________________
વિધિનો આગ્રહ રાખીએ તો એ શાસ્ત્રવચનોનો મેળ બેસતો નથી.”આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે સર્વથા અવિધિપૂર્વક કરવાની અનુજ્ઞા આપનારાં એ વચનો નથી. પરંતુ વિધિપૂર્વક પ્રવૃત્તિ કરવા છતાં અનુપયોગાદિના કારણે છવસ્થ જીવોને અવિધિદોષ લાગતો હોય છે અને એ દોષના ભયથી સર્વથા અનુષ્ઠાનનો કોઈ ત્યાગ ન કરે – એ જણાવવા માટેનાં એ વચનો છે. અથવા શરૂઆતમાં જોઈએ એવું જ્ઞાન ન હોય ત્યારે કે ગમે ત્યારે જે આરાધકો હિતશિક્ષા આપવા માટે યોગ્ય છે તેમનો અવિધિદોષ અનુબંધ વિનાનો હોય છે. તેથી તેમનું અવિધિયુક્ત અનુષ્ઠાન પણ દોષ માટે થતું નથી. કારણ કે તેઓને વિધિ પ્રત્યે બહુમાન હોવાથી અને પૂ. ગુરુભગવંતની પરમતારક આજ્ઞાનો તેઓને યોગ હોવાથી ફળને આશ્રયીને તેમનું અનુષ્ઠાન વિધિયુક્ત જ છે – આટલું જ જણાવવાનો એ વચનોનો આશય છે. અવિધિપૂર્વકનું અનુષ્ઠાન ગમે તે રીતે સારું છે – એવું જણાવનારાં એ શાસ્ત્રવચનો
નથી.
આ જે વસ્તુને સ્પષ્ટ કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસાર પ્રકરણમાં જણાવ્યું છે કે વિધિ પ્રત્યેના બહુમાનાદિ સ્વરૂપ ઉત્તમ આશયના કારણે અશુદ્ધ એવી પણ ક્રિયા શુદ્ધક્રિયાનું કારણ બને છે. લોમાં પણ, રસ(સુવર્ણસાધક દ્રવ્યવિશેષ)ના અનુવેધથી(એકમેક થઈ જવાથી) તાંબું સુવર્ણ બનતું જોવા મળે છે. તેમ લોકોત્તરમાર્ગમાં પણ વિધિમાર્ગના બહુમાનાદિ સ્વરૂપ સદાશયાત્મક રસના અનુવેધથી તાંબાજેવી અશુદ્ધ પણ ક્યિા શુદ્ધ બને છે. કહેવાનો આશય સ્પષ્ટ જ
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org