________________
સૂવા-ઊઠવાની ક્રિયાથી માંડીને સઘળીય અર્થકામની ક્રિયા લગભગ પ્રણિધાનપૂર્વકની હોય છે. જીવનમાં ક્વચિત જ પ્રાપ્ત થનારા લગ્નાદિ કે પ્રવાસાદિના પ્રસજ્જ્ઞો અથવા તો જીવનની દરરોજ થતી ધંધા વગેરેની પ્રવૃત્તિઓ કરવાના પ્રસઙ્ગો ભાગ્યે જ પ્રણિધાનશૂન્ય હોય છે. જ્યારે અલ્પ પ્રમાણમાં થતી આપણી ધર્મક્રિયાઓ ક્યારે પ્રણિધાનયુક્ત હોય છે - એ કહેવું લગભગ શક્ય નથી. અર્થ અને કામની તે તે ક્રિયાઓ કરતાં પૂર્વે તેની વિધિ, તેનો ઉદ્દેશ અને તે કરવા માટે કરાતી પૂર્વતૈયારીસ્વરૂપ ઉપયોગ જેવો હોય છે - એ બધું ભાગ્યે જ ધર્માનુષ્ઠાનો પ્રત્યે જોવા મળે. પૂજાદિ અનુષ્ઠાનો તેના નિયત કરાયેલા તે તે મધ્યાહ્નાદિ સમયે જ તે તે શુદ્ધ દ્રવ્યની સહાયથી કરવાના હોવાથી એ વિશુદ્ધ અનુષ્ઠાનની પ્રવૃત્તિ માટે પ્રણિધાન ખૂબ જ જરૂરી છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં એ અનુષ્ઠાનો; દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી નિરપેક્ષપણે આપણી ઈચ્છા મુજબ કરવાનું જ જાણે આપણે ચોક્કસ ન કર્યું હોય - એવી આપણી વર્તમાનની ધર્મ-ક્રિયાઓ છે. અર્થ અને કામની પ્રવૃત્તિમાં સમય અને સાધનાદિનો ઉપયોગ રાખવામાં જેટલા આપણે સૌ અપ્રમત્ત છીએ એટલા જ અપ્રમત્ત બની આપણે ધર્મક્રિયામાં સમય અને સાધનાદિના ઉપયોગવાળા બનવું જોઈએ. સારામાં સારી રીતે વિધિપૂર્વક અકાળે કરાયેલાં ખેતી વગેરેનાં કામો અને યોગ્ય કાળે પણ જેમતેમ કરાયેલાં ખેતી વગેરે કામો જેમ નિષ્ફળ બને છે, તેમ પ્રણિધાનશૂન્ય કરાયેલી ધર્મક્રિયાઓ પણ નિરર્થક બને છે. ડોક્ટરો,
Jain Education International
૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org