________________
રાખતા. ધર્મરૂચિએ અનાકુટ્ટી એટલે શું એમ પિતાને પૂછતાં પિતાએ કહ્યું કે, કોઈએ તે દિવસે ઝાડપાન છેદવાં નહીં કોઈ જીવની હિંસા કરવી નહીં. જેમ આપણામાં જીવ છે તેમ દરેક વનસ્પતિમાં પણ જીવ છે માટે તે દિવસે જંગલમાં ફરવા પણ જવાય નહિ. કારણ.. કે લીલોતરી બધે ઉગેલી હોય તેના પર પગ મુકવાથી તે જીવોની હિંસા થાય તો પછી ફળ, મૂળ, કંદ વગેરે તોડવાથી તો હિંસા બહુ જ થાય. તેથી હિંસા પર્વને દિવસે હિંસા ન કરવાની જાહેરાત અગાઉથી કરવામાં આવે છે.
૧૦૬
ધર્મરૂચીના મનમાં દયાના પરિણામ પડેલા હતા તેમણે વિચાર કર્યો કે વનસ્પતિમાં જીવ છે તો પછી રોજ શા માટે અનાકુટ્ટી ન કરવી ? આમ વિચારી રહ્યા છે તેટલામાં બાજુમાંથી જ ત્રણ જૈનમુનિઓ નીકળે છે. તેમને ધર્મરૂચીએ કહ્યું કે સાધુઓ ! આજે અનાકુટ્ટી છે ને તમો કેમ બહાર ફરો છો ? અમારા તાપસો તો કોઈ ઝુંપડીની બહાર નીકળતા જ નથી. સાધુઓએ કહ્યું કે અમારે તો રોજ અનાકુટ્ટી છે. અમે તો કોઈ દિવસ પણ હિંસા કરતા જ નથી. સાધુ ધર્મ સમજાવે છે. ધર્મરૂચી મુનિઓને જોઈને વિચારે ચડે છે કે આવા સાધુઓને મેં ક્યાંક જોયાં છે એમ ઉહાપોહ કરતાં જાતિ- સ્મરણ જ્ઞાન થયું. તેને પૂર્વભવે સાધુપણું પાળેલું યાદ આવ્યું ને દેવલોકનાં સુખ ભોગવેલાં તે પણ યાદ આવ્યાં. તેથી સાચા સાધુ બની પ્રત્યેક બુદ્ધ થયા અને માતા-પિતા તથા બધા તાપસોને કંદ મૂળનો ત્યાગ કરાવી જૈન દીક્ષા આપી...
દયાના શુભ પરિણામે પોતે તર્યા અને અનેકને તાર્યા... !
1
Jain Education International
For Private & Personal Use Only
(ક્રમશઃ.....)
www.jainelibrary.org