________________
પર સમુય મા - % 17
ગ્રંથનો સંક્ષિપ્ત સાર
યાકિનીમહત્તરાના ધર્મપુત્ર તરીકે પ્રસિદ્ધ, ૧૪૪૪ ગ્રંથના રચયિતા, સ્વ-પરદર્શન વિશારદ પૂ. આ. ભ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ માત્ર ૮૭ શ્લોકમાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, મીમાંસક અને લોકાયત (નાસ્તિક) દર્શનના મુખ્ય પ્રતિપાદ્ય વિષયને આવરી લીધો છે.
મુખ્યતયા આ ગ્રંથમાં (દરેક દર્શનમાં) ત્રણ વિષયોનું નિરૂપણ છે. (i) દેવતા (i) પદાર્થ વ્યવસ્થા (ii) પ્રમાણ વ્યવસ્થા.
આ ગ્રંથ ઉપર મુખ્ય બે ટીકાઓ ઉપલબ્ધ થાય છે. (૧) પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરિકૃત બ્રહવૃત્તિ. તેનું બીજું નામ તર્કરહસ્ય દીપિકા છે. (૨) પૂ. આ. ભ. શ્રી સોમતિલકસૂરિકૃત લઘુવૃત્તિ.
અહીં બૃહવૃત્તિનો ભાવાનુવાદ કર્યો છે. ટીકાકારશ્રીએ ગ્રંથને મુખ્ય છ અધિકારોમાં વહેંચ્યો છે.
ગ્રંથના પ્રારંભમાં બુદ્ધિમાનોની પ્રવૃત્તિનિમિત્તક મંગલાદિ અનુબંધ ચતુષ્ટયનું વિધાન છે. પ્રથમ શ્લોકમાં અવસર પ્રાપ્ત ૩૬૩ પરવાદિઓના મતની સૂત્રકૃતાંગ ગ્રંથની ગાથાના માધ્યમે વ્યાખ્યા કરાઈ છે. તેમાં ૧૮૦ ક્રિયાવાદિ, ૮૪ અક્રિયાવાદિ, ૬૭ અજ્ઞાનિક તથા ૩૨ વૈનયિક તરીકે ઓળખાય છે.
શ્લોક-૨ અને ૩માં દર્શનોની સંખ્યા અને નામ દર્શાવ્યાં છે. પ્રથમ અધિકારમાં બૌદ્ધદર્શનનું સ્વરૂપ બતાવાયું છે. શ્લોક-૪માં બૌદ્ધદર્શનના આરાધ્ય દેવ સુગત (બુદ્ધ)નું સ્વરૂપ બતાવ્યું છે. વેષ અને આચારનું નિરૂપણ કર્યું છે. ધર્મ, બુદ્ધ અને સંઘ સ્વરૂપ રત્નત્રયનો સ્વીકાર કર્યો છે. ચાર આર્યસત્યના પ્રરૂપક સુગત દેવ છે. દુ:ખ, સમુદય, માર્ગ અને નિરોધ સ્વરૂપ ચાર મુખ્ય તત્ત્વો છે. તે ચારે તત્ત્વોનું સામાન્ય નિરુપણ શ્લોક-૪માં કર્યું છે.
શ્લોક-પમાં પ્રથમ દુઃખતત્ત્વના વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ - આ પાંચ સ્કંધોનું નિરૂપણ કર્યું છે.
શ્લોક-કમાં દુઃખતત્ત્વના કારણભૂત દ્વિતીયતત્ત્વ ‘સમુદય’નું વર્ણન કર્યું છે.
શ્લોક-૭માં માર્ગ અને નિરોધતત્ત્વનું નિરૂપણ કર્યું છે. દુઃખ અને સમુદાય તત્ત્વ સંસારની પ્રવૃત્તિના નિમિત્તભૂત છે. તેના વિપક્ષભૂત તત્ત્વો માર્ગ અને નિરોધ છે. આ શ્લોકમાં બૌદ્ધદર્શનના “ક્ષણિકત્વ' સિદ્ધાંતની સિદ્ધિ કરી છે.