Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 107
________________ છે કે ક્રિયાની શુદ્ધાશુદ્ધતામાં ભાવ અને ભાવના અભાવની મુખ્યતા છે. બાહ્યપ્રવૃત્તિને મહત્ત્વ આપવાનો અહીં નિષેધ નથી. પરંતુ જેની પાછળ ભાવ ન હોય કે ભાવ લાવવાનો પણ ભાવ ન હોય - એવી કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ લોકોત્તર તરીકે જણાતી હોય તોપણ તે સારી નથી. સાધક આત્માઓએ વિધિપૂર્વકના અનુષ્ઠાનના આરાધક ન બનાય ત્યાં સુધી વિધિમાર્ગના એકમાત્ર રસવાળા તો બનવું જોઈએ ને ? ગમે તે આશયથી અને ગમે તે રીતે કરાતું અનુષ્ઠાન; માત્ર લોકોત્તર હોવાથી સારું છે, કલ્યાણકારી છે...વગેરે કહેવું ખૂબ જ અનુચિત છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં ગ્રંથકાર પરમર્ષિએ ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે–ક્રિયાશૂન્ય તાત્ત્વિક પક્ષપાત(શુદ્ધભાવ) અને ભાવશૂન્ય જે ક્રિયા આ બેમાં સૂરજ અને ખજવા(આગિયા)ના તેજ જેટલું અંતર છે - આ વસ્તુને જાણ્યા પછી એ માનવું જ રહ્યું કે-જે લોકો વિધિ પ્રત્યેના બહુમાન વિના અવિધિપૂર્વક ક્રિયા કરે છે તે ક્રિયા કરનારા લોકોની અપેક્ષાએ; વિધિમાર્ગનું વ્યવસ્થાપન કરવામાં તત્પર એવા ક્રિયાને નહિ કરનારા લોકો સારા જ છે. ઉપર જણાવેલી બધી વાતો જાણ્યા પછી અને સમજ્યા પછી એ શંકા થવાનો પૂરતો સંભવ છે કે-વર્તમાનમાં વાસ્તવિક છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકના પરિણામના કારણે થનારો તેવા પ્રકારનો વિશુદ્ધ વિધિમાર્ગના વ્યવહારનો અભાવ હોવાથી આપણે બધા જે આવશ્યક ક્રિયા(પ્રતિક્રમણાદિ ક્રિયા) કરીએ છીએ તે ખરેખર તો ન કરવી જોઈએ. પરંતુ આવી શંકા બરાબર નથી, કારણ કે ઉપદેશરહસ્ય વગેરેમાં Jain Education International ૧૦૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130