________________
રે
રે
Sો મહારાજ ત્યાં બિરાજમાન હતા. તેણે પૂ. ગુરૂભગવંતને તે સ્વપ્ર કહ્યું. તે
આચાર્ય મહારાજ ખૂબ જ્ઞાની હતા. તેમણે પાહિનીને કહ્યું કે એક મહાનું રત્ન તારા ઉદરમાં અવતરશે. તે તું મને આપી દેજે. સમય વીતતો ચાલ્યો. વિ.સં. ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂર્ણચન્દ્ર જેવા તેજસ્વી પુત્રરત્નને પાહિનીએ જન્મ આપ્યો. અને તેનું નામ ચાંગો એવું રાખ્યું. બીજના ચંદ્રની જેમ તે વૃદ્ધિ પામવા લાગ્યો. આ બાજુ આચાર્ય ભગવંત વિહાર કરીને ધંધુકા પધારે છે. આચાર્ય ભગવંત દેરાસરમાં દર્શનાર્થે ગયા છે અને ત્યાં દર્શન કરવા પાહિની અને તેનો પુત્ર ચાંગો આવે છે. આચાર્ય મહારાજના ખાલી પડેલા આસન પર ચાંગો બેસી જાય છે. આચાર્ય મહારાજ જુએ છે પુત્રના લક્ષણ પારણામાં જોતાંની સાથે જ પેલું સ્વમ યાદ આવે છે. પુત્રનું વિશાળ લલાટ અને તેજસ્વી મુખમુદ્રા જોઈને પાહિની પાસે પુત્રની માંગણી કરે છે. પુત્રમોહના કારણે પહેલાં તો પાહિની ના પાડે છે. આચાર્ય મહારાજે ઘણું સમજાવ્યું. તેમજ સંઘ પણ ભેગો થઈને તેને ઘેર જાય છે અને પાહિનીને સમજાવે છે. પાહિની વિચારે છે કે ૨૫મા તીર્થકર રૂપ આ સંઘ મારે આંગણે આવ્યો છે. મારે તેમની વાતનો સ્વીકાર કરવો જોઈએ. આમ વિચારી પાહિનીએ પોતાનો પુત્ર ગુરૂ મહારાજને વહોરાવ્યો. તે પુત્રને લઈને આચાર્ય મહારાજ ખંભાત આવે છે. ત્યાં ઉદયન મંત્રીને આ પુત્ર સાચવવા માટે સોંપે છે. આ બાજુ જ્યારે પાહિનીએ પુત્રને વહોરાવ્યો ત્યારે તેનો પિતા ચાચિક બહારગામ ગયેલો. બહારગામથી ઘેર આવે છે અને પુત્રને નહીં જોતાં પાહિનીને પૂછે છે કે મારો લાલ કયાં ગયો ? પાહિની કહે છે કે ગુરૂ મહારાજ તેને લઈ ગયા. તે શાસનનું અણમોલ રત્ન બનશે. આ સાંભળતાની સાથે જ ચાચિક ગુસ્સે થાય છે.
તરત જ ખંભાત આવે છે. પુત્રની માંગણી કરે છે. આચાર્ય મહારાજ તો ઉદયનમંત્રી પાસે મોકલે છે. મંત્રી ચાચિકને ઘણું સમજાવે છે કે તારો પુત્ર છે – મહાન્ થશે. પણ ચાચિક ગુસ્સામાં છે કોઈપણ રીતે પોતાના પુત્રને ઘેર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org