SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ I આવે અને વિશેષમાં સામાયિક, પોસહ, પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાનો આવે. | ' પ્રથમ સામાન્ય હશે તો જ વિશેષ આવશે ને ! પણ આજે સામાન્ય ધર્મ લુપ્તપ્રાય થઈ ગયો છે. પાપભીરૂ - ધર્મને આચરનાર શ્રાવક કેવો હોવો જોઈએ તેના ગુણોનું વર્ણન ચાલી રહ્યું છે. તેમાં ધર્મના અર્થી શ્રાવકનો છઠ્ઠો ગુણ - પાપભીરૂ. જેના જીવનમાં ભીરુતા આવે છે તે લાયક બની શકે છે. આજે તો મોય ભાગે પાપના ધંધાઓ શ્રાવકોના હાથમાં છે. કહેવાતો હોય સુશ્રાવક પણ ધંધો તેનો પંદર કર્માદાનમાંથી જ ચાલતો હોય. મોટી-મોટી ફેકટરીઓનો માલિક હોય... કરોડો જીવોની હિંસા તેના કારખાનામાં થતી હોય... અમે એક ફેકટરીમાં ગયાં. તેમાં કપ-રકાબી બનાવવામાં આવતા હતા. કપ-રકાબીની બનાવટમાં પહેલાં માટી કેટલાય દિવસો સુધી પલાળી રાખે પછી બીબામાં માટીને નાખે. થોડા દિવસ સુધી એ બીબાં સૂકાય એટલે મોટી ભઠ્ઠી હોય... ચોવીશે કલાક સળગતી હોય... તેનાથી દસ ફૂટ દૂર ઉભાં હોય તોય આપણને દઝાડે- આવી ભઠ્ઠીમાં ત્રણ દિવસ સુધી તેને તપાવે... પછી તેની પર ચિત્રકામ થાય... અને આવા પાપના કતલખાનામાંથી તૈયાર થયેલા તે કપ-રકાબી તમારા શોકેસને શોભાવે અને તે અનેક જીવોને પાપ બંધાવવામાં નિમિત્ત રૂપ બને...કારણકે કોઈપણ ચીજને આપણે બહુ સરસ છે એમ કહીને વખાણીએ એટલે તે ચીજની બનાવટમાં થયેલા પાપના છાંટા આપણને ઉડે જ. છક્કાયના જીવોનો કૂટો થઈ ગયો છે. તમારા ઘરની લગભગ ચીજો આવા છક્કાયના જીવવધમાંથી બનેલી છે... અનેક ત્રસજીવો પણ આમાં આવીને પડતા હોય છે અને મોતને શરણ થતા હોય છે. આવા કતલખાનાઓના માલિક હોય... અને ધર્મસ્થાનકોમાં લાખો તો રૂપિયા ખરચતા પણ હોય... વ્યાખ્યાન વગેરેમાં આગળ આવીને બેસતા જ છે પણ હોય... તેમને ધર્મ સ્પર્ધો કેમ કહેવાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy