________________
- જે કર્મ ખપાવે તેટલું કર્મ ફકત એક ઉપવાસ કરવાથી ખપે. આ પ્રમાણે છે
કેટલાય ચીકણા કર્મોને ખપાવવાની તાકાત તપમાં રહેલી છે. માણસ ભલે આ ત્રણે ટાઈમ ખાતો હોય પણ નવકારશી અને ચઉવિહાર આ બે કરતો હોય તો તેના આયુષ્યના જેટલા વર્ષો હોય તેના કરતાં અડધા વર્ષોના ઉપવાસનું ફળ તે મેળવી શકે... આજે ચારે બાજુ આહાર સંજ્ઞાની જ બોલબાલા છે. મુંબઈની ખાઉધરા ગલીમાં જઈને જુઓ તો જાણે દુષ્કાળમાંથી ન આવ્યા હોય તેમ માણસો ઉભા-ઉભા જ મીજબાની ઉડાવતા હોય ! ઢોર હમેશાં ઉભા-ઉભાં જ ખાય... આપણી સરખામણી કોની સાથે થાય? વિચાર તો કરો.. આ ભયંકર આહાર સંજ્ઞા કયાં લઈ જશે... કોરિયાનો એક માણસ અહીં આવેલો તેણે કહ્યું કે ત્યાં તો સાપની અને માંકડાવાંદરાની લારીઓ ફરતી હોય છે. જેમ તમારે અહીં સીંગ-ચણાની લારીઓ ફરતી હોય તેમ. માણસ લારી પાસે આવીને ઉભો રહે, વાંદરાનું લોહી માંગે... લારીવાળો વાંદરાના માથામાં ખીલો મારે તેને ઉંધો કરીને એક ગ્લાસ લોહીનો ભરે.. અને પછી પાછો ખીલો ફીટ કરી દે.. પેલો માણસ લોહીનો ભરેલો ગ્લાસ ગટગટાવીને ચાલતો થાય... કેવી ભયંકર છે આહારસંજ્ઞા.. તેમ સાપની લારી પાસે કોઈ માણસ આવીને ઉભો રહે... અમુક જાતનો સાપ માંગે. લારીવાળો સાપનું માથું કાપીને કળકળતા તેલમાં તળીને માંગનારને આપે.. પેલો માણસ સાપને આરામથી ચાવતોચાવતો ચાલતો થાય. આ ઉપજાવી કાઢેલી વાત નથી... પણ જે ભાઈએ નજરોનજર જોયેલું છે તેમણે કહેલી આ સત્ય હકીકત છે... આપણને તો સાંભળતાં યે સૂગ ચડે. પણ દુનિયામાં આવા આહાર સંજ્ઞામાં ડૂબેલા અનેક માણસો પડેલા છે.
તપ ઉત્તમ ઔષધ : તો કર્મને ખપાવવા માટે તો તપ છે જ, પણ શરીરને નીરોગી બનાવવા જ આ માટે પણ તપ જેવું કોઈ ઉત્તમ ઔષધ નથી... દુનિયાની બધી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org