Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 126
________________ બરાબર જ છે. કારણ કે આ નિરાલંબનયોગથી વાસ્તવિક રીતે સવિતર્ક નિશ્ચયરૂપે આત્મદ્રવ્યના પર્યાયો અને બાહ્ય દ્વીપ વગેરે અર્થનું જ્ઞાન થતું હોવાથી સમ્પ્રજ્ઞાતસમાધિનો ફળને આશ્રયીને કોઈ ભેદ નથી. આ રીતે ક્ષપકશ્રેણીની પૂર્ણતા બાદ આત્માને કેવલજ્ઞાનની જે પ્રાપ્તિ થાય છે, તેને અન્ય દર્શનકારો અપ્રજ્ઞાતસમાધિ કહે છે. તે પણ આમ જોઈએ તો બરાબર જ છે. કારણ કે કેવલજ્ઞાન વખતે સકલ વૃત્તિઓનો અને દોષોનો નિરોધ થવાથી(વિચ્છેદ થવાથી) આત્મસ્વભાવને પામેલા એ તારક આત્માઓને મનોવિજ્ઞાનની(મનથી થતા જ્ઞાનની) વિકલતા સિદ્ધ હોવાથી તેમાં અસંપ્રજ્ઞાતત્વ ઘટી શકે છે. આ અસંજ્ઞાતસમાધિ યોગ બે પ્રકારનો છે. એક સયોગી કેવલી(તેરમું ગુણસ્થાનક) અવસ્થાનો. બીજો અયોગી કેવલી(ચૌદમું ગુણસ્થાનક) અવસ્થાનો. વિકલ્પજ્ઞાન સ્વરૂપ મનોવૃત્તિઓનો અર્થાત્ માનસિક સંકલ્પવિકલ્પાત્મક જ્ઞાનનો સર્વથા નાશ થવાથી સયોગી કેવલી અવસ્થાનો અસપ્રજ્ઞાત-સમાધિયોગ પ્રાપ્ત થાય છે અને મન-વચન-કાયાની સૂક્ષ્મ પરિસ્પંદાત્મક ક્રિયાના સર્વથા નાશથી અયોગી કેવલી અવસ્થાનો અસંપ્રજ્ઞાત-સમાધિયોગ પ્રાપ્ત થાય છે. આ અયોગી કેવલી અવસ્થાનો અસંપ્રજ્ઞાત-સમાધિયોગ કેવલજ્ઞાનનું ફળ છે. આ જ વસ્તુને સ્પષ્ટ કરવા માથામાં તો ગળોનો આ પદ . શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અયોગ'નો યોગ થાય છે, અર્થાત્ અયોગી અવસ્થા પ્રાપ્ત થાય છે. આને જ વૃત્તિબીજદહાખ્ય સમાધિ કહેવાય છે. કારણ કે આ સમાધિના કારણે ભવોપગ્રાહી કર્મનો સર્વથા ક્ષય થવાથી અનાદિકાળથી ચાલતી ૧૨૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130