિદ્ધરાજની માતા મીનળદેવી દેવી થયેલાં છે તેમણે આ બન્ને પિતા-પુત્રને તથા નગરશેઠને સ્વપ્રમાં કહ્યું કે આજે બે ભાઈ આવશે તેને તમે મંત્રી પદે સ્થાપજો. તે બન્ને ગુજરાતને સમૃદ્ધ બનાવશે. સવારમાં નગરશેઠ અને પિતા-પુત્ર ત્રણે જણા ભેગા થયા. પોત-પોતાના સ્વપ્રોની વાત કરી. રાજપુરોહિતને બોલાવ્યા. પુરોહિતે કહ્યું કે હા બે ભાઈઓ આવેલા છે. ખૂબ ચાલાક-હોંશિયાર અને પ્રતિભાસંપન્ન છે. મારે તેમની સાથે સારો પરિચય છે. બન્નેને સભામાં બોલાવવામાં આવ્યા. થોડી ઘણી વાતો કરી. પછી મંત્રી મુદ્રા સ્વીકારવાનું કહ્યું. મંત્રીપદની જવાબદારીઓ જણાવવામાં આવી. વસ્તુપાળે વિચાર્યું કે જો રાજા વશ થશે તો અનેક ઉત્તમ કાર્યો થશે. તેમણે સામે પોતાની શરત રજુ કરી. અમે અમારી ધર્મક્રિયાઓ કર્યા પછી જ રાજસભામાં આવીશું. તથા અમારી પાસે અત્યારે ત્રણ લાખની મૂડી છે એ તમને સોંપીએ છીએ. આ તો રાજ્ય કહેવાય ગમે ત્યારે ખટપટો ઉભી થાય. રાજાઓ હમેશાં કાચા કાનના જ કહેવાતા. તેથી જ્યારે અમને છુટ્ટા કરવામાં આવે ત્યારે છે તે મૂડી અમને પાછી મળવી જોઈએ. શરતો મંજૂર થઈ. મંત્રી મુદ્રા 6 જ સ્વીકારવામાં આવી. વસ્તુપાળ મંત્રી પદે આવ્યા. તેજપાળને સેનાપતિપદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org