________________
૪૪
સ્થાપ્યા. બન્ને ભાઈઓ સારા સ્થાને ગોઠવાઈ ગયા. શરૂ શરૂમાં તો ઠાકોરો- ૧ ભાયાતો આ તો વાણિયો છે એનામાં લડવાની શું તાકાત હોય? એમ સમજીને માથું ઉંચકવા લાગ્યા. બન્ને ભાઈઓ નીકળી પડયા. તેજપાળ લડવામાં જબરો હોંશિયાર હતો એક પછી એક ભાયતોને નમાવવા માંડયા. યુધ્ધ કુશળતા :
ગોધરાનો ગુગળ નામનો રાજા હતો. બહુ માથાભારે અને મગજનો ફરેલો હતો. તેણે વીરધવલરાજા પર સાડી અને મેંશની ડબ્બી મોકલાવી. તમે બધા બાયલા છો એ જણાવવા માટે. વિરધવળરાજાએ તેને પડકારવા માટે સભામાં બીડું ફેરવ્યું. તેજપાળે તે બીડું ઝડપ્યું. ચુનંદા સૈનિકોને લઈને નીકળી પડયો. પહેલાં તો તેણે પોતાના સૈનિકો દ્વારા ગુગળરાજાના રાજ્યમાંથી ગાયોની ચોરી કરવા માંડી. ગુગળ થોડું જ લશ્કર લઈને ગાયોનું રક્ષણ કરવા આવ્યો. ત્યાં તેજપાળે ઘેરી લીધો. બન્ને વચ્ચે યુદ્ધ જામ્યું. છેવટે ગુગળ હારી ગયો. તેજપાળે તેને સાડી પહેરાવી, મેંશ આંજી અને શહેરમાં ફેરવ્યો. આ અપમાન ગુગળને હાડોહાડ વ્યાપી ગયું. તે જીભ કચરીને મરી ગયો. આવા ભલભલા રાજાઓને ભૂ પીતા તેજપાળે કરી દીધા. ચારે બાજુ બંને ભાઈઓની કીર્તિ ફેલાવા માંડી. રાજ્ય ખૂબ સમૃદ્ધ બન્યું. ભંડારો બધા ભરપૂર કરી દીધા. વસ્તુપાળની સંસ્કૃત રસિકતા :
વસ્તુપાળ ઓલરાઉન્ડ હતા. તે સંસ્કૃતના ખૂબ રસિયા હતા. સંસ્કૃત સુભાષિતો બનાવવાનો તેમને ખૂબ શોખ હતો. તેમનું વિદ્યામંડળ પ્રસિદ્ધ હતું. આટલા બધા કારભારમાં ડૂબેલા હોવા છતાં પોતાના નિયમ પાલનમાં ચૂસ્ત હતા. તેઓ તાડપત્રીય ગ્રંથો લખતા. તેમના હસ્તાક્ષરનો ગ્રંથ આજે પણ ખંભાતના ભંડારમાં છે. ખંભાતનો ચાર્જ સંભાળતા સંભાળતાં તેમણે હ ધર્માલ્યુદય' નામનું કાવ્ય લખેલું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org