________________
કરતો નથી, તો તે, સિદ્ધાંતના શ્રવણ વખતે પણ ચિકિત્સા કરવા યોગ્ય નથી. આવા આત્માને સિદ્ધાંતના પ્રદાન વખતે માંડલીમાં બેસાડવાનું ગુરુ માટે યોગ્ય નથી. છતાં પણ ગુરુભગવંત આવાને માંડલીમાં બેસવા દે તો તે અયોગ્ય શ્રોતાની અપેક્ષાએ ગુરુને અધિક દોષનો પ્રસંગ આવે છે. કારણ કે પાપ કરનારાની અપેક્ષાએ પાપ કરાવનારાને અધિક દોષ પ્રાપ્ત થાય છે - એ સ્પષ્ટ છે.
આથી એ વસ્તુ સિદ્ધ થાય છે કે વિધિમાર્ગના શ્રવણમાં જેને રસ છે એવા શ્રોતાને આશ્રયીને વિધિમાર્ગની પ્રરૂપણા કરવાથી જ ગુરુભગવંત તીર્થના વ્યવસ્થાપક બને છે. અન્યથા તીર્થના વ્યવસ્થાપક તેઓ બનતા નથી - આ પંદરમી ગાથાનો સારાંશ છે. ૧પો' - વિધિ કોને કહેવાય ? અવિધિ કોને કહેવાય ? યોગ્ય કોણ છે અને અયોગ્ય કોણ છે ? અથવા તો સંવેગ પ્રાપ્ત થાય છે કે નથી થતો?. વગેરે જણાવાનું કામ અઘરું હોવાથી એનો વિચાર કર્યા વિના જે ઘણા લોકોએ આચર્યું છે, તે જ કરવું જોઈએ. કારણ કે મોટો જનસમુદાય જે માર્ગે જાય છે - એ જ માર્ગ છે. વર્તમાનમાં પણ તીર્થનો વ્યવહાર મહાપુરુષોની આચરણાના જ કારણે મોટાભાગે ચાલે છે. તીર્થના છેડા સુધી એ જ પ્રમાણ રહેવાનો છે. તેથી મોટાભાગના આચરણને જોઈને જ ચાલવું જોઈએ. અવિધિપૂર્વક ધર્માનુષ્ઠાન કરનારો વર્ગ મોટો છે. તેથી તે પ્રમાણ છે, તેનો નિષેધ નહિ કરવો જોઇએ – આવી માન્યતાનું નિરાકરણ કરવાના આશયથી ગ્રંથકારશ્રીએ સોળમી ગાથાની રચના કરી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org