SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૦ ઈંઢોણી સહિત ઘડો મૂકીને તે ગામમાં બીજી ખરીદી માટે ગઈ. પેથડને કહીને ગઈ હતી કે મારે ઉતાવળ છે તેથી ઘડાનું ઘી જોખી લેજો. નીતિવાન્ તરીકેની કેવી છાપ હશે કે તેના ભરોંસે તે ઘડો મૂકીને ચાલી ગઈ. પેથડ ઘડો ખાલી કરીને પાછો ઇંઢોણી પર જ મૂકે છે. બાઈ ખરીદી કરીને પાછી ફરી. ઘડો લેવા જાય છે તો ઘડો ઘીથી છલોછલ ભરેલો છે. પેથડને કહે છે કે હું તમને કહીને તો ગઈ હતી કે ઘડો ખાલી કરી રાખજો. મારે મોડું થાય છે. પેથડ વિચારે છે કે મેં મારા હાથે જ ધડો ખાલી કરીને મૂક્યો છે ને તે કયાંથી ભરાઈ ગયો. ઘડાની નીચે નજર નાખે છે તો ઘાસની ઇંઢોણી જુએ છે. ઘાસને તે ઓળખી જાય છે. અરે, આ તો ચિત્રાવેલી છે. જેની ઉપર રાખેલી વસ્તુ અક્ષય રહે છે. નક્કી આમાં ચિત્રાવેલીનો પ્રભાવ છે. ફરીથી ઘડો ખાલી કરીને આપે છે અને બાઈને કહે છે બહેન લે તને હું સારી ઈંઢોણી આપું. બાઈ તો તે ઈંઢોણી લઈને ઘેર જાય છે. પેથડ ચિત્રાવેલીને લઈને પોતાના ઘીના કુંડલા નીચે મૂકે છે. ઘીનું કુંડલું અખંડ જ રહે છે. ગમે તેટલું ઘી અંદરથી કાઢે તો પણ ભરેલું ને ભરેલું જ. સુગંધીદાર પણ એવું. ચારે બાજુ તેનું ઘી વખણાય છે. ઝાંઝણનુ બુદ્ધિકૌશલ્ય રાજા પાસે પણ તેના સુગંધીદાર ઘીની વાત આવે છે રાજા રોજ જમવાના ટાઈમે દાસીને વાટકો લઈને ધી લેવા મોકલે છે. પેથડ રોજ વાટકો ભરી આપે. એકવાર પેથડ ઝાંઝણને દુકાને બેસાડીને જમવા ગયા છે. ત્યાં રાજાની દાસી વાટકો લઈને આવે છે. ઝાંઝણ ઘી આપવાની ના પાડે છે. દાસી કહે છે કે રાજાજી જમવા બેઠા છે તેથી થોડું પણ આપે. ઝાંઝણ ચોખ્ખી ના પાડી દે છે. જા, તારા રાજાને કહેજે કે, ધી નહીં મળે. દાસી આવીને રાજાને વાત કરે છે. રાજા એકદમ કોપાયમાન થાય છે. પેથડને પકડી લાવવા માટે સેવકોને હુકમ કરે છે. સેવકો પેથડને લેવા માટે ઘેર આવે છે. રાજસેવકોને જોઈને પેથડ ગભરાઈ જાય છે. માંડ માંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy