________________
સર્વવૃત્તિઓના બીજ(કર્મ)નો નાશ થાય છે. બળી ગયેલા બીજથી જેમ અંકુરાદિનો ઉદ્ભવ નથી, તેમ કર્મબીજના દાહથી ભવાંકુરની પણ ઉત્પત્તિ થતી નથી. આ અયોગયોગને અન્ય અન્ય દર્શનકારો ધર્મમેઘ, અમૃતાત્મા, ભવશત્રુ, શિવોય, સત્ત્વાનંદ અને પર નામથી વર્ણવે છે. બધાનો તાત્પર્યાર્થ ઉપર જણાવ્યા મુજબનો એક જ છે. આ રીતે નિરાલંબનયોગના મોહસાગરતરણાદિ ફળની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરી અયોગી-યોગથી પરમ પ્રકૃષ્ટ - સર્વ ફળોમાં શ્રેષ્ઠ એવા નિર્વાણસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે... આ પ્રમાણે વીસમી ગાથાનો પરમાર્થ છે.
અહીં સંક્ષેપથી વર્ણવેલા સર્વ પદાર્થોનો ઉપયોગપૂર્વક જો વિચાર કરવામાં આવે તો સાધકવર્ગને સાધનામાર્ગનું ખૂબ જ સ્પષ્ટપણે નિદર્શન કરનારો આ ગ્રંથ છે. ગ્રંથકારપરમર્ષિએ ખૂબ જ ઓછા શબ્દોમાં પુષ્કળ પદાર્થોનો સંગ્રહ કરી આ પ્રકરણની રચના દ્વારા આપણી ઉપર જે અનુગ્રહ કર્યો છે, એનું મૂલ્ય સમજાયા વિના આવા નાના ગ્રંથનું પણ પરિશીલન શક્ય નથી. અનાદિકાળથી અવરાયેલા આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટાવવા કઇ રીતે પ્રયત્ન કરવો જોઇએ – એ આ ગ્રંથમાં આપણે વિચારી ગયા. અહીં એ વસ્તુ ભૂલવી નહિ જોઈએ કે આપણે આપણું જ સ્વરૂપ પ્રગટ કરવાનું છે, કોઈ પણ નવી વસ્તુ મેળવવાની નથી. આપણો પુરુષાર્થ માત્ર તે તે આવરણને દૂર કરવા માટેનો છે. આવરણને દૂર કરવાથી આવરાયેલ આત્મગુણોનો આવિર્ભાવ તો સ્વયંસિદ્ધ છે. ગુણસ્થાનનો વિચાર કરવાથી પણ સમજાશે કે – તે
Jain Education International
૧૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org