________________
૮
કામવાસના તારા પાપે
એક બાવાજી હતાં. ભગવાનના પરમ ભક્ત. એકવાર કોઈ ભક્તને ત્યાં જમવાનું આમંત્રણ આવ્યું. ભક્તને ત્યાં જમવા જાય છે. ભક્તને એક રૂપવાન યુવાન કન્યા છે. આ કન્યા બાવાજીની નજરે ચડી.. દૃષ્ટિ પડતાં વાસનાની આગ ભભૂકી. બાવાજી છે એટલે કન્યા તો કાંઈ મંગાય નહીં... શું કરવું? ભક્તને કહે છે કે ભાઈ ! તારી આ કન્યા દુર્ભાગ્યવાળી છે જો તમે ઘરમાં રાખશો તો તમારું સત્યાનાશ નીકળી જશે. પરણાવશો તો બન્ને પક્ષે ખતમ થશો. એના કરતાં તો ગંગામાં પધરાવી દેજો. ભક્ત બહુ ચાલાક હતો. બાવાજીની નજર તેણે પારખી લીધી. તેણે વિચાર્યું કે આવા ધર્મના નામે ધતિંગ કરનારને તો બરાબર સ્વાદ ચખાડવો જોઈએ. બાવાજી પોતાની કુટિરે ચાલ્યા ગયા. ગંગાના કિનારેજ કુટિર હતી... રાહ જોઈને બેઠા છે કે નદીમાં તણાતું કંઈ આવે છે ? આ બાજુ ભક્ત તો એક પેટી મંગાવી એમાં એક વાંદરીને પૂરી અને પેટીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી. પેટીને આવતી જોઈને બાવાજીએ પોતાના શિષ્યોને આજ્ઞા કરી કે પેલી પેટી કાઢીને મારી કુટિરમાં મૂકજો. શિષ્યોએ નદીમાં ઝંપલાવ્યું. પેટી કાઢી પોતાના ગુરૂની કુટિરમાં મૂકી. બાવાજી કુટિરમાં જતાં પહેલાં શિષ્યોને કહે છે કે બૂમાબૂમ થાય તો ય કુટિરનું બારણું ખોલશો નહીં. શિષ્યો કહે ભલે ગુરૂજી. બાવાજી તો કુટિરનું બારણું બંધ કરીને પેટીને ખોલવા જાય છે. પેટી ખૂલતાં જ અંદર પુરાવાથી ગુસ્સે ભરાયેલી વાંદરીએ બહાર કુદકો માર્યો અને બાવાજી પર તૂટી પડી. બાવાજી તો બૂમાબૂમ કરવા લાગ્યા.. પણ બારણું ખોલે કોણ? છેવટે લોહીલુહાણ દશામાં માંડ-માંડ બારણા સુધી પહોંચ્યા.. મરતાં મરતાં બચી ગયા. કોના પાપે ? કામવાસનાના જ પાપને ! આજે હજારો યુવાનો પાયમાલ થઈ રહ્યા છે. પોતાના જીવનની મહામૂલી મૂડી સદાચાર ગુમાવી રહ્યા છે. ઈંગ્લીશમાં એક કહેવત છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org