________________
વર્ણન શ્રી ષોડશક પ્રકરણમાં કર્યું છે. તેના આધારે ટીકાકારમહર્ષિ તેનું
સ્વરૂપે વર્ણવતાં ફરમાવે છે કે - પ્રણિધાનાદિ પાંચે સામાન્યત: ક્લિારૂપ હોવા છતાં તે તે ક્ષિાના કારણે આપણો પોતાનો જણાતો જે ભાવ છે; તસ્વરૂપ જ વસ્તુતઃ પ્રણિધાનાદિ પાંચ આશય છે. આ ભાવસ્વરૂપ પ્રણિધાનાદિ પાંચ આશય વિનાની ચેષ્ટા દ્રવ્યક્યિા છે; તે તુચ્છકોટીની છે, સારભૂત નથી. અનન્તજ્ઞાનીઓએ વર્ણવેલી આ વસ્તુને કોઈ પણ ધર્માત્માએ અથવા તો ધર્મના અર્થીઓએ નિરન્તર યાદ રાખવી જોઇએ. તેઓશ્રીનાં પરમતારક વચનોથી ધર્મ કરનારા વિશુદ્ધધર્મના અર્થી ન બને તો તેમની એ ધર્મની પ્રવૃત્તિ વાસ્તવિક ફળને આપનારી બનતી નથી. આપણી ધર્મપ્રવૃત્તિ મોક્ષણાધિકા બને-એ માટે શાસ્ત્રકારપરમર્ષિઓએ આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. પરંતુ મોક્ષસાધક એ અનુષ્ઠાનોને પ્રણિધાનાદિ આશયથી રહિતપણે કરવાથી આપણે શું કર્યું છે - એનો સહેજ પણ ખ્યાલ આપણે રાખ્યો નથી. વર્તમાનમાં કહેવાતા સુંદર ધર્મારાધકોએ; વર્ષોથી તે તે પૂજા-પ્રતિક્રમણ કે સામાયિકાદિ અનુષ્ઠાનો કરવા છતાં પ્રણિધાનાદિ આશયનું સ્વરૂપ સમજવાનો પણ પ્રયત્ન કર્યો નથી. શાસ્ત્રકારપરમાર્ષિઓએ દર્શાવેલું શુદ્ધધર્મનું સ્વરૂપ આજે મોટેભાગે કોઈ પણ ધર્માનુષ્ઠાનોમાં જોવા મળતું નથી – એનું કારણ પણ પ્રણિધાદિની રહિતતા છે. આપણી ઈચ્છા મુજબ જ ધર્મ કરવાના કારણે આપણે પ્રણિધાનાદિ પાંચ આશયોને તો ન પામ્યા પણ તેની ઈચ્છાને પણ આપણે ઉત્પન્ન કરી શક્યા નથી - એ માન્યા વિના
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org