________________
પર્શન સમુક્રય ભાગ - ૨ * 16
વિરચિત શ્રી નમિનાથ ભગવાનનું સ્તવન (viii) શાસ્ત્રવાર્તા સમુચ્ચય ગ્રંથમાંથી ગ્રહણ કરેલા વેદાંતદર્શનના સંગ્રાહક શ્લોકો.
તદુપરાંત પૂ. આ. ભ. શ્રી વાદિદેવસૂરિ વિરચિત સૂત્રબદ્ધ પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથના આધારે નય અને સપ્તભંગીનું આંશિક સ્વરૂપ પરિશિષ્ટમાં વર્ણવ્યું છે.
આ ગ્રંથમાં મૂળ સૂત્રકાર પરમર્ષિએ માત્ર છ દર્શનોનો પરિચય આપી અંતે શ્લોક-૮૭ના ઉત્તરાર્ધમાં મfમયતત્વ પત્રોઃ વૃદ્ધિમિઃ | આ વાત જણાવી તે તે દર્શનોની ગુણવત્તાના વિષયમાં વિદ્વાનોએ સ્વયં વિચારી લેવાની ભલામણ કરી છે. પોતાનો આ વિષયમાં કોઈ અભિપ્રાય આપ્યો નથી. પરંતુ ટીકાકારશ્રીએ શ્લોક-૧માં કહેલા “સર્જન' શબ્દની વ્યાખ્યાથી સ્પષ્ટ કરી આપ્યું છે કે પૂ. મૂળ સૂત્રકાર પરમર્ષિને જૈનદર્શનની સર્વોપરિતા-શ્રેષ્ઠતા જ અભિપ્રેત હતી. ટીકાકારશ્રીએ પણ જૈનદર્શનના વિવરણમાં વિસ્તારથી જૈનદર્શનની શ્રેષ્ઠતા સિદ્ધ કરી આપી છે.
૭ આ ગ્રંથના પ્રકાશ માટે સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી. વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા
તથા વિદ્વદર્ય પૂ.મુ.શ્રી વિશ્વદર્શનવિજયજી મ.સા.ના સદુપદેશથી જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થા થઈ છે. તેઓશ્રીનો ઉપકાર હરહંમેશ યાદ રહેશે. • વિશેષ અંગત પરિચય વિના પણ ગ્રંથ પ્રકાશન અંગે માર્ગદર્શન આપનાર, ગ્રંથગત ક્ષતિઓને દૂર કરી
આપનાર, પૂરોવચન લખી આપી ગ્રંથને સુશોભિત કરનારા પૂ. આ. ભ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાની અવિસ્મરણીય સહૃદયતા હરહંમેશ સ્મૃતિપથ ઉપર જીવંત રહેશે.
- ભાવાનુવાદના પ્રેરક, મમહિતચિંતક, ભવોદધિતારક પૂ. ગુરુદેવ મુનિરાજશ્રી દિવ્યકીર્તિ વિજયજી મ.
સાહેબે અમુલ્ય સમય ફાળવીને ગ્રંથગત ભાષાકીય ક્ષતિઓને દૂર કરી આપી મહાન ઉપકાર કર્યો છે. ૭ મારા ગુરુભાઈ મુ. શ્રી નમ્રકીર્તિ વિજયજીએ પ્રફશુદ્ધિમાં સુંદર સહાયતા કરી છે.
મારા સ્કૂલ ક્ષયોપશમના યોગે ભાવાનુવાદમાં ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તો વિદ્વાનોને જણાવવા નમ્ર વિનંતિ. તથા છદ્મસ્થતાના યોગે આજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
મારો પહેલો આ નાનકડો પ્રયત્ન સૌ કોઈને શાસ્ત્રાભ્યાસમાં સહાયક બની સ્વ-પરની મુક્તિનું કારણ બને એ જ સદાને સદા માટેની શુભાભિલાષા... માગ૦ સુ0 ૧૧, વિ. સં. ૨૦૭૧
- મુનિ સંયમકીર્તિ વિજય. શ્રીપાલનગર જૈન ઉપાશ્રય,
મુંબઈ-૪૦૦૦૦૧