SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે કોટિને ઈચ્છે છે... કોટિ મળ્યા છે તે રાજા થવા ઈચ્છે છે.. રાજા ચક્રવર્તિ થવા ઈચ્છે છે... અને ચક્રવર્તિ ઈન્દ્ર થવા ઈચ્છે છે... આમ આ ઈચ્છાનો કયારેય અંત આવતો નથી... માટે તો સુંદરદાસ કવિએ લખ્યું છે કે જો દસ વીસ પચાસ ભયે તબ હોઈ હજાર તું લાખ મગેગી, ક્રોડ અરબ ખરબ્બ અસંખ્ય ધરાપતિ હોને કી ચાહ જગેગી, સ્વર્ગ પાતાલકા રાજ્ય કરું તૃષ્ણા અધિકી અતિ આગ લગેગી, સુંદર એક સન્તોષ વિના શઠ તેરી તો ભૂખ કભી ન ભગેગી. - ७८ ગમે તેટલા ઘરમાં ગોકુલો હોય પણ એ એક જ ગાયના દૂધનો ઉપભોગી બને છે ને ! અર્થાત્ એક જ ગાયનું દૂધ તે પી શકે છે. ગમે તેટલી સંપત્તિ હોય પણ તેનો ખોરાક કેટલો ? ચાર કે આઠ રોટલી.. ગમે તેટલી જમીન હોય પણ ભોગવટાની જમીન કેટલી ? સાડા ત્રણ હાથને! બીજું બધું તો પારકાનો પરિગ્રહ છે. છતાં માણસને સંપત્તિની એષણા પૂરી થતી નથી. (૨) પુત્રૈષણા - પુત્રની ઝંખના. આ ઝંખના પણ માણસના જીવનમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. ગમે તેટલી સંપત્તિ હોય પણ પુત્ર ન હોય તો ? પુત્ર માટે તો માણસ પથ્થર એટલા દેવ કરે છે. છેવટે દત્તક લે છે. અરે! ઈશ્વરને પણ સર્જન કરવું ગમે છે તો માણસને પુત્રની ઝંખના થાય તેમાં શું આશ્ચર્ય ? (૩) લોકૈષણા - લોકોમાં પૂજાવાની ઝંખના, ઘણા લોકો મારા અનુયાયી બને. ઘણા લોકોને હું પ્રિય બનું. લોકોમાં મને કેમ નામના મળે... બસ રાત-દિવસ આ જ ઝંખના મનમાં પડેલી હોય છે. ઈલેક્શનમાં લાખો રૂપિયા ખર્ચે છે, શા માટે ? પૂજાવા માટે જ ને ! દાનમાં એક પાઈ પણ નહીં ખર્ચે અને ખરચશે તો નામની તકતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy