________________
૧૦૩
- હાયમાંથી આવેલું ધન એ પણ અભક્ષ્ય જ છે. હા, સંસારને ચલાવવા માટે, માનભેર ઉભા રહેવા માટે તમારે બધું કરવું પડે છે. કરો. એની અમે જરાયે ના પાડતા નથી પણ પદાર્થોને જોઈને એમાં એવા તો મૂચ્છ ખાઈ ગયા છો કે ભગવાનની આજ્ઞાને ક્યાંયે ફગાવી દો છો. નિર્દય બનીને લોકોને લૂંટી રહ્યા છો તેની સામે વાંધો છે. કોઈને હજાર કે પાંચ હજારનું ઈજેક્શન ખાવું પડે તો તેને હર્ષ થાય ખરો? તેને એમ લાગે ખરું કે તમે તો પાંચપચ્ચીસ રૂપિયાનું જ ખાતા હશો જ્યારે હું તો રોજ પાંચ હજારનું ઈજેક્શન ખાઉં છું? ના, તેમ સંપત્તિ મેળવવી પડે છે માટે મેળવીએ છીએ.... કોઈને લૂંટીને હરખાતો ન હોય. જે માણસ ધર્મના રંગથી રંગાયેલો હોય તેને પદાર્થોમાં આસક્તિ ન થાય. દા.ત. એક ઘડિયાળ તમે ખરીદું. થોડા મહિના ગયા. બીજી જાતનું સુંદર મોડેલવાળું ઘડિયાળ તમારા જોવામાં આવ્યું. આ કાઢીને નવજાતના મોડેલનું ઘડિયાળ તમે ખરીદું. વળી થોડા મહિના વીત્યા.. આવા તો હજારો જાતની મોડેલવાળા ઘડિયાળો બહાર પડશે.. પણ જે વ્યક્તિ શાસ્ત્રના શબ્દોથી રંગાયેલો હોય તે શું વિચારે? તે એમ જ વિચારે કે મારે સમયથી કામ છે ને ! ઘડિયાળના મોડેલ સાથે શું? આ રીતે જગતના તમામ પદાર્થોને જુએ-મૂલવે તો તેની આસક્તિ ઘટતી જાય... અને આસક્તિ ઘટે એટલે વૈભવ વિલાસ, મોજ-શોખમાં ખોટી રીતે વેડફાતી સંપત્તિ બચી જાય. આજે લાખો રૂપિયા ખોટા માર્ગે ખરચાઈ રહ્યા છે. માટે જ માણસને ખોટા ધંધા કરીને પૈસા ઉભા કરવા પડે છે. ભાદરવા વદ-૧ દયા :
ધર્મનો મૂળ પાયો જ દયા છે. દયા વિનાનો ધર્મ હોઈ જ ન શકે. શ્રાવક સ્નાન કરતો હોય તો પણ પ્રભુ પૂજા માટે.. અને પૂજા માટે કરેલું ને સ્નાન પુણ્યકર્મને ઉપાર્જન કરનારું બને છે. આજનો કહેવાતો શ્રાવક 6 K નાનમાં બે-ચાર બાલ્ટી પાણીનો ખો વાળી દે છે. તેનું પાણીયારું એ રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org