Page #1
--------------------------------------------------------------------------
________________
ચોરસ િિહંદૂકાદ ચક્રપરિશીલને યોગ વિશિBI એક પરિશીલન યોગ વિશિs18 એક પSિTીલન યોગ વિ1િ3 એક પરિસરા
થJવૈચ્છિકઇ ?
શીલન રોગ વિશિsue એક પરિશીલન યોગ વિવિયા એક પરિશીલન ચીન વિSિા એક પરિર્સીલન ચીન વિવિ8ાર એક પરિશીલ ને રોગ વિશિs1= એક પરિશીલની
પરિશીલન
મિ.વિ. રજોગ સૂરીશ્વરજી મ.
હીરાનાનાનાર્જનારિલીજિયસ ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
યોગવિંશિકા એક પરિશીલન
: પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ સ્વ. આ.ભ.
શ્રીમવિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂજ્યપાદ સ્વ. આ. ભ. શ્રી વિ. મુક્તિચન્દ્રસૂ. મ.સા. ના શિષ્યરત્ન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી. વિ. અમરગુપ્તસૂ. મ. સાહેબના
શિષ્યરત્ન આ. વિ. ચન્દ્રગુપ્તસૂરિ
: આર્થિક સહકાર: પૂ. પરમારાધ્યાપાશ્રીના આજ્ઞાવર્તિની પૂ.સા. પરમપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.ના શિષ્યાપૂ.સા.શ્રી ભાગ્યપૂર્ણાશ્રીજી મ. અને પૂ.સા.શ્રી દર્શનપૂર્ણાશ્રીજી મ. ની સંયમજીવનની આરાધનાની અનુમોદનાર્થે
તેમજ સ્વ. રજનીકાન્તભાઈ એફ. વોરાના પયસ્મરણાર્થે
વોરા તેજસ રજનીકાન્તભાઇ (પણે)
Page #3
--------------------------------------------------------------------------
________________
ચોગવિંશિકા : એક પરિશીલન
આવૃત્તિ-તૃતીય : નકલ - ૧૦૦૦ વિ. સં. ૨૦૬૧
: પ્રાપ્તિસ્થાન :
પ્રમોદભાઇ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭.
શા. મુકુંદભાઇ રમણલાલ ૫, ‘નવરત્ન’ ફ્લેટસ્ નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ ૩૮૦ ૦૦૭.
જતીનભાઇ હેમચંદ શાહ
‘કોમલ’ કબૂતરખાનાની સામે, છાપરિયા શેરી, મહીધરપુરા,
સુરત - ૩૯૫૦૦૩
: મુદ્રણ : ભવ્ય ગ્રાફીક્સ ૨૦/૨૨, સી.પી. ટેન્ક રોડ, ૩જે માળે, મુંબઇ - ૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૮૯ ૫૦૪૫, ૨૨૪૨ ૦૧૦૨
Page #4
--------------------------------------------------------------------------
________________
અધ્યયનની પૂર્વે....
અનન્તોપકારી શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા સૌ કોઇ પુણ્યાત્માઓને એનો સારી રીતે ખ્યાલ છે કે-તે પરમતારક દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માની પરમોપકારિતા માત્ર મોક્ષ અને મોક્ષપ્રાપ્તિના પરમોપાયની નિરૂપતા સ્વરૂપ છે. મોક્ષ અને મોક્ષપ્રાપ્તિના પરમોપાયની નિરૂપક્તાને છોડીને અન્યવિધ પરમોપકારિતાને વર્ણવનારાઓ ખરેખર જ શ્રી અરિહન્તપરમાત્માને અન્ય સ્વરૂપે વર્ણવી રહ્યા છે.
વિશ્વના સકલ દર્શનકારોએ યોગમાર્ગનું જે રીતે નિરૂપણ કર્યું છે-એ જોતાં પણ એટલું તો સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે-અનાદિકાલીન વિષયાભિમુખતાને અને કષાયની પરવશતાને દૂર કરવાની ભાવના જન્મ્યા વિના યોગમાર્ગનો આછો-પાતળો પણ ખ્યાલ આવવો શક્ય નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક અનેકાન્તદર્શનના દર્શન વિના યોગમાર્ગનું કરાતું પરિશીલન કેટલું અધકચરું છે-એ વર્તમાનના આધ્યાત્મિક યોગીઓની પ્રવૃત્તિઓથી કોઇ પણ વિદ્વાન યોગાર્થી સમજી શકે છે. કેવળ લૌકિક દર્શનના એકાંગી પરિચયથી યોગી બનેલા એ સમજી ન શકે-એ બનવાજોગ છે. પરંતુ દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પરમપવિત્ર સાધનાના અર્થી જનો(?) પણ એ સમજ્યા વિના યોગના નામે જે પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે-એ ખૂબ જ વિલક્ષણ છે.
આજની આધ્યાત્મિક શિબિરો, યોગના ક્લાસ અને ધ્યાનની શિબિરો વસ્તુત: સુધરેલી વ્યાયામ(કસરત)શાળાઓ છે; જ્યાં આત્માના નામે શરીરની વાતો ચાલે છે, પોતાની અપૂર્ણતાને ઢાંકવા પૂર્ણતાની વાતો કરાય
Page #5
--------------------------------------------------------------------------
________________
છે, ચેતનના નામે જડની વાતો પ્રવર્તે છે, યોગના નામે ભોગને ઉત્તેજન અપાય છે અને અનાદિકાળથી સ્વભાવસ્થજેવી બનેલી વૃત્તિઓનું દર્શન ક્ય-કરાવ્યા વિના વૃત્તિઓનો નિરોધ જણાવાય છે. પાંચે ય ઇન્દ્રિયોને અનુકૂળ સામગ્રી પૂરી પાડીને ઇન્દ્રિયોનો નિરોધ જણાવનારા વસ્તુતઃ તેની ગુલામી કરી રહ્યા છે. આવા લોકોની યોગની કાલ્પનિક પરિશીલનતાનું પરિશીલન કોઈ પણ ન કરે એ માટે યોગમાર્ગનો વાસ્તવિક પરિચય કરાવનારા સૂરિપુરંદર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશતક યોગબિંદુ.. વગેરે અનેક ગ્રંથરત્નોનું સર્જન કર્યું છે.
ચૌદસો ચુંમાળીશ ગ્રંથરત્નોના પ્રણેતા યાકિનીમહત્તરારૂનુ પૂજ્યપાદ આચાર્યભગવંતશ્રીના પરમ પવિત્ર જીવનવૃત્તાન્તને મોટા ભાગના મુમુક્ષુજનો સારી રીતે જાણે છે. જૈન-જૈનેતર વિદ્વાનોમાં સુપ્રસિદ્ધ પૂજ્યપાશ્રીના પુણ્યનામશ્રવણથી વંચિત ભાગ્યે જ કોઈ હશે. “હે ભગવન્! આપશ્રીના પરમતારક શ્રી જિનાગમની પ્રાપ્તિ અમને થઈ ન હોત તો અમારું શું થાત ?' -આ પ્રમાણે જણાવવા દ્વારા એકમાત્ર શ્રી જિનાગમની સંસારસમુદ્ર-તરણોપાયતાને વર્ણવનારા ગ્રંથકાર પરમર્ષિનું સમગ્ર જીવન; જીવનની અંતિમ પળ સુધી શાસ્ત્રરચનામાં વીતેલું. એ સ્વનામધન્ય પૂજ્યશ્રીએ રચેલાં ગ્રંથરત્નોની આપણને પ્રાપ્તિ ન થઈ હોત તો આપણું શું થાત-એ વિચારવાની ખૂબ જ જરૂર છે. આપણા દુર્ભાગ્યે ચૌદશો ચુંમાળીશ ગ્રંથોમાંથી ઘણાખરા ગ્રંથો નામશેષ થયા હોવા છતાં જે પણ
Page #6
--------------------------------------------------------------------------
________________
થોડા ગ્રંથો આજે વિદ્યમાન છે-એ આપણા સૌના માટે ગૌરવનો વિષય
પરમકૃપાસમુદ્ર પૂજ્યપાદ સૂરિપુરંદરશ્રીના યોગવિષયક ગ્રંથોમાં યોગવિંશિકા' નામનો એક ખૂબ જ નાનો ગ્રંથ છે. “વિંશતિ-ર્વિશિકા’ ગ્રંથાન્તર્ગત એ યોગવિંશિકા આજે એક ગ્રંથરૂપે પ્રસિદ્ધ છે. માત્ર વીશ ગાથા પ્રમાણ આ ગ્રંથ ઉપર મહામહોપાધ્યાય ન્યાયવિશારદ પૂજ્યપાદ શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ ખૂબ જ સ્પષ્ટ-વિશદ ટીકાની રચના કરી છે. ઉપાધ્યાયજી મહારાજ' - આટલા નામથી સુપ્રસિદ્ધ પૂજ્યશ્રીની અસાધારણ દાર્શનિક પ્રતિભાનું અદ્ભુત દર્શન આ ટીકામાં સારી રીતે કરી શકાય છે. સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રન્થોના પરમાર્થને પામવા પૂ. ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોના પરિશીલન વિના બીજો કોઈ ઉપાય નથી.
આ ગ્રંથના રચયિતા અને આ ગ્રંથની ટીકાના રચયિતા : બંન્ને પૂજ્યોનો પુયપરિચય કરાવવા તેઓશ્રીના પરમ પવિત્ર નામનો ઉલ્લેખ કરવા સિવાય બીજું કશું જ કરવાની જરૂર નથી. તેઓશ્રીની અસાધારણ પ્રતિભા અને સર્વવિષયક વિદ્વત્તાથી સર્જાયેલા ગ્રંથો જ તેઓશ્રીના પરિચાયક છે. માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ તેઓશ્રીનો પરિચય કરાવનારાઓએ તેઓશ્રીના એકાદ પણ ગ્રંથનું યોગ્ય રીતે પરિશીલન ક્યું હોત તો તેઓશ્રીના વાસ્તવિક પરિચયને તેઓ કરાવી શક્યા હોત. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને સમદર્શી જણાવતાં પૂર્વે પૂજ્યશ્રીની તત્ત્વદર્શિતા અને તાત્ત્વિક
For Private Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
પક્ષપાતિતાને જાણવી જણાવવી જોઈએ. તત્ત્વદર્શિતા અને તાત્વિક પક્ષપાતિતા વિનાની સમદર્શિતા દૂધ અને દહીં-બેમાં પગ રાખવાની વૃત્તિના ઘરની છે.
- આ ગ્રંથની શરૂઆતમાં મુશ્કેળ ગય૩ નો આ પ્રમા મોક્ષસાધક સકલ ધર્મવ્યાપારને યોગરૂપે વર્ણવી તેના પ્રણિધાનાદિ પાંચ આશયનું વર્ણન કરાયું છે. મુખ્યપણે અહીં સ્થાન અને અof સ્વરૂપ ક્રિયાયોગનું તેમ જ અર્થ સાવન અને માર્જિન સ્વરૂપ ત્રણ જ્ઞાનયોગનું ખૂબ જ સ્પષ્ટ વર્ણન છે. એ પાંચ પ્રકારના યોગના સ્વામીઓનું વર્ણન કરી તેના ભેદ-પ્રભેદનું વર્ણન કરતાં રૂછ પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ યોગનું પણ અહીં સંક્ષેપથી પણ સુંદર રીતે વર્ણન કરાયું છે. ગ્રંથના મધ્યભાગે વિવક્ષિત યોગના હેતુઓનું અને વિવક્ષિત યોગના કાર્યનું વર્ણન કરી ચૈત્યવંદનના દૃષ્ટાન્તથી સ્થાન wrf... વગેરે યોગનું સ્વરૂપ જણાવતાં પ્રસંગથી વિષ ર... વગેરે પાંચ અનુષ્ઠાનોનું અને પ્રતિ વ્યક્તિ વન તથા સસ -આ ચાર સદનુષ્ઠાનોનું નિરૂપણ છે. આ અર્થગંભીર નાના ગ્રંથનું અધ્યયન-અધ્યાપન આજે થોડું વધ્યું છે – એ એક આનંદનો વિષય છે.
અંતે આ સંકલન-પરિશીલન દ્વારા યોગમાર્ગના જિજ્ઞાસુઓ યોગવિંશિકાના અધ્યયનાદિથી સમગ્ર યોગમાર્ગને આરાધી પોતાના આત્માને પરમાત્મા બનાવે-એ એકમાત્ર શુભ કામનાપૂર્વક વિરમું છું.
“મુક્તિદ્વાર” ઉપાશ્રય પંન્યાસ ચંદ્રગુપ્તવિજય ગણી. દશાપોરવાડ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વિ.સં. ૨૦૪૯ ચૈત્ર વદ ૫
Page #8
--------------------------------------------------------------------------
________________
॥ णमोऽत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ ॥ अनंतलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः ॥ | પૂ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂરીશ્વરેણ્ય નમઃ |
मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ ठाणाइगओ विसेसेणं ॥१॥
અનઃોપકારી શ્રી અહિન્તપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકારપરમર્ષિ સૂરિપુરન્દર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિંશતિ-ર્વિશિક પ્રકરણની સત્તરમી વિંશિકામાં યોગના સ્વરૂપનું વર્ણન કરતાં ફરમાવે છે કે
પરિશુદ્ધ સઘળોય ધર્મવ્યાપાર(અનુષ્ઠાન); આત્માને મોક્ષની સાથે જોડી આપે છે, તેથી તેને યોગ કહેવાય છે. ૧૪૪જ ગ્રન્થના પ્રણેતા યાકિનીમહત્તરાસુનૂ પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ વર્ણવેલા આ યોગના સ્વરૂપને ખૂબ જ સ્વસ્થતાથી વિચારવાની જરૂર છે. વર્તમાનમાં યોગની વાતો કરનારા અને યોગની શિબિરોનું આયોજન કરનારાઓનો વર્ગ ઠીક-ઠીક વધી રહ્યો છે. એમની એ પ્રવૃત્તિમાં ગ્રન્થકારપરમર્ષિએ વર્ણવેલા યોગની છાયા પણ નથી- એ યાદ રાખ્યા વિના છૂટકો નથી. અન્ય દર્શનકારોની એ પ્રવૃત્તિમાં આ યોગની છાયા ન જ હોય - એ સમજી શકાય એવી વાત છે. પરંતુ દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા યોગના નામે યોગના વિવેચકો જે રીતે
Page #9
--------------------------------------------------------------------------
________________
યોગનો ઉપહાસ કરી રહ્યા છે -એ રીતે તો તેઓને કોઇ પણ રીતે યોગના ઉપાસકો કહી શકાય એવું નથી. માત્ર શરીરને શક્તિસંપન્ન બનાવવાના ઇરાદે ચાલી રહેલી વર્તમાનયોગપ્રવૃત્તિ કોઇ પણ રીતે આદરણીય નથી. દુ:ખની વાત એટલી જ છે કે આવી યોગાભાસની પ્રવૃત્તિ આજે આચાર્યદેવાદિ મુનિભગવંતો અને કહેવાતા અધ્યાત્મયોગીઓ ચલાવી રહ્યા છે. આવી કોઇ પણ પ્રવૃત્તિથી આપણે સૌ યોગાભાસને યોગ માની ન લઇએ અને પારમાર્થિક યોગમાર્ગથી પરિચિત બનીએ - એ માટે આ ગ્રંથનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના દરેક ગ્રન્થો પારમાર્થિક માર્ગના ખૂબ જ સ્પષ્ટપણે પરિચાયક છે જ. પરન્તુ માત્ર વીસ ગાથાઓથી યોગના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરી આ ગ્રન્થની રચના દ્વારા તેઓશ્રીએ આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. લગભગ ૧૭૦૦ વર્ષો પૂર્વે થઇ ગયેલા ગ્રન્થકારપરમર્ષિનાં એ અનેકાનેક ગ્રન્થરત્નોની નિર્મળ પ્રભાથી આજે શ્રી જિનશાસન જયવતું વર્તે છે. આવા પરમતારકશાસનની જેઓને પ્રાપ્તિ થઇ છે, તેઓના પુણ્યોદયની કોઇ અવધિ નથી. વિશ્વમાં અજેય એવા આ ગ્રન્થોના પરમાર્થને પ્રાપ્ત કરી આપણા પરમ પુણ્યોદયને સફળ બનાવવાનું ખૂબ જ જરૂરી છે. શ્રાવકવર્ગમાં આજે જે રીતે જ્ઞાનની પ્રત્યે ઉદાસીનતા વધી રહી છે તે જોતાં ખરેખર જ દુ:ખ થાય છે. એથી વધારે દુ:ખની વાત તો એ છે કે વર્તમાનમાં સાધુ-સાધ્વીવર્ગ પણ ભણવા પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યો છે. જ્યાં પણ થોડીઘણી ભણવા કે ભણાવવાની પ્રવૃત્તિ
૬
Page #10
--------------------------------------------------------------------------
________________
-
ચાલી રહી છે એમાં મોટો અંશ તો વ્યાખ્યાનનો જ લક્ષ્ય છે. આત્માને પરમાત્મા બનાવવાનું સામર્થ્ય જેમાં છે – એવા આ ગ્રન્થોનું અધ્યયન આજે લગભગ નાશ પામ્યું છે - એવું કહું તો એ ખોટું નથી.
છે
આજકાલની મોટાભાગની વ્યાખ્યાનપદ્ધતિ શ્રોતાઓને પરિશુદ્ધધર્મની પ્રાપ્તિ માટે ઉપયોગી નથી. આવી સ્થિતિમાં પૂર્વધરપુરુષોની છાયા જેઓશ્રી ઉપર પડેલી એવા આ ગ્રન્થકારમહર્ષિના અર્થગંભીર ગ્રન્થોના પરમાર્થને સમજાવવાનું અને સમજવાનું કામ ખૂબ જ કઠિન છે. ખૂબ જ અપ્રમત્તપણે આ માટે પ્રયત્ન કરવામાં આવે તો જ આ બની શકશે. યોગવિંશિકા નામના આ ગ્રન્થના સમ્યગર્થને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવવા માટે મહામહોપાધ્યાય શ્રી. યશોવિજયજી મહારાજાએ આ ગ્રન્થની ઉપર ટીકા રચી છે. આજથી ૩૦૦ વર્ષ પૂર્વે થઇ ગયેલા શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાએ એવા કપરા કાળમાં પણ શતાધિક ગ્રન્થોનું નિર્માણકાર્ય કરીને શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રન્થોના પરમાર્થ સુધી પહોંચવાનું આપણા માટે થોડું સરળ બનાવ્યું છે. આ બંન્ને સમર્થશાસ્ત્રકારપરમર્ષિના પુણ્યનામને આપણે કોઇ પણ રીતે ભૂલી શકીશું નહીં. તેઓશ્રીએ રચેલા શાસ્ત્રસમૂહનું યથાર્થ અધ્યયન અને પરમશ્રદ્ધેય પૂ. ગીતાર્થ ગુરુભગવન્ત પાસે નિરન્તર શ્રવણ કરવા માટે પણ આપણી પાસે એટલું આયુષ્ય નથી. આથી પણ તમો સમજી શકશો કે તેઓશ્રીના પરમપવિત્ર ગ્રન્થોનું પ્રમાણ કેટલું મોટું છે. આવા સર્વથા કલ્યાણકર પવિત્રગ્રન્થોના
७
Page #11
--------------------------------------------------------------------------
________________
અધ્યયનાદિથી વિમુખ બની આજે ઓછા-વધતા પ્રમાણમાં આપણે સૌ ઉન્માર્ગ તરફ જઈ રહ્યા છીએ - એનો ખ્યાલ રાખ્યા વિના હવે તો નહીં જ ચાલે. ગૃહસ્થો માટે એનો વિચાર ન કરીએ તોપણ સાધુ-સાધ્વીજીએ તો આ તરફ હવે ખ્યાલ રાખવો જ પડશે. આજે વર્તમાનધર્મની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર અશુદ્ધિનું પ્રમાણ ખૂબ ખૂબ વધતું ચાલ્યું છે – એમાં આજની વ્યાખ્યાનપદ્ધતિ અને માનસન્માનની તીવ્ર લાલસા-એ મુખ્ય કારણ છે. આટલી વાત કરવાનું કારણ એક જ છે કે - એવા ધર્મદેશકોના પરિચય અને સહવાસાદિ દ્વારા તમો અશુદ્ધધર્મને ધર્મ માની ન લો. આ એકમાત્ર ભાવનાથી જ મોડા મોડા પણ આપણે વાંચવા-સાંભળવા માટે આ નાના ગ્રન્થની પસંદગી કરી છે. ખૂબ જ ઓછા શબ્દોમાં વિશુદ્ધ ધર્મને સમજાવવાની વિશેષતા ગ્રન્થની છેલ્લી ગાથા સુધી જળવાઈ રહી છે. કોઈ પણ વાતને છોડ્યા વિના અને અપ્રાસંગિક વાતો કર્યા વિના આ ગ્રન્થનું વાંચન પૂર્ણ કરવાની મારી ધારણા છે. તમને જે ન સમજાય એ પૂછવાની છૂટ છે. પરંતુ વ્યર્થ પ્રશ્નોમાં આપણે સમય બગાડવો નથી.
પરિશુદ્ધધર્મવ્યાપારમાત્રને યોગ કહેનારા શાસ્ત્રકારપરમર્ષિઓ ધર્મના બે પ્રકાર જણાવે છે. એક ધર્મવ્યાપાર પરિશુદ્ધ હોય છે અને બીજો ધર્મવ્યાપાર અપરિશુદ્ધ હોય છે. એમાંના પરિશુદ્ધ ધર્મવ્યાપારને જ ગ્રન્થકારપરમર્ષિ યોગ કહે છે. કારણ કે એ પરિશુદ્ધ જ ધર્મવ્યાપાર આત્માને મોક્ષની સાથે જોડે છે. ધર્મમાત્રમાં આત્માને મોક્ષની સાથે
Page #12
--------------------------------------------------------------------------
________________
જોડવાનું સામર્થ્ય નથી. જે ધર્મ આત્માને મોક્ષની સાથે જોડતો નથી, એ ધર્મવ્યાપારને અનન્તજ્ઞાનીઓ અપરિશુદ્ધ કહે છે. વસ્તુતઃ એ અપરિશુદ્ધ ધર્મવ્યાપાર ધર્મસ્વરૂપ યોગથી જુદો છે. પરિશુદ્ધ અને અપરિશુદ્ધ ધર્મવ્યાપારને જેઓ સમજી શકતા નથી તેઓ અશુદ્ધધર્મને પણ યોગ માનવાની ભૂલ કરી બેસે છે. ગ્રન્થકારશ્રીએ જે પરિશુદ્ધ ધર્મવ્યાપારને યોગ તરીકે વર્ણવ્યો છે, એની પરિશુદ્ધિને જણાવવા અહીં પરિશુદ્ધ ધર્મને પ્રણિધાનાદિ પાંચ આશયની વિશુદ્ધિથી યુક્ત જણાવાયો છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગઆ પાંચ આશયની વિશુદ્ધિયુક્ત જ સાધુભગવન્તોનો-નિર્દોષ વસતિમાં રહેવાનો અને નવકલ્પી વિહાર કરવા વગેરે સ્વરૂપ સઘળોય ધર્મવ્યાપાર યોગ છે. આ પાંચ આશયની વિશુદ્ધિથી રહિત ધર્મવ્યાપાર; દ્રવ્યક્રિયાસ્વરૂપ હોવાથી તુચ્છકોટિનો છે. પ્રણિધાનાદિથી શૂન્ય સાધુઓના આચારને પણ અનન્તજ્ઞાનીઓએ યોગ તરીકે વર્ણવ્યો નથી. આથી તમો સમજી શકો છો કે કોઈ પણ ધર્માનુષ્ઠાનમાં પ્રણિધાનાદિ પાંચ આશયોનું શું મહત્ત્વ છે ? સાધુભગવન્તોના તે તે ધર્મવ્યાપારની અપેક્ષાએ શ્રાવકોના તે તે ધર્મવ્યાપારનું ફળ આમ પણ ખૂબ જ અલ્પ છે - એવાં અલ્પફળવાળાં તે તે ધર્માનુષ્ઠાનો પણ જે પ્રણિધાનાદિ પાંચ આશયથી શન્ય હોય તો તેનાથી વિશિષ્ટ કોઈ પણ ફળની પ્રાપ્તિ થવાની નથી – એ ભૂલવાજેવું નથી.
જે પ્રણિધાનાદિ પાંચ આશયના કારણે આપણો ધર્મવ્યાપાર પરિશુદ્ધ બનવાથી યોગરૂપે પરિણામ પામે છે - તે પ્રણિધાનાદિ પાંચ આશયનું
Page #13
--------------------------------------------------------------------------
________________
વર્ણન શ્રી ષોડશક પ્રકરણમાં કર્યું છે. તેના આધારે ટીકાકારમહર્ષિ તેનું
સ્વરૂપે વર્ણવતાં ફરમાવે છે કે - પ્રણિધાનાદિ પાંચે સામાન્યત: ક્લિારૂપ હોવા છતાં તે તે ક્ષિાના કારણે આપણો પોતાનો જણાતો જે ભાવ છે; તસ્વરૂપ જ વસ્તુતઃ પ્રણિધાનાદિ પાંચ આશય છે. આ ભાવસ્વરૂપ પ્રણિધાનાદિ પાંચ આશય વિનાની ચેષ્ટા દ્રવ્યક્યિા છે; તે તુચ્છકોટીની છે, સારભૂત નથી. અનન્તજ્ઞાનીઓએ વર્ણવેલી આ વસ્તુને કોઈ પણ ધર્માત્માએ અથવા તો ધર્મના અર્થીઓએ નિરન્તર યાદ રાખવી જોઇએ. તેઓશ્રીનાં પરમતારક વચનોથી ધર્મ કરનારા વિશુદ્ધધર્મના અર્થી ન બને તો તેમની એ ધર્મની પ્રવૃત્તિ વાસ્તવિક ફળને આપનારી બનતી નથી. આપણી ધર્મપ્રવૃત્તિ મોક્ષણાધિકા બને-એ માટે શાસ્ત્રકારપરમર્ષિઓએ આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. પરંતુ મોક્ષસાધક એ અનુષ્ઠાનોને પ્રણિધાનાદિ આશયથી રહિતપણે કરવાથી આપણે શું કર્યું છે - એનો સહેજ પણ ખ્યાલ આપણે રાખ્યો નથી. વર્તમાનમાં કહેવાતા સુંદર ધર્મારાધકોએ; વર્ષોથી તે તે પૂજા-પ્રતિક્રમણ કે સામાયિકાદિ અનુષ્ઠાનો કરવા છતાં પ્રણિધાનાદિ આશયનું સ્વરૂપ સમજવાનો પણ પ્રયત્ન કર્યો નથી. શાસ્ત્રકારપરમાર્ષિઓએ દર્શાવેલું શુદ્ધધર્મનું સ્વરૂપ આજે મોટેભાગે કોઈ પણ ધર્માનુષ્ઠાનોમાં જોવા મળતું નથી – એનું કારણ પણ પ્રણિધાદિની રહિતતા છે. આપણી ઈચ્છા મુજબ જ ધર્મ કરવાના કારણે આપણે પ્રણિધાનાદિ પાંચ આશયોને તો ન પામ્યા પણ તેની ઈચ્છાને પણ આપણે ઉત્પન્ન કરી શક્યા નથી - એ માન્યા વિના
૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
ચાલે એવું નથી. આપણી ધર્મક્રિયાઓ એ પાંચ આશયવાળી બની જાય તો આપણો ધર્મવ્યાપાર પરિશુદ્ધ બની જાય. પરન્તુ સંસારના સુખ માટે જ ધર્મ કરવાનું અને પાપના યોગે આવનાર દુ:ખને ટાળવા માટે જ ધર્મ કરવાનું જ્યાં સુધી લક્ષ્ય રાખીશું ત્યાં સુધી આ પ્રણિધાનાદિ આશયની છાયા પણ આપણી ધર્મક્રિયાઓ ઉપર નહીં પડે.
પ્રણિધાન :
પ્રણિધાનાદિ પાંચ આશયનું સ્વરૂપ સમજાવતાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે - જે ધર્માનુષ્ઠાન કરવાનું આપણે નિશ્ચિત કર્યું છે - એ પૂજાદિ કોઈ પણ અનુષ્ઠાન કરતી વખતે; અનુષ્ઠાનનો સમય, તેની વિધિ અને તેનો ઉદ્દેશ વગેરેની મર્યાદાથી આત્માને વિચલિત બનવા ન દેવો; આપણા કરતાં ધર્મની અપેક્ષાએ જે હીનગુણવાળા છે - તેની પ્રત્યે મનમાં દ્વેષ ન લાવવો અને પરોપકારના સંસ્કારથી વાસિત તે તે અનુષ્ઠાનને શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર કરવાનો ઉપયોગ રાખવો અર્થાત્ તે તે અનુષ્ઠાન વિધિપૂર્વક કરી શકીએ એ માટે અનુષ્ઠાન કરતાં પૂર્વે સમગ્ર સાધન તૈયાર કરવાનો ઉપયોગ રાખવો - તેને પ્રણિધાન નામનો પ્રથમ આશય કહેવાય છે. આ વસ્તુને બરાબર સમજી લેવાની જરૂર છે. નાનું કે મોટું કોઈ પણ ધર્માનુષ્ઠાન કરતી વખતે આ પ્રણિધાન નામનો આશય હોવો જ જોઈએ. અન્યથા પ્રણિધાન વિના એનું કોઈ જ વિવક્ષિત ફળ મળવાનું નથી. વ્યવહારમાં ખાવા-પીવાની કે
ww
૧૧
Page #15
--------------------------------------------------------------------------
________________
સૂવા-ઊઠવાની ક્રિયાથી માંડીને સઘળીય અર્થકામની ક્રિયા લગભગ પ્રણિધાનપૂર્વકની હોય છે. જીવનમાં ક્વચિત જ પ્રાપ્ત થનારા લગ્નાદિ કે પ્રવાસાદિના પ્રસજ્જ્ઞો અથવા તો જીવનની દરરોજ થતી ધંધા વગેરેની પ્રવૃત્તિઓ કરવાના પ્રસઙ્ગો ભાગ્યે જ પ્રણિધાનશૂન્ય હોય છે. જ્યારે અલ્પ પ્રમાણમાં થતી આપણી ધર્મક્રિયાઓ ક્યારે પ્રણિધાનયુક્ત હોય છે - એ કહેવું લગભગ શક્ય નથી. અર્થ અને કામની તે તે ક્રિયાઓ કરતાં પૂર્વે તેની વિધિ, તેનો ઉદ્દેશ અને તે કરવા માટે કરાતી પૂર્વતૈયારીસ્વરૂપ ઉપયોગ જેવો હોય છે - એ બધું ભાગ્યે જ ધર્માનુષ્ઠાનો પ્રત્યે જોવા મળે. પૂજાદિ અનુષ્ઠાનો તેના નિયત કરાયેલા તે તે મધ્યાહ્નાદિ સમયે જ તે તે શુદ્ધ દ્રવ્યની સહાયથી કરવાના હોવાથી એ વિશુદ્ધ અનુષ્ઠાનની પ્રવૃત્તિ માટે પ્રણિધાન ખૂબ જ જરૂરી છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં એ અનુષ્ઠાનો; દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી નિરપેક્ષપણે આપણી ઈચ્છા મુજબ કરવાનું જ જાણે આપણે ચોક્કસ ન કર્યું હોય - એવી આપણી વર્તમાનની ધર્મ-ક્રિયાઓ છે. અર્થ અને કામની પ્રવૃત્તિમાં સમય અને સાધનાદિનો ઉપયોગ રાખવામાં જેટલા આપણે સૌ અપ્રમત્ત છીએ એટલા જ અપ્રમત્ત બની આપણે ધર્મક્રિયામાં સમય અને સાધનાદિના ઉપયોગવાળા બનવું જોઈએ. સારામાં સારી રીતે વિધિપૂર્વક અકાળે કરાયેલાં ખેતી વગેરેનાં કામો અને યોગ્ય કાળે પણ જેમતેમ કરાયેલાં ખેતી વગેરે કામો જેમ નિષ્ફળ બને છે, તેમ પ્રણિધાનશૂન્ય કરાયેલી ધર્મક્રિયાઓ પણ નિરર્થક બને છે. ડોક્ટરો,
૧૨
Page #16
--------------------------------------------------------------------------
________________
1
વકીલો, પ્રોફેસરો અને વ્યાપારી વગેરે પોતપોતાના દરેક કાર્ય કરતી વખતે પ્રણિધાનશૂન્ય કરે તો – તેનું શું પરિણામ આવે – તે તમો સમજી શકો છો. પરન્તુ ધર્મની તે તે ક્રિયાઓ કરવાનું સ્વીકાર્યા પછી કયા કારણે આપણે પ્રણિધાન વિના તે કરીએ છીએ - એનો વિચાર કરવાની પણ આપણને આવશ્યકતા જણાઇ નથી. આવી આપણી ધર્મક્રિયાઓ કોઈ પણ રીતે આપણને મોક્ષે નહિ લઈ જાય. મોક્ષસાધકક્રિયાની અર્થિતા(ઈચ્છા) જાગ્યા વિના પ્રણિધાન નામનો પહેલો આશય નહીં પ્રગટે.
પૂજા મધ્યાહ્નકાળે અને સ્વદ્રવ્યથી જ કરવાની છે એવી ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે. એ પૂજા; વિધિઅનુસાર કરવા માટે સવારથી જ પુષ્પાદિ સામગ્રીનું સમ્પાદન કરવા ખ્યાલ રાખવો - એ પ્રણિધાન છે. આજે મધ્યાહ્નકાળની પૂજા લગભગ નાશ પામી છે. ઈચ્છા મુજબ ગમે ત્યારે પૂજા કરવાની પ્રવૃત્તિએ ત્રિકાળપૂજાનો ઉચ્છેદ કર્યો છે. સાધુ-સાધ્વીજીઓ પણ મોટાભાગે પૂજા વગેરેનો ઉપદેશ આપતી વખતે કે એના નિયમ આપતી વખતે પૂજા વગેરેનો સમય જાળવવાનું કે સ્વદ્રવ્યાદિ વિધિનો ઉપયોગ રાખવાનું જણાવવા માટે ઉપેક્ષા સેવે છે. રોગને દૂર કરવાનું નક્કી કર્યા પછી ડૉક્ટરની દવા લેતી વખતે જે પ્રણિધાન છે – એવું પ્રણિધાન ધર્મક્રિયામાં કેમ નથી – એ વિચારવાનું હવે ખૂબ જ આવશ્યક છે. વા ક્યારે, કેટલીવાર અને કેટલા પ્રમાણમાં, કેવી રીતે લેવાની ? ત્યારે શું ખાવાનું ? શું નહિ ખાવાનું ? અને શું પીવાનું ? શું નહિ પીવાનું ? .....વગેરે
-
૧૩
-
Page #17
--------------------------------------------------------------------------
________________
બાબતમાં દર્દી કેટલી કાળજી રાખે છે ? આવી કાળજીભરી સારવાર માટે હૉસ્પિટલો પણ છે ને ? તો પછી ભવરોગની ચિકિત્સા માટે . ધર્મસ્વરૂપ ઔષધનું સેવન કરવાનું નક્કી કર્યા પછી-એ માટે પ્રણિધાન કેવું જોઈએ-એ સમજી ન શકીએ એટલા આપણે મૂર્ખ છીએ ? ગમે તે રીતે ધર્મ કરાવવાની સાધુ-સાધ્વીને કેમ ઉતાવળ છે-એ જ સમજાતું નથી. આવી રીતે પ્રણિધાનશૂન્ય ધર્મ કરાવવામાં એ કરાવનારનું કે કરનારનું કઈ રીતે હિત થાય ? આપણી ધર્મક્રિયાઓ કરવા કે કરાવવાની પ્રવૃત્તિની જેમ ડોક્ટરો ચિકિત્સા કરે અને આપણે કરાવીએ તો શું થાય - એની તમને કલ્પના હોય તો તમારી ધર્મક્રિયાઓથી પણ શું થશે - એની તો કલ્પના કરી શકશો. વર્તમાનમાં પ્રણિધાનશૂન્ય તે તે ધર્મક્રિયાઓ ઠીક ઠીક વધી છે અને વધી રહી છે. પરંતુ આવી ધર્મક્રિયાઓથી રાજી થઈને પાપ બાંધવાની ખરેખર જ જરૂર નથી. આવી ધર્મક્રિયાઓની અનુમોદના કરીને અવિધિને ઉત્તેજન આપવાની પ્રવૃત્તિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આમાં આપણે અજાણતાં પણ સહભાગી બની ના જઈએ-એ માટે જ આટલી વાત કરી છે. કોઇની ટીકાટિપ્પણ કરવાનો આશય નથી. આપણે એ લોકોની એવી પ્રવૃત્તિને અટકાવી નહીં શકીએ. પરંતુ આપણી જાતને બચાવી શકીશું. માત્ર જાત બચાવવાના ભાવની અપેક્ષા છે.
વર્તમાન પરિસ્થિતિ પણ કેટલી વિષમ છે ? આવાં પ્રણિધાનશૂન્ય પૂજા વગેરેનાં અનુષ્ઠાનો આજે શાસનપ્રભાવનાનાં અંગ મનાઈ રહ્યાં
૧૪
૧૪
Page #18
--------------------------------------------------------------------------
________________
છે. શાસનપ્રભાવનાનાં એ અનુષ્ઠાનોનો પ્રચાર કરવા આજે ૫. આચાર્યભગવંતાદિના માર્ગદર્શન નીચે જૈનમાસિકો, પાક્ષિક અને સાપ્તાહિક ચાલી રહ્યાં છે. શાસનપ્રભાવનાનાં એ પ્રણિધાનશૂન્ય અનુષ્ઠાનોમાં ક્યાંય પણ શાસનનાં દર્શન થતાં નથી, ત્યાં શાસનનું શ્રવણ પણ નથી અને મનન પણ નથી. આવાં માસિકો કે સાપ્તાહિકોના વાંચનથી કે તેને સહકારપ્રદાનથી, નથી દિવ્યદર્શન થવાનું નથી શાસનની પ્રાપ્તિ થવાની કે નથી કલ્યાણ થવાનું. વિચિત્રતા તો એ છે કે આવી વિષમ અવસ્થાનું ભાન કરાવવાનું પણ આજે લગભગ અશક્ય બન્યું છે. તથાભવ્યત્વના પરિપાક વિના શુદ્ધધર્મને સમજવાનું પણ મન થતું નથી એમ અનંતજ્ઞાનીઓ ફરમાવે છે. જીવની મોક્ષે જવાની સ્વાભાવિક યોગ્યતાને ભવ્યત્વ કહેવાય છે અને એ યોગ્યતાસમ્પન્ન ભવ્યજીવોમાં કાલાદિના પરિપાથી મોક્ષાભિમુખતા માટેની યોગ્યતા જ્યારે વિકસિત બને છે; ત્યારે તેને તથાભવ્યત્વનો પરિપાક કહેવાય છે. વૃક્ષ ઉપર પાકવાવાળી કેરીઓને જેમ ઘાસમાં રાખીને પકાવી શકાય છે, તેમ તથાભવ્યત્વનો પરિપાક પણ પ્રયત્નથી સાધ્ય છે. તથાભવ્યત્વના પરિપાકના સાધન તરીકે શ્રીમદ્દ અરિહન્તાદિ ચારનું શરણ સ્વીકારવું, સુકૃતની અનુમોદના કરવી અને દુષ્કતની નિંદા-ગઈ કરવી... વગેરે છે. પરંતુ એ સાધનોનું વિધિપૂર્વક આસેવન કરવાનું પ્રણિધાન વિના કોઈ પણ રીતે શક્ય નથી. આજે આપણી ધર્મક્રિયાઓને પ્રણિધાનયુક્ત બનાવવાની જરૂર છે - એવું તમને નથી લાગતું?
૧૫
Page #19
--------------------------------------------------------------------------
________________
વિધિ પ્રત્યે બહુમાન; વિધિનો આગ્રહ; એના પરિપાલન વખતે આત્માને નિશ્વલ બનાવવાનો પ્રયત્ન અને તે તે અનુષ્ઠાનોની વિધિના સંબંધમાં સતત ઉપયોગ-આ પ્રણિધાન છે. ઊઠવાથી માંડીને ઊંઘવા સુધીની દિવસભરની બધી ક્રિયાઓમાં તે તે ક્રિયાઓના સમયમાં, રીતમાં અને એના સાધનાદિની પ્રાપ્તિમાં સતત ઉપયોગ રાખનારાઓને પ્રણિધાન સમજાવવાની જરૂર નથી. માત્ર આ પ્રણિધાન; ધર્મક્રિયાઓમાં પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. પ્રણિધાનશૂન્ય કોઇ પણ અનુષ્ઠાન વસ્તુતઃ ફળશૂન્ય બનતું હોય છે. આવું કાર્ય કોઇ પણ બુદ્ધિમાન ન કરે ને ? માટે હજુ પણ સમજવાની જરૂર છે. વર્તમાનકાળમાં અમારી કે તમારી ધર્મપ્રવૃત્તિમાં પ્રણિધાન દેખાતું નથી - એનું શું કારણ છે ? ધર્મ ગમે છે માટે કે ધર્મ કરવા છતાં એ ગમતો નથી માટે ! આ બધું શાંત અને સ્થિરચિત્તે વિચારવાની જરૂર છે. ઊંઘવા માટે પથારી ક્યારે કરવાની ? અને પૂજા-પ્રતિક્રમણની તૈયારી ક્યારે કરવાની ? પૂજાનાં અને પ્રતિક્રમણનાં ઉપકરણો ભૂલી જવાય ! દુકાનમાં આવું બને ? બને તો સારું લાગે ? ખૂબ જ નિખાલસતાથી આ બધું વિચારશો તો તમો સમજી શકશો કે આપણો ધર્મ પ્રત્યેનો રાગ બનાવટી છે. એ કારણે આપણે પ્રણિધાન પ્રાપ્ત કરી શકતા નથી. એટલું જ નહિ, પરંતુ એ પ્રામ કરવાનું આપણને મન પણ થતું નથી. આવું પ્રણિધાન આપણે મેળવી લઇએ તો આજે પણ આપણો ધર્મવ્યાપાર પરિશુદ્ધ બની જાય. આવો ધર્મવ્યાપાર જેને પ્રાપ્ત થાય છે તેને પોતાના કરતાં હીનગુણવાળા
G
૧૬
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે દ્વેષ આવવાનું કાંઈ જ કારણ નથી. મળેલી સામગ્રીનો અહંકાર જ સામગ્રીહીનની પ્રત્યે દ્વેષ કરાવે છે. તમારી અપેક્ષાએ જેને અર્થ અને કામ ઓછા મળ્યા છે એવા લોકો પ્રત્યે દ્વેષ આવે છે જે તમારી દુકાન કે તમારા ઘર કરતાં જેને એ ખરાબ મળ્યા છે, અથવા મળ્યા નથી એવાઓની પ્રત્યે દ્વેષ આવતો નથી ને ? આવી જ રીતે આપણા જ્ઞાનાદિ કરતાં જેને તે હીનકોટિનાં મળ્યાં છે, તેની પ્રત્યે પણ દ્વેષ નથી આવતો ને ? તો સાચા ધમનિ પણ ધર્મહીનજનો પ્રત્યે દ્વેષ આવવાનું કોઈ કારણ નથી. એ દ્વેષથી દૂર રહેવા અહંકારથી દૂર રહેવાની જરૂર છે. અહંકારના કારણે ગુણો ગુણાભાસમાં પરિણમે છે. એ જાણ્યા પછી ધર્મી આત્માઓ શતિ અનુસાર પરોપકાર કરવામાં નિરત બનતા હોય છે. ગુણહીનોને ગુણની પ્રાપ્તિ માટે સહાયક બનવાનો ભાવ પરોપકાર છે. આ ભાવ જ નિરહકારિતાનું કારણ છે. અહકારીજનોમાં એ ભાવ હોતો નથી. એવા લોકો પરોપકાર કરે તો પોતાનું મહત્ત્વ સ્થાપન કરવા માટે એ કરે. વસ્તુતઃ એ પરોપકાર નથી. સાચી પરોપકારિતા વર્તમાનમાં લગભગ અદૃશ્ય બનતી જાય છે. એનું વાસ્તવિક કારણ ગુણની અર્થિતાનો અભાવ છે. પરોપકાર; ગુણના અનુબંધનું પ્રધાન કારણ છે.
પ્રવૃત્તિ :
આ રીતે પ્રણિધાન નામના પ્રથમ આશયને વર્ણવી દ્વિતીય આશયનું વર્ણન કરતાં ટીકાકારપરમર્ષિ ફરમાવે છે કે - પૂજા-પ્રતિક્રમણ કે સામાયિકાદિ જે અનુષ્ઠાન કરવાનું આપણે નિશ્ચિત કર્યું છે – એ
- ૧૭
Page #21
--------------------------------------------------------------------------
________________
ધર્મસ્થાનને ઉદ્દેશીને; તે તે ધર્મસ્થાનના જે ઉપાયો છે, તે તે ઉપાય સંબંધી જે ઉત્કટપ્રયત્ન છે તેને પ્રવૃત્તિ નામનો બીજો આશય કહેવાય છે. આ પ્રયત્નાતિશય; “આ અનુષ્ઠાન આ પ્રમાણે કરવાનું છે’ આવા પ્રકારના અધ્યવસાયસ્વરૂપ ઈતિકર્તવ્યતાથી પરિશુદ્ધ હોય છે અને મારું આ ધર્માનુષ્ઠાન જલદીથી પૂરું થાય’ આવા પ્રકારની ઇચ્છાસ્વરૂપ ઔત્સુક્ય અથવા ફલાદિની ઉત્કંઠાસ્વરૂપ ઔસુક્યભાવથી રહિત હોય છે. ખાવાપીવાની જે રોજની પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ - એનો વિચાર કરીએ તો એમાં આ પ્રવૃત્તિ નામનો આશય સ્પષ્ટપણે દેખાઈ આવશે. માંદો માણસ પણ એ માટે ઉત્કટપ્રયત્ન કરતો હોય છે. ચોવીસે કલાક સૂઈ રહેનારો પણ ખાવાપીવા માટે બેઠો થઈ જાય ! પોતાથી ન થવાય તો બીજાની દ્વારા બેઠો થાય અને એ પણ ન બને તો સૂતાં-સૂતાં ખાવું-પીવું પડે છે; બેઠાં, બરાબર ખવાતું નથી અને પિવાતું નથી - એનો એને ભારે રંજ હોય છે, કઈ રીતે ખાવું-પીવું જોઈએ - એનો સતત ખ્યાલ રહે છે. ભાણામાં માખી વગેરે ન પડી જાય એ માટે ખૂબ જ સાવધાન હોય છે અને ખાવાનું જલદી પતી જાય અથવા તો મારું પેટ કેમ ભરાતું નથી એવી કોઈ પણ જાતની ઉત્સુકતા એ વખતે હોતી નથી. કોઈ વખત ઉતાવળ કરવી પડે કે ભૂખ્યા રહેવું પડે તો આખો દિવસ એનો ખેદ હોય છે. ખાવા-પિવાની આવી પ્રવૃત્તિની જેમ જ અર્થકામની બધી જ ક્રિયાઓમાં પણ લગભગ આ પ્રવૃત્તિ નામના આશયને આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આપણી ઇચ્છાથી પૂજા વગેરે
Page #22
--------------------------------------------------------------------------
________________
અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યા પછી પણ આપણી ધર્મપ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિ નામનો આશય લગભગ દેખાતો નથી. પૂજાદિ માટે ઉપકરણો આજે જે રીતે વપરાય છે એ જોઇએ તો કહેવું પડે કે પૂજાદિમાં
-
-
ઉલ્લાસ આવી ન જાય એની કાળજી રાખવામાં આવી રહી છે. દરરોજ વપરાતાં વસ્ત્રાદિ અને પૂજાદિ માટેનાં વસ્ત્રાદિમાં કેવી સ્વચ્છતા વગેરે હોય છે – એનો તમને ખ્યાલ છે જ. એમાં કશું જ કહેવાજેવું રહ્યું નથી. પૂજાનાં વસ્ત્રો દરરોજ ધોવાં જોઇએ - એનો પણ જેઓ ઉપયોગ રાખવાની દરકાર રાખતા નથી તેઓ શુદ્ધ ઉપાયોનું આસેવન કઇ રીતે કરવાના છે ? પૂજાદિ માટે આપણાં પોતાનાં જ શુદ્ધ અને સુંદર ઉપકરણો જોઇએ, એના બદલે દેરાસરનાં કે ઉપાશ્રયનાં ઉપકરણો વાપરવાથી ક્રિયામાં ઉલ્લાસ શી રીતે આવે ? સાધનની શુદ્ધિ; ભાવશુદ્ધિનું એક શ્રેષ્ઠ કારણ છે. વગર સ્નાન કર્યો પણ વસ્ત્રાદિ બદલવાથી માંદો માણસ પણ પ્રસન્નતા અનુભવે છે ને ? પૂજા અને સામાયિકનાં ઉપકરણો જ એવાં રખાય છે કે જેથી ઉલ્લાસ હોય તોય નાશ પામે. દેરાસરમાં અને ઉપાશ્રયમાં કપડામાંથી વાસ આવે એ ચાલે ? લગ્નાદિના પ્રસંગે પહેરાતાં કપડાં અંગે જે કાળજી રખાય છે, એવી કાળજી પૂજાદિનાં વસ્ત્રો માટે કેમ રખાતી નથી - એ સમજાતું નથી. દેવાધિદેવ શ્રી અરિહંતપરમાત્મા અને તેઓશ્રીની પરમતારક આજ્ઞા પ્રત્યે સાચું બહુમાન પેદા થયા વિના આ ‘પ્રવૃત્તિ’ નામનો આશય પ્રાપ્ત કરી શકાશે નહિ.
પ્રણિધાન નામના પ્રથમ આશયની પ્રાપ્તિ પછી થનારા આ પ્રવૃત્તિ
૧૯
Page #23
--------------------------------------------------------------------------
________________
નામના આશયના કાળમાં સાધનની પરિશુદ્ધિ ખૂબ જ સુંદર હોય છે. પૂજાદિ અનુષ્ઠાનો શ્રીવીતરાગપરમાત્માએ જે રીતે કરવામાં ફરમાવ્યાં છે - તે રીતે જ કરવાનો આગ્રહ 'પ્રણિધાન’ના કારણે રાખનારા લઘુક્ષ્મ આત્માઓ, પૂજાદિ અનુષ્ઠાન કરતી વખતે તેના દ્રવ્યાદિ ઉપાયની પરિશુદ્ધિને જાળવવાનું ખૂબ જ આવશ્યક માને છે. તેથી જ પૂજાદિ અનુષ્ઠાનોની પ્રવૃત્તિ વખતે તે તે ઉપાયના વિષયમાં શ્રીવીતરાગપરમાત્માએ જે વિધિ વર્ણવ્યો છે તેનો તેમને સતત
ખ્યાલ હોય છે. આ રીતે વિધિનો આગ્રહ, દ્રવ્યાદિની પરિશુદ્ધિ અને વિધિનો નિરંતર ઉપયોગ... વગેરેથી પૂજાદિઅનુષ્ઠાન કરતી વખતે; મુમુક્ષુજનોને જે આનંદનો અનુભવ થાય છે તે આનંદના જ પ્રભાવે તેમને “મારું આ અનુષ્ઠાન ક્યારે પૂરું થાય' - એવો વિચાર પણ આવતો નથી. અર્થ – કામનાં અનુષ્ઠાનોમાં ઓછા-વધતા પ્રમાણમાં આવી ઉત્સુક્તાના અભાવનો આપણે સૌએ અનુભવ કર્યો છે. એવો અનુભવ પૂજાદિ ધર્માનુષ્ઠાનોમાં કરવાની જરૂર છે. પ્રણિધાન નાશ પામવાના કારણે આપણી ધર્મપ્રવૃત્તિ કેવી બની છે અને કેવી બની રહી છે - એનો તમે વિચાર કરશો તો સમજાશે કે હવે આપણે શું કરવું જોઇએ. ગૃહસ્થપણાનાં કે પછી સાધુપણાનાં કોઈ પણ નાનાં કે મોટાં અનુષ્ઠાનોમાં આજે આ પ્રવૃત્તિ આશયની છાયા લુપ્ત થતી જાય છે - એનું દુઃખ પણ આજે મોટાભાગે ધર્મી ગણાતા વર્ગમાંથી નાશ પામી રહ્યું છે. ધર્મોપદેશકોએ આજે આનો વિચાર કરવાની જરૂર છે - એમ તમને નથી લાગતું ? માત્ર પ્રવૃત્તિ સામે નજર
૨૦
Page #24
--------------------------------------------------------------------------
________________
રાખનારા ધર્મોપદેશકો આજે ‘પ્રવૃત્તિ’ આશયથી લોકોને દૂર લઈ જવાનું ખૂબ ભયંકર પાપ આચરી રહ્યા છે. એવાઓની એ પ્રવૃત્તિમાં આપણે સહભાગી ન બનીએ - એ ખૂબ જ જરૂરી છે. માત્ર ધર્મની પ્રવૃત્તિ સામે જ દૃષ્ટિ રાખવાથી પ્રવૃત્તિ-આશય નહીં પ્રગટે, એને પ્રગટાવવા શ્રીવીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનો જ વિચાર કરવાની જરૂર છે. આ રીતે પ્રવૃત્તિ નામના આશયની પ્રામિપૂર્વક કોઈ પણ ધર્માનુષ્ઠાન કરતી વખતે સાધકને જે જે વિનો આવે છે તેને જીતી લેવા એ ત્રીજો વિધ્વજય નામનો આશય છે. વિજય :
પૂર્વે જણાવ્યા મુજબ પ્રણિધાન અને પ્રવૃત્તિ નામના બંન્ને આશયની પ્રાપ્તિ થયા પછી ખૂબ જ સ્વસ્થતાપૂર્વક પૂજાદિઅનુષ્ઠાનોની પ્રવૃત્તિ વખતે મુમુક્ષુજનોને ભૂતકાળમાં પોતે ઉપાર્જન કરેલાં તે તે કર્મના ઉદયથી અનેક જાતનાં વિદનો આવે છે. ધર્મમાં અંતરાય કરનારાં એ વિનોને જે પરિણામથી દૂર કરાય છે - એ પરિણામને ગ્રંથકારપરમર્ષિ વિધ્વજય નામના આશય તરીકે વર્ણવે છે. જીતવાયોગ્ય વિઘ્ન ત્રણ પ્રકારનાં હોવાથી “વિનજય નામનો આ ત્રીજો આશય પણ ત્રણ પ્રકારનો છે. હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ - આ ત્રણ પ્રકારનાં વિદ્ગો છે. સામાન્ય રીતે દુનિયાના કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ વખતે ઓછા-વધતાં પ્રમાણમાં પ્રાયઃ વિઘ્નો આવતાં જ હોય છે. આવી સ્થિતિમાં એ વિઘ્નોથી ગભરાઈને જો કાર્ય પડતું મૂકી દેવામાં આવે તો દુનિયામાં કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય
Page #25
--------------------------------------------------------------------------
________________
કરી શકશે નહીં. પરંતુ શતિ અને સંયોગાનુસાર એ વિનોને જીતીને આપણે બધા આરંભેલાં આપણાં તે તે કાર્યોને પૂરાં કરીએ છીએ - એ નજરે દેખાય છે. એની અપેક્ષાએ તદ્દન વિષમસ્થિતિ આપણી ધર્મપ્રવૃત્તિમાં મોટાભાગે જોવા મળે છે. કોઈ પણ જાતની ધર્મપ્રવૃત્તિનો આરંભ ક્ય પછી એમાં કોઈ પણ વિઘ્ન આવે તો સૌથી પહેલાં એ બંધ થઈ જાય છે. ના છૂટકે એ ચાલુ જ રાખવી પડે તો વિનને જીતવાના બદલે તેને દૂર કરવાનો અથવા તો તેને હળવું બનાવવા બીજી અનુકૂળતા મેળવવાનો જ પ્રયત્ન શરૂ થઈ જાય છે. અર્થ અને કામની પ્રવૃત્તિમાં વિદ્ગો ઉપર જય મેળવનારા; ધર્મની પ્રવૃત્તિ વખતે વિદ્ગોને ન જીતે એ ચાલે ? ઇષ્ટ સ્થાને પગે જતી વખતે કે સાધન દ્વારા જતી વખતે માર્ગમાં કાંટા-કાંકરા, પથ્થરો અથવા તો ખાડા વગેરે આવે. ત્યારે ઈષ્ટ સ્થાને જવા માટે ચાલવાનું કે જવાનું શરૂ કરનારા તે તે વિઘ્નોનો પરિહાર કરી તેને ગણકાર્યા વિના પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી જેમ ઇઝસ્થાનને પ્રાપ્ત કરે છે તેવી રીતે સામાયિક, પૂજા, પ્રતિક્રમણાદિ ઘર્માનુષ્ઠાન પ્રસંગે બાહ્ય કાંટા-કાંકરાજેવા, શીતઉષ્ણ વગેરે બાહ્ય પરિષહસ્વરૂપ વિદ્ગોને જીતી અર્થ એ વિદ્ગોમાં અકળાયા વિના તે તે ધર્માનુષ્ઠાનોને સુંદર રીતે કરવાનો જે પરિણામ છે - તેને પ્રથમ હીન વિધ્વજય કહેવાય છે. ધનાદિની પ્રાપ્તિ માટે શીત-તાપ વગેરે અનેક જાતનાં કરો હસતા મુખે સહન કરીને પણ કોઈ પણ રીતે ધંધા વગેરેની પ્રવૃત્તિ અવિરતપણે ચાલતી આપણે જોઈ શકીએ છીએ. ગમે તેવી ગરમી કે ઠંડી પડે પરંતુ દુકાને, નોકરીએ,
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્કૂલે, બેંકમાં અને બહારગામ જવા માટે ગાડી પડવા તે તે સમયે જનારા; પૂજા-પ્રતિક્રમણ કે સામાયિક આદિ ગરમી કે ઠંડીમાં તે તે સમયે ન કરે ને ? કદાચ કરે તો હસતા મુખે કરે ને ? તે તે ક્રિયા વખતે તેને ગરમી કે ઠંડીથી અકળામણ ન થાય ને ? અર્થકામની પ્રાપ્તિ માટે શીત-તાપાદિ સહન કરનારા ધર્મની પ્રવૃત્તિ માટે તે સહન કરતા નથી - એમાં આ પ્રથમ-વિઘ્નજય નામના આશયનો અભાવ કારણ છે. રમત-ગમતના ક્ષેત્રે કે સંગીતાદિના ક્ષેત્રે તેમાં જેમને રસ છે એવા લોકો શીત - તાપાદિ કેવી રીતે સહન કરે છે - એનો તમને ખૂબ જ સારી રીતે અનુભવ છે. ગમે તેવા તડકામાં કે ઠંડીમાં મેચ જોવાની ફાવે પણ પૂજા-વ્યાખ્યાનશ્રવણાદિ ન ફાવે ને ?.... આ બધું ખૂબ જ સારી રીતે વિચારશો તો સમજાશે કે આપણે બધા ધર્મ કેટલો અને કેવો કરીએ છીએ ? હીન વિઘ્નજય નામના આ આશયને પામ્યા વિના પ્રણિધાન અને પ્રવૃત્તિ કાર્યસાધક નહીં બને. યોગમાર્ગના આરાધકોને વિઘ્નને જીતવાનું ખૂબ જ જરૂરી છે. પ્રણિધાન અને પ્રવૃત્તિની સાર્થકતા આ વિઘ્નજયના કારણે છે - એનો જેને ખ્યાલ છે, એવા લોકો જ શીત-તાપાદિ બાહ્ય (શરીર કે મનમાં ન થયેલાં) વિઘ્નોને કોઇ પણ જાતની દ્દીનતા વિના એટલે કે તિતીક્ષાપૂર્વક સહન કરીને પોતાની સાધના અવિરતપણે ચાલુ રાખી શકે છે. અનુકૂળતાના અર્થીઓથી એ બનવાનું નથી. અનુકૂળતામાં ધર્મપ્રવૃત્તિ સારી થાય એ બને પણ અનુકૂળતાની અર્થિતા-ઇચ્છામાં એ નહીં બને. વાસ્તવિકતા તો એ છે કે પ્રતિકૂળતા વેઠવાની ભાવના જ ધર્મપ્રવૃત્તિને
૨૩
Page #27
--------------------------------------------------------------------------
________________
ટકાવવાનું કાર્ય કરતી હોય છે. આ ભાવનાને પેદા કર્યા વિના ધર્મ કરનારા અને કરાવનારાઓએ આજે ધર્મની જે સ્થિતિ કરી છે - એનું વર્ણન થાય એવું નથી. વિશ્વવન્ધ એવા લોકોત્તરધર્મની લોમાં મશ્કરી થતી હોય તો - એમાં પ્રતિકૂળતા ન વેઠવાની ભાવના અને અનુકૂળતા મેળવવાની પ્રબળ ઈચ્છા કારણ છે. પોતાના શરીરાદિને જ સાચવવાની વૃત્તિ; આ વિદ્ગો ઉપર આપણને જય મેળવવા દેતી નથી. એટલું જ નહિ, પરંતુ વિનજયની ઈચ્છાને પણ પ્રાપ્ત કરવા દેતી નથી. તિર્યંચગતિમાં અને નરકગતિમાં અથવા તો અદિના ઉપાર્જનાદિ માટે આ મનુષ્યગતિમાં પણ આ શીતતાપાદિ બાહ્યદુ:ખો પરવશપણાથી અથવા તો સમજીને આપણે વેઠતા જ આવ્યા છીએ. અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ શુદ્ધ ધર્મની આરાધના વખતે તિતીક્ષાપૂર્વક એ વેઠતા થઇ જઈએ તો આપણો વિસ્તાર થઈ જાય. દુઃખ વેઠવાની શક્તિ નથી એવું નથી. દુઃખ વેઠતા નથી એવું પણ નથી. માત્ર ધર્મ માટે દુ:ખ વેઠવાની ભાવનાની જરૂર છે.
આ રીતે હીનવિબ પર વિજય મેળવ્યા પછી પણ સાધકને ભૂતકાળમાં બાંધેલા અશાતા વેદનીયર્મના ઉદયથી જ્યારે તાવ વગેરે વિપ્ન આવે ત્યારે તે શરીરના રોગાદિને ખૂબ જ સમતાપૂર્વક સહન કરી શાસ્ત્રમાં દર્શાવેલા-અપથ્યનું સેવન ન કરવું, પરિમિત આહાર લેવો વગેરે ઉપાયો દ્વારા રોગાદિ વિદ્ગોને દૂર કરી પોતાની સાધના ચાલુ રાખવી; અટકી ન પડે એનો સતત ઉપયોગ રાખવાનો જે પરિણામ છે તેને દ્વિતીય મધ્યમવિધ્વજય કહેવાય છે. શીત-તાપાદિ
૨૪
Page #28
--------------------------------------------------------------------------
________________
બાહ્મવિદ્ગોની અપેક્ષાએ શરીરમાં ઉત્પન્ન થયેલા અત્યંતર રોગાદિ સ્વરૂપ વિદ્ગોને જીતવાનું ખરેખર જ કપરું કામ છે. આવી સ્થિતિમાં; આરાધના ચાલુ રાખવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં તે ચાલુ રાખવા સાધક આત્માને ખૂબ જ ઉત્કટ સત્ત્વને પ્રગટાવવું પડે છે. શરીરમાં રોગાદિ નહીં જ આવે - એવું માની લેવાની જરૂર નથી. અશાતાના તીવ્ર ઉદયમાં ગમે તે સાધકને એનો સંભવ તો છે જ. એ વખતે જો આવું સત્ત્વ ન હોય તો સાધકની સાધના અટકી પડે, મંદ પડે અથવા તો ખંડિત બને - એ બનવાજોગ છે. તેથી મુમુક્ષુઓને મધ્યમવિઘ્નસ્વરૂપ એ રોગાદિને આધીન બની સાધનામાં વિચલિત બનવાનું પાલવે નહીં. આવાં વિદનો આવે ત્યારે એને સહન કરી સાધનાના માર્ગે અવિરતપણે પ્રયાણ ચાલુ રાખવું - એ સહેલું નથી; પરંતુ એ વિના મુમુક્ષુ આત્માઓ માટે બીજો ઉપાય પણ નથી. રોગાદિ વિનો આવવાનો પૂરતો સંભવ હોય ત્યારે સામાન્ય રોગાદિ અવસ્થાથી જ એને સહન કરવાનો અભ્યાસ પાડવો જોઈએ. બાલ્યાવસ્થામાં જે રોગાદિ વખતે સહનશીલતા કેળવાઈ ન હતી; એ સહનશીલતા મોટા થયા પછી થોડી પણ સમજણના પ્રભાવે કેળવાય છે - એનો આપણને સૌને અનુભવ છે. દુઃખનો પ્રતીકાર ન કરીએ અને તેને વેઠવાની ટેવ પડે તો સહનશીલતા વધે છે. આવી સહનશીલતા જીવનની દરરોજની પ્રવૃત્તિમાં આપણે મેળવી લીધી છે ને ? તાવ વગેરે આવે તો સૌ પ્રથમ કઈ પ્રવૃત્તિ બંધ પડે ? દવા લઈને પણ માંદો માંદો દુકાને જાય કે પૂજાદિ અનુષ્ઠાનો કરે ?
For Private
Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________ ગમે તેવી શારીરિક અસ્વસ્થતામાં આપણી દરરોજની પ્રવૃત્તિ ચાલુ રહે અને પૂજા-સામાયિક પ્રતિક્રમણાદિની પ્રવૃત્તિ બંધ થઈ જાય - એ મધ્યમવિદનજયસ્વરૂપ આશયના અભાવને જણાવે છે. મધ્યમવિધ્વજયના આશયને પામવા માટે દરરોજ દુ:ખ વેઠવાનો અભ્યાસ પાડવો જોઈએ. શરીર ઉપરનું મમત્વ ઘટે અથવા એ ઘટાડવાનું મન થાય તો જ આ વિદ્ધને જીતી શકાશે. શરીર અનુકૂળ હોય તો મુમુક્ષુઓને સાધનામાં ખરેખર જ ઘણી અનુકૂળતા રહે છે. પરંતુ એવી અપેક્ષા મુમુક્ષુજનો રાખી ન શકે. ભૂતકાળમાં આપણે કેવા કર્મ બાંધ્યાં છે - એ આપણને ખબર નથી. એ કર્મના ઉદયે જ્યારે રોગાદિ વિઘ્નો આવે ત્યારે સાધનામાર્ગ બંધ ન થાય - એ માટે શરીરને અત્યારથી જ કેળવી લેવું જોઈએ. એ માટે દરરોજ વિચારવું જોઈએ કે આ રોગાદિ મારા શરીરના જ બાધક છે; મારા જ્ઞાન દર્શન કે ચારિત્રના સ્વરૂપને થોડી પણ બાધા પહોંચાડનારા નથી. જો સમતાપૂર્વક એ ભાવનાથી ભાવિત બનીને સારી રીતે રોગાદિ પરીષહોને સહન કરીએ તો આત્માનું એ સ્વરૂપે પ્રગટ થઈ જાય. આ બધું લખવાનું કે બોલવાનું સરળ છે. પરંતુ એવા પ્રસંગે આ વિઘ્નો ઉપર વિજય મેળવવાનું સરળ નથી. શરીર અને આત્માનો ભેદ સમજાય અને શરીર ઉપરનો રાગ દૂર કરવાની ભાવના જન્મે તો મધ્યમવિધ્વજય સરળ બને. આ રીતે હીન અને મધ્યમ વિધ્વજય નામના ત્રીજા આશયના બન્ને ભેદ-પ્રકારને પામ્યા પછી એના દિમોહવિષ્મજયસ્વરૂપ ત્રીજા 26
Page #30
--------------------------------------------------------------------------
________________
ભેદ-પ્રકારને પણ પ્રાપ્ત કરી લેવો જોઈએ. દિગ્બોહસ્વરૂપ વિઘ્ન ખૂબ જ પ્રબળ છે. તેથી તેની ઉપર પ્રાપ્ત કરેલા જયને ઉત્કૃષ્ટવિધ્વજય કહેવાય છે. શીત-તાપાદિ બાહ્ય અને શરીરમાં ઉદ્ભવેલા રોગાદિ અત્યંતર વિનોને જીત્યા પછી પણ દિગ્બોહના કારણે સાધકની સાધના બંધ પડે છે. એટલું જ નહીં પણ વિપરીત માર્ગે પણ એની સાધના શરૂ થાય છે. દિગ્મોહ એટલે દિશાભ્રમ થવો. દિશાભ્રમ થયા પછી એ વ્યક્તિને સદ્ગવદિ સાધનામાર્ગે ચાલવા માટે ગમે તે રીતે ઉત્સાહિત કરે તો પણ તેને ઉત્સાહ થતો નથી. ઇઝસ્થાનના માર્ગ અંગે જેને ભ્રમ થાય છે, તેને જ્યારે તેની આજુ-બાજુના લોકો માર્ગ બતાવી તે માર્ગે જવાની પ્રેરણા કરતા હોય છે - એ વખતે તે ભ્રાન્ત માણસને શકાકુકાના કારણે સહેજ પણ માર્ગગમનનો ઉત્સાહ થતો નથી - એ આપણે અનુભવીએ છીએ. હીન અને મધ્યમ વિધ્વજય પ્રાપ્ત કર્યા પછી સિદ્ધિની આરે આવેલા સાધકને સાધનામાર્ગથી દૂર કરવાનું કાર્ય આ દિમોહવિદન કરે છે. વર્તમાનમાં સાધનામાર્ગે ચાલી રહેલા સાધકોનો મોટો ભાગ આ દિમોહવિષ્મનો ભોગ બન્યો છે - એમ માન્યા વિના ચાલે એવું નથી. સાધુ-સાધ્વીઓમાં પણ આજે એ અવસ્થા જોવા મળે છે, ત્યારે તો દિગ્બોહમાં પ્રબળતાની ખાતરી થઈ જાય છે. અનંતજ્ઞાનીઓનાં પરમતારક વચનનો ખૂબ ઉલ્લાસપૂર્વક સ્વીકાર કર્યા પછી એના ત્યાગનું મુખ્ય કારણ દિગ્બોહ છે. પરમતારક શ્રી જિનશાસનમાં થયેલા નવ નિવો વગેરેમાં ખૂબ જ સ્પષ્ટપણે એ દિમોહનું જ્ઞાન થાય છે. અનંતજ્ઞાનીઓના નિર્મળશાન
Page #31
--------------------------------------------------------------------------
________________
ઉપરની આસ્થા જ્યારે દૂર થાય છે, ત્યારે દિગ્બોહનો ઉદય થાય છે. સાધકે ખરી રીતે તો દિગ્બોહનો ઉદય જ ન થાય એ માટે અનંતજ્ઞાનીઓના વિશુદ્ધજ્ઞાન ઉપરની આસ્થા મજબૂત બનાવવી જોઈએ. એ આસ્થા શ્રીવીતરાગ પરમાત્માના પરમતારક વચનના પરિશીલનથી જ મજબૂત બને છે. પરંતુ શાસ્ત્રની વાત વિચારવાની પણ ના પાડનારા આજે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાવર્ગમાં ઓછા નથી. આ દિમૂઢલોકોના પરિચયથી આપણે દિમૂઢ બની ના જઈએ એનો સતત ખ્યાલ રાખવાની જરૂર છે. કેટલાક પુણ્યાત્માઓને ભૂતકાળની વિશુદ્ધ આરાધનાના પ્રભાવે માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. એના યોગે તેઓ આપણી દૃષ્ટિએ તદ્દન અપરિચિત એવા માર્ગે પણ ખૂબ જ સરળતાથી વિના વિન્ને ચાલતા હોય છે. પરંતુ એવી પ્રજ્ઞા આપણી પાસે ન હોય ત્યારે દિગ્મોહ થવાનો સંભવ ઘણો છે. આવા વખતે એને જીતવાનું આપણને મન ન થાય તો આપણી શી હાલત થાય - એની તો કલ્પના કરી શકો છો. આવી દશામાં સારું તો એ છે કે માર્થાનુસારી પ્રજ્ઞાસમ્પન્ન સદ્દગુરુના સતત પરિચયમાં રહેવું. એવા ભવનિતારક પરમતારક ગુરુભગવંતના સહવાસથી અને તેઓશ્રીના પરમતારક વચનશ્રવણથી મિથ્યાત્વને દૂર કરનારી ભાવનાઓથી આત્માને ભાવિત બનાવવો. પરંતુ આ બધું જેટલું ધારીએ છીએ એટલું સહેલું નથી. આ કાળમાં માર્ગાનુસારી પ્રજ્ઞાસમ્પન્ન સદગુરુભગવન્તનો સમાગમ થવો, એ સમાગમ ગમવો અને જીવનની અંતિમક્ષણ સુધી એને વળગી રહેવું -
૨૮
Page #32
--------------------------------------------------------------------------
________________
એ લગભગ અશક્ય છે. કારણ કે આજે તો આવી વાત પણ ઘણા લોકોને ગમતી નથી. એમને મન તો બધા જ સદ્ગ(?) છે. ઘરમાં કે દુકાનમાં પણ બધાને સરખા ન માનનારા અહીં બધાને સરખા માને છે - એ દિગ્યો છે કે બીજું કાંઈ ? પાંચ મહાવ્રતધારી બધા ગુરુ-એમ બોલવાથી બધા સરુ થઈ જાય ? પાંચ મહાવ્રત એટલે શું – એ પણ તેઓ જાણતા નથી. પાંચ મહાવ્રતો કપડામાં હોય કે ગુણઠાણામાં હોય ? પહેલા ચોથા કે પાંચમાં ગુણઠાણે કેટલાં મહાવ્રતો હોય ? તમને આ બધું સમજાય છે કે નહીં ? રત્નને સાચવવા કપડાં જોઈએ. એમાં ગાંઠ વાળીને ચિંતામણિરત્ન સચવાતું. કપડાથી રત્નો મળી જાય ? મળે તો અભવ્યોને, દુર્ભવ્યોને કેટલાં મહાવ્રત હોય ? તમને બુદ્ધિ મળી છે ને ? તો વિચારો કે આપણને દિગુભ્રમ કેમ થયો છે જે આપણને બુદ્ધિની સાથે પુણ્ય પણ મળ્યું છે. આવા કપરા કાળમાં પણ દિમોહને દૂર કરનારા પરમતારક શાસ્ત્ર અને તેના સમર્થજ્ઞાતાઓની આપણને પ્રાપ્તિ થઈ છે. એના સદુપયોગથી પ્રાયઃ દિમોહ નહીં થાય. કદાચ થશે તો તેને સારી રીતે જીતી શકાશે. આ રીતે ત્રણ પ્રકારનાં વિદ્ગોને જીત્યા પછી મુમુક્ષુ આત્માઓ સિદ્ધિની સમીપે પહોંચે છે. આથી તમો સમજી શકશો કે ઉત્કૃષ્ટ વિનય વિના હીન અને મધ્યમ વિજય નિરર્થક બની જાય છે. ઉત્કૃષ્ટવિધ્વજયથી જ ખરેખર એની સાર્થકતા છે. એથી પણ આગળ વિચારશો તો સમજાશે કે ઉત્કૃષ્ટ વિદ્ધના વિજેતા સાધકને; હીન અને મધ્યમ વિપ્નો સાધનામાં વિઘ્ન કરવા સમર્થ બની શકતાં નથી.
૨૯
Page #33
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિ :
ઉપર જણાવ્યા મુજબ પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિધ્વજય - આ ત્રણ આશયવિશેષની(પરિણામવિશેષની પ્રાપ્તિથી ચોથા સિદ્ધિ નામના આશયની મુમુક્ષુઆત્માને પ્રાપ્તિ થાય છે. એ આશય (સિદ્ધિસ્વરૂપ આશય)નું વર્ણન કરતાં શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે- જે ધમનુષ્ઠાન કરવાનું આપણે નિશ્ચિત કર્યું છે - એ અહિંસાદિ કે પૂજાદિ અનુષ્ઠાનોની નિરતિચારપણે જે પ્રાપ્તિ થાય છે, તેને સિદ્ધિ કહેવાય છે. એ ધર્મસ્થાનની પ્રાપ્તિ; સાધકની અપેક્ષાએ અધિકગુણસમ્પન્ન ગુર્વાદિ-સમ્બન્ધી વિનય, બહુમાન અને વૈયાવચ્ચે વગેરે ગુણોથી યુક્ત હોય છે; હનગુણવાળા અથવા તો નિર્ગુણ જીવોને વિશે દયા, અન્નાદિનું દાન અને સંકટમાં પડેલાના છે તે દુઃખને દૂર કરવા વગેરેની ભાવનાથી શ્રેષ્ઠ હોય છે; અને મધ્યમ ગુણવાળા જીવો ઉપર શતિ મુજબ ઉપકારવૃત્તિથી યુક્ત હોય છે. કોઈ પણ અનુષ્ઠાનમાં શ્રી અરિહન્તપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ, કોઈ પણ દોષ લાગી ન જાય એ માટે, સતત ઉપયોગવાળા પરિણામને સિદ્ધિ નામનો આશય કહેવાય છે. સાધકના આ આશયને ઓળખાવનારી તેની તે તે નિરતિચાર પ્રવૃત્તિ હોય છે. પ્રણિધાનાદિ આશય-ત્રણની પ્રાપ્તિ થયા પછી પ્રાયઃ સિદ્ધિની પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન આવતું નથી. તે તે ધર્માનુષ્ઠાનના વિધિ અને સ્વરૂપાદિનો તેમ જ તેના બાધક દોષોનો જેને ખ્યાલ છે - એવા સાધકો ઉપયોગપૂર્વક સાધના કરે તો તેમના માટે નિરતિચાર સાધનાની પ્રાપ્તિ ખૂબ જ
૩૦.
Page #34
--------------------------------------------------------------------------
________________
સરળતાથી થઇ જાય છે. વર્તમાનમાં થતી ક્રિયાઓ મોટાભાગે વિધિ વગેરેના જ્ઞાન વિનાની હોય છે. સામાયિક કરનારા, પ્રતિક્રમણ કરનારા કે તેથી આગળ વધીને કહીએ તો સર્વવિરતિધર્મને આરાધનારા-આ બધામાં મોટાભાગને તે તે ક્રિયાના દોષોનું જ્ઞાન જ નથી. જ્ઞાનાદિ પંચાચારની આરાધના કરનારાને તેમાં સંભવતા અતિચારનું જ્ઞાન ન હોય; દાનાદિ ધર્મને આરાધનારાઓને તેના અતિચારનું જ્ઞાન ન હોય અને ક્ષમા, મૃદુતા વગેરે દશ પ્રકારના યતિધર્મની આરાધના કરનારાઓને પણ તેના અતિચારોનું જ્ઞાન ન હોય તો તે તે ધર્મની આરાધના કરનારાઓને તેની નિરતિચારપણે પ્રાપ્તિ કઇ રીતે થાય ? અર્થ અને કામના સાધકોને તેના ઉપાયોના જ્ઞાનની સાથે તેના બાધનું પણ જ્ઞાન હોય છે ને ? ધર્મ અને મોક્ષના સાધકોને પણ એવું જ્ઞાન હોવું જોઇએ ને ? આજે એ મોટાભાગે નથી - એનું કારણ શું છે ? આપણા જીવનમાં આપણે ધર્મ કેટલો કરીએ છીએ – એનો તમો વિચાર કરશો તો સમજી શકશો કે આપણા આ અત્યન્ત અલ્પધર્મમાં અતિચાર લાગી જાય તો આપણું થાય શું ? કોઇ પણ ધર્મની આરાધનાની શરૂઆત કરવા પૂર્વે તેના સાધક અને બાધકની સમજણ મેળવી લેવી જોઇએ. સાધક આત્માઓ ત્યાર પછી નિરતિચાર સિદ્ધિના પાત્ર બને છે. આજે ધર્મ કરાવવાની અને કરવાની જે ઉતાવળ દેખાય છે એનું કારણ જ સમજાતું નથી. આવી સાધકબાધકની ચિંતા વિનાની ધર્મપ્રવૃત્તિ સિદ્ધિસ્વરૂપ નથી. સિદ્ધિસ્વરૂપ આશયપૂર્વકની પ્રવૃત્તિ માટે ધર્મને સૂક્ષ્મબુદ્ધિ વડે સમજવો
-
૩૧
Page #35
--------------------------------------------------------------------------
________________
જોઇએ અને સમજ્યા પછી એના અતિચારોને દૂર કરવા ખૂબ જ ઉપયોગ રાખવો જોઈએ. આવી ઉત્તમ ધર્મક્રિયાની પ્રાપ્તિ વખતે સાધક આત્મા, સિદ્ધિના નિધાનતુલ્ય પૂ. ગુર્નાદિને વિશે વિનય વૈયાવચ્ચ અને આભ્યન્તર પ્રીતિ-સ્વરૂપ બહુમાન વગેરે ખૂબ જ સારી રીતે ધારણ કરે છે. અન્યથા આવી સિદ્ધિના કાળમાં પોતાના ગુર્વાદિને વિશે સાધક વિનયાદિને ન આચરે તો ગર્વિષ્ઠ બની તે સિદ્ધિભ્રષ્ટ બને છે. ગુણોનો ગૌરવ અને ગુણોનો ગર્વ-એ બંન્નેમાં ઘણો ભેદ છે. ગુણોનો ગૌરવ તેની રક્ષાદિનું કારણ છે અને ગર્વ તેના ભ્રંશનું કારણ છે. ગુર્નાદિ વિશેનું બહુમાન વગેરે સાધકના ગર્વને હરે છે. સિદ્ધિના કાળમાં હનગુણવાળા કે સર્વથા ગુણ વગરના જીવોને વિશે દયા, અન્નાદિનું પ્રદાન અને દુઃખ દૂર કરવાની ભાવના; સાધકને દ્વેષભાવથી દૂર રાખે છે. તેમ જ મધ્યમગુણવાન જીવોને વિશે ઉપકાર કરવાની વૃત્તિ; સિદ્ધિના સાતત્યને (ઉત્તરોત્તર પ્રાપ્તિને જાળવી રાખે છે. વર્તમાનમાં આ બધી પ્રવૃત્તિ બહુ ઓછા સાધકોમાં જોવા મળે છે, લગભગ જોવા મળતી નથી – એમ કહું તો એમાં ખોટું નથી. સિદ્ધિના અભાવમાં પણ એ વિનયાદિ પ્રવૃત્તિના દર્શન દૂર્લભ હોય તો સિદ્ધિના કાળમાં એ ક્યાંથી જોવા મળે ? વસ્તુતઃ તાદૃશ વિનય વગેરેની ભાવનાથી શૂન્ય નિરતિચારપણે પણ થનારી ક્રિયા, સિદ્ધિશૂન્ય છે. આપણા ધર્મને પરિશુદ્ધ-મોક્ષસાધક બનાવવા માટે આ બધું વિચાર્યા વિના ચાલે એવું નથી. આ રીતે દરરોજ દરેક ધર્મપ્રવૃત્તિના પ્રસંગે વિચારતા થઈએ તો સિદ્ધિ દૂર નથી.
૩૨
Page #36
--------------------------------------------------------------------------
________________
વિનિયોગ :
આ રીતે પ્રણિધાનાદિ ચાર આશય પછી પ્રાપ્ત કરવા યોગ્ય પાંચમા વિનિયોગ નામના આશયનું વર્ણન કરતાં શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે -પોતાને પ્રાપ્ત થયેલા એ અહિંસાદિ કે સામાયિકાદિ ધર્માનુષ્ઠાનની શાસ્ત્રાનુસારી તે તે ઉપાયો દ્વારા બીજાને પણ પ્રાપ્તિ કરાવવાનો જે પરિણામ છે, તેને વિનિયોગ કહેવાય છે. કોઇ પણ ગુણ બીજાને પ્રામ કરાવતાં પહેલાં એ ગુણની સિદ્ધિ આપણને થવી જ જોઇએ અને એ ગુણને પ્રાપ્ત કરાવવા માટે શાસ્ત્રાનુસારી જ ઉપાયોનું અનુસરણ કરવું જોઇએ - આ બે વાતો અહીં ખૂબ જ મહત્ત્વની છે. શાસ્ત્રકાર પરમર્ષિ, અનુષ્ઠાનની સિદ્ધિના અભાવમાં અને શાસ્ત્રવિહિત ઉપાયોથી અતિરિક્ત ઉપાયો દ્વારા કરાતા વિનિયોગને વિનિયોગ તરીકે વર્ણવતા નથી. જે ધર્માનુષ્ઠાનની સિદ્ધિ ન થઇ હોય તે ધર્માનુષ્ઠાન આપણે બીજાને કઇ રીતે પ્રાપ્ત કરાવી શકીશું ? સ્વયં દરિદ્ર, બીજાને કઇ રીતે સમ્પત્તિમાન કરે ? વર્તમાનમાં વિનિયોગ લગભગ સિદ્ધિના અભાવનો છે. સાધકને સિદ્ધિ મળ્યા પછી પણ વિનિયોગની ઉતાવળ નથી હોતી. સિદ્ધિની પ્રાપ્તિ કરવા પૂર્વે સાધકે જે જે અવસ્થાઓને દૂર કરવા પ્રયત્ન કર્યો છે એનો એને ખૂબ જ સ્પષ્ટપણે ખ્યાલ હોવાથી એ અવસ્થાઓને દૂર કરવાની યોગ્યતા બીજામાં છે કે નહીં - તે જોવા માટેની ધીરતા સાધકમાં હોય છે. સારી વસ્તુ છે માટે ગમે તેને આપી દેવી ? આવી ઉતાવળ, ધર્મ કરાવનાર અને કરનાર
બંન્નેના હિતમાં નથી. આજે મોટાભાગની વિનિયોગની પ્રવૃત્તિ આવી
૩૩
-
-
*
Page #37
--------------------------------------------------------------------------
________________
હોવાથી, નથી એ કલ્યાણકારિણી બનતી કે નથી એ શાસનપ્રભાવનાનું કારણ બનતી. વિનિયોગની ઉતાવળમાં ને ઉતાવળમાં શાસ્ત્રવિહિત ઉપાયોનું અનુસરણ પણ નાશ પામ્યું છે. શાસ્ત્રોક્ત તે તે ઉપાયોથી અતિરિક્ત ઉપાયો દ્વારા વિનિયોગની પ્રવૃત્તિ આજે જે રીતે વધતી ચાલી છે – એ ખરેખર જ ચિંતાનો વિષય છે. આવી પ્રવૃત્તિથી કોઈ પણ સાધકને સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. શાસનની આરાધના અને પ્રભાવના શાત્રે બતાવેલા ઉપાયો દ્વારા જ થવી જોઈએ - એવું જેઓ માનવા પણ તૈયાર નથી, તેઓ વિનિયોગના અધિકારી જ નથી. એવા લોકો પાસેથી કોઈ પણ જાતની સારી અપેક્ષા સાધકે નહીં રાખવી જોઈએ. સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી શાસ્ત્રોક્ત ઉપાયોનું અતિક્રમણ(ઉલ્લંઘન) કર્યા વિના વિનિયોગ કરવાથી સાધકને તે તે ધર્મસ્થાનની ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રકારે પ્રાપ્તિ થાય છે અને તેનાથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય, જે નિર્વાણપદનું કારણ છે. આ રીતે પાંચ આશાય(પરિણામોથી યુક્ત કોઈ પણ પરિશુદ્ધ ધર્મની પ્રવૃત્તિને યોગ કહેવાય છે. આથી સારી રીતે સમજી શકાશે કે કેવળ યોગની પ્રવૃત્તિ એ યોગ નથી; યોગનો પરિણામ તે યોગ છે અને યોગના પરિણામપૂર્વકનું કોઈ પણ અનુષ્ઠાન - તે પણ યોગસ્વરૂપ છે. નિશ્ચયથી આ રીતે યોગના સ્વરૂપનું વર્ણન કરીને આ ગ્રન્થમાં જે યોગના સ્વરૂપનું વર્ણન કરવાનું છે - તે વર્ણવતાં ગ્રન્થકારપરમર્ષિ ફરમાવે છે કે-
કાગો વિષે | આશય એ છે કે સામાન્ય રીતે મોક્ષની સાથે જોડી આપનાર સઘળાય પરિશુદ્ધ ધર્મવ્યાપારને
૩૪
Page #38
--------------------------------------------------------------------------
________________
યોગ કહેવાય છે. પરંતુ સ્થાનાદિને વિશેષે કરીને યોગમાર્ગના જ્ઞાતાઓ યોગ કહે છે – તેનું આ ગ્રન્થમાં વર્ણન કરવામાં આવ્યું છે. મોક્ષસાધક એ સ્થાનાદિનું સ્વરૂપ વર્ણવતાં ગ્રન્થકાર પરમર્ષિ ફરમાવે છે કે –
ठाणुन्नत्थालंबण-रहिओ तंतम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो तहा तियं नाणजोगो उ ॥२॥
સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન આ પાંચ પ્રકારનો યોગ; તેના સ્વરૂપનું વર્ણન કરનારાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ષોડશકગ્રન્થમાં પણ આ પાંચ યોગોનું સ્વરૂપ વર્ણવ્યું છે. મોક્ષના કારણભૂત આ સ્થાનાદિ પાંચમાં યોગ પદનો વ્યવહાર મુખ્યપણે થાય છે. ચિત્તવૃત્તિનિરોધ: અર્થાત્ ચિત્તની અપ્રશસ્તવૃત્તિના વિરોધને યોગ માનનારાના મતે આ સ્થાનાદિ, યોગનાં અંગ હોવાથી તેમાં થોડા પદનો વ્યવહાર ઉપચારથી (ગૌણપણે) થાય છે.
જેના વડે મોક્ષમાર્ગમાં સ્થિર થવાય છે - એવા આસનવિશેષને સ્થાન કહેવાય છે, જે; પવાસન, પદ્યકાસન, કાયોત્સર્ગ આદિ અનેક પ્રકારનું છે. યોગમાર્ગના સાધકોને તે તે અનુષ્ઠાનો કરતી વખતે તે તે અનુષ્ઠાન માટે જણાવાયેલાં તે તે આસન જાળવવાનું ખૂબ જ જરૂરી છે. જીવનની કોઈ પણ પ્રવૃત્તિ વખતે કેમ બેસવું, કેમ ઊઠવું, કેમ ઊભા રહેવું અને કેમ ચાલવું વગેરેનું ચોક્કસ ધોરણ છે. ખાવા પીવા લખવા ઊંઘવા વગેરેનાં પણ ચોક્કસ સ્થાન છે. શરીરાદિની પ્રતિકૂળતાને લઈને તે તે પ્રવૃત્તિ કોઈ કોઈ વાર જેમ-તેમ કરવી પડે છે. ત્યારે તે
૩૫
Page #39
--------------------------------------------------------------------------
________________
કરનારને તેનું કેટલું દુ:ખ હોય છે ? તે તે રમતોમાં, રમનારા માટે સ્થાનો નિયત છે ને ? એ સારી રીતે કરી શકાય એ માટે રમનારા કેટલી કસરત કરે છે, કેટલો પરિશ્રમ કરે છે - એનો તમને અનુભવ છે જ. દુનિયાના કોઇ પણ ક્ષેત્રમાં આ રીતે સ્થાનનો આગ્રહ રખાય છે, તો ધર્માનુષ્ઠાનમાં એ કેમ રખાતો નથી ? આજે સ્થાન નામના આ પ્રથમ યોગને ધર્માનુષ્ઠાનમાંથી લગભગ વિદાય આપવામાં આવી છે. પ્રતિક્રમણ ઊભા ઊભા જ કરવું જોઇએ એવો નિયમ નહીં ને ? દર્શન વંદન કે ચૈત્યવંદનાદિ કઇ રીતે થાય ? જેને જેમ ફાવે તેમ ને ? માંદગીમાં સૂતાં-સૂતાં ખાવાનું પણ જેને ફાવતું નથી, એવાને પ્રતિક્રમણ સૂતાં-સૂતાં કરવાનું ફાવે છે ને ? સૂતાં-સૂતાં ન કરે એની વાત નથી પણ એ ફાવે છે કે નહીં એની વાત છે. ઘરેથી ચાલીને આવનારા પણ પ્રતિક્રમણમાં ઊભા ન થાય ને ? ખિસ્સામાં હાથ રાખીને ફિલ્ડિંગ ભરનારો તમે જોયો છે ? પણ દર્શન કરનારા એવા મળે ને ? આજે કોઇ પણ ધર્માનુષ્ઠાનને રનારા તે તે લોકોની તે પ્રવૃત્તિ જોવાથી તમોને ખ્યાલ નહીં આવે કે એ ધર્માનુષ્ઠાનમાં કઇ રીતે ઊભા રહેવા વગેરેની પ્રવૃત્તિ છે. તમને સમજાય છે ને આપણો સ્થાન નામનો યોગ કેવો છે ? આજે સાધક ગણાતા વર્ગના પણ મોટાભાગને આ સ્થાનનો આગ્રહ નથી. સામાયિક-પ્રતિક્રમણાદિ કોઇ પણ ધર્મક્રિયાની શરૂઆત કરતાં પૂર્વે આરાધકોએ તેના સ્થાનને બરાબર જાણી લેવું જોઇએ અને એ મુજબ સારી રીતે રહી શકાય એ માટે શરીરને પણ કેળવી લેવું જોઇએ. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી અને સ્વયં આરાધેલી
૩૬
Page #40
--------------------------------------------------------------------------
________________
તે તે ધર્મક્રિયાઓ ખરેખર જ જંડ નથી. એને જડ બનાવવાનું કાર્ય આપણે ક્યું છે. એને ચેતનવંતી બનાવવા આપણામાં ચૈતન્યનો સંચાર થવો જોઈએ. સાવ જ જડતાપૂર્વક કરાતી આપણી ધર્મક્ષિાઓ કોઈ પણ રીતે યોગસ્વરૂપ નથી. કારણ કે એમાં સ્થાન નામના યોગનું સ્થાન નથી. શતિ અનુસાર કરાતા કોઈ પણ ધર્માનુષ્ઠાનમાં સ્થાન જાળવવાનો જે પરિણામ છે તે વસ્તુતઃ પરમયોગીઓ પ્રત્યેનું બહુમાન છે. આપણને જેની પ્રત્યે બહુમાન હોય છે - તેની જેમ કરવાનું આપણને મન હોય છે. તેમ આપણે જે અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું છે, તે અનુષ્ઠાન આજ સુધી શ્રી તીર્થંકર પરમાત્માદિ મહામુનિઓએ જે રીતે કર્યું છે તેમ કરવાનું આપણને મન હોવું જોઈએ ને ? એ જ ન હોય તો શ્રી તીર્થંકર પરમાત્માદિ મહામુનિઓ પ્રત્યે આપણને બહુમાન નથી-એમ માનવું પડે ને ? નાના છોકરાઓ, પોતાની ખાવા-પીવા વગેરેની પ્રવૃત્તિ મોટાઓની પ્રવૃત્તિ જેવી કરવા માટે પ્રયત્નવાળા હોય છે. પણ આપણે આપણા ધર્માનુષ્ઠાનને યોગીઓના અનુષ્ઠાન જેવા બનાવવાનો પ્રયત્ન કરતા નથી – એ અનુષ્ઠાનના સ્થાન પ્રત્યેના આપણા અબહુમાનને જણાવે છે. અબહુમાન અનાદરભાવનું કારણ છે અને અનાદરજેવું દુનિયામાં એક પણ પાપ નથી. ઉસૂત્રભાષણનું પાપ પણ પરમયોગીજનોના અનાદરભાવથી જન્મે છે - એ ભૂલવા જેવું નથી.
આ રીતે સકલશાસ્ત્રમાં પ્રસિદ્ધ સ્થાનાદિ પાંચમના સ્થાનયોગનું સ્વરૂપ સમજાવીને ઊર્ણ નામના બીજા યોગનું સ્વરૂપ વર્ણવતાં ગ્રંથકાર
૩૭
Page #41
--------------------------------------------------------------------------
________________
પરમર્ષિ શ્રી ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે ઊષ્ણ એટલે શબ્દ - તે શબ્દ, યિાદિમાં બોલાતા સૂત્રના વર્ણ સ્વરૂપ છે. આશય એ છે કે-આગળ ૧૦મી ગાથામાં સ્થાનાદિ યોગોનું ચૈત્યવંદનના ઉદાહરણ દ્વારા નિરૂપણ કરતી વખતે જણાવ્યું છે કે કોઈ પણ ધર્મક્રિયા કરતી વખતે જે સૂત્રો બોલવાનું વિધાન છે એ સૂત્રો સ્પષ્ટપણે યથાર્થ રીતે બોલવાં. એ વખતે યથાસ્થિતપણે ઉચ્ચારાતા એ શબ્દો ઊયોગ છે. સ્થાનયોગને જાળવ્યા પછી પણ આ ઊર્ણયોગને જાળવવાનું મોટાભાગના આરાધકોથી બનતું નથી. આજે મોટાભાગના ધર્મક્રિયા કરનારાઓને સૂત્રો આવડતાં નથી. ચોપડીમાં જોઈને બોલનારા પણ બરાબર વાંચી શક્તા નથી. પ્રાકૃત કે સંત વગેરે ભાષામાં રચાયેલાં એ સૂત્રો વગેરે અભ્યસ્ત બનાવ્યા વિના આ ઊર્ણયોગની પ્રાપ્તિ થતી નથી. આજે આ ઊર્ણયોગની ખૂબ જ ઉપેક્ષા થઇ રહી છે. અનુષ્ઠાનોપયોગી સૂત્ર આવડવું જ જોઈએ - એવો નિયમ લગભગ નાશ પામ્યો છે. આવશ્યક ગણાતી ચૈત્યવંદનાદિયાનાં સૂત્રો પણ ઘણાને આવડતાં નથી. જેને આવડે છે - તે પણ શુદ્ધ કેટલાને આવડતું હશે, એ પણ એક સવાલ છે. પરમોપકારી શ્રી ગણધરભગવંતાદિ મહામુનિઓ દ્વારા નિર્માણ પામેલાં આ સૂત્રો આપણા વચનયોગને પ્રશસ્ત બનાવે છે. તેના દરેક વર્ગોનું ઉચ્ચારણ; ખૂબ જ ઉપયોગપૂર્વક સ્વ દીર્ઘ અને વિરામ આદિનો ખ્યાલ રાખી કરવું જોઈએ. સ્થાનયોગથી અપ્રશસ્ત કાયયોગને દૂર કરાય છે. તેમ આ ઊર્ણ યોગથી અપ્રશસ્ત વચનયોગને દૂર કરાય છે. તે તે
Page #42
--------------------------------------------------------------------------
________________
ધર્મક્રિયામાં આવશ્યક એવાં સૂત્રો સદ્ગુરુભગવંતો પાસે ભણીને તે તે સૂત્રો તે તે ક્રિયામાં ઉપયોગપૂર્વક બોલવાથી આ ઊર્ણયોગની પ્રાપ્તિ થાય છે. ધર્મક્રિયાના પારમાર્થિક આશય સુધી સાધકને લઈ જનાર આ ઊર્ણયોગ સાધકને ભાવમાં તરબોળ કરે છે. પ્રશમરસનાં ઝરણાં જેવાં તે તે સૂત્રોનું સ્પષ્ટપણે આવશ્યક ઉચ્ચારણ જીવને શાંતરસમાં મગ્ન કરે છે. અપ્રશસ્ત વચનોમાં આત્માને વિષયકષાયની પરિણતિમાં લીન બનાવવાના સામર્થ્યનો આપણે ઘણો અનુભવ કર્યો છે. પરંતુ આપણી ઇચ્છાથી આરંભેલી ચૈત્યવંદનાદિ ક્રિયાના કાળમાં બોલાતાં તે તે સૂત્રોના દરેકે દરેક વર્ગમાં વિષયકષાયની પરિણતિને દૂર કરી શાંતરસનો અનુભવ કરાવવાના સામર્થ્યનો આપણે અનુભવ કર્યો નથી - એનું એકમાત્ર કારણ ઊર્ણયોગનો અભાવ છે. ગૃહસ્થજીવનની દરરોજની દરેક પ્રવૃત્તિમાં સ્થાન અને વર્ણ(શબ્દ)ની પ્રધાનતા જોવા મળે અને ધર્મક્રિયામાં તેની ઉપેક્ષા જોવા મળે એ ખૂબ જ વિચિત્ર છે. નાના છોકરાઓને પ્રયત્નપૂર્વક પણ શુદ્ધ બોલવાનું શિખવાડાયા છે. અને ધાર્મિકસૂત્રોમાં એ શુદ્ધિની ઉપેક્ષા કેમ સેવાય છે - એ સમજાતું નથી. પોતાનું નામ કોઈ પણ અશુદ્ધ બોલે તો ગમતું નથી. પરંતુ શ્રી ગણધરભગવંતોએ રચેલાં એ પરમપવિત્ર અર્થગંભીર સૂત્રોનું ઉચ્ચારણ કરતી વખતે શુદ્ધિ જાળવવાનું બનતું નથી – એ ઊર્ણયોગ પ્રત્યેનો આદરભાવ નથી. આત્માને પરમાત્મપદે લઈ જનારી લોકોત્તર યિાઓને ભાવાવવાહી બનાવવાનું કામ આ ઊર્ણયોગ કરે છે. અસ્થિર એવા મનને સ્થિર કરે છે અને ત્યારબાદ સ્થિરમન ક્રિયામાં
૩૯
Page #43
--------------------------------------------------------------------------
________________
લીન બને છે. સદ્ગુરુભગવંતોની પાસે વિધિ અને બહુમાનપૂર્વક સૂત્રોનું અધ્યયન કરનારાઓને આ ઊર્ણયોગ જેટલી સરળતાથી પ્રાપ્ત થાય છે, એટલી સરળતાપૂર્વક એ બીજાઓને પ્રાપ્ત થતો નથી. પરંતુ ખેદની વાત એ છે કે આજે આ ધ્યેયથી સૂત્રનું અધ્યયન લગભગ બંધ થઈ ગયું છે. સૂત્રોનું શુદ્ધઅધ્યયન પરિણામે પરમ પવિત્ર ઊર્ણયોગની પ્રામિનું કારણ છે. એટલું પણ યાદ રાખવાની આવશ્યકતા સાધકને જણાતી ન હોય તો સાધનામાર્ગનું શું થાય - એ તમો કલ્પી શકો છો.
સ્થાન અને ઊર્ણ યોગ પામ્યા પછી પણ સાધકની સાધનાને અર્થહીન બનાવનાર; અર્ધયોગનો અભાવ છે. ચૈત્યવંદનાદિ તે તે ક્રિયાઓના પ્રસગે જે સૂત્રો બોલાય છે, તેના શબ્દોના અર્થોનું જે જ્ઞાન છે - તેને અર્થયોગ કહેવાય છે. આ અર્થયોગ અંગે સાધક ગણાતા વર્ગમાં ખૂબ જ ઉપેક્ષા સેવાય છે. મોટા ભાગને તે ક્રિયાઓમાં જે સૂત્રો બોલાય છે તે સૂત્રના અર્થનું જ્ઞાન નથી. જેને જ્ઞાન છે એમાંનો મોટો ભાગ ઉપયોગ રાખવાની કાળજી રાખતો નથી. આગળ વધીને કહીએ તો આવી સ્થિતિનું વાસ્તવિક દુખ પણ ખૂબ જ વિરલ આત્માઓને છે. આ અર્થયોગને પામવાની ભાવના જેમને છે તેમણે સૂત્રોના પરમાર્થનું સમ્યજ્ઞાન પૂ.ગુરુદેવાદિ પાસેથી પ્રાપ્ત કરી લેવાનું ખૂબ જ આવશ્યક છે. ઊર્ણયોગના અચિન્ય સામર્થ્યનો આત્માને અનુભવ કરાવવાનું કાર્ય આ અર્થયોગ કરે છે. દુનિયાના કોઈ પણ વ્યવહારમાં માત્ર શબ્દથી વ્યવહાર ન
૪૦
Page #44
--------------------------------------------------------------------------
________________
કરનારા ધર્મક્રિયામાં માત્ર શબ્દથી જ કેમ ચલાવે છે? એના અર્થનો ઉપયોગ રાખવાનું કેમ આવશ્યક માનતા નથી? - એ એક અનુત્તર પ્રશ્ન છે. વર્તમાનપત્રોમાં કે પોતાના સમ્બન્ધિત વ્યવસાયમાં એક પણ શબ્દ અપરિચિત ન રહે એ માટે જેવો પ્રયત્ન છે, એવો જ પ્રયત્ન ખૂબ જ ઉપયોગપૂર્વક તે તે ક્રિયાપ્રસગે તે તે સૂત્રોના પરમાર્થને સમજવા થવો જોઇએ. અન્યથા આ અર્થયોગની પ્રાપ્તિ આપણે કરી શકીશું નહીં. અર્થજ્ઞાનથી શબ્દ પ્રત્યે બહુમાન જાગે છે અને તેથી સૂત્ર ખૂબ જ આદરપૂર્વક બોલી શકાય છે. આજની આદર વિનાની મોટા ભાગની ધર્મક્રિયાઓનું જો કોઈ કારણ હોય તો તે અર્થયોગની શૂન્યતા છે. ક્રિયાના પરમાર્થને સમજ્યા પછી અનાદરપૂર્વક ક્રિયા કરવાનું સહેલું નથી. ક્રિયા પ્રત્યેનો અનાદર, અર્થયોગના અભાવનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. દરરોજની અર્થ-કામની પ્રવૃત્તિમાં આપણે એ અનુભવ્યું છે. ક્રિયાના કાળે એના પરમાર્થનો જેને ઉપયોગ છે, તે સંયોગવશ ક્યિા ન કરી શકે – એ બનવાજોગ છે. પરંતુ તેનો તે તે ક્રિયા પ્રત્યેનો આદર નાશ પામતો નથી. પરિણામની વિશુદ્ધિને પ્રાપ્ત કરવા માટે આદર-એ એક મહત્ત્વનું સાધન છે. એના અભાવમાં પરિણામને વિશદ્ધ બનાવવાનું સામર્થ્ય કોઈ ક્રિયામાં નથી.
આદરને પ્રાપ્ત કરાવનાર અર્થયોગને પામ્યા પછી બાહ્ય પ્રતિમાદિ સંબંધી ધ્યાનસ્વરૂપ આલંબનયોગની પ્રાપ્તિ થાય છે. અર્થના ઉપયોગપૂર્વક તે તે સૂત્રોના વિશુદ્ધ ઉચ્ચારણ સાથે કરાતી ચૈત્યવંદનાદિ ક્રિયા વખતે; દેવાધિદેવની પરમતારક પ્રતિમાદિ સામે દષ્ટિ સ્થિર રાખી
૪૧
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગપરમાત્માની શ્રી તીર્થંકરનામકર્મના બંધથી માંડીને શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીની અવસ્થાસ્વરૂપ પદસ્થ-અવસ્થાદિનું જે પરિભાવન છે તે આલમ્બનયોગ છે. આ આલંબનયોગ ધ્યાતાને ધ્યેયમય બનાવે છે. અપ્રશસ્ત રાગાદિના પાત્રસ્વજનાદિના માત્ર નામશ્રવણાદિથી આપણે જે રીતે તન્મય બની જઇએ છીએ એ રીતે શ્રી વીતરાગપરમાત્માદિના પરમતારક નામાદિના શ્રવણાદિથી આપણે તન્મય બની શકતા ન હોઇએ તો શ્રી વીતરાગપરમાત્માની પ્રત્યે રાગનો અભાવ છે – એ માન્યા વિના ચાલે એવું નથી. અપ્રશસ્ત રાગાદિ તેના વિષયની સાથે એકાકાર બનાવી શકે અને પ્રશસ્તરાગાદિ તેના વિષયની સાથે એકાકાર બનાવી ન શકે એ બનવાજોગ છે ? આવી સ્થિતિમાં ભગવાન પ્રત્યેનો રાગ બનાવટી છે, એ માનવું પડે ને ? સર્વોત્તમ ઉપકારિતાની પ્રતીતિ થયા વિના દેવાધિદેવ પ્રત્યે વાસ્તવિક રાગ નહીં પ્રગટે. એ રાગ વિના આલંબનમાં સ્થિરતા નહીં આવે. આવી સ્થિરતા વિનાની ક્રિયાઓ કેવી રીતે લાભદાયી બનશે – એ વિચારવાની જરૂર છે. આલંબનયોગને પામવાની ભાવનાથી પરમાત્માની પરમતારક પ્રતિમાજી આદિના દર્શનાદિથી ઉપર જણાવ્યા મુજબ પદસ્થાદિ અવસ્થાનું પરિભાવન; આત્માને બાહ્યભાવથી વિમુખ બનાવીને અંતર્મુખ બનાવનારું છે. આત્માની એ અંતર્મુખ અવસ્થા જ મનને સ્થિર-પ્રશસ્ત બનાવે છે, જેના ફળસ્વરૂપે આત્માને
-
-
-
૪૨
Page #46
--------------------------------------------------------------------------
________________
અનાલંબનયોગની પ્રાપ્તિ થાય છે.
અનાલંબન યોગનો અર્થ એ નથી કે આલંબનશૂન્યયોગ. આલંબનની સૂક્ષ્મતાના કારણે આ યોગને અનાલંબન કહેવાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના કેવલજ્ઞાન કેવલદર્શન વગેરે ગુણોના જ સ્વરૂપના પરિભાવનને અનાલંબન-નિરાલંબન યોગ તરીકે ગ્રંથકારપરમર્ષિએ વર્ણવ્યું છે. જેના અંતર્મુહર્ત પછી આત્માને શ્રી કેવલજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે, એ સામર્થ્યયોગમાં મુખ્યપણે પ્રાપ્ત થનારા આ યોગનું સ્વરૂપ આ જ ગ્રંથમાં ઓગણીસમી ગાથામાં થોડું વિસ્તારથી સમજાવ્યું છે. એની વિચારણા પ્રસંગે આ યોગને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. ભવોભવની સાધનાની પરાકાષ્ઠા સ્વરૂપ એ અવસ્થાને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય સાધકમાત્રનું હોય જ. એવા સાધકોની પફફતિમાં આપણું સ્થાન બની જાય - એ માટે આપણો આ પ્રયત્ન છે. આત્માને પરમાત્મા બનવું ન હોય તો આ યોગમાર્ગની જરૂર પણ શું છે ? સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલમ્બન, આ પાંચ પ્રકારના યોગમાં સ્થાન અને ઊર્ણ યોગ યિાયોગ છે; તેમ જ અર્થ આલંબન અને અનાલમ્બન યોગ સાક્ષા જ્ઞાનયોગસ્વરૂપ છે. સ્થાનયોગ સાક્ષાત્ ક્રિયાસ્વરૂપ છે અને ઊર્ણયોગ ઉચ્ચારણના અંશમાં ફિયાસ્વરૂપ છે - એ સ્પષ્ટ છે. આ રીતે જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ બે યોગમાં સ્થાનાદિ પાંચ પ્રકારના યોગનો સમાવેશ થાય છે. આ જ્ઞાન અને ક્રિયા યોગની
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ જેને થાય છે તેનું વર્ણન કરતાં ગ્રંથકાર પરમર્ષિ ત્રીજી ગાથામાં
ફરમાવે છે કે .
-
देसे सव्वे य तहा नियमेणेसो चरित्तिणो होइ ।
इयरस्स बीयमित्तं इत्तुच्चिय केइ इच्छन्ति ॥३॥
સ્થાનાદિ પાંચ પ્રકારનો આ યોગ દેશથી કે સર્વથી ચારિત્રસમ્પન્ન આત્માઓને જ હોય છે, બીજાને નહીં. ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી સંબંધિત આ યોગ; એવા ક્ષયોપશમભાવને અંશથી પણ નહીં પામેલા પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધીના જીવોને કઇ રીતે હોય ? એવા ક્ષયોપશમભાવને અંશતઃ પણ પામ્યા વિના આ યોગની પ્રાપ્તિ થતી નથી. આઠ પ્રકારના કર્મમાં જે મોહનીયર્સ છે, તે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ બે ભેદથી બે પ્રકારનું છે. અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ આ ચારના ક્ષયોપશમથી અને મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિથી જેમ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તેમ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંવલનના ક્રોધ માન માયા અને લોભના ક્ષયોપશમથી આત્માને ક્ષયોપશમભાવનું દેશથી કે સર્વથી ચારિત્ર પ્રાપ્ત થાય છે. આવા ચારિત્રની પ્રાપ્તિમાં જ યોગની પણ પ્રાપ્તિ થાય છે. કર્મ, એના ભેદપ્રભેદો, તેના ક્ષયોપશમાદિભાવો અને તેના યોગે પ્રાપ્ત થનારા જીવનાં ગુણસ્થાનકો... વગેરે શ્રી જૈનશાસન સિવાય અન્યત્ર ક્યાંય સાંભળવા પણ નહીં મળે. આવા લોકોત્તર શ્રી જિનશાસનના શ્રી વીતરાગપરમાત્માના સ્વરૂપનું જ્ઞાન; આત્માના જ્ઞાન વિના થઇ શકે નહીં અને આત્માનું જ્ઞાન; કર્માદિ
Page #48
--------------------------------------------------------------------------
________________
પદાર્થોના જ્ઞાન વિના થાય નહિ. આત્મા સાથે ક્ષીર-નીરની જેમ અથવા લોહ-અગ્નિની જેમ એકમેક થયેલાં કામણવર્ગણાનાં પુદ્ગલોને કર્મ કહેવાય છે. આ કર્મના યોગે જીવ રાગ-દ્વેષ કરે છે. તેલવાળા પડાને જેમ ધૂળ ચોંટી જાય છે, તેમ રાગદ્વેષની ચિકાસના કારણે કર્મ ચોટે છે. લોહચુંબક જેમ લોહને ખેંચી લાવે, તેમ રાગદ્વેષની પરિણતિ કર્મને ખેંચી લાવે છે. આ કર્મોના આવરણના કારણે આત્માનું શુદ્ધ સ્વરૂપ ઢંકાઈ જાય છે. પરંતુ કર્મલઘુતાદિના કારણે જીવને યોગમાર્ગની પ્રાપ્તિ વગેરે થવાના કારણે આ આવરણ પતલું પડે છે – તે જ ક્ષયોપશમભાવ છે. માત્ર પરમતારક શ્રી જિનશાસનના આ મૌલિક પદાર્થોથી આજે મોટો ભાગ તદ્દન અપરિચિત છે. એનો સુવિશદ પરિચય કરાવવાનું આ ગ્રંથમાં શક્ય નથી. ખૂબી (!) તો એ છે કે - આવા પદાર્થોનો પરિચય કરી લેવાનું મન પણ આજે ઘણાને નથી. વ્યાખ્યાનમાં એ પરિચય કરાવવાથી ઘણા શ્રોતાઓને વ્યાખ્યાન નીરસ જણાય છે. આપણા આત્માના સ્વભાવ-વિભાવને; એ બધા પદાર્થોના જ્ઞાન વિના જાણી શકાશે જ નહીં. શરીરના દરેક અવયવપ્રત્યવયવનું જ્ઞાન જેટલું જરૂરી જણાય છે, એટલે આત્માના સ્વભાવવિભાવનું જ્ઞાન જરૂરી જણાતું નથી - એનું કારણ માત્ર એક શરીરનો પ્રેમ છે. આત્માના અસ્તિત્વને પણ ભૂલાવી દેનારો આ શરીરનો પ્રેમ આપણને ક્યાં લઈ જશે-એનો થોડો પણ વિચાર; શરીરનો પ્રેમ ઓછો કરવાનું નિર્મળ સાધન છે.
આત્માના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપના આવિર્ભાવને અનુકૂળ એવી તે
૪૫
Page #49
--------------------------------------------------------------------------
________________
તે વિશુદ્ધ આત્માની અવસ્થાને ગુણસ્થાનક કહેવાય છે. આત્માની એવી અવસ્થાઓ આમ જોઈએ તો અસંખ્યાત છે. પરંતુ સામાન્યથી એ બધી અવસ્થાઓને જ્ઞાનીઓએ ચૌદ અવસ્થામાં સમાવીને ચૌદ ગુણસ્થાનકનું વર્ણન કર્યું છે. અનાદિકાળથી કર્મયુક્ત આત્માનું અસ્તિત્વ સૂક્ષ્મનિગોદમાં હતું. ચૌદરાજલોકપ્રમાણ આ ક્ષેત્રમાં સર્વત્ર અસખ્યાત સૂક્ષ્મનિગોદ છે. ત્યાં એક શરીરમાં અનંત જીવોની સાથે આપણે સૌએ અવ્યવહારરાશિમાં અનંતાનંત કાળનો અનુભવ ક્ય છે, આજે અનંતાનંત જીવો એનો અનુભવ કરી રહ્યા છે અને અનંતાનંત જીવો ભવિષ્યમાં પણ એવી જ સ્થિતિમાં રહેવાના છે. આવી સ્થિતિમાંથી કાલાદિની પરિપકવતાના કારણે આપણે સૌ બહાર નીકળી વ્યવહારરાશિમાં આવ્યા છીએ - એ ખરેખર જ આપણા સૌનું પરમ સદ્ભાગ્ય છે, એનો આપણને ખ્યાલ હોય કે ના હોય પણ એ માન્યા વિના ચાલે એવું નથી. આપણા પરિચયમાં આવનારા તે તે જીવોની અસમાન અવસ્થાનું મૂળ કારણ તે તે જીવોનો સ્વભાવ છે. એ સ્વભાવ વિના કર્માદિ કોઈ પણ કારણ; અવસ્થાની અસમાનતા માટે સમર્થ નથી. કાંટાની તીક્ષ્ણતા, અગ્નિનો ઉષ્ણસ્પર્શ અને પાણીનો શીતસ્પર્શ જેમ સ્વભાવથી છે, એમ જીવોનો પણ ભિન્ન ભિન્ન સ્વભાવ છે. આવા સ્વભાવને લઈને જ જે જીવોમાં શ્રી તીર્થંકર પરમાત્મા અથવા કેવલ શ્રી સિદ્ધપરમાત્મા બનવાની સહજ યોગ્યતા છે, એવા કેટલાક જીવો અવ્યવહારરાશિમાંથી-નિગોદમાંથી બહાર જ આવી શકતા નથી. જ્યારે નિગોદમાંથી બહાર આવનારા પણ
Page #50
--------------------------------------------------------------------------
________________
કેટલાક જીવો એવા છે કે જે એવા પ્રકારની કોઈ જ યોગ્યતા ધરાવતા નથી. એ અભવ્યના જીવો નિગોદમાંથી નીકળીને પણ અનંતકાળ સુધી સંસારમાં જ ભટકવાના છે. એમના દુઃખનો ક્યારે પણ અંત આવવાનો જ નથી. આ વાત આપણે એટલા માટે વિચારી રહ્યા છીએ કે આપણને આપણી પોતાની સદ્ભાગ્યતાનો ખ્યાલ આવે. આપણે નથી જાતિભવ્યો કે નથી આપણે અભવ્યો. આપણા શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવાનું સામર્થ્ય અને યોગ્યતા આપણામાં છે. આવી વિશિષ્ટ સ્થિતિનું ભાન થઈ જાય તો આ મનુષ્યભવને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે કામે લગાડવાનું મન થઈ જાય. એવા મનનો પ્રાદુર્ભાવ થવાથી આત્માના વિકાસનો પ્રારંભ થાય છે. ત્યાં સુધી અનાદિકાળથી આપણે સૌ જે અવસ્થામાં હતા, એ આત્માની અવસ્થા પહેલા ગુણઠાણાની હતી. નામથી જ એ ગુણસ્થાનક છે. વસ્તુતઃ એ વખતે કોઈ ગુણની પ્રાપ્તિ આપણે કરી ન હતી.
અનંતજ્ઞાનીઓએ તેને ગુણહીન-ગુણસ્થાનક તરીકે વર્ણવ્યું છે. આ વખતે મિથ્યાત્વ અને અનન્તાનુબન્ધી ક્રોધાદિ ચાર કષાયો ખૂબ જ ઉત્કટકોટિના હોય છે. કાલાન્તરે અનેકાનેક દુઃખના અનુભવે કર્મની સ્થિતિમાં ખૂબ હાર થાય ત્યારે જીવને પોતાના અશુદ્ધ અને શુદ્ધ સ્વરૂપને સમજવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. બધા જ જીવોને કર્મની એ લઘુસ્થિતિ વખતે એવી યોગ્યતા મળી જ જાય-એવું બનતું નથી. જેને શાસ્ત્રકાર પરમર્ષિઓ ગ્રન્થિદેશે આવવા સ્વરૂપ અવસ્થા તરીકે વર્ણવે છે - એ આ કર્મની લઘુભૂત અવસ્થા અભવ્યો કે ભવ્યો
For Private
Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
અનન્તીવાર પામે છે; એ અવસ્થા દરમ્યાન સંયમની સાધના દ્વારા એ જીવો નવમા સૈવેયકના સુખને પણ મેળવી લે છે. પરંતુ અનન્તજ્ઞાનીઓ ફરમાવે છે કે એ વખતે તે જીવોને સંસારના તેવા પ્રકારના સુખને છોડીને બીજી કોઈ પણ વસ્તુનો સાચો ખ્યાલ જ હોતો નથી. માટે કહેવું પડે ને કે ગ્રન્થિદેશે આવવા માત્રથી સાધકને કોઈ લાભ નથી. - પુણ્યથી મળેલા સંસારના સુખ ઉપરનો તીવ્રરાગાત્મક પરિણામ અને પાપથી આવેલા દુઃખ ઉપરનો તીવ્ર ષાત્મક પરિણામ તેને ગ્રન્થિ કહેવાય છે. ઉપર જણાવ્યા મુજબ કર્મની લઘુતાને ગમે તે રીતે પામીને એ ગ્રન્થિદેશે આવ્યા પછી એ ગ્રન્થિ ઓળખવાનો પ્રયત્ન શરૂ થાય છે, ત્યારે આ પહેલું ગુણઠાણું ગુણસમ્પન્ન બને છે. સદ્ગુરુભગવન્તોના પરમતારક સાન્નિધ્યમાં અનાદિકાળના આપણા ભવરોગનું જ્યારે આપણને જ્ઞાન થાય છે ત્યારે જે આનંદનો અનુભવ થાય છે - તે અદ્ભુત છે. શરીરના વર્ષો જૂના રોગનું નિદાન થઈ જાય અને એને દૂર કરનારા ઔષધાદિનું જ્ઞાન થઈ જાય તો રોગીનો રોગ ન ગયો હોવા છતાં આનંદનો અનુભવ થાય ને ? એવી જ રીતે આપણે સ્વપ્નમાં પણ જેની ઇચ્છા કરી નથી એવા દુઃખનું મૂળ સંસારના સુખનો તીવ્ર રાગ અને દુઃખનો તીવ્ર દ્વેષ છે. એ અનાદિકાલીન પરિણામને ઓળખાવીને દુઃખથી સર્વથા વિમુક્ત બનવાનો ઉપાય આપણને જ્યારે આપણા સરુભગવન્તો જણાવે ત્યારે આનંદ થાય ને ? એ આનંદનો અનુભવ આત્માના શુદ્ધસ્વરૂપના અંશનો અનુભવ છે. અનાદિકાલીન એ પરિણામ
૪૮
Page #52
--------------------------------------------------------------------------
________________
ઓળખતી વખતે આત્માનો જે શુદ્ધ પરિણામ છે તેને શાસ્ત્રીય પરિભાષામાં શુદ્ધયથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. એ પરિણામને પામ્યા પછી રાગદ્વેષના તીવ્રપરિણામને દૂર કરવાનો જે પરિણામ છે તેને અપૂર્વકરણ કહેવાય છે, જે ગ્રન્થિભેદની અવસ્થા તરીકે વર્ણવાય છે. અપૂર્વકરણાત્મક આત્માના વજ જેવા કઠોર પરિણામથી જ્યારે મિથ્યાત્વનો પરિણામ ભેદાય છે ત્યારે અનિવૃત્તિકરણના કાળમાં જીવને ચોથા ગુણઠાણે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક સદ્ધર્મ પ્રત્યે રુચિ ન થવા દેવાનું કાર્ય પહેલા ગુણઠાણાનું છે. જ્યારે એ સધર્મ પ્રત્યે અપૂર્વ રુચિ પ્રગટ કરવાનું કાર્ય ચોથા ગુણઠાણાનું છે. આપણે અહીં પ્રસંગથી ગુણસ્થાનકને સંક્ષેપથી જ સમજી લેવાના છે. બહુ વિસ્તારથી સમજવા માટે સમય પણ વધારે જોઈએ. એટલો સમય અત્યારે નથી. એટલે વચ્ચેની ઘણી વાતો આપણે વિચારતા નથી. ચૌદ ગુણસ્થાનકનો ટૂંકમાં જ અહીં વિચાર કરવો છે. અનાદિકાળથી દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો અભાવ પહેલા ગુણસ્થાનકે હોય છે. અને શ્રદ્ધા ચોથા ગુણસ્થાનકે હોય છે. મિથ્યાત્વ અને અનન્તાનુબંધી ચાર કષાયના વિપાકની અસર મિથ્યાત્વગુણસ્થાનકે છે. એ અસરથી રહિત ચોથું ગુણઠાણું છે. મિથ્યાત્વ નામના પહેલા ગુણસમ્પન્ન ગુણઠાણાનું ફળ ચોથું અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક છે. કારણ અને કાર્યમાં જેટલો ફરક છે, એટલો ફરક એ બે ગુણસ્થાનમાં છે. અનન્તજ્ઞાનીઓ ફરમાવે છે કે ચોથા ગુણસ્થાનકને પામવાની
૪૯
Page #53
--------------------------------------------------------------------------
________________
ભાવનાથી જ પ્રથમ ગુણસ્થાનકમાં ગુણસમ્પન્નતા હોય છે. અન્યથા એ ભાવનાશૂન્ય પ્રથમ ગુણસ્થાનકનામથી જ ગુણસ્થાનક છે. વસ્તુતઃ એ ગુણહીન છે, જેમાં આપણે અનન્તાનન્ત કાળ વિતાવ્યો છે. દુઃખની વાત તો એ છે કે – એનો આપણને સહેજ પણ રંજ નથી. શરીરના વર્ષોજૂના રોગનું નિદાન કરનારા ડૉકટરો આપણને દેવજેવા લાગે, તેમની વાતો પ્રત્યે રુચિ જાગે; તે ઉપાદેય લાગે અને તેનો અમલ તુરત જ શરૂ થઈ જાય. સંયોગવશ જે કરી શકીએ નહિ, તેનું ભારોભાર દુઃખ હોય ને ? એવું અનાદિકાલીન ભવરોગ અંગે બનવું જોઈએ ને? આ બધું પહેલા ગુણઠાણે આવી જાય ને ? ગુણસમ્પન્ન આ પહેલા ગુણઠાણાનું સ્વરૂપ યોગદૃષ્ટિસમુચ્ચયમાં ગ્રન્થકારપરમર્ષિએ ખૂબ જ વિસ્તારથી સમજાવ્યું છે. આઠ દૃષ્ટિના વિકાસમાંની ચાર દૃષ્ટિઓ તો પ્રથમ ગુણસ્થાનકે જ સમાય છે. એવા ગુણસમ્પન્ન ગુણસ્થાનકનો સ્પર્શ થઈ જાય તો આત્માને પરમાત્મા બનતા રોકવાનું સામર્થ્ય કોઇનામાં નથી. સાધક કોઈ કોઈ વાર માર્ગગમનમાં સ્કૂલના પામે, ચાલતાં અટકી જાય એ હજુ નભી જાય પરનુ લક્ષ્યથી વિમુખ બને-એ કેમ ચાલે ? વર્તમાનમાં આપણી શી દશા છે-એ વિચારીશું તો સમજાશે કે આપણું લક્ષ્ય જ હજુ નિશ્ચિત નથી. સિદ્ધ થવું છે?આ પ્રશ્નનો સાચો ઉત્તર આપવા જેવી આપણી સ્થિતિ નથી ને ? આવી સ્થિતિમાં યોગની સાધનામાં આનંદ કઈ રીતે આવે ? રોગની ચિકિત્સામાં દુઃખનો અનુભવ કરવા છતાં આનંદ કેમ થાય છે ? દુઃખ જવાની કલ્પનાના કારણે જ ને ? દુઃખ જવાની કલ્પના આટલી
૫૦
Page #54
--------------------------------------------------------------------------
________________
રમણીય હોય તો ‘હું મોક્ષે જઇશ’-આ અધ્યવસાય પણ એટલો જ સુખદ છે. એ અધ્યવસાય યોગની સાધનાનો સ્થાયીભાવ છે, જે સાધકની સાધનાને આનન્દિત બનાવે છે.
ગુણસમ્પન્ન પ્રથમ ગુણસ્થાનકના પુરુષાર્થના ફળરૂપે જીવને ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનની આરાધનાના મુખ્ય અંગ સ્વરૂપ શ્રી સમ્યગ્દર્શનની અને તેના યોગે શ્રી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ આ ગુણસ્થાનકે થાય છે. આ ગુણસ્થાનકનો માત્ર અન્તર્મુહૂર્તકાળપ્રમાણ સ્પર્શ; જીવને અર્ધપુદ્ગલપરાવર્ત્તકાળથી વધારે કાળ સંસારમાં રહેવાનું નથીએનો નિર્ણાયક છે. શ્રીસમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાના કારણે શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત થવા છતાં આ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાન ક્રોધાદિ ચાર કષાયના કારણે વિરતિ(પાપથી વિરામ પામવાનો આત્માનો પરિણામ)નો સહેજ પણ પરિણામ પ્રાપ્ત થતો નથી. તેથી આ ગુણસ્થાનકને અવિરત-સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. મિથ્યાત્વ વગેરે ત્રણ ગુણસ્થાનકે અવિરતિ છે પણ સમ્યગ્દર્શન નથી. જ્યારે પાંચમા ગુણસ્થાનથી માંડીને આગળના ગુણસ્થાનકે સર્વત્ર સમ્યગ્દર્શન છે પણ અવિરતિ નથી. અવિરતિ સાથે સમ્યગ્દર્શન માત્ર આ ચોથા ગુણઠાણે હોય છે. મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - આ ત્રણને દર્શનમોહનીયર્મ કહેવાય છે. આની સાથે અનન્તાનુબંધી ક્રોધાદિ ચાર કષાયમોહનીયને ગણીએ તો ફુલ સાત કર્મને શાસ્ત્રીયપરિભાષામાં દર્શનસપ્તક કહેવાય છે. આ સાત
૫૧
Page #55
--------------------------------------------------------------------------
________________
કર્મના ક્ષયથી, ક્ષયોપશમથી અને ઉપશમથી અનુક્રમે જીવને ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા પછી તેનો કોઇ પણ દિવસ વિયોગ થતો નથી, તે સદાને માટે રહે છે. ઔપશમિકસમ્યક્ત્વ સમગ્ર ભવચક્રમાં વધુમાં વધુ પાંચ વાર જ પ્રાપ્ત થાય છે અને તે પણ એકવાર પ્રાપ્ત થયેલું અન્તર્મુહૂર્તથી વધારે કાળ રહેતું નથી. જ્યારે ક્ષયોપશમસમ્યક્ત્વ આવ્યા પછી જતું પણ રહે છે, જે અનેકવાર પ્રાપ્ત થાય છે અને વધારેમાં વધારે છાસઠ સાગરોપમ કાળ જેટલું રહે છે. સામાન્ય રીતે કર્મમાત્ર આત્માના જ્ઞાનાદિ ગુણોને આચ્છાદિત કરવાના સ્વભાવવાળાં છે. આત્માના સહજ ગુણોનો અંશતઃ આવિર્ભાવ કર્મના આવરણની મન્ત્રતાદિના કારણે છે. સર્વથા કર્મનો ક્ષય થવાના કારણે આત્માના સમ્પૂર્ણ ગુણનો આવિર્ભાવ; નિરાવરણ હોવાથી ક્ષાચિકભાવનો કહેવાય છે. મન્દ પતલા અને નિર્મળ આવરણના કારણે જે આત્માના ગુણનો આંશિક આવિર્ભાવ છે તેને ક્ષાયોપશમિકભાવ કહેવાય છે. અને અન્તર્મુહૂર્તમાત્ર કાળ માટે આવરણ ખસી જવાના કારણે આત્માની નિર્મોહતાના અવિર્ભાવને ઔપશમિકભાવ કહેવાય છે. ઔપશમિકભાવ માત્ર મોહનીયાકર્મનો જ હોય છે. યોપશમભાવ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અન્તરાય-આ ચાર કર્મનો હોય છે, જ્યારે ક્ષાયિકભાવ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મનો પણ હોય છે, અર્થા૬ આઠેય કર્મનો ક્ષાચિકભાવ હોય છે. ચશ્મા વગર જોવું, ચશ્માથી જોવું અને થોડીવાર
પર
Page #56
--------------------------------------------------------------------------
________________
માટે આંખમાં ભેગા થયેલા લોહી વગેરેના કણ ખસી જવાના કારણે ચોખ્ખું દેખાવું આ ત્રણમાં જે ફરક છે એ ફરક ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમભાવમાં છે. કર્મની સાયિકાદિ અવસ્થાના કારણે ઉત્પન્ન થનારી આત્માના તે તે ગુણોની અવસ્થાને ક્ષાયિકાદિ તરીકે વર્ણવાય છે. પરમાર્થથી આત્માના ગુણોમાં કોઈ પણ જાતની તરતમતા નથી. આવરણની તરતમતા; ગુણની તરતમતામાં ઉપચરિત-કાલ્પનિક છે. પ્રયત્ન; ગુણના આવિર્ભાવ માટે નહીં પણ આવરણ અલ્પ-સ્વચ્છ બનાવી બનાવીને સર્વથા દૂર કરવા માટે કરવાનો છે-એ કાયમ માટે યાદ રાખવું જોઈએ. ક્ષાયિકાદિ ત્રણ પ્રકારના કોઈ પણ સમ્યગ્દર્શનની સાથે અવિરતિ હોય ત્યારે તે ચોથા ગુણસ્થાનકની અવસ્થા છે. સમ્યગ્દર્શનાદિના પ્રભાવે પાપથી સર્વથા દૂર થવાની ભાવના હોવા છતાં તેને અનુકૂળ પરિણામ ન થવો – એ અવિરતિ છે. ભાવના હોવા છતાં પરિણામ નથી હોતો અને પ્રવૃત્તિ હોવા છતાં પરિણામ નથી હોતો એનો અનુભવ ઓછાવત્તા પ્રમાણમાં આપણને સૌને છે. માટે “સમકિતીને ભાવના હોય તો વિરતિ કેમ ના હોય’ - એ પ્રશ્ન અનુચિત છે-એ કહેવાની જરૂર નથી. આ રીતે પ્રથમ ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનકે આવ્યા પછી પણ ભૂતકાળના તેવા પ્રકારના કર્મના પ્રભાવે જીવના શુદ્ધ પરિણામો પડતાં પડતાં સર્વથા અશુદ્ધ બનતાં જીવ પ્રથમ ગુણસ્થાનકે પાછો જાય છે, ત્યારે જે અત્યન્તઅલ્પકાળમાં પહેલાં પામેલા સમ્યગ્દર્શનનો સ્વાદ અનુભવાય છે તે કાળની અવસ્થાને સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનક તરીકે વર્ણવી છે. દૂધપાકની
૫૩
Page #57
--------------------------------------------------------------------------
________________
ઊલટી વખતના દૂધપાકના સ્વાદ જેવી એ અવસ્થા ખૂબ જ અલ્પકાળ માટે હોય છે. ત્યાંથી જીવ તુરત જ પ્રથમ ગુણસ્થાનકે આવે છે. સર્વથા શુદ્ધ પણ નહીં અને સર્વથા અશુદ્ધ પણ નહીં એવી શુદ્ધાશુદ્ધ મિશ્ર અવસ્થાવાળા કર્મના પ્રભાવે; શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા કોઈ પણ તત્વ પ્રત્યે રુચિ પણ નહીં અને અરુચિ પણ નહીં એવા ઉદાસીન પરિણામવાળી અવસ્થાને મિશ્ર નામનું ત્રીજું ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણઠાણું માત્ર અન્તર્મુહૂર્તકાળપ્રમાણ જ સ્થિતિવાળું છે. ત્યારબાદ પ્રથમ ગુણસ્થાનકે અથવા ચોથે ગુણસ્થાનકે જીવનું ગમન થાય છે.
અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આવ્યા પછી અપ્રત્યાખ્યાનના ક્રોધાદિ ચાર કષાયની અસરમાંથી મુક્ત બની પ્રત્યાખ્યાનના ક્રોધાદિ ચાર કષાયના ક્ષયોપશમભાવને પામવાથી જીવને અંશતઃ વિરતિનો પરિણામ પ્રાપ્ત થાય છે. એ અવસ્થાને પાંચમું દેશવિરતિગુણસ્થાનક કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાનકની અપેક્ષાએ માત્ર સોળમાં ભાગ જેટલી જ વિરતિનો પરિણામ ઉત્કર્ષથી આ ગુણસ્થાનકે હોય છે. એનાથી વધારે પરિણામ આ ગુણઠાણે હોતો નથી. છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે આ ગુણઠાણું પ્રાપ્ત થવું જ જોઈએ-એવો નિયમ નથી. સાધુધર્મની પરિભાવના અહીં ખૂબ જ સુંદર થાય છે. મનુષ્ય અને તિર્યંચગતિ સિવાય બીજી કોઈ પણ ગતિમાં આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી નથી. જેના અનુસંધાનમાં આપણે ગુણસ્થાનકની વિચારણા શરૂ કરી છે તે યોગધર્મની પ્રાપ્તિની શરૂઆત
- ૫૪
Page #58
--------------------------------------------------------------------------
________________
આ ગુણસ્થાનકે થાય છે.
પાંચમા ગુણસ્થાનકે સાધુધર્મની પરિભાવનાના પ્રભાવે કાલાન્તરે પ્રત્યાખ્યાનના ક્રોધાદિ ચાર કષાયની અસરમાંથી મુક્ત બની સંજવલનના કષાયના ક્ષયોપશમથી જીવને સર્વથા વિરતિનો પરિણામ પ્રગટે છે. તે અવસ્થાને સર્વવિરતિગુણસ્થાનક નામનું છઠું ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકે નિદ્રાદિ પ્રમાદનું અસ્તિત્વ હોવાથી આને પ્રમત્તગુણસ્થાનક પણ કહેવાય છે. સર્વવિરતિને ધરનારા સંયતિઓનું આ ગુણસ્થાનક પ્રમત્તસયત નામથી પણ વર્ણવાય છે. વધારેમાં વધારે ૮ વર્ષ ઓછાં એવાં એક કોડવર્ષ પૂર્વ સુધી આ ગુણસ્થાનકે જીવનું શુદ્ધસ્વરૂપ અંશતઃ અનુભવાય છે. પાંચ મહાવ્રતોનું વિશુદ્ધ પાલન, પાંચ સમિતિ, ત્રણ ગુમિની સમ્યમ્ આરાધના, પરિષહ- ' ઉપસર્ગમાં અવિચલિતપણું, નિરવદ્ય આહાર વસતિ શય્યાદિની આસેવના, પૂ.ગુર્નાદિકની પરમતારક નિશ્રામાં નિરંતર જ્ઞાનોપાસના અને એકમાત્ર નિર્વાણપદની નિરંતર પરિભાવના આ છઠ્ઠા ગુણસ્થાનકનાં પ્રગટ લક્ષણો છે. આ સંસારમાં જો પ્રયત્ન કરવાનું મન હોય તો તે પ્રયત્ન; માત્ર આ ગુણસ્થાનકે પહોંચવા માટે કરવો જોઈએ, એ સિવાયનો પ્રયત્ન વસ્તુતઃ પ્રયત્ન જ નથી. આ ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યા પછી પણ જેઓ આ ગુણસ્થાનકને ગુમાવી બેસે છે, એમના દુર્ભાગ્યની કોઈ સીમા નથી. આપણે તો અહીં સામાન્યથી જ ગુણસ્થાનનો પરિચય કરવો છે. આથી વધારે વાત અહીં કરવી નથી. સમગ્ર સાધુપણાનું યથાર્થસ્વરૂપ આ ગુણઠાણામાં સમાયેલું છે.
પપ
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગપરમાત્માએ દર્શાવેલા આત્મસ્વરૂપમાં રમણ કરવાનું સામર્થ્ય આ ગુણસ્થાનમાં છે. અસહ્ય અપાર એવા દુઃખમાં પણ શાંત અને સ્વસ્થપણું દેખાતું હોય તો તે આ ગુણસ્થાનનો પ્રભાવ છે. શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક શાસનના મૂર્તિમંત સ્વરૂપનો પરિચય કરાવનારા આ ગુણસ્થાનકનો મહિમા શાસ્ત્રોમાં અનેક રીતે ખૂબ જ વિસ્તારથી વર્ણવ્યો છે. આ રીતે છઠ્ઠી ગુણસ્થાનકે પ્રમાદાદિની પરવશતાનો ત્યાગ કરી ખૂબ જ વિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્ત થવાથી સાધુભગવંતોને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. દેશોન(૮ વર્ષ ન્યૂન) પૂર્વ કરોડ વર્ષના કાળમાં પણ આ સાતમા ગુણસ્થાનકનો સમગ્રકાળ માત્ર ૧ અંતર્મુહુર્ત જેટલો હોય છે. શ્રી તીર્થંકર પરમાત્મા જ્યારે સર્વવિરતિ ધર્મનો સ્વીકાર કરે છે, ત્યારે ચોથા ગુણસ્થાનકેથી સીધા સાતમા અપ્રમત્તગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અને આ જ ગુણસ્થાનકે ચોથા મન:પર્યવજ્ઞાનની પણ તેઓશ્રીને પ્રાપ્તિ થાય છે. માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી રહેનારી આ ગુણસ્થાનકની સ્થિતિને પામ્યા વિના છઠ્ઠા ગુણઠાણે રહેવાનું શક્ય નથી. આ સાત ગુણસ્થાનક સુધીનો વિકાસ આ ભવમાં આપણે સૌ કરી શકીએ છીએ. આપણે સૌ એવા દેશકાળમાં જન્મ્યા છીએ કે આગળનાં ૮ થી માંડી ૧૪ ગુણસ્થાનક સુધીનાં સાત ગુણસ્થાનકનો સ્પર્શ કોઈ પણ રીતે આ દેશ-કાળમાં શક્ય નથી. પરંતુ સાતમા ગુણસ્થાનક સુધીનો સાધનામાર્ગ એવો અભ્યસ્ત બનાવીએ કે ભવાંતરમાં આગળનાં સાત ગુણસ્થાનકની પ્રાપ્તિ ખૂબ જ સરળ બની જાય.
Page #60
--------------------------------------------------------------------------
________________
વર્તમાનકાળમાં આ અવસ્થા સર્વશ્રેષ્ઠ અવસ્થા છે. એનાથી ચઢિયાતી અવસ્થા આ કાળમાં આ ક્ષેત્રમાં કોઇ નથી. એને પામવાનું સદ્ભાગ્ય જેને મળ્યું છે તેમનાં દર્શન,વંદન અને પાવન સહવાસથી આપણા આત્માને પવિત્ર કરવામાં જ આપણું કલ્યાણ છે.
સાતમા ગુણસ્થાનકે શાસ્ત્રયોગની પરિસીમરૂપે ખૂબ જ ઉત્કટકોટિની સાધનાને કરનારા પરમયોગીઓને આઠમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. મોહનીચકર્મનો સર્વથા ક્ષય કરી વીતરાગભાવને પ્રાપ્ત કરવાના સામર્થ્યરૂપે આ આઠમું ગુણસ્થાનક જીવને પહેલીવાર કે છેલ્લીવાર જ મળે છે. મોહનીયકર્મને ઉપશમાવી એક અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ માટે વીતરાગભાવને પ્રાપ્ત કરવાના સામર્થ્યરૂપે આઠમું ગુણસ્થાનક વધારેમાં વધારે ચાર વાર જીવને પ્રાપ્ત થાય છે. આ બે અવસ્થાવિશેષને વર્ણવવા માટે આપણે ત્યાં અનુક્રમે ક્ષપશ્રેણી અને ઉપશમશ્રેણીનું વર્ણન કરવામાં આવ્યું છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે મોહનીયકર્મનો સર્વથા નાશ કરનારી ક્ષપશ્રેણીની પ્રાપ્તિ એક જ વાર થાય છે અને મોહનીયકર્મનો સર્વથા ઉપશમ કરનારી ઉપશમશ્રેણીની પ્રાપ્તિ ચાર વાર પણ થઇ શકે છે. પાંચ વાર થાય જ નહીં. આ બંન્ને શ્રેણીના પ્રારંભની અવસ્થા એ આઠમું અપૂર્વકરણ નામનું ગુણસ્થાનક છે. ત્યારબાદ શ્રેણીના પ્રારંભ પછી સંજ્વલનના ક્રોધ માન માયાનો સર્વથા ક્ષય અથવા ઉપશમ નવમા ગુણસ્થાનકે થાય છે. અર્થાત્ નવમા ગુણસ્થાનકે તેનો અનુભવ હોય છે પરંતુ તેથી આગળના ગુણસ્થાનકે તેનો અનુભવ હોતો નથી. અનિવૃત્તિ નામના નવમા
૫૭
-
Page #61
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકે વર્તનારા જીવોના પરિણામની તરતમ અવસ્થા હોતી નથી. જ્યારે આઠ ગુણસ્થાનક સુધી; અનંતભાગથી આરંભીને અનંતગુણસુધીની તરતમ અવસ્થા પરિણામને આશ્રયીને હોય છે. દશમા સૂક્ષ્મસંપરાય નામના ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો અનુભવ હોય છે. દશમા ગુણસ્થાનકના અંતે સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય થઇ જાય તો જીવને ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે અને દશમા ગુણસ્થાનકના અંતે સૂક્ષ્મ લોભનો સર્વથા ઉપશમ થાય તો અગિયારમા ઉપશાન્તમોહ નામના ગુણસ્થાનકની જીવને પ્રાપ્તિ થાય છે, જે અવસ્થા માત્ર અંતર્મુહૂર્ત જ રહે છે. ત્યાર પછી જીવનું અવશ્ય પતન થાય છે, અંતર્મુહૂર્ત સુધી વીતરાગતાનો અનુભવ કરી જે જીવો અગિયારમા ગુણસ્થાનકે જ કાળ કરે છે તેઓ સર્વાર્થસિદ્ધવિમાને સીધા ચોથા ગુણસ્થાનકે જાય છે અને જે જીવોનું આયુષ્ય બાકી હોય છે તેઓ અગિયારમા ગુણસ્થાનથી દશમે નવમે આઠમે સાતમે છઠ્ઠું આ રીતે ક્રમે કરી ઊતરતાં પ્રથમ ગુણસ્થાનકે પણ જતા હોય છે. દશમા ગુણસ્થાનકથી જે જીવો બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે જાય છે તેઓનું કોઇ પણ રીતે પતન થતું નથી. અગિયારમા ગુણસ્થાનકેથી બારમા ગુણસ્થાનકે જવાતું નથી. બારમા ગુણસ્થાનકને પામવા માટે દશમા ગુણસ્થાનકની પ્રાપ્તિ સિવાય બીજો કોઇ ઉપાય નથી. દશમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય થયા પછી તુરત જ બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. બારમા ગુણસ્થાનકે ક્ષીણમોહ અવસ્થામાં
૫૮
Page #62
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતિકર્મોનો પણ ક્ષય થવાથી તેરમા ગુણસ્થાનકે જીવને શ્રી કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. તેરમા ગુણસ્થાનકે દેશોન(નવ વર્ષ
ઓછા)કરોડ પૂર્વવર્ષ સુધી વધારેમાં વધારે રહેવાનું બને છે. આ વખતે મન વચન અને કાયયોગ વિદ્યમાન હોવાથી યોગના કારણે એક શાતા વેદનીયનો બંધ ચાલુ હોય છે. તેમાં ગુણસ્થાનકે આ રીતે સયોગી કેવળી અવસ્થાનો અનુભવ કર્યા પછી છેલ્લા આયુષ્ય, નામ, વેદનીય અને ગોત્ર આ ચાર અઘાતિર્મનો સર્વથા ક્ષય કરવા સ્વરૂપ ચૌદમા અયોગીકેવલી ગુણસ્થાનકે અયોગી બની આત્મા શ્રી સિદ્ધાવસ્થાનો સ્વામી બને છે. આત્માને પરમાત્મપદ પ્રાપ્ત કરવાની આ કમિક અવસ્થાઓને અનંતજ્ઞાનીઓએ ગુણસ્થાનક તરીકે વર્ણવી છે. સમગ્ર ગુણશ્રેણીની પ્રાપ્તિ જીવવિશેષને એક અંતર્મુહૂર્તમાં પણ થાય છે. જ્યારે જીવવિશેષને એ પામવા માટે અસંખ્યાતકાળ વિતાવવો પડે છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારકશાસનને પામ્યા પછી વહેલામાં વહેલી તકે આ ગુણશ્રેણીને પામવાની ભાવના પ્રગટયા વિના કોઈ પણ રીતે આત્માનું કલ્યાણ થવાનું નથી. - દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા માર્ગ પ્રત્યે રુચિ ન થવી એ પ્રથમ ગુણસ્થાનક છે અને પરમતારક લોકોત્તર એ માર્ગ પ્રત્યે રુચિ થવી એ ચોથું ગુણસ્થાનક છે. ચોથા ગુણસ્થાનથી પડતી વખતે પહેલા ગુણઠાણે પહોંચતા પૂર્વે સામાન્ય રુચિનો સ્વાદ
૫૯
Page #63
--------------------------------------------------------------------------
________________
રહેવો એ બીજું ગુણસ્થાનક છે અને રુચિ પણ નહીં અને અરુચિ પણ નહીં એ ત્રીજું ગુણસ્થાનક છે. પાપથી અંશતઃ વિરામ પામવાનો પરિણામ પાંચમું ગુણસ્થાનક છે. સર્વથા પાપથી વિરામ પામવાનો પરિણામ છઠું ગુણસ્થાનક છે. સર્વથા પ્રમાદનો અભાવ એ સાતમું ગુણસ્થાનક છે. મોહનીયર્મનો સર્વથા ક્ષય કે ઉપશમ કરવાનો પ્રારંભ એ આઠમું ગુણસ્થાનક છે. સંજવલનના કોધ માન અને માયાદિનો સર્વથા ક્ષય કે ઉપશમ કરવો એ નવમું ગુણસ્થાનક છે. સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય કે ઉપશમ કરવો એ દશમું ગુણસ્થાનક છે. મોહનીયર્મની સર્વથા ઉપશાન્ત અવસ્થા એ અગિયારમું ગુણસ્થાનક છે. મોહનીયકર્મની સર્વથા ક્ષીણાવસ્થા એ બારમું ગુણસ્થાનક છે. ચાર ઘાતિકર્મના સર્વથા ક્ષયે શ્રી કેવલજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થવી એ તેરમું ગુણસ્થાનક છે. અને સર્વથા મનવચનકાયાની નિરોધ અવસ્થા એ ચૌમું ગુણસ્થાનક છે. આ રીતે પણ ટુંકાણમાં ગુણસ્થાનકનું સ્વરૂપ યાદ રાખી શકાય છે. - આ ચૌદ ગુણસ્થાનકોમાંથી પાંચમા ગુણસ્થાનકેથી જ યોગની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનસ્વરૂપ કે ક્રિયા સ્વરૂપ આ યોગની પ્રાપ્તિ માટે ચારિત્રમોહનીયકર્મનો તેવા પ્રકારનો ક્ષયોપશમ જરૂરી છે. એ ક્ષયોપશમ પાંચમા ગુણસ્થાનકની પૂર્વે પ્રગટ થતો ન હોવાથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વે યોગનો સંભવ નથી. યોગબિન્દુ નામના ગ્રન્થમાં પણ ગ્રન્થકારપરમર્ષિએ અધ્યાત્માદિ યોગની પ્રાપ્તિ પાંચમા ગુણસ્થાનકે જ બતાવી છે. અધ્યાત્મ, ભાવના,
Page #64
--------------------------------------------------------------------------
________________
આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય આ પાંચ પ્રકારે યોગબિન્દુ ગ્રંથમાં યોગનું વર્ણન કર્યું છે. મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યમ્ય આ ભાવનાઓથી ભાવિત બનેલા અને પોતાની યોગ્યતા અનુસાર ઉચિત પ્રવૃત્તિનું નિયમે કરી આચરણ કરનારા જીવોનું શાસ્ત્રાનુસારી છવાદિ પદાર્થોનું ચિંતન છે તેને અધ્યાત્મ કહેવાય છે. આ જ અધ્યાત્મનો દિવસે દિવસે ચિત્તની રાગાદિ પરિણતિના વધતા એવા નિરોધપૂર્વકનો જે અભ્યાસ છે - તેને ભાવના કહેવાય છે. પ્રશસ્ત એક જ વિષયના અતિશય સૂક્ષ્મધર્મના ચિંતનમાં ઉપયુક્ત સ્થિર દીપક જેવા ચિત્તને આધ્યાન કહેવાય છે. અજ્ઞાનમૂલક અનાદિકાળની, પદાર્થોમાં ઈષ્ટત્વ કે અનિષ્ટત્વ માનવાની પ્રવૃત્તિને રોકીને શુભાશુભ પદાર્થોમાં એકસરખાપણું ભાવવું તેને સમતા કહેવાય છે અને મનના સંકલ્પવિકલ્પ તથા શરીરની બાહ્યભાવ પ્રત્યેની સમ્બદ્ધતાનો જે નિરોધ છે, તેને વૃત્તિક્ષય કહેવાય છે. અધ્યાત્માદિ આ પાંચ યોગનું સ્વરૂપ યોગબિન્દુ ગ્રન્થમાં વિસ્તારથી વર્ણવ્યું છે. અહીં તો એને સામાન્ય પરિચય કરાવ્યો છે. સામાન્ય રીતે અધ્યાત્મ અને ભાવના આ બે યોગનો સમાવેશ અહીં સ્થાન અને ઊર્ણ યોગમાં કર્યો છે. આધ્યાનયોગનો સમાવેશ આલમ્બન યોગમાં કર્યો છે. અને સમતા તથા વૃત્તિસંક્ષય નામના યોગનો સમાવેશ અનાલંબનયોગમાં થાય છે.
દેશથી કે સર્વથા ચારિત્રની પ્રાપ્તિ થયા વિના સ્થાનાદિ યોગની પ્રાપ્તિ થતી નથી – એનો અર્થ એવો નથી કે પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકને નહિ પામેલા એવા જીવોની સ્થાનાદિ યોગની પ્રવૃત્તિ
Page #65
--------------------------------------------------------------------------
________________
સર્વથા નિષ્ફળ જ છે. મોક્ષના કારણભૂત ચારિત્રતત્વના અનુભવમાં આવતા સ્થાનાદિ યોગો ચારિત્રીને જ હોય છે. યોગના કારણભૂત સ્થાનાદિ, યોગના બીજ રૂપે અપુનબંધક કે સમ્યગદૃષ્ટિ જીવોને હોય છે. આ વાત નિશ્ચયનયની છે. વ્યવહારનય તો યોગના બીજને પણ યોગરૂપે સ્વીકારે છે. તેથી યોગના સ્વામી તરીકે અપુનબંધકાદિ જીવો પણ છે. આ વાત વ્યવહારનયની છે. મિથ્યાત્વમોહનીયર્મની ૭૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિ અથવા ઉત્કૃષ્ટ રસ જે જીવો ફરીથી ક્યારે પણ બાંધવાના નથી, એ જીવોને અપુનબંધક કહેવાય છે. આથી સમજી શકાશે કે અપુનબંધક અને અવિરતસમ્યગ્દષ્ટિ જીવો પણ વ્યવહારનયની અપેક્ષાએ યોગના સ્વામી છે. નિશ્ચયનયની અપેક્ષાએ દેશથી કે સર્વથા વિરતિને ધરનારા યોગના સ્વામી છે. એકવાર અથવા બે ત્રણવાર પણ જેઓ મિથ્યાત્વમોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાના છે એવા સબન્ધકાદિ છવો યોગના સ્વામી બનતા નથી.
આ રીતે યોગના સ્વામીને બન્ને નયથી બતાવીને હવે ચોથી ગાથામાં યોગના પ્રતિભેદ દર્શાવે છે -
इक्किक्को य चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो । इच्छापवित्तिथिरसिद्धिभेयओ समयनीइए ॥४॥
આશય એ છે કે અહીં સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન આ પાંચ પ્રકારના યોગને વિષે સામાન્યથી તે તે યોગ એક જ પ્રકારનો જણાતો હોવા છતાં, વસ્તુતઃ યોગશાસ્ત્રમાં
Page #66
--------------------------------------------------------------------------
________________
જણાવાયેલી રીતથી એ એક એક પ્રકારના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ આ ચાર પ્રકાર હોવાથી કુલ વીસ પ્રકારનો યોગ છે. ગ્રન્થકારપરમર્ષિએ પાંચમી અને છઠી ગાથામાં એ અવાન્તરભેદોના સ્વરૂપનું વર્ણન કર્યું છે
तज्जुत्तकहापीईइ संगया विपरीणामिणी इच्छा ।। सव्वत्थुवसमसारं तप्पालणमो पवत्ती उ ॥५॥ तह चेव एयबाहग - चिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहग-रूवं पुण होई सिद्धि त्ति ॥ ६॥
સ્થાનેચ્છા ઊર્ટેચ્છા અર્થેચ્છા આલંબનેચ્છા અને અનાલંબનેચ્છા આ પાંચ પ્રકારના ઈચ્છાયોગનું સામાન્યથી સ્વરૂપે વર્ણવતાં ગ્રંથકાર પરમર્ષિએ પાંચમી ગાથામાં ફરમાવ્યું છે કે-સ્થાન-ઊર્ણ-અર્થઆલંબન અને અનાલંબન યોગયુક્ત યોગીની કથામાં; તે કથાનો અર્થ સમજવાની ઇચ્છાના કારણે અથવા તો એ અર્થ સમજાઈ જવાના કારણે જે આનંદસ્વરૂપ પ્રીતિ છે તેનાથી યુક્ત અને સ્થાનાદિયોગોને વિધિપૂર્વક આરાધનારા આરાધકોને વિશે બહુમાનાદિથી ગર્ભિત, પોતાના ઉલ્લાસ મુજબ અભ્યાસરૂપે પણ સ્થાનાદિ યોગને આરાધવાનો જે વિશિષ્ટ પરિણામ છે – તેને ગ્રંથકારશ્રી ઈચ્છાયોગ કહે છે. ગ્રંથકારપરમર્ષિએ દર્શાવેલા ઇચ્છાયોગના સ્વરૂપનો વિચાર કરવાથી આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે ઇચ્છાયોગનું જ નહીં પણ સર્વસામાન્ય ઇચ્છામાત્રનું પણ આ જ સ્વરૂપ છે. અર્થ અને કામની ઇચ્છા જેને જેને છે તે બધાને; અર્થ અને કામને પામેલા જીવોની
૬૩
Page #67
--------------------------------------------------------------------------
________________
અર્થ અને કામની તેમ જ તેના સાધનની કથામાં એનો અર્થ સમજાય કે ના સમજાય તો પણ આનંદ આવે છે. અર્થ અને કામ માટે રાતદિવસ પ્રવૃત્તિ કરનારા જીવો પ્રત્યે આદર અને બહુમાન હોય છે, એમની પ્રવૃત્તિ ક્યારે પણ ખરાબ નથી જણાતી અને આવા વખતે શક્તિ અને સંયોગાનુસાર અર્થ અને કામ માટે એ જીવો પ્રવૃત્તિ પણ કરતા હોય છે. આવી સ્થિતિને જોયા પછી અને જાણ્યા પછી અર્થ અને કામની ઇચ્છાનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જોવાથી ખ્યાલ આવશે કે ઈચ્છામાત્રનું સ્વરૂપ આવું જ છે. રાજકારણથી માંડીને રમતગમતના ક્ષેત્રમાં બધે આ જ સ્થિતિ છે. રાષ્ટ્રીયસ્તરના નેતા, ક્રિકેટર કે સંગીતકાર થવાની જેને ઇચ્છા છે, એવા લોકોને રાજકારણી, ક્રિકેટરો કે સંગીતકારોની કથામાં ચોક્કસ હર્ષ થાય છે. એવી વ્યક્તિઓ પ્રત્યે બહુમાનાદિ હોય છે તેમ જ શક્તિ-સંયોગાનુસાર એ માટે પ્રવૃત્તિ પણ હોય છે. આવી જ રીતે સ્થાનાદિ પાંચ યોગોની આપણને ઇચ્છા હોય તો સ્થાનાદિ યોગને આત્મસાત્ બનાવનારા યોગીઓની કથામાં આપણને આનંદ આવે ને ? સ્થાનાદિ યોગની વિધિપૂર્વક આરાધના કરનારા પ્રત્યે આપણને બહુમાનાદિ હોય ને ? અને અવસરે અવસરે ઉલ્લાસ શક્તિ અને સાધનાદિ અનુસારે સ્થાનાદિ યોગોની પ્રવૃત્તિ પણ આપણે કરીએ ને ? જેનામાં આવો આનંદ, આવું બહુમાન કે આવી પણ પ્રવૃત્તિ ન હોય એનામાં સ્થાનાદિયોગની ઇચ્છાનો યોગ ન હોય. આજે પૂજાથી માંડીને સર્વવિરતિધર્મ સુધીની આપણી પ્રવૃત્તિ જોઈએ તો તેમાં તે તે
૬૪
Page #68
--------------------------------------------------------------------------
________________
ધર્મની ઈચ્છાનું પ્રતિબિંબ લગભગ જોવા નહીં મળે. તે તે ધર્મની પ્રવૃત્તિ કરનારાઓને તે તે ધર્મની પ્રવૃત્તિ કરનારાઓની કથામાં ખરેખર આનંદ આવે ને ? પૂજા, સામાયિક કે પ્રતિક્રમણ કરનારા કે નહી કરનારાને એના આરાધકોની, એની વિધિ આદિની કથામાં આનંદ આવે એવું લગભગ બનતું નથી. સર્વવિરતિધર્મની આરાધના કરનારાઓની પણ આજે લગભગ આવી સ્થિતિ છે. આજના ધર્મી ગણાતા વર્ગને સાચા ધર્મ પ્રત્યે. બહુમાનાદિ હોય-એવો સંભવ લગભગ નથી. મુમુક્ષુવર્ગને ભવનિસ્તારક પૂજ્ય ગુર્નાદિ પ્રત્યે આજે જે ભાવ છે તેનો વિચાર કરીએ તો માનવું પડશે કે ઈચ્છાયોગનો તેઓને વિશે આવિર્ભાવ થયો નથી. જે દેખાય છે તે વાસ્તવિક નથી. કોઈ પણ વસ્તુની સાચી ઇચ્છા થયા પછી, તેની અપૂર્ણ અવસ્થામાં આપણે શાંત રહી શકતા નથી. રાત અને દિવસ પ્રવૃત્તિનું સાતત્ય જાળવી રાખવામાં જ આપણું ચિત્ત લીન બને છે. સ્થાનાદિ યોગોની આરાધના માટે અનુકૂળ એવી દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવાદિ સામગ્રી ન પણ મળે તોપણ શાસ્ત્રમાં જણાવેલી રીતે શક્તિ અનુસાર કરાતાં સ્થાન વગેરે ઇચ્છાયોગસ્વરૂપ છે.
આ રીતે ઇચ્છાયોગની પ્રાપ્તિ પછી તે તે ધર્માનુષ્ઠાન કરતી વખતે દરેક અવસ્થામાં ઉપશમભાવ મુખ્ય રહે એનો ખ્યાલ રાખી તે તે ધર્માનુષ્ઠાન શાસ્ત્રીય રીતે કરવું તેને પ્રવૃત્તિયોગ કહેવાય છે. ખૂબ જ ઉલ્લાસથી શાસ્ત્રમાં વર્ણવેલી રીતે પૂર્ણપણે કરાતાં સ્થાનાદિ પ્રવૃત્તિયોગ છે. ઇચ્છાયોગની પ્રાપ્તિ પછી જ આ અવસ્થાનો પ્રાદુર્ભાવ
૬૫
Page #69
--------------------------------------------------------------------------
________________
થાય છે. ધર્મ કરતી વખતે વિષયકષાયની પરિણતિનો ત્યાગ કરી ઉપશમ-અવસ્થા પ્રાપ્ત કરવામાં ન આવે તો આપણી ધર્મક્રિયાઓ પ્રવૃત્તિયોગ સ્વરૂપ બનતી નથી. તેથી કોઈ પણ ધર્મક્રિયામાં ઉપશમભાવ મેળવવાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. એ લક્ષ્યની સિદ્ધિ માટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક જ પરિપૂર્ણ અનુષ્ઠાન કરવું જોઈએ. વર્તમાનમાં સાધક ગણાતા વર્ગમાં શાસ્ત્રોક્ત વિધિ અંગે ખૂબ જ ઉપેક્ષાભાવ જોવા મળે છે. વિધિની ઉપેક્ષાથી આપણું ધર્માનુષ્ઠાન પ્રવૃત્તિયોગસ્વરૂપ તો બનતું નથી જ, પરંતુ ઈચ્છાયોગમાં પણ તેનો સમાવેશ થઈ શક્તો નથી. સંસારની તે તે પ્રવૃત્તિમાં વિધિનો જે આગ્રહ છે એવો આગ્રહ શાસ્ત્રોક્ત વિધિ પ્રત્યે ભાગ્યે જ જોવા મળતો હોય છે. આવી સ્થિતિમાં ધર્મક્રિયામાં ઉલ્લાસ આવે-એ શક્ય નથી. તે તે ધર્મક્રિયાઓ પ્રત્યે તેના રહસ્યને સમજીને અત્યંત આદર કેળવ્યા વિના પ્રવૃત્તિયોગની પ્રાપ્તિ શક્ય નહીં બને. ઇચ્છાયોગ ઉત્કટ બને તો પ્રવૃત્તિયોગની અવસ્થાએ પહોંચવાનું ખૂબ જ સરળ બને. આ અવસ્થાએ પહોંચવાનું ન બને તો વસ્તુતઃ માનવું પડે કે ઇચ્છાયોગમાં જ ખામી છે. એક વખત સાચી ઇચ્છા પ્રગટ્યા પછી એને પૂર્ણ કરવાની તાલાવેલી જાગે છે. આવી તાલાવેલી જ પ્રવૃત્તિયોગને લઈ આવે છે. એ વખતે સાધકને પોતાના સામર્થ્યનો સંપૂર્ણ ઉપયોગ કરવાનું મન થાય છે. આને જ વીયતિશય કહેવાય છે. આ વિયતિશયથી શાસ્ત્રાનુસારે કોઈ પણ જાતની અંગની વિકલતા વિના કરાતાં સ્થાનાદિ પ્રવૃત્તિસ્વરૂપ યોગ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
આવી જ રીતે ઉપશમભાવ જેમાં સારભૂત છે એવી સ્થાનાદિની પ્રવૃત્તિ જ્યારે સ્થાનાદિ યોગના બાધકની ચિંતા વિનાની થાય છે, ત્યારે તેને સ્થિરયોગ કહેવાય છે. પ્રવૃત્તિયોગમાં અને સ્થિરયોગમાં જે ફરક છે-એ બરાબર સમજી લેવો જોઈએ. પ્રવૃત્તિયોગમાં પ્રારંભિક અવસ્થા હોવાથી સાધકની પ્રવૃત્તિ કોઈ કોઈવાર અનુપયોગાદિના કારણે અતિચારવાળી થતી હોય છે. આવી દશામાં સાધકને તે તે પ્રવૃત્તિ દરમ્યાન સતત એની ચિંતા હોય છે, જેથી એવા અતિચારનાં સ્થાનો તરફ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કોઈ પણ રીતે અતિચારના કારણે પ્રવૃત્તિયોગને બાધા ન પહોંચે એ માટે સાધકને પોતાની પ્રવૃત્તિની સાથે સાથે એ તરફ પણ લક્ષ્ય રાખવું જરૂરી બનતું હોય છે. જ્યારે સ્થિરયોગમાં સાધકની પરિપકવ અભ્યસ્તદશા હોવાથી અતિચારસ્વરૂપ દોષનો ભય હોતો નથી. આ રીતે અભ્યાસની સુંદરતાના કારણે બાધકની ચિંતાનો નાશ થવાથી પરિણામની શુદ્ધિવિશેષના કારણે અતિચારની ઉત્પત્તિ જ થતી નથી, જેથી સ્થાનાદિ યોગોની પ્રવૃત્તિ અતિચારથી રહિત જ બને છે. જેને અનંતજ્ઞાનીઓ સ્થિરયોગ તરીકે વર્ણવે છે. પ્રવૃત્તિયોગની અભ્યસ્તદશા સાધકને સિદ્ધિના દ્વારે આ રીતે લઈ આવે છે. અહીં યાદ રાખવું જોઈએ કે અહીં સ્થિરયોગમાં જેમ દોષનો ભય ટળે છે તેમ ઉપશમાદિસ્વરૂપ ફળ પૂર્વ-અવસ્થાની અપેક્ષાએ વિશેષ પ્રાપ્ત થાય છે. પૂર્વ પૂર્વ યોગની અવસ્થાની અપેક્ષાએ જેમ વિશુદ્ધિ વધે તેમ તેમ ફળની પ્રામિમાં પણ વિશેષતાનો આવિર્ભાવ થાય-એ સ્પષ્ટ છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવ્યા મુજબ જ્યારે સ્થાનાદિ સ્વરૂપ તેવા પ્રકારનો સ્થિરયોગ, સાધકને પોતાને વિશિષ્ટ કોટિના ઉપશમાદિ ફળને પ્રાસ કરાવે છે, તેવી જ રીતે સાધકની નજીકમાં રહેલા અને સ્થાનાદિયોગને અનુકૂળ શુદ્ધિને નહિ પામેલા એવા બીજાને પણ સ્થાનાદિયોગની સિદ્ધિ દ્વારા ઉપશમાદિ ફળને પ્રાપ્ત કરાવે છે, ત્યારે તે સ્થાનાદિ યોગોને અનન્તજ્ઞાનીઓ સિદ્ધિયોગ તરીકે વર્ણવે છે. આથી જ આવા યોગના સ્વામીઓની પાસે; હિંસાદિ પાપો આચરવાના સ્વભાવવાળા જીવો પણ હિંસા વગેરે કરવા સમર્થ બનતા નથી. આવા પ્રકારના સિદ્ધયોગીઓને ખૂબ જ સુંદર કોટિનું પુણ્ય પ્રાપ્ત થયેલું હોય છે. એ પુણ્યની છાયાના કારણે અન્ય જીવો ઉપર સાધકની વિશિષ્ટ સાધના ધારી અસર કરી જતી હોય છે. ઈચ્છાદિ ચાર પ્રકારના યોગનું સ્વરૂપ અત્યન્ત સંક્ષેપથી જ્ઞાનસારપ્રકરણમાં પૂજ્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ વર્ણવ્યું છે. તે જિજ્ઞાસુઓએ યાદ રાખી લેવું જોઈએ.
इच्छा तद्वत्कथाप्रीतिः, पालनं शमसंयुतम् । प्रवृत्तिर्दोषभीहानिः, स्थैर्य सिद्धिः परार्थता ।।
આ શ્લોકમાં યોગીજનોની કથાની પ્રીતિને ઈચ્છા યોગ તરીકે વર્ણવી છે. ઉપશમભાવથી યુક્ત પાલનને પ્રવૃત્તિયોગ વર્ણવ્યો છે. પ્રવૃત્તિમાં દોષના ભયના અભાવને સ્થિરયોગ કહ્યો છે. અને પરાર્થ-નિષ્પત્તિને સિદ્ધિયોગ તરીકે જણાવી છે. ખૂબ જ સંક્ષેપથી વર્ણવેલું ઈચ્છાદિયોગોનું આ સ્વરૂપ સાધકો સરળતાથી યાદ રાખી શકશે. દો.
Page #72
--------------------------------------------------------------------------
________________
આ રીતે ઇચ્છા વગેરે યોગોનું સ્વરૂપ વર્ણવીને તે તે યોગના કારણને વર્ણવતાં ગ્રંથકારશ્રી સાતમી ગાથા ફરમાવે છે
एए य चित्तरूवा, तहाखओवसमजोगओ हुँति । तस्स उ सद्धापीयाइजोगओ भव्वसत्ताणं ॥७॥
આશય એ છે કે પૂર્વે જણાવેલા ઇચ્છા પ્રવૃત્તિ સ્થિર અને સિદ્ધિ આ ચાર યોગો પરસ્પર જુદી જુદી જાતિના છે. ઈચ્છાદિ દરેક યોગના અસંખ્યાત પ્રકારો છે. સ્થાનાદિ યોગ પ્રત્યેની શ્રદ્ધા, પ્રીતિ, વૃતિ અને ધારણા વગેરેના કારણે અપુનબંધકાદિ દશાને પામેલા ભવ્યજીવોને તેવા તેવા પ્રકારના ક્ષયોપશમભાવની પ્રાપ્તિથી આ ઈચ્છાદિ યોગની પ્રાપ્તિ થાય છે. સ્થાનાદિ યોગ પ્રત્યેની શ્રદ્ધાદિ આશયવિશેષથી જણાતો આત્માનો ક્ષયોપશમભાવ ઇચ્છાદિ યોગોની પ્રાપ્તિનું મુખ્ય કારણ છે. અનન્તજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પ્રતિપાદન કરેલી કોઈ પણ વસ્તુનો તે સ્વરૂપે સ્વીકાર કરવો તેને શ્રદ્ધા કહેવાય છે. ‘આ, આ પ્રમાણે જ છે' - એવો પરિણામ દુનિયાની દરેક વસ્તુમાં આપણે અનુભવીએ છીએ. કેટલીક વાર તો વિના જ્ઞાને એવો સ્વીકાર આપણાથી માત્ર વસ્તુના રોગના કારણે થઈ જતો હોય છે. અનુભવ અને શ્રદ્ધા બેનો યોગ થઈ જાય ત્યારે તે યોગ એક બીજામાં દૃઢતા લાવે છે. પરંતુ વસ્તુ પ્રત્યેના તીવ્ર રાગ કે દ્વેષના કારણે તે તે વસ્તુના વિષયમાં તીવ્ર શ્રદ્ધા થઈ જાય છે. અનુભવની અપેક્ષા ત્યાં લગભગ રહેતી નથી. સામાન્ય જ્ઞાનથી પણ શ્રદ્ધા થઈ જતી હોય છે. કેટલીક વખત તો તે તે વસ્તુના પ્રતિપાદક વ્યક્તિ પ્રત્યેની શ્રદ્ધા પણ વસ્તુ
૬૯
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. આ બધું અપ્રશસ્તભાવો પ્રત્યે જેટલું સહજભાવે અનુભવાય છે, એટલું પ્રશસ્તભાવોના વિષયમાં અનુભવાતું નથી. શ્રી સર્વજ્ઞભગવન્તોએ અથવા તેઓની પ્રત્યે શ્રદ્ધાને ધારણ કરનારા પૂ. ગુરુભગવંતોએ જેનું પ્રતિપાદન કર્યું છે-એવા એકાન્ત સદ્ભૂત પ્રશસ્તભાવોને “આ, આ પ્રમાણે જ છે આ પ્રમાણેના પરિણામથી સ્વીકાર કરવા માટે મનને ખૂબ ખૂબ કેળવવું પડતું હોય છે. ‘તમે કહો છો પણ અમને ન બેસે તો કેવી રીતે શ્રદ્ધા જાગે ? અમને પ્રતીતિ તો થવી જોઇએ ને ? અનુભવ વગર શ્રદ્ધા શી રીતે થાય ? તે તે વખતે લખાયેલી વાતો અત્યારે કઈ રીતે મનાય ? દ્રવ્યક્ષેત્રાદિની અપેક્ષાએ દરેક વસ્તુમાં ફેરફાર તો હોય છે ને ?' આવી તો કેટલીય દલીલો કરીને મન; પ્રશસ્તમાર્ગ પ્રત્યેની શ્રદ્ધાથી દૂરસુદૂર રહે છે. એની પાછળ મુખ્ય કારણ યોગમાર્ગ પ્રત્યેના તેવા રાગનો અભાવ છે. શ્રદ્ધા માટે રાગ જેટલું કોઈ પ્રબળ સાધન નથી. દુનિયાની મોટાભાગની પ્રવૃત્તિ શ્રદ્ધાપૂર્ણ હોવા છતાં યોગમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે શ્રદ્ધા અંગે જે ઔદાસીન્ય છે તે ખૂબ જ વિચિત્ર છે. સાધકોનું એ કર્તવ્ય છે કે સ્થાનાદિ યોગ પ્રત્યે કોઈ પણ રીતે ઉટકોટિનો રાગ કેળવવો જોઈએ. એ રાગની પ્રત્યે જે બાધક છે તેને ઉત્કટ પ્રયત્ન પણ દૂર કરવા જોઈએ.
સ્થાનાદિયોગની પ્રવૃત્તિ, પાલન અને તેમાં દોષનો પરિહાર કરવાના વિષયમાં જે હર્ષ થાય છે તેને પ્રીતિ કહેવાય છે. શ્રદ્ધાસમ્પન્ન સાધકને સિદ્ધિના દ્વારે પહોંચાડવાનું કામ આ પ્રીતિથી શક્ય બને
Page #74
--------------------------------------------------------------------------
________________
છે. શ્રદ્ધાનું કાર્ય પ્રીતિ છે. સ્થાનાદિ યોગના સાધક્યોગીના મુખની પ્રસન્નતા અને ઉલ્લાસ વગેરેના કારણે પ્રીતિ સ્પષ્ટપણે જણાઈ આવે છે. પ્રીતિની ઉત્કટતાના કારણે સ્થાનાદિ યોગોમાં ધૃતિ ધારણા વગેરેની પ્રાપ્તિ થાય છે, જે સાધકને સિદ્ધ બનાવે છે. - આ રીતે ઇચ્છાદિ યોગોની પ્રાપ્તિ માટે તેવા પ્રકારનો ક્ષયોપશમભાવ કારણ હોવાથી જે જીવોને જેટલા પ્રમાણમાં ક્ષયોપશમભાવ પ્રાપ્ત થાય છે, તે જીવોને તેટલા પ્રમાણમાં ઈચ્છાદિયોગોની પ્રાપ્તિ થાય છે. અને એ મુજબ યોગમાર્ગમાં પ્રવર્તતાને તેવા પ્રકારનો સૂક્ષ્મ બોધ ન હોવા છતાં માર્ગોનુસારિતા સંભવે છે એમાં કોઈ દોષ નથી. શા
ઈચ્છાદિયોગોના હેતુવિશેષનું વર્ણન કરીને તેના(ઇચ્છાદિના). કાર્યવિશેષને જણાવતાં ગ્રંથકારપરમર્ષિ ફરમાવે છે કે
अणुकंपा निव्वेओ संवेगो होइ तह य पसमु त्ति । एएसिं अणुभावा इच्छाईणं जहासंखं ॥८॥
યોગવિંશિકાની આ આઠમી ગાથામાં ગ્રંથકારપરમર્ષિ ઈચ્છા પ્રવૃત્તિ સ્થિર અને સિદ્ધિ સ્વરૂપ યોગનું કાર્ય; અનુક્રમે અનુકંપા નિર્વેદ સંવેગ અને પ્રશમ જણાવે છે. ઇચ્છાયોગનું કાર્ય અનુકંપા છે. પ્રવૃત્તિયોગનું કાર્ય નિર્વેદ છે. સ્થિરયોગનું કાર્ય સંવેગ છે અને સિદ્ધિયોગનું કાર્ય પ્રશમ છે. આઠમી ગાથામાં જણાવેલી વાત ખૂબ જ સ્થિરતાપૂર્વક વિચારવાની જરૂર છે. અનુકંપા વગેરેનું સ્વરૂપ અને ઇચ્છાદિયોગનું સ્વરૂપ વિચારવાથી ગ્રંથકાશ્રીના આશયને સમજતાં વાર નહિ લાગે. દ્રવ્યથી અને ભાવથી એમ બે રીતે અનુકંપા થાય
૭૧
Page #75
--------------------------------------------------------------------------
________________
છે. સામાન્યપણે દુઃખીજનોના દુઃખનો પરિહાર કરવાની ઈચ્છાને અનુકંપા કહેવાય છે. આવી ઇચ્છા પ્રગટ્યા પછી સાધક આત્મા; પોતાની કોઈ પણ પ્રવૃત્તિથી બીજાને દુઃખ ન થાય-એની સતત ચિંતા સેવે છે. શક્ય પ્રયત્ન બીજાના દુઃખને દૂર કરવાની ભાવનાવાળા સાધકને એ ચિંતા હોય-એ સમજી શકાય છે. સંસારમાં રહેવાથી આપણી પ્રવૃત્તિ દ્વારા બીજાને દુઃખ થતું હોય છે-એ જાણ્યા પછી અનુકંપાયુક્ત સાધક્યોગીને દરેક પ્રવૃત્તિ વખતે ખૂબ કાળજી રાખવી પડે છે. ના છૂટકે ખૂબ જ અનિવાર્ય બને ત્યારે કરવી પડતી પ્રવૃત્તિ વખતે પણ પોતાની એ પ્રવૃત્તિથી બીજાને જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું તેને મન ખૂબ દુઃખ હોય છે. ઉત્કટકોટિની આ અનુકંપા પોતાના સુખ કરતાં બીજાના દુઃખ અંગે આત્માને ખૂબ જ અન્તર્મુખ બનાવે છે. પોતાના સુખની અપેક્ષાને મંદ બનાવી આત્માને નિરીહ બનાવવા માટે આ અનુકંપાનો વાસ્તવિક પરિણામ જ પૂર્ણ સમર્થ છે. વર્તમાનમાં સાધક ગણાતો વર્ગ આજે આ પરિણામને પામ્યો છે કે નહિ તે તેમની પ્રવૃત્તિથી તો કહેવાનું કે સમજવાનું શક્ય નથી. લોકોત્તરધર્મના આરાધકો અથવા તો અર્થીઓ માત્ર પોતાની જ અનુકૂળતાને જોયા કરે, એનો જ વિચાર કરે અને એ માટે ગમે તે કરવું પડે તો કરે-એ સાચી અનુકંપાના પરિણામને કેટલું અનુરૂપ છે- એ વિચારવાની ઘણી જરૂર છે. આ અનુકંપાના પરિણામની જોઈએ તેવી પ્રાપ્તિ ન થવાથી ઉત્તમોત્તમ સાધુધર્મની પણ આરાધના જોઈએ તેવી થતી નથી. પોતાની કોઈ પણ જાતની પ્રવૃત્તિથી
૭૨
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રાણીમાત્રને દુ:ખ ન પહોંચાડવાની ભાવનાવાળા સાધક આત્માઓ પોતાના પરમતારક ગુરુદેવાદિની સાથે જે રીતે વર્તે છે, તે જોતાં માનવું પડે કે અનુકંપાનો એ પરિણામ વાસ્તવિક નથી.
આ રીતે અનુકંપાના પરિણામથી સાધયોગીને નિર્વેદની પ્રાપ્તિ થાય છે. ભવ-સંસારની નિર્ગુણતાનું પરિક્ષાન થવાથી ભવ પ્રત્યે જે વિરક્તતા-વિરાગ છે, તેને નિર્વેદ કહેવાય છે. સંસારમાં કોઈ પણ પ્રવૃત્તિથી બીજાને દુ:ખ પહોંચાડ્યા વિના ગમે તેવા પુણ્યવંતને પણ તે તે ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી-એ જાણ્યા પછી જીવને સંસારની નિર્ગુણતાની પ્રતીતિ થવા માંડે છે. સંસારમાં ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ ન થવાથી, અનિષ્ટવસ્તુની પ્રાપ્તિ થવાથી, માનેલા સુખની પ્રાપ્તિ ન થવાથી અથવા તો અકલ્પિત દુ:ખની પ્રાપ્તિ થવાથી ઘણીવાર ભવ પ્રત્યે વિરાગ થતો હોય છે. પરંતુ એ ‘નિર્વેદ’ નથી. ભવની વાસ્તવિક નિર્ગુણતાની પ્રતીતિ થયા વિનાનો એ પરિણામ ક્ષણસ્થાયી નિર્વેદાભાસ છે. પુણ્યના યોગે ગમે તેવા સુખમય દેખાતા ભવની પ્રત્યે તેની નિર્ગુણતાનું પરિજ્ઞાન થવાથી જે વિરાગ જન્મે છે-તે નિર્વેદ છે. યોગીઓના પરિચયથી ભવની નિર્ગુણતાનું પરિજ્ઞાન શક્ય છે. દુ:ખમય સંસાર તો સૌને નિર્ગુણ ભાસે છે. સુખમય તરીકે દેખાતો સંસાર જે દિવસે નિર્ગુણ લાગશે તે દિવસે વાસ્તવિક રીતે સંસારની નિર્ગુણતા જણાશે. યોગીજનોનો પરિચય આત્માના સાચા ગુણોનો પરિચય કરાવી સંસારની નિર્ગુણતાનો પરિચય કરાવે છે. અનંતજ્ઞાનીઓના વચનનું વારંવાર શ્રવણ અને પરિશીલન નિર્વેદનું એક મુખ્ય સાધન છે.
૭૩
Page #77
--------------------------------------------------------------------------
________________
યોગીજનોની પાસે નિરન્તર રહેવાથી સાધકને એ સાધન સુલભ બને છે. સંસારની નિર્ગુણતાને જાણ્યા પછી એ જ્ઞાન ટકી રહે, નિર્મળ બને અને આત્મા સંસારથી વિમુખ બને એ માટે પણ સંસારની નિર્ગુણતાનું પરિભાવન દરરોજ કરતા રહેવું જોઈએ. આજના મોટાભાગના સાધકોની સાધનામાં ઉલ્લાસ જેવું જણાતું ન હોય તો તેના મૂળમાં પણ નિર્વેદસ્વરૂપ પરિણામની જ ખામી છે-એ જણાયા વિના નહિ રહે. - આ નિર્વેદાત્મક પરિણામને પામ્યા પછી આત્માને મોક્ષનો અભિલાષ થાય છે જેને અનંતજ્ઞાનીઓ સંગ તરીકે વર્ણવે છે. મોક્ષની સાધનાનો આ સ્થાયીભાવ છે. સંવેગની મંદતાદિના કારણે સાથનામાં પણ મંદતાદિ આવે છે. મોક્ષની ઇચ્છા સાચી રીતે જન્મ અને એ ઉત્કટ બને તો આ સંસારમાં આપણને કોઈ રાખી શકે એમ નથી અને મોક્ષે જતાં આપણને કોઈ અટકાવી શકે એમ નથી. નિકાચિત કોટિના કર્મના અનુબંધને તોડવાનું સામર્થ્ય જ આ સંવેગથી ઉત્પન્ન થાય છે. સંસારના કોઈ પણ પદાર્થની ઇચ્છા થયા પછી એની પ્રાપ્તિ માટે ગમે તેવાં કષ્ટ વેઠીને પણ એને મેળવવા માટેનો જેમ પ્રબળ પ્રયત્ન થાય છે તેમ મોક્ષની ઇચ્છા થયા પછી તે ન મળે ત્યાં સુધી સાધકને નિરાંતે બેસી રહેવાનું પાલવતું નથી. મોક્ષની સાધના માટે પ્રયત્નશીલ બન્યા પછી મોક્ષ ન મળે તો માનવું પડે કે સાધન પરિપૂર્ણ નથી. એ અપરિપૂર્ણતાનો વિચાર કરીએ તો છેલ્લે મોક્ષની ઈચ્છામાં જ ખામી જણાશે. આવા વખતે એનું દુઃખ પણ ન
Page #78
--------------------------------------------------------------------------
________________
થાય તો પરિસ્થિતિ કેટલી વિષમ બને છે – એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. જે ઈચ્છાને સફળ બનાવવા માટે આપણે સાધના આરંભી હતી એ ઈચ્છા જતી રહી છે અને સાધના ચાલી રહી છે. કેટલી વિચિત્ર દશા છે! ચોવીસે કલાકની આપણી સાધનામાં મોક્ષની ઇચ્છાનાં દર્શન લગભગ અશક્ય છે. મોક્ષની ઇચ્છાપૂર્વકનાં અજ્ઞાનમૂલક કષ્ટો મોક્ષની બાધક સામગ્રીનો બાધ કરે છે અને મોક્ષની ઈચ્છા વિનાનાં લોકોત્તરસ્વરૂપે જણાતાં એવાં આપણાં અનુષ્ઠાનો મોક્ષસાધક સામગ્રીનો બાધ કરે છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે મોક્ષની ઇચ્છાનું કેટલું મહત્ત્વ છે? મોક્ષની ઇચ્છા મંદ પડે તો સાધક આત્માને ચિંતા થવી જોઈએ ને ? આવી ચિંતાનો આપણે ક્યારે અનુભવ કર્યો છે ? વર્ષોથી ધર્મ કરીએ અને આવી ચિંતા ન થાય-એનું કારણ મોક્ષની ઇચ્છા બરાબર છે-એમ તો આપણાથી કહેવાય એવું નથી. ખરેખર તો મોક્ષની ઇચ્છાને આપણે ઉપેક્ષાનો વિષય બનાવ્યો છે. આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે મોક્ષની ઇચ્છાને ઉત્કટ બનાવ્યા વિના ચાલે એવું નથી. મળેલા ગુણોનો હાસ થતો હોય તો માનવું રહ્યું કે મોક્ષની ઈચ્છામાં ઊણપ આવી છે. યોગમાર્ગની સાધનાના અર્થીએ મોક્ષની ઇચ્છાને દરરોજ તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ બનાવવી જોઈએ. મોક્ષની ઈચ્છા પ્રગટ્યા પછી પણ એનો નાશ કરનાર અનુકૂળતાનું અથાણું છે. સમગ્ર અનુકૂળતાનો ત્યાગ કરી ઉલ્લાસથી સર્વવિરતિધર્મની સાધનાનો આરંભ કરનારા પુણ્યાત્માઓ પણ માત્ર આરાધનાની અનુકૂળતાના શરૂઆતમાં અથ
૭૫
Page #79
--------------------------------------------------------------------------
________________
બની ધીમે ધીમે સર્વવિરતિધર્મની આરાધનાથી દૂરસુદૂર થતા હોય છે. ખૂબી તો એ છે કે એવા વખતે જીવને પોતાની એ સ્થિતિનું ભાન હોતું નથી. એટલું જ નહિ, કોઈ એવું ભાન કરાવે તો એ એને ગમતું પણ નથી. આવી સ્થિતિમાં ગમે તે રીતે પણ વિના અપવાદે મોક્ષની ઇચ્છાને આપણે જાળવી લેવી જોઈએ. એની રક્ષામાં બધા ગુણોની રહ્યા છે અને બધા દોષોનો વિનાશ છે. સાધક આત્માઓએ સંયોગોને અનુરૂપ સત્ત્વ કેળવી લેવું જોઈએ. સંયોગોને અનુરૂપ સાધનને શોધ્યા કરવાથી સાધન પરિપૂર્ણ બનતું નથી. વિદ્યમાન વસ્તુને આત્મસાધનાનું આલંબન બનાવવાથી અનુકૂળતાના અર્થીપણા ઉપર નિયંત્રણ રાખી શકાય છે, જેથી મોક્ષની ઇચ્છા નિરાબાધ રહે છે. આજે ધર્મી ગણાતા વર્ગમાં મોક્ષની ઇચ્છા કેવી પ્રબળ છે-એ કહી શકાય એવું નથી. આપણે આપણી જાત માટે દરરોજ એનો વિચાર કરતા થઈ જઈએ અને જેમ બને તેમ મોક્ષની ઇચ્છાને પ્રાપ્ત કરી લઈએ તોપણ આપણું શેષ જીવન સફળ બની જાય.
ઉપર જણાવ્યા મુજબ સંવેગસ્વરૂપ મોક્ષનો અભિલાષ પેદા થઈ જાય તો જીવને પ્રશમસ્વરૂપ પરિણામની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે કષાયના ઉદયને આધીન નહિ બનવા સ્વરૂપ તેની અનુકય અવસ્થાને પ્રશમસ્વરૂપ પરિણામ કહેવાય છે. ગ્રંથકાર પરમર્ષિએ પ્રશમનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે-ક્રોધની ખંજવાળ અને વિષયતૃષ્ણાનો જે અભાવ છે તેને પ્રશમ કહેવાય છે. વિષયની ઈચ્છા અને વિષયની તૃષ્ણામાં જેટલું અંતર છે, એટલું જ અંતર ક્રોધ અને તેની કંડૂ એટલે
Page #80
--------------------------------------------------------------------------
________________
કે ચળ-એ બેમાં છે. સામાન્ય ઈચ્છા થવી અને એના વિના ચાલે નહિ એવી અવસ્થામાં ઈચ્છા થવી-એ બેમાં ઘણો ફરક છે, જે ઇચ્છા અને તૃષ્ણા શબ્દથી જણાય છે. આવી જ રીતે કોધ થવો અને એની ચળ ઊપડવી એ બેમાં ઘણો ફરક છે, જે આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ. વિષયતૃષ્ણા અને ક્રોધની ચળના અભાવને જ્ઞાની ભગવંતો પ્રથમ કહે છે. વિષયની તૃષ્ણા ન હોય તો ક્રોધની ચળ પણ ન ઊપડે. સર્વ કષાયોનું મૂળ જ વિષયતૃષ્ણા છે. એના કારણે જ માન, માયા અને ક્રોધ ઉત્પન્ન થાય છે. વિષયની તૃષ્ણા સાધક આત્માને કોઈ પણ સિદ્ધિને પ્રાપ્ત કરવા દેતી નથી. સિદ્ધિના અર્થઓએ વહેલામાં વહેલી તકે વિષયતૃષ્ણાથી મુક્ત બનવું રહ્યું. વિષયનો સંપર્ક તો રહેવાનો; કોઈ વાર વિષયની ઈચ્છા પણ થાય પરંતુ એ સંપર્ક અથવા ઈચ્છા વિષયની તૃષ્ણામાં પરિણમે તો સાધકદશાની અવદશા શરૂ થઈ જાય છે એનો
ખ્યાલ સતત રહેવો જોઈએ. - અહીં એક વસ્તુનો વિચાર કરવો જોઈએ કે-આ પૂર્વે ગ્રંથકાર પરમર્ષિએ યોગની પ્રામિ વિરતિધરને એટલે કે પાંચમા ગુણસ્થાનકથી વર્ણવી છે. એ મુજબ યોગના કાર્ય તરીકે વર્ણવેલા અનુપાદિભાવો પણ પાંચમા ગુણસ્થાનથી સંભવે છે. તેથી સમ્પર્વના એટલે કે ચોથા ગુણસ્થાનકના લિંગ-કાર્ય તરીકે અનુકંપાદિભાવોનું જે વર્ણન પ્રવચનમાં કરાયું છે, તેનો આ રીતે મેળ બેસતો નથી. અર્થા તેનો વિરોધ આવે છે. પરંતુ અહીં આ રીતે વર્ણન કરવા પાછળનો આશય એ છે કે અનુકમ્પાદિસામાન્યની પ્રત્યે ઈચ્છાદિસામાન્ય કારણ બને છે
૭૭
Page #81
--------------------------------------------------------------------------
________________
અને વિશિષ્ટ કોટિના અનુકંપા વગેરેની પ્રત્યે વિશિષ્ટ યોગસ્વરૂપ ઈચ્છાદિ કારણ બને છે. કારણ કે વાસ્તવિક રીતે જોઈએ તો માત્ર સમ્યત્વ (દેશવિરતિ વગેરે નહિ)નો લાભ થયા પછી પણ વ્યવહારથી ઈચ્છાદિ યોગોની પ્રવૃત્તિથી જ અનુકંપાદિ ભાવોની પ્રાપ્તિ થાય છે. આથી જ ઉત્તરોત્તર વિશુદ્ધિના કારણે જ સમ્યત્વથી શમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિક્યની પાછળના કમે પ્રાપ્તિ થાય છે. એટલે કે પહેલાં આસ્તિક્ય; પછી અનુકંપા, નિર્વેદ, સંવેગ અને અંતે શમની પ્રાપ્તિ થાય છે. સખ્યત્વની પ્રાપ્તિ થતાંની સાથે એકીસાથે આ પાંચેય ભાવોની પ્રાપ્તિ થતી નથી. શમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય-આવો કમ તો રામની પ્રધાનતા વર્ણવવા માટે છે. આ બધી વાતો ગ્રંથકાર પરમર્ષિશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ સદ્દધર્મવિંશિકામાં વર્ણવી હતી, જે આપણા મંદભાગે આજે જોવા મળતી નથી. આવું તો કેટલુંય કૃત આજે નષ્ટ થયું છે- એ અંગે આપણે કશું જ કરી શકીએ એમ નથી. પણ આજે જેટલું શ્રુત ઉપલબ્ધ છે, એની રક્ષા માટે શક્તિસંપન્ન આત્માઓએ સહેજ પણ ઉપેક્ષા સેવવી ન જોઈએ. દા.
આ રીતે કારણ અને કાર્યના ભેદથી ઈચ્છાદિયોગોનું નિરૂપણ કર્યું. સ્થાનાદિ દરેક યોગમાં ઈચ્છાદિ ચાર ચાર ભેદનો સમાવેશ થતો હોવાથી કુલ યોગના એંશી ભેદો થાય છે. આ વસ્તુ જણાવવા સાથે સ્થાનાદિ સામાન્યયોગનું દૃષ્ટાંત સાથે નિરૂપણ કઈ રીતે થઈ શકે તે જણાવતાં ગ્રંથકારશ્રી નવમી ગાથામાં ફરમાવે છે કે
૭૮
Page #82
--------------------------------------------------------------------------
________________
एवं ठियम्मि तत्ते नाएण उ जोयणा इमा पयडा । चिइवंदणेण नेया नवरं तत्तण्णुणा सम्मं ॥९॥
સામાન્યથી સ્થાનાદિ પાંચ પ્રકારના અને ઈચ્છાદિ પ્રભેદને આશ્રયીને એંશી પ્રકારના યોગનું સ્વરૂપ વ્યવસ્થિત થયે છતે તેની વિષયવાર વ્યવસ્થા, ચૈત્યવંદનના દૃષ્ટાંત વડે માત્ર તત્વના જ્ઞાતાએ આ પ્રમાણે પ્રગટ રીતે એટલે કે ક્રિયાના અભ્યાસવિશેષથી બીજા લોકો સમજી શકે તે રીતે જાણવી. આશય એ છે કે સ્થાનાદિ કે ઈચ્છાદિ યોગનું સામાન્યથી સ્વરૂપ જાણ્યા પછી તેનું સ્પષ્ટ રીતે ચોક્કસ સ્વરૂપ જાણવા માટે અહીં આગળ ચૈત્યવંદનનું દૃષ્ટાંત આપવામાં આવે છે. ચૈત્યવંદન સ્વરૂપ ક્રિયાના અભ્યાસવિશેષના દર્શનથી બીજા લોકો તેમાં સ્થાનાદિ કે ઈછાદિ યોગના તે તે સ્વરૂપને સ્પષ્ટ રીતે જાણી શકે છે. સ્થાન ઊર્ણ અર્થ આલંબન અને અનાલંબન આ પાંચ યોગોના દરેકની ઈચ્છા પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ- આ દરેક ભેદ ગણવાથી સ્થાનેચ્છા ઊચ્છા અર્થેચ્છા આલંબનેચ્છા અને અનાલંબનેચ્છા.... વગેરે વિશ ભેદ, યોગના થાય છે. એ દરેકના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ ચાર અનુષ્ઠાનના ભેદે કુલ એંશી ભેદ યોગના થાય છે. સ્થાનેચ્છપ્રીતિ ઊર્ટેચ્છપ્રીતિ અર્થેચ્છાપ્રીતિ આલંબનેચ્છાપ્રીતિ અનાલમ્બનેચ્છપ્રીતિ વગેરે એંશી ભેદ સહેલાઈથી સમજી શકાય છે.
ગ્રંથકાર પરમર્ષિ દસમી-અગિયારમી ગાથાથી ચૈત્યવંદનનું દૃષ્ટાંત વર્ણવે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
अरिहंतचेइयाणं, करेमि उसग्ग एवमाइयं । सद्धाजुत्तस्स तहा होइ जहत्थं पयन्नाणं ॥१०॥ एयं चऽत्थालंबण-जोगवओ पायमविवरीयं तु । इयरेसिं ठाणाइसु जत्तपराणं परं सेयं ॥११॥
શ્રી જિનેશ્વરદેવોએ વિહિત કરેલી તે તે ક્રિયાઓને વિશે શ્રદ્ધાયુક્ત આત્માને અરિહંત ચેઇયા કરેમિ કાઉસ્સગ્ગ...' ઈત્યાદિ ચૈત્યવંદન સંબંધી સૂત્રના વિષયમાં તે તે પ્રકારે - સ્વર, સંપદા અને હસ્વદીઘદિ માત્રા વગેરેના ઉપયોગપૂર્વક શુદ્ધ અને સ્પષ્ટ વર્ણક્રમે બોલવાથી વાસ્તવિક-ભ્રમાદિથી રહિત એવું પદજ્ઞાન થાય છે. કારણ કે શ્રવણેન્દ્રિયથી સાંભળવા દ્વારા થતા પદજ્ઞાનની પ્રત્યે શ્રોતાને કાન વગેરેની તકલીફ સ્વરૂપ દોષ ન હોય અથવા તો બાહ્ય કોલાહલ, પ્રતિકૂળ પવન વગેરે સ્વરૂપ દોષ ન હોય તો પદોનું ઉપર જણાવ્યા મુજબનું શુદ્ધ-સ્પષ્ટ ઉચ્ચારણ જ કારણ છે. આ પ્રમાણે દશમી ગાથાનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે કોઈ પણ ક્રિયામાં દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માએ ફરમાવેલ સૂત્રોનું ઉચ્ચારણ ખૂબ જ સ્પષ્ટપણે અને શુદ્ધ રીતે જ થવું જોઈએ, જેથી સાંભળનારમાં તેવો કોઈ દોષ ન હોય તો અને બાહ્ય કોઈ વિક્ષેપ ન હોય તો સાંભળનારને પરિશુદ્ધ પદજ્ઞાન થાય છે. આ રીતે ઉચ્ચારણકર્તાને
સ્થાન અને ઊર્ણયોગની પૂર્વે જણાવ્યા મુજબ પ્રાપ્તિ થાય છે. ઊર્ણયોગની પ્રાપ્તિથી તેની પૂર્વેનો સ્થાનયોગ, ઊર્ણયોગના યોગીને હોય-એ સમજી શકાય છે. કારણ કે છતે સામર્થ્ય આ રીતે ઊર્ણયોગનો યોગી સ્થાનસ્વરૂપ યોગની પ્રત્યે ઉપેક્ષાવાળો ન હોય
Page #84
--------------------------------------------------------------------------
________________
એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે અર્થ કે આલંબનાદિ યોગને પામતાં પહેલાં કેટલો પ્રયત્ન કરવાની જરૂર છે. આપણી આજ સુધીની અનંતી વારની ક્રિયાઓ યોગસ્વરૂપ કે યોગના કારણ સ્વરૂપ બની નથી-એ માન્યા વિના ચાલે એવું નથી. વર્તમાનની પણ આપણી કિયાઓ મોટાભાગની એવી છે-એ પણ એટલું જ સાચું છે. ચૈત્યવંદનાદિના પ્રસંગે તે તે સૂત્રો આજે આપણે બોલતી વખતે કેટલો અને કેવો ઉપયોગ રાખીએ છીએ-એનું વર્ણન થાય એવું નથી. વર્તમાનની આપણી આવી ક્રિયાઓમાં સ્થાન કે ઊર્ણયોગનાં દર્શન લગભગ થતાં નથી. એટલું જ નહિ, એનું અથાણું પણ આજે ક્યાંય દેખાતું નથી, એ કેટલું સારું છે-એ વિચારવાની જરૂર છે. દિવસમાં અનેક વાર કરાતી ચૈત્યવંદનાદિ ક્રિયાનાં તે તે સૂત્રો; ઉપર જણાવ્યા મુજબ ખૂબ જ ઉપયોગપૂર્વક શુદ્ધ અને સ્પષ્ટ બોલવાનો આગ્રહ હોવો જ જોઈએ-એનો ખ્યાલ સાધકોએ તો રાખવો જોઈએ ને ? એ માટે અભ્યાસદશામાં સૂત્રોનું પરિશુદ્ધ પરિજ્ઞાન મેળવવું જોઈએ. ગમે તે રીતે અનુપયોગથી સૂત્રો બોલવાથી કોઈ લાભ નથી. સૂત્રોનું અધ્યયન કરાવનારા પણ આજે આ તરફ જે ઉપેક્ષા કરી રહ્યા છે-એ તેમના કે બીજાના હિતમાં નથી. આથી સૂત્રની અવજ્ઞા થાય છે. એનું ફળ સારું નથી. અવજ્ઞાનું પાપ ખૂબ જ મોટું છે. એવા પાપનાં ભાજન બનવાથી આપણે દૂર રહીએ-એ દશમી ગાથાનો પરમસાર છે.
આ પરિશુદ્ધ એવું ચૈત્યવંદનાદિ સૂત્રનું પરિજ્ઞાન; અર્થ અને આલંબનયોગવાળા આત્માને મોટેભાગે અવિપરીત એટલે કે-ઈષ્ટ એવા
Page #85
--------------------------------------------------------------------------
________________
પરમ ફળસ્વરૂપ મોક્ષનું સાધક જ બને છે. અર્થ અને આલંબન યોગની જેઓને પ્રાપ્તિ થઈ નથી એવા અન્ય સાધકોનું એ ચૈત્યવંદનાદિ સૂત્રનું પરિજ્ઞાન; જો તે સાધકો પોતાના પરમતારક ગુરુભગવન્તના ઉપદેશાનુસાર સ્થાન અને ઊર્ણયોગમાં પુષ્કળ પ્રયત્ન કરવામાં તત્પર હોય અને અર્થ તથા આલંબનયોગની તેઓને તીવ્ર સ્પૃહા હોય તો જ કલ્યાણકારી છે..આ પ્રમાણે અગિયારમી ગાથાનો અક્ષરાર્થ છે. આ એક જ ગાથામાં ગ્રંથકારશ્રીએ ઘણી વાતો કહી છે. તે બધાનો ખૂબ જ સ્થિર ચિત્તે વિચાર કરવાની જરૂર છે. પૂર્વે જણાવ્યા મુજબ પ્રયત્નાતિશયે સ્થાન અને ઊર્ણયોગને પામ્યા પછી જો અર્થ અને આલંબનયોગની પ્રાપ્તિ ન થાય અથવા તો તે પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ન રહે તો તે સ્થાન કે ઊર્ણ યોગનું કોઈ ફળ નથી. કોઈ પણ સૂત્રના અર્થના રહસ્યનું જ્ઞાન - તે અર્થયોગ છે. સામાન્ય રીતે ‘ઉપદેશપદ’ વગેરે ગ્રંથમાં જણાવ્યા મુજબ એ અર્થજ્ઞાન સુધી પહોંચવા વાક્યાર્શ્વજ્ઞાન મહાવાક્યાર્થજ્ઞાન અને ઐદંપર્યાર્થજ્ઞાન-આ ત્રણ રીતે સૂત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહે છે. કોઈ પણ સૂત્રમાં જે પદો છે તેનાં જ અનુસંધાનમાત્રથી જે અર્થ પ્રતીત થાય છે તે અર્થપ્રતીતિને ‘વાક્યાર્થજ્ઞાન' કહેવાય છે. સૂત્રોમાંનાં પૂર્વાપરનાં વાક્યોનું તેમ જ એ સૂત્રના અર્થને જણાવનારાં અન્યસૂત્રોનાં વાક્યોનું અનુસંધાન કરીને વિરોધાદિનો પરિહાર કરી નય-નિક્ષેપાદિ દ્વારા જે અર્થ પ્રતીત થાય છે તે અર્થપ્રતીતિને ‘મહાવાક્યાર્થજ્ઞાન’ કહેવાય છે અને તે તે સૂત્રોના અર્થોની પ્રતીતિમાં શ્રી વીતરાગપરમાત્માની
૮૨
Page #86
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનું જ પ્રાધાન્ય જણાય છે તે અર્થપ્રતીતિને ‘ઐËપર્યાર્થજ્ઞાન’ કહેવાય છે. આ રીતે દરેક સૂત્રોના અર્થજ્ઞાનને પ્રાપ્ત કરવાથી જ વસ્તુત: અર્ધયોગની પ્રાપ્તિ થાય છે. શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને જાણનારા પરમતારક ગુરુદેવાદિ ઉપર અપાર શ્રદ્ધા હોય અને મોક્ષે જવાની ઈચ્છા પ્રબળ હોય તો જ આ પ્રમાણે ધીરતાપૂર્વક દરેક સૂત્રોના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું શક્ય થશે. આજે આરાધકવર્ગમાં તે તે સૂત્રોનું જ્ઞાન ઘણા ઓછાને હોય છે. એમાં પણ તેના અર્થનું જ્ઞાન ઘણા જ અલ્પ આરાધકોને હોય છે. અને અર્થયોગસ્વરૂપ અર્થનું જ્ઞાન કોને છે-એ શોધવા જવું પડશે. ખરેખર જ યોગના અર્થીપણામાં શંકા જાગે એવી આજની મોટાભાગની યોગની સાધના છે. આના કરતાં બીજી કઇ યોગમાર્ગની વિટંબના છે ? ચૈત્યવંદનની ક્રિયા પ્રસંગે પ્રથમસ્તુતિ વખતે શ્રી તીર્થંકરપરમાત્માઓમાંના કોઈ એક શ્રી તીર્થંકર પરમાત્માનું આલંબન લેવાય છે. અર્થાત્ તેઓશ્રીને ઉદ્દેશીને સ્તુતિ કરાય છે. બીજા દંડકમાં એટલે કે બીજી સ્તુતિ માટે બોલાતાં સૂત્રોમાં સર્વ તીર્થંકરપરમાત્માઓનું આલંબન છે. ત્રીજી સ્તુતિ માટેનાં તે તે સૂત્રોના ઉચ્ચારણમાં પ્રવચન-આગમનું આલંબન છે. અને ચોથી સ્તુતિ માટેનાં તે તે સૂત્રોના ઉચ્ચારણપ્રસંગે શાસનના અધિષ્ઠાયક એવા સમક્તિધારી દેવ-દેવીઓનું આલંબન છે. આવા આલંબનમાં અને તે તે સૂત્રના વાક્યાર્યાદિના પરિશુદ્ધ અર્થમાં ચિત્તની સ્થિરતાવાળા સાધક આત્માને ઉપર જણાવ્યા મુજબનું તે તે સૂત્રનું પરિજ્ઞાન મોક્ષનું સાધક બને છે.
૮૩
Page #87
--------------------------------------------------------------------------
________________
કારણ કે અર્થયોગ અને આલંબનયોગ; બંન્ને જ્ઞાનયોગસ્વરૂપ હોવાથી ઉપયોગસ્વરૂપ છે. ઉપયોગસહિત ચૈત્યવંદન ભાવચૈત્યવંદન હોવાથી તે અમૃતાનુષ્ઠાન છે, જે અવશ્ય નિર્વાણસ્વરૂપ ફળનું સાધક બને છે. કોઈ વાર ભૂતકાળમાં ઉપાર્જન કરેલા અને કોઈ પણ રીતે જેની નિર્જરા થાય એવી નથી એવા નિરુપક્રમ; મોક્ષમાર્ગના બાધક એવા ચિત્તની વૃદ્ધિના કારણભૂત કર્મના ઉદયથી સાધકને ફળની પ્રાપ્તિમાં વિલંબ થાય છે. તેથી આવા અપાયસહિત યોગમાં ચોક્કસ મોક્ષસાધતા વિના વિલંબે હોતી નથી. તેથી આ ગાથામાં પ્રાયઃ પદનો નિર્દેશ છે. આવો કોઈ અપાય જેને નથી એવા નિરપાયયોગીઓને તો ઉપર જણાવ્યા મુજબ ભાવચૈત્યવંદનથી વિના વિલંબે અવશ્ય પરમફળની પ્રાપ્તિ થાય છે. જે સાધક આત્માઓને અર્થ અને આલંબન યોગની પ્રાપ્તિ થઈ નથી, પરંતુ તેઓ તે બન્ને યોગની તીવ્ર સ્પૃહા ધરાવે છે અને ગુરુભગવંતના વચનાનુસાર સ્થાન અને ઊર્ણયોગમાં પ્રયત્નશીલ છે; એવા સાધક આત્માઓ તેવા પ્રકારના જ્ઞાનથી રહિત હોવાથી વાચના પૃચ્છના કે પરાવર્તન વખતે અનુપ્રેક્ષાથી અર્ધા અર્થની વિચારણાથી શૂન્ય હોય છે, તેથી તેમની તે તે ક્રિયાઓ વિશિષ્ટ ઉપયોગથી રહિત હોવાથી દ્રવ્યક્રિયાઓ છે. પરંતુ તે ક્રિયાઓ તે તે સાધકની ઉપર જણાવ્યા મુજબની અર્થયોગ અને આલંબનયોગની તીવ્ર સ્પૃહાના કારણે તથા સ્થાનયોગ અને ઊર્ણયોગના પુષ્કળ પ્રયત્નના કારણે ભાવચૈત્યવંદનનું કારણ બનવાથી તદ્દહેતુ અનુષ્ઠાન બને છે. જેથી પરંપરાએ સાધક આત્માને પરમફળની પ્રાપ્તિ થાય
Page #88
--------------------------------------------------------------------------
________________
છે-આ પ્રમાણે અગિયારમી ગાથાનો ભાવાર્થ છે.
આથી સમજી શકાશે કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં અમૃતાનુષ્ઠાનનું અને અમૃતાનુષ્ઠાનના કારણભૂત તદ્દહેતુ અનુષ્ઠાનનું જ મહત્ત્વ છે. આ બે અનુષ્ઠાનને છોડીને બીજા કોઈ અનુષ્ઠાનની આ શાસનમાં કિંમત નથી. નાનું કે મોટું પણ અનુષ્ઠાન જો ઉપયોગપૂર્વકનું અથવા તો ઉપયોગની તીવ્ર ઈચ્છાપૂર્વકનું ન હોય તો તેનું કોઈ ફળ નથી. યોગમાર્ગની સાધનામાં ભાવનું અને ભાવની ઈચ્છાનું જે મહત્ત્વ છે, તે કોઈ પણ રીતે સાધક આત્માઓએ નિરંતર યાદ રાખવું જોઈએ.
આ રીતે ભાવચૈત્યવંદન અને પ્રધાનભૂત દ્રવ્યચૈત્યવંદનનું સ્વરૂપ વર્ણવીને હવે, જે આત્માઓ સ્થાનાદિયોગમાં પ્રયત્ન કરતા નથી અને પોતાની ઈચ્છા મુજબ જેમ ફાવે તેમ ચૈત્યવંદન કરે છે-તે આત્માઓની તે ચૈત્યવંદનની ક્રિયા પ્રધાનભૂત દ્રવ્યક્યિા નથી અર્થા અપ્રધાન દ્રવ્યક્રિયા છે જેનું કોઈ ફળ નથી, પરન્તુ વિપરીત-અનિષ્ટ ફળ છે, તેથી સહેજ પણ સ્થાનાદિયોગમાં પ્રયત્ન નહિ કરનારાઓને ચૈત્યવંદન સૂત્રોનું પ્રદાન કરવાનું (ભણાવવાનું) યોગ્ય નથી-એ વસ્તુને ગ્રંથકાર પરમર્ષિ બારમી ગાથાથી ફરમાવે છે
इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ । ता अणुरूवाणं चिय कायव्वो एयविनासो ॥१२॥
અર્થયોગ અને આલંબનયોગથી રહિત આત્માઓ સ્થાનયોગ કે ઊર્ણયોગ માટે પ્રયત્નાતિશય કરતા ન હોય તો તેમનું ચૈત્યવંદન
Page #89
--------------------------------------------------------------------------
________________
અનુષ્ઠાન; મનનો ઉપયોગ ન હોવાથી માત્ર કાયવાસિત અને વચનથી વાસિત છે. અર્થાત્ સંમૂચ્છિમછવોની કાયાની ચેષ્ટા અને વચનની ચેષ્ટા જેવું છે. તેથી જ તે અનનુષ્ઠાનસ્વરૂપ હોવાથી તેનું કોઈ જ ફળ નથી-એટલું જ નહિ, તેમનું તે ચૈત્યવંદનનું અનુષ્ઠાન મહામૃષાવાદ છે. કારણ કે “સ્થાન(ઊભા રહેવું), મૌન અને ધ્યાન વડે મારા આત્માનો હું ત્યાગ કરું છું.”. ઈત્યાદિ સ્વરૂપ પ્રતિજ્ઞાના સ્વીકારપૂર્વક ચૈત્યવંદનમાં કાઉસ્સગ્ન કરવાનો છે અને એમાં સ્થાનાદિનો ભંગ કરવાથી મૃષાવાદ સ્પષ્ટ છે, તેમ જ સ્વયં વિધિના વિપર્યયસ્વરૂપ અવિધિથી પ્રવૃત્તિ કરવાના કારણે એ પ્રવૃત્તિને જોઈને બીજાઓને એવું જ્ઞાન થાય છે કે- કાઉસ્સગ્ગ આ પ્રમાણે કરવાનો છે : એટલે બીજાઓને આવું જે મિથ્યાજ્ઞાન થાય છે તેમાં પોતે નિમિત્ત બનવાથી મહામૃષાવાદ છે. કારણ કે લોમાં કોઈ મૃષાવાદ કરે તો તેનાથી લોકો તેને ઉપાદેય માનતા નથી. જ્યારે લોકોત્તરમાર્ગમાં ઉપર જણાવ્યા મુજબ આવી મૃષાવાદની પ્રવૃત્તિથી લોકો તેને ઉપાદેય આદરણીય માને છે. આથી સ્પષ્ટ છે કે -અર્થયોગ અને આલંબનયોગથી રહિત આત્માઓનું ચૈત્યવંદનનું અનુષ્ઠાન સ્થાનાદિ યોગમાં પ્રયત્ન ન હોય તો વિપરીત ફળવાળું પણ છે. આથી જ અનુરૂપ-યોગ્ય જીવોને વિશે જ આ ચૈત્યવંદનાદિ સૂત્રોનો વિન્યાસ એટલે કે સૂત્રોનું પ્રદાન કરવું જોઈએ.
બારમી ગાથાનો ઉપર જણાવેલો ભાવાર્થ સમજાશે તો યોગમાર્ગની યોગ્યતાની ઉપાદેયતા પણ સમજી શકાશે. લૌકિક ગણાતા
૮૬
Page #90
--------------------------------------------------------------------------
________________
સામાન્ય કે વિશેષ કોટિના કોઈ પણ વ્યવહારમાં યોગ્યતાની ઉપેક્ષા નહિ કરનારા ક્યા કારણથી યોગમાર્ગનું પ્રદાન કરતી વખતે યોગ્યતાની ઉપેક્ષા કરે છે-એ સમજવાનું આપણા માટે સહેલું નથી. આજે ચાલી રહેલા સામુદાયિક અનુષ્ઠાનો યોગ્યતાની ઉપેક્ષાનાં આશ્રયસ્થાનો છે. વસ્તુ અત્યન્ત ઉત્તમ હોય તો પણ તે અયોગ્ય વ્યક્તિઓને આપવાથી કયો લાભ થવાનો છે ? વાતવાતમાં પ્રતિજ્ઞાઓ આપનારાઓ માટે અને એવાઓ પાસે વ્રતાદિને ગ્રહણ કરનારાઓ માટે આ બારમી ગાથા હૈયામાં કોતરી રાખવા જેવી છે.
આ બારમી ગાથાના આશયને વર્ણવતાં ટીકાકારશ્રી ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-સ્થાનાદિ યોગથી પરિશુદ્ધ પણ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન; આ લોકસંબધી કીર્તિ, માન, સન્માનાદિની ઈચ્છાથી અથવા તો પરલોકસંબંધી સ્વર્ગાદિની સુખ સમૃદ્ધિની ઈચ્છાથી જેઓ કરે છેતેઓનાં પણ તે અનુષ્ઠાનો મહામૃષાવાદ છે. કારણ કે લોકોત્તર એવાં અનુષ્ઠાનો મોક્ષ માટે કરવાની પ્રતિજ્ઞાથી વિહિત હોવા છતાં તેનાથી વિપરીત આશયથી કરવાથી તે તે અનુષ્ઠાનોનો સમાવેશ વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાનમાં થાય છે. તેથી તે તે અનુષ્ઠાનો મહામૃષાવાદનું કારણ હોવાથી વિપરીત ફળવાળા છે. પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજાએ આ વાતને વિસ્તારથી સમજાવવા માટે ગ્રંથકારશ્રીના યોગબિંદુ ગ્રંથના આધારે અહીં પાંચેય અનુષ્ઠાનોનું સ્વરૂપ વર્ણવ્યું છે. એનો પણ થોડો વિચાર અહીં કરી લેવાની જરૂર છે.
આ લોકસંબંધી ફળની ઈચ્છાથી, પરલોકસંબંધી ફળની ઈચ્છાથી;
Page #91
--------------------------------------------------------------------------
________________
કોઈ પણ જાતના વિચાર વિના; અનુષ્ઠાન પ્રત્યેના રાગવિશેષથી અને શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાથી કરાતાં ગુરુપૂજનાદિ દરેક અનુષ્ઠાનના-અનુક્રમે વિષ, ગરલ, અનનુષ્ઠાન, તતુ અને અમૃત આ પાંચ પાંચ ભેદ છે. એમાં વિષાનુષ્ઠાન તેને કહેવાય છે કે-જે અનુષ્ઠાન આ લોકસંબંધી કોઈ પણ ઈષ્ટ વસ્તુનો લાભ પૂજા ખ્યાતિ વગેરેની અપેક્ષાથી કરાય છે. મોક્ષસાધક એવા અનુષ્ઠાનથી મોક્ષની અપેક્ષાએ અત્યન્ત તુચ્છ એવી વસ્તુની યાચના કરવાના કારણે મહાન અનુષ્ઠાનને તુચ્છ બનાવવાથી અને સુંદર એવા ચિત્તનો નાશ કરતું હોવાથી એ અનુષ્ઠાન વિજેવું છે, તેથી તેને વિષાનુષ્ઠાન કહેવાય છે. આ લોકસંબંધી કોઈ પણ અપેક્ષા ન હોવા છતાં પરલોકનાં દિવ્યસુખદિની અભિલાષાથી કરાતા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે. વિષાનુષ્ઠાનની જેમ જ આ અનુષ્ઠાન સુંદર ચિત્તનો નાશ કરે છે. ખરાબ-વિરુદ્ધ દ્રવ્યોના સંયોગવિશેષથી ઉત્પન્ન થતા વિષને ‘ગર’ કહેવાય છે. તે તત્કાલ અનર્થનું કારણ બનતું નથી, પરંતુ કાલાન્તરે અનર્થનું કારણ બને છે. સન્નિપાતની જેમ મુગ્ધ થયેલાનું; ફળ કે સ્વરૂપાદિને વિશે કોઈ પણ જાતની વિચારણા વિનાનું જે અનુષ્ઠાન છે-તેને અનનુષ્ઠાન કહેવાય છે. આ ત્રણેય અનુષ્ઠાનો સર્વથા હેયકોટિનાં છે. સાધક આત્માઓએ પોતાનું કોઇ પણ જાતનું અનુષ્ઠાન આ ત્રણમાં સમાય નહિ–એની કાળજી રાખવી જોઇએ. અચરમાવર્ત્તકાળમાં ગમે તેવું સુંદર-લોકોત્તર જણાતું અનુષ્ઠાન આ ત્રણ અનુષ્ઠાનથી જુદું હોતું નથી. જીવને શ્રી સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ થવા પૂર્વેના એક
૮૮
Page #92
--------------------------------------------------------------------------
________________
પુગલપરાવર્તકાળને ચરમાવર્તકાળ કહેવાય છે. બાકીના બધા કાળને અચરમાવર્તકાળ કહેવાય છે. અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી જેટલો કાળ એક પુદ્ગલપરાવર્તમાં સમાય છે. આવા અનંત પુલપરાવર્તોનો અચરમાવર્તકાળ છે. એ કાળ દરમ્યાન જીવની ગમે તેટલી લઘુકર્મિતા હોય તો પણ આ ત્રણ અનુષ્ઠાનોને છોડીને બીજા કોઇ અનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી. એવા સદનુષ્ઠાનને પ્રાપ્ત કરવાની યોગ્યતા માત્ર ચરમાવર્તકાળમાં હોય છે.
ચરમાવર્તકાળને પામ્યા પછી પ્રાપ્ત થયેલી યોગ્યતાવિશેષને આશ્રયીને પ્રાપ્ત થનારાં સદનુષ્ઠાનોમાં તહેતુ-અનુષ્ઠાન તેને કહેવાય છે કે-જે અનુષ્ઠાન, સદનુષ્ઠાનના રાગ-બહુમાનવિશેષથી થાય છે. પ્રારંભિક ધાર્મિક અવસ્થામાં થનારું આ અનુષ્ઠાન, દેવપૂજાદિ આચારના પરિણામવાળા આત્માને; મુતિ પ્રત્યેના દ્વેષના અભાવના કારણે અથવા તો મુકૃતિ પ્રત્યેના સહેજ રાગના કારણે જે શુભભાવ જન્મે છે તેના કારણે અમૃત-અનુષ્ઠાનનું ચોક્કસ કારણ બને છે. અમૃત અનુષ્ઠાનની જ્યાં સુધી આપણને પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી સાધક આત્માને આ તહેંતુ-અનુષ્ઠાનને અભ્યસ્ત બનાવવું પડે છે. તહેતુ-અનુષ્ઠાનમાં વર્ણવેલ સદનુષ્ઠાનનું બહુમાન મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ, મુક્તિ પ્રત્યેનો અલ્પ પણ રાગ અને અલ્પ એવો શુભભાવ.. આ બધાનો વિચાર કરીએ તો સમજાશે કે તહેતુ અનુષ્ઠાન પ્રાપ્ત કરવાનું કેટલું કપરું છે ! પુણ્યના ઉદયથી ગમે તેવા સુખમય દેખાતા સંસાર ઉપરથી નજર ખસે અને પાપના ઉદયથી ગમે
Page #93
--------------------------------------------------------------------------
________________
તેવી પ્રતિકૂળતાના કાળમાં દુ:ખ પ્રત્યે દ્વેષ ન થાય તો જ તદ્ભુતુ અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું શક્ય છે. બાકી તો કોઇ પણ જાતનું દેખાતું સદનુષ્ઠાન અસદનુષ્ઠાન જ રહેવાનું. આ બધું વારંવાર કહેવા પાછળ આશય એક જ છે કે યોગમાર્ગની અવિચલ શ્રદ્ધાવંત સાધકોએ કોઇ પણ સંયોગોમાં આ બધી વાતો પ્રત્યે દુર્લક્ષ્ય કરવું ન જોઇએ. જાણ્યા પછી અને શ્રદ્ધા જન્મ્યા પછી જ્ઞાન અને શ્રદ્ધાને સર્વથા નકામાં બનાવનાર કોઇ હોય તો તે, તે તે અનુષ્ઠાનના આચરણ પ્રત્યેનું દુર્લક્ષ્ય છે. આવું દુર્લક્ષ્ય સાધક આત્માને તો ન જ પાલવે.
અમૃતાનુષ્ઠાનનું વર્ણન કરતી વખતે ગ્રંથકાર પરમર્ષિએ યોગબિંદુમાં ફરમાવ્યું છે કે-શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશ્યું છે-એવી એકમાત્ર શ્રદ્ધાની પ્રધાનતાએ અતિશય મોક્ષાભિલાષથી જે અનુષ્ઠાન કરાય છે તે અમરણ-મોક્ષનું કારણ હોવાથી તે અનુષ્ઠાનને શ્રી ગૌતમાદિ મહામુનિભગવંતો અમૃતાનુષ્ઠાન કહે છે. આ પાંચ અનુષ્ઠાનમાં પ્રથમ ત્રણ અનુષ્ઠાનો તો અનુષ્ઠાનાભાસ હોવાથી એકાન્તે અહિતકર છે. છેલ્લાં બે અનુષ્ઠાનો તો સદ્યોગસ્વરૂપ હોવાથી હિતકર છે. તેથી આ બધી વસ્તુનો વિચાર કરી જીવની યોગ્યતા જોઇને યોગ્યતાસંપન્ન આત્માઓને જ ચૈત્યવંદનાદિ સૂત્રોનું પ્રદાન કરવું જોઇએ.
ચૈત્યવંદનસૂત્રોના વિન્યાસ માટે જે જીવો યોગ્ય છે તેનું નિરૂપણ તેરમી ગાથાથી કરાય છે.
जे देसविरइजुत्ता जम्हा इह वोसिरामि कायं ति । સુવ્વદ્ વિજ્ઞપ્ રૂમ તા સમ્મે ચિંતિયમિનું તાશા
૯૦
Page #94
--------------------------------------------------------------------------
________________
અહીં ચૈત્યવંદનસૂત્રના પ્રદાન વિશે જે જીવો દેશવિરતિથી યુક્ત એટલે કે પાંચમા ગુણસ્થાનકના પરિણામને પામેલા છે તે જીવો યોગ્ય છે. કારણ કે ચૈત્યવંદનના સૂત્રમાં “વોસિરામિ ” અર્થાત્ કાયાનો ત્યાગ કરું છું-આ અર્થને જણાવનારા પદનો પ્રયોગ છે. આવી પ્રતિજ્ઞા ઉપર જણાવ્યા મુજબ વિરતિના પરિણામમાં સંભવે છે. જો વિરતિનો પરિણામ ન હોય તો આ રીતે કાયોત્સર્ગનો સંભવ નથી. કાયોત્સર્ગ તો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ ચારિત્રમાંના ગુણિસ્વરૂપ ચારિત્રનો ભેદ-પ્રકાર છે. આથી સારી રીતે આ વિચારવું જોઈએ કેવયં ચુનિ આવી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય-એ માટે ચૈત્યવંદનનું અનુષ્ઠાન કરવાના અધિકારી તરીકે-દેશવિરતિના પરિણામવાળા જ જીવોને અહીં વર્ણવ્યા છે. - આ ગાથામાં ચૈત્યવંદનના અધિકારી તરીકે જે દેશવિરતિયુક્ત જીવોને જણાવ્યા છે તે મધ્યમ અધિકારીરૂપે વર્ણવ્યા છે. ત્રાજવાના દંડના ગ્રહણથી જેમ તેની આજુબાજુના બંન્ને પલ્લાનું ગ્રહણ થાય છે તેમ અહીં પણ મધ્યમ અધિકારીના વર્ણનથી તેનાથી નીચી અને ઊંચી કક્ષાના અધિકારીઓનું પણ ગ્રહણ છે. તેથી ચૈત્યવંદનાદિસ્વરૂપ શ્રેષ્ઠકોટિના પરમઅમૃતઅનુષ્ઠાનમાં પરાયણ એવા સર્વવિરતિધર પૂજ્ય સાધુભગવંતો વાસ્તવિક રીતે જ ચૈત્યવંદનાદિસ્વરૂપ તહેતુ અનુષ્ઠાન કરવામાં તત્પર હોય છે. ચૈત્યવંદનના શ્રેષ્ઠ અધિકારી તેઓ છે અને વ્યવહારથી ચૈત્યવંદનના અધિકારી, અપનબંધક જીવો પણ છે. કારણ કે ગ્રંથકારશ્રીએ પોતે રચેલા પંચાશક વગેરે ગ્રંથમાં અપુનબંધક જીવોને
૧.
Page #95
--------------------------------------------------------------------------
________________
કુગ્રહનો વિરહ પ્રાપ્ત થવાના કારણે તેઓનું ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન ફળવિશેષનું કારણ બને છે એમ જણાવ્યું છે. જે જીવો તીવ્રભાવે પાપ કરતા નથી, જેઓને સંસાર પ્રત્યે બહુમાન હોતું નથી અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિને કરવામાં જેઓ તત્પર હોય છે તેઓને અપુનબંધક કહેવાય છે. હવે પછી કોઈ પણ વાર મિથ્યાત્વ મોહનીયકર્મની ૭૦ કોટાકોટિ સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરવાના નથી, એવા અપુનબંધકદશાને પામેલા જીવો ખૂબ જ સરળ હોવાથી કુતર્ક કરતા નથી. કુતર્કનું સ્વરૂપ સમજવા માટે યોગબિંદુ વગેરે ગ્રંથમાં એક સરસ દૃષ્ટાંત છે. ગમે તે કારણે તોફાને ચઢેલા હાથીના મહાવતે “હાથી મારે છે, હાથી મારે છે..” એમ કહીને લોકોને હાથીથી દૂર રહેવા ચેતવણી આપી. ત્યારે વિદ્વાન ગણાતા બે જણાએ સામે દલીલ કરી કે-હાથી; પાસે રહેલાને મારે છે કે દૂર રહેલાને ? જો પાસે રહેલાને મારે તો સૌથી પહેલા તને (મહાવતને) મારે અને દૂર રહેલાને મારે તો દૂર જવાથી કશું વળવાનું નથી... ઇત્યાદિ વાતચીત ચાલતી હતી એટલામાં તો હાથી આવ્યો અને બંન્નેને સૂંઢથી ઊંચફયા. માંડ માંડ મહાવતે તેમને છોડાવ્યા. આ ઉપરથી સમજી શકાશે કે-તદ્દન સરળ એવી વસ્તુને પણ કુતર્કના કારણે સમજી શકાતી નથી. સદ્ગુરુભગવંતોના પરમશ્રદ્ધેય વચનના શ્રવણાદિથી અપુનબંધકદશાને પામેલા પુણ્યાત્માઓને, કુતર્કની નિવૃત્તિસ્વરૂપ કુગ્રહનો વિરહ પ્રાસ થાય છે. આ સરળતા ખૂબ જ આવશ્યક છે. અજ્ઞાનીજનો પણ આ સરળતાના પ્રભાવે ઇષ્ટ ફળને વિના વિને પ્રાપ્ત કરી લે છે અને
૯૨
Page #96
--------------------------------------------------------------------------
________________
કહેવાતા વિદ્વાનો વક્રતાના કારણે ઇષ્ટ ફળને તો પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ અનિષ્ટફળને પ્રાપ્ત કરે છે. આ રીતે ચૈત્યવંદનના અધિકારી ત્રણ છે. અપુનબંધક આત્માઓ, દેશવિરતિધરો અને સર્વવિરતિધરો. આ સિવાયના જીવો ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનના અધિકારી નથી. જેઓ અપુનબંધકભાવને કે દેશથી અથવા સર્વથી વિરતિના ભાવને સ્પર્યા નથી, વિધિ પ્રત્યે જેમને બહુમાન કે આદર-પ્રીતિ વગેરે કાંઈ નથીએવા જે લોકો દેખાદેખીથી ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કરે છે, તે સર્વથા અયોગ્ય છે.
આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે યોગમાર્ગની પ્રત્યે સૌથી મહત્વનું સાધન યોગની યોગ્યતા છે. અયોગ્ય વ્યક્તિઓને ઊંચામાં ઊંચું સાધન આપવામાં આવે તો કેવો અનર્થ સર્જાય-એની કલ્પના આપણને છે જ. અચિત્ય સામર્થ્યશાળી આ લોકોત્તર યોગના સાધનભૂત તે તે અનુષ્ઠાન કરતી વખતે આપણે સૌ એને અનુકૂળ એવી યોગ્યતા પામી લઇએ-એ ખૂબ જ જરૂરી છે. વર્તમાનમાં જે રીતે અધ્યયન-અધ્યાપન ઉપધાનાદિ અનુષ્ઠાનો અને ઉત્સવમહોત્સવો વગેરે કાર્યો થઈ રહ્યાં છે એ બધું જોઈએ તો કહેવું પડે કે એ બધું આ તેરમી ગાથાની સાથે સંવાદી નથી જ. વિસંવાદી એ પ્રવૃત્તિ કોઈ પણ રીતે આપણને યોગ્ય નહિ બનાવે. ૧૩ તે ઉપર જણાવ્યા મુજબ યોગ્ય જીવોને જ ચૈત્યવંદનાદિનાં સૂત્રોનું પ્રદાન કરવા સ્વરૂપ વિધિનો આગ્રહ રાખીએ તો તીર્થના ઉચ્છેદનો પ્રસંગ આવશે. કારણ કે આવી યોગ્યતાને પામેલા જીવો માત્ર બે
Page #97
--------------------------------------------------------------------------
________________
ત્રણ મળશે, અને ક્રમે કરી તેનો નાશ થશે. આવી યોગ્યતા ન હોય તોપણ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન અવિધિપૂર્વક કરાવવાથી તેવા પ્રકારના આચરણથી તેની પરંપરા ચિરકાળ રહેશે. તેથી તીર્થનો ઉચ્છેદ ન થાય-એ માટે અવિધિપૂર્વના પણ અનુષ્ઠાનનો આદર કરવો જોઇએઆ પ્રમાણેની શંકાના સમાધાન માટે ચૌદમી ગાથાની રચના છે
तित्थस्सुच्छेयाइ वि एत्थ नालंबणं जमेमेव ।। सुत्तकिरियाइनासो एसो असमंजसविहाणा ॥१४॥
અહીં અવિધિપૂર્વકના અનુષ્ઠાનને ઉપાદેય તરીકે વર્ણવવા માટે ઉપર જણાવ્યા મુજબ તીર્થના ઉચ્છેદનું આલંબન લેવું જોઈએ નહિ. કારણ કે આ રીતે અવિધિપૂર્વક અનુષ્ઠાન કરવા વગેરેના કારણે શાસ્ત્રવિહિત ક્રિયાની અપેક્ષાએ વિપરીત કિયા થાય છે અને તેથી આવી અસમંજસ પ્રવૃત્તિથી અશુદ્ધકિયાની પરંપરા સર્જાય છે, જેથી ક્રમ કરીને સૂત્રવિહિત ક્રિયાનો નાશ થાય છે-આ તીર્થનો ઉચ્છેદ છે. આથી સમજી શકાશે કે જે લોકો “તીર્થનો ઉચ્છેદ' થવાના ભયથી અવિધિપૂર્વકના અનુષ્ઠાનનો આદર કરવાનું જણાવે છે તેઓ જ વસ્તુતઃ સૂત્રવિહિત ક્રિયાના નાશ સ્વરૂપ તીર્થનો ઉચ્છેદ કરી રહ્યા છે. કારણ કે તીર્થ નામના જનસમુદાયને તીર્થ કહેવાતું નથી, પરંતુ શ્રીતીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ પોતપોતાને ઉચિત એવી સૂત્રવિહિત ક્રિયાને કરનારાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો સમુદાય એ તીર્થ છે. આજ્ઞારહિત જનસમુદાયને તો હાડકાંના સમુદાયરૂપે વર્ણવ્યો છે. આથી સ્પષ્ટ છે કે અવિધિ કરવાથી સૂત્રવિહિત ક્રિયાનો
Page #98
--------------------------------------------------------------------------
________________
નાશ થવાના કારણે પરમાર્થથી તીર્થનો ઉચ્છેદ થાય છે. તેથી તીર્થના ઉચ્છેદભયથી જે લોકો અવિધિપૂર્વકના અનુષ્ઠાનને આદરણીય જણાવે છે તે લોકોને વ્યાજ લેતાં મૂડી ખોવાનો પ્રસંગ આવે છે. ૧૪
સૂત્રવિહિત ક્રિયાનો નાશ-એ ખૂબ જ અહિતકારી છે એ જણાવવા માટે પંદરમી ગાથાની રચના છે
सो एस वंकओ चिय न य सयमयमारियाणमविसेसो । एयं पि भावियव्वं इह तित्थुच्छेयभीरुहिं ॥१५॥
આ પંદરમી ગાથામાં જે વાત ગ્રંથકાર પરમર્ષિએ વર્ણવી છે, એ વાત ખૂબ જ શાંતચિત્તે વિચારવાની ઘણી જરૂર છે. આજે મોટાભાગના આરાધવર્ગને જે શંકા છે તે આજથી ૧૭૦૦ થી પણ અધિક વર્ષો પૂર્વે ગ્રંથકારશ્રીએ પ્રગટ કરીને તેનું સમાધાન અહીં કર્યું છે. ખૂબ જ સંક્ષેપથી આ ગાળામાં જે ભાવ વર્ણવ્યો છે-એ ભાવને ખૂબ જ વિસ્તારથી વર્ણવવાનું કાર્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ કર્યું છે. એટલે
એ મુજબ જ આ ગાથાના સારને આપણે સમજી લઈએ. ચૌદમી ગાથામાં જણાવ્યા મુજબ જે સૂત્રવિહિત ક્રિયાનો નાશ છે-તે અંતે તો તારક એવા તીર્થના ઉચ્છેદમાં જ પરિણમે છે, તેથી તે વક એટલે કે દુરંત દુઃખસ્વરૂપ ફળને જ આપવાવાળો બને છે.
“શુદ્ધ-શાસ્ત્રવિહિત જ ક્રિયાનો પક્ષપાત કરીએ તો તેવી શુદ્ધ ક્રિયાનો લાભ ન થવાથી અને અશુદ્ધ ક્રિયાનો સ્વીકાર નહિ કરવાથી સ્વાભાવિક જ આપમેળે ક્રિયા નહિ કરવાનો પરિણામ આવી પડે છે અને તેથી તીર્થનો ઉચ્છેદ તો થવાનો જ. પરંતુ જેમ-તેમ પણ અનુષ્ઠાનનું
૯૫
Page #99
--------------------------------------------------------------------------
________________
આલંબન લેવાથી શ્રી જિનેશ્વરભગવંતોએ ઉપદેશેલી ક્રિયાને કરનારા લોકોના સમુદાયસ્વરૂપ તીર્થનો વિનાશ તો નહિ થાય. આ રીતે અવિધિપૂર્વક કરાતી ક્રિયાને ચલાવી લેવામાં ઉપદેશક એવા ગુરુને કોઇ દોષ પણ નથી. કારણ કે સર્વથા ક્રિયાને નહિ કરનારાની જેમ જ અવિધિપૂર્વક ક્રિયા કરનારાઓની એ પ્રવૃત્તિ માત્ર પોતાના પરિણામના કારણે જ થતી હોય છે. ઉપદેશક એવા ગુરુ તો માત્ર ક્રિયામાં પ્રવર્તાવે છે. એમને ઉપર જણાવ્યા મુજબ તીર્થના વ્યવહારની રક્ષા કરવાદિ દ્વારા ગુણની પ્રાપ્તિ થાય છે.’’ આ પ્રમાણે જેઓ કહે છે, તેમની વાત બરાબર નથી. એ જણાવવા ગ્રંથકારશ્રી ફરમાવે છે કે ન ય सयमयमारियाणमविसेसो ।
આશય એ છે કે જાતે મરેલામાં અને બીજાએ મારેલામાં વિશેષતા નથી-એવું નથી. કારણ કે જાતે મરેલા સ્થળે આપણો પોતાનો દુષ્ટ આશય નિમિત્ત બનતો નથી. પરંતુ જ્યારે આપણે કોઇને મારીએ છીએ ત્યારે મરાતા જીવનો કર્મવિપાક એમાં નિમિત્ત હોવા છતાં આપણો પોતાનો દુષ્ટ આશય પણ જેમ નિમિત્ત બને છે, તેમ જે જીવો પોતાની મેળે ક્રિયામાં પ્રવૃત્ત થયા નથી, તેઓની તે અપ્રવૃત્તિમાં ગુરુભગવંતને કોઇ દોષ નથી. પરંતુ પૂ.ગુરુદેવશ્રીની અવિધિની પ્રરૂપણાનું આલંબન લઇને જે શ્રોતા અવિધિમાં પ્રવર્તે છે, તેની તે ઉન્માર્ગપ્રવૃત્તિમાં ગુરુ પ્રવર્તક બનતા હોવાથી ગુરુને મહાદોષનો પ્રસંગ છે જ. શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પણ ફરમાવ્યું છે કે-‘પોતાના શરણે આવેલાનું જેમ પોતે માથું છેદે-એમ આચાર્યભગવંતો પણ ઉત્સૂત્રનું પ્રરૂપણ
૬
Page #100
--------------------------------------------------------------------------
________________
કરવાથી પોતાના શરણે આવેલાનું માથું છેદવાનું જ કાર્ય કરે છે.” - આ રીતે અવિધિની પ્રરૂપણામાં જ ગુરુભગવંતને દોષ છે - એવું નથી. પરંતુ જ્યારે જ્યારે એકલી વિધિની પ્રરૂપણા કરતી વખતે તેની સાથે અવિધિનો નિષેધ કરવામાં ન આવે તો તેની આશંસાના કારણે અનુમોદનાનો પણ પ્રસંગ આવે છે. આથી ઉપદેશકો સ્પષ્ટ રીતે સમજી શકે છે કે-“આ બધા પોતાની મેળે જ અવિધિમાં પ્રવૃત્ત થયા છે. હું શું કરું? મારો આમાં દોષ નથી. હું તો ક્રિયાનો જ ઉપદેશ આપું છું. અવિધિ કરવાનું હું કહેતો નથી.” આવા પ્રકારનું સાવ બોદું આલંબન લઈને પરહિતમાં રત એવા કોઈ પણ ધર્માચાર્યે અવિધિ પ્રત્યે ઉદાસીનતા નહિ રાખવી. પરંતુ સર્વ રીતે પ્રયત્ન કરી અવિધિનો નિષેધ કરી વિધિમાર્ગમાં જ શ્રોતાઓને પ્રવર્તાવવા જોઈએ. આ રીતની દેશનાથી જ શ્રોતાઓને માર્ગમાં પ્રવેશ કરાવી શકાશે. અન્યથા તો ઉન્માર્ગમાં તેમનો પ્રવેશ કરાવી તેમના ભાવપ્રાણની હત્યા જ કરાશે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે અહીં ખૂબ જ માર્મિક ટકોર કરી છે. ધર્માચાર્ય કેવા હોવા જોઈએ ? તેમની દેશના કેવી જોઈએ ? અને ઔદાસીન્ય કઈ રીતે ખંખેરવું ?... વગેરે વાતોનું થોડા શબ્દોમાં સ્પષ્ટ નિદર્શન કર્યું છે. આપણા મંદ ભાગ્યે આજે આવી દેશના આપનારા ખૂબ જ ઓછા આચાર્યભગવંતાદિ છે. ગમે તે રીતે પણ ધર્મ કરવાનું કહેનારાની આજે -કોઈ અછત નથી. અછત છે આવા ઉપદેશકોની. આવી સ્થિતિમાં શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના સાચા ઉપદેશની આપણને પ્રાપ્તિ થઈએ આપણો પરમ પુણ્યોદય છે એમાં કોઈ સંદેહ નથી.
Page #101
--------------------------------------------------------------------------
________________
પરંતુ પ્રાપ્ત થયેલા એ પરમતારક ઉપદેશની સાથે સાથે આપણા અજ્ઞાનાદિ દોષો દૂર થઈ જાય તો આપણું કલ્યાણ થાય. આ તીર્થનો ઉચ્છેદ ન થઈ જાય એ માટે અવિધિ ચલાવી લેવાનું કહેનારાઓની પ્રત્યે વાસ્તવિક તીર્થોચ્છેદ જણાવવાના આશયથી આ પંદરમી ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી ફરમાવે છે કે- પિ માવિયવં................ઇત્યાદિ. આશય એ છે કે ખરેખર જ તીર્થના ઉચ્છેદનો ભય સેવનારાઓએ એ પણ વિચારવું જોઈએ કે - વિધિમાર્ગની વ્યવસ્થાપનાના કારણે એક પણ જીવને જો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય તો તે છવ દ્વારા ચૌદરાજલોકપ્રમાણ આ લોકમાં અમારિપડહના વાદનથી વાસ્તવિક રીતે તારક એવા તીર્થની ઉન્નતિ થાય છે. પરંતુ અવિધિના સ્થાપનથી તો કોઈને પણ સમ્યગ્દર્શનનો લાભ ન થવાથી કોઈ પણ જીવ દ્વારા તેવા પ્રકારનું અમારિનું પાલન ન થવાથી વસ્તુતઃ તીર્થનો ઉચ્છેદ જ થાય છે. આથી સમજી શકાશે કે તીર્થના ઉચ્છેદનો ભય રાખનારાએ વિધિના વ્યવસ્થાપનમાં જ પ્રયત્નશીલ બનવું જોઈએ. વિધિના વ્યવસ્થાપન વખતે અને અવિધિનો નિષેધ કરતી વખતે કોઈ શ્રોતા, વિધિના વ્યવસ્થાપનાદિના શ્રવણથી સંવેગ(મોક્ષાભિલાષ)નું ભાજન ન બને તો તેને ધર્મ સંભળાવવાથી ઉપદેશકને મહાદોષની પ્રાપ્તિ થાય છે. આ વાતને સ્પષ્ટ કરતાં ગ્રંથકાર પરમર્ષિએ ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે વિષયપિપાસાના અતિરેકથી; જે પાપી, સિદ્ધાંતનું શ્રવણ કરવા છતાં સંવેગને પ્રાપ્ત
Page #102
--------------------------------------------------------------------------
________________
કરતો નથી, તો તે, સિદ્ધાંતના શ્રવણ વખતે પણ ચિકિત્સા કરવા યોગ્ય નથી. આવા આત્માને સિદ્ધાંતના પ્રદાન વખતે માંડલીમાં બેસાડવાનું ગુરુ માટે યોગ્ય નથી. છતાં પણ ગુરુભગવંત આવાને માંડલીમાં બેસવા દે તો તે અયોગ્ય શ્રોતાની અપેક્ષાએ ગુરુને અધિક દોષનો પ્રસંગ આવે છે. કારણ કે પાપ કરનારાની અપેક્ષાએ પાપ કરાવનારાને અધિક દોષ પ્રાપ્ત થાય છે - એ સ્પષ્ટ છે.
આથી એ વસ્તુ સિદ્ધ થાય છે કે વિધિમાર્ગના શ્રવણમાં જેને રસ છે એવા શ્રોતાને આશ્રયીને વિધિમાર્ગની પ્રરૂપણા કરવાથી જ ગુરુભગવંત તીર્થના વ્યવસ્થાપક બને છે. અન્યથા તીર્થના વ્યવસ્થાપક તેઓ બનતા નથી - આ પંદરમી ગાથાનો સારાંશ છે. ૧પો' - વિધિ કોને કહેવાય ? અવિધિ કોને કહેવાય ? યોગ્ય કોણ છે અને અયોગ્ય કોણ છે ? અથવા તો સંવેગ પ્રાપ્ત થાય છે કે નથી થતો?. વગેરે જણાવાનું કામ અઘરું હોવાથી એનો વિચાર કર્યા વિના જે ઘણા લોકોએ આચર્યું છે, તે જ કરવું જોઈએ. કારણ કે મોટો જનસમુદાય જે માર્ગે જાય છે - એ જ માર્ગ છે. વર્તમાનમાં પણ તીર્થનો વ્યવહાર મહાપુરુષોની આચરણાના જ કારણે મોટાભાગે ચાલે છે. તીર્થના છેડા સુધી એ જ પ્રમાણ રહેવાનો છે. તેથી મોટાભાગના આચરણને જોઈને જ ચાલવું જોઈએ. અવિધિપૂર્વક ધર્માનુષ્ઠાન કરનારો વર્ગ મોટો છે. તેથી તે પ્રમાણ છે, તેનો નિષેધ નહિ કરવો જોઇએ – આવી માન્યતાનું નિરાકરણ કરવાના આશયથી ગ્રંથકારશ્રીએ સોળમી ગાથાની રચના કરી છે
Page #103
--------------------------------------------------------------------------
________________
मुत्तूण लोगसन्नं उड्ढूण य साहुसमयसब्भावं । सम्मं पयट्टियव्वं बुहेण मइनिउणबुद्धीए ॥१६॥
લોક જ (લોકનું આચરણ જ) પ્રમાણ છે - આવા પ્રકારની શાસ્ત્રનિરપેક્ષ બુદ્ધિસ્વરૂપ લોકસંજ્ઞા'નો ત્યાગ કરી સદ્ભૂત સિદ્ધાંત (આગમ)ના રહસ્યને વહન કરી; આગમમાં બતાવેલ વિધિનું અનુસરણ કરવા દ્વારા; અતિશય સૂક્ષ્મ એવા પદાર્થને ગ્રહણ કરવામાં તત્પર એવી મતિને ધરનારા બુદ્ધિમાન પષ્ઠિત પુરુષે ચૈત્યવંદનાદિમાં પ્રવર્તવું જોઈએ - આ સોળમી ગાથાનો અક્ષરાર્થ છે. આથી સમજી શકાશે કે લોકને જ પ્રમાણ માનવાનું કહેનારાની વાત સાચી નથી. શાસ્ત્રનિરપેક્ષ લોકની માન્યતાને પ્રમાણ માનવી એટલે લોકસંજ્ઞાને પ્રમાણ માનવી. એનો શાસ્ત્રમાં સર્વથા નિષેધ છે. શાસ્ત્રની અપેક્ષા મુજબ વર્તનારા લોકને પ્રમાણ માનવામાં વસ્તુતઃ શાસ્ત્રની જ પ્રમાણતા માનવાની હોય છે. શાસ્ત્રને પ્રમાણભૂત માનનાર એક હોય કે અનેકોનો સમુદાય હોય, તેની પ્રમાણતામાં કોઈ જ વિવાદ નથી. પરંતુ શાસ્ત્રનિરપેક્ષ લોકોને પ્રમાણભૂત મનાય નહિ. આવા લોકોની આચરણા અને પ્રરૂપણા એ છત નથી. જીત પુરુષોનું આચરણાદિ પ્રમાણ છે. લોકોત્તર ધર્મના અર્થીએ લોકસંજ્ઞાનો ત્યાગ કરી શાસૂસાપેક્ષ જ લોકોનું અનુસરણ કરવું જોઈએ. એ વખતે પણ સદ્ભૂત સિદ્ધાંતના રહસ્યને વહન કરવું જોઈએ. એમાં સદ્ભૂત સિદ્ધાંતના રહસ્યને સ્પષ્ટ કરતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-ઘણા લોકોએ કહ્યું છે એથી લોકનું આલંબન લઈને જ જો કોઈ પણ અનુષ્ઠાન કરવાનું હોય તો
૧૦૦
Page #104
--------------------------------------------------------------------------
________________
કોઈ પણ વખતે મિથ્યાદૃષ્ટિ લોકોના ધર્મનો ત્યાગ કરી શકાશે નહીં. કારણ કે એમની સંખ્યા કાયમ માટે વધારે જ રહેવાની છે. આ સંસારમાં અનાર્યલોકોની અપેક્ષાએ આર્યો થોડા છે. આર્યોની અપેક્ષાએ જૈન કુળમાં જન્મેલા થોડા છે. જૈનોમાં પણ શ્રદ્ધાસંપન્ન ઓછા છે અને શ્રદ્ધાસંપન્ન આત્માઓમાં સન્ડિયામાં તત્પર ઓછા છે. કલ્યાણના અર્થી, લોમાં કે લોકોત્તરમાર્ગમાં ઘણા નથી. રત્નનો વ્યાપાર કરનારા વ્યાપારી આમેય ઓછા જ હોય છે. તેમ પોતાના આત્માને નિર્મળ બનાવનારા બહુ જ ઓછા હોય છે. તેથી લોકોનું આલંબન તેમની સંખ્યાની અધિકતાના કારણે જ લેવાનું હોય તો મિથ્યાદૃષ્ટિ લોકોના ધર્મનો ત્યાગ કરવાનું ક્યારે પણ નહિ બને. શાસ્ત્રનીતિને અનુસાર વર્તતો એક જ માણસ હોય તો પણ તે મહાજન છે. અજ્ઞાની લોકોનો સમુદાય એ મહાજન નથી. તેના આલંબનથી કશું જ સિદ્ધ થવાનું નથી. આંધળા માણસો સેંકડો ભેગા થઈ જાય એટલે જોઈ ના શકે. શાસ્ત્રવાક્યોથી અબાધિત અને સંવિગ્ન (સુવિહિત સાધુ ભગવંતો) પુરુષોએ આચરેલ અનુષ્ઠાનને જીતવ્યવહાર કહેવાય છે, જે પ્રાચીન પુરુષોની પરંપરાથી ચાલ હોવાથી વિશુદ્ધ હોય છે. શ્રતના અર્થનું આલંબન નહિ લેનારા એવા અસંવિગ્ન પુરુષોએ આચરેલ જે અનુષ્ઠાન છે, તે જીતવ્યવહાર તો અબ્ધ પુરુષોની પરંપરાથી જન્મેલો છે. તે કોઈ પણ રીતે પ્રમાણ નથી. તીર્થના છેડે સુધી જીવ્યવહાર જ પ્રવર્તક છે અને શ્રુત-આગમ પ્રવર્તક નથી.” આ પ્રમાણે કહેવાય નહિ. આવું બોલનારાને આગમમાં મોટું પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. તેથી વિધિમાર્ગમાં જ જેઓને રસ છે એવા પુરુષોએ આગમના અનુસારે સંવિગ્ન પુરુષોના છતવ્યવહારનું
૧૦૧
Page #105
--------------------------------------------------------------------------
________________
(અશઠ આચરણનું) આલંબન લેવું જોઇએ એવી પરમતારક શ્રી
જિનાજ્ઞા છે.
-
ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવાયેલી આ બધી વાતો લોકોત્તર ધર્મના અર્થીઓએ બરાબર ધ્યાનમાં લેવી જોઇએ. શાસ્ત્રનીતિનું અને તેને અનુસારે પ્રવર્તમાન જીતવ્યવહારનું જે મહત્ત્વ છે - એનો વિચાર કર્યાં વિના કોઇ પણ જાતનું લોકોત્તર અનુષ્ઠાન કરવાથી વાસ્તવિક ફળ મળવાનું નથી. આગમ પ્રત્યે અને આગમના પક્ષપાતી એવા સંવિગ્ન પુરુષોના શ્રુતાનુસારી અનુષ્ઠાન પ્રત્યે આદર, પ્રીતિ કે બહુમાનાદિ પ્રામ કર્યા વિના કોઇ પણ સંયોગોમાં ચાલવાનું નથી. યોગમાર્ગમાં આગળ વધવાની ઇચ્છા હોય તો-એવા સાધકે ખૂબ ખૂબ વિધિના આગ્રહી બનવું જોઇએ ને ? વિધિમાર્ગની ઉપેક્ષા કરનારા અને પોતાની ઇચ્છા મુજબ ચૈત્યવંદનાદિ કરનારા યોગમાર્ગની અવહેલના કરે છે - એવું નથી લાગતું ? મહામહોપાધ્યાયજી મહારાજાનાં વચનોનું નિરંતર સ્મરણ રહે તો આપણા આજનાં અનુષ્ઠાનોમાં વિધિનો આગ્રહ; આગમ પ્રત્યેનું બહુમાન અને સંવિગ્ન પુરુષોના અનુષ્ઠાનનો આદર જણાયા વિના નહીં રહે.
‘“આ રીતે વિધિનો એકાંતે આગ્રહ રાખી અવિધિનો સર્વથા નિષેધ કરીએ; તો વિધિપૂર્વક ન કરવાની અપેક્ષાએ અનુષ્ઠાન ન કરીએ તો સારું - આવું કહેવું પડે. પરંતુ શાસ્ત્રમાં આવું કહેવાની ના પાડી છે, કારણ કે અનુષ્ઠાન નહીં કરનારાને ગુરુ(વધારે) અને જેમ-તેમ કરનારાને લઘુ(ઓછું) પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. એટલે ઉપર જણાવ્યા મુજબ
૧૦૨
Page #106
--------------------------------------------------------------------------
________________
વિધિનો આગ્રહ રાખીએ તો એ શાસ્ત્રવચનોનો મેળ બેસતો નથી.”આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે સર્વથા અવિધિપૂર્વક કરવાની અનુજ્ઞા આપનારાં એ વચનો નથી. પરંતુ વિધિપૂર્વક પ્રવૃત્તિ કરવા છતાં અનુપયોગાદિના કારણે છવસ્થ જીવોને અવિધિદોષ લાગતો હોય છે અને એ દોષના ભયથી સર્વથા અનુષ્ઠાનનો કોઈ ત્યાગ ન કરે – એ જણાવવા માટેનાં એ વચનો છે. અથવા શરૂઆતમાં જોઈએ એવું જ્ઞાન ન હોય ત્યારે કે ગમે ત્યારે જે આરાધકો હિતશિક્ષા આપવા માટે યોગ્ય છે તેમનો અવિધિદોષ અનુબંધ વિનાનો હોય છે. તેથી તેમનું અવિધિયુક્ત અનુષ્ઠાન પણ દોષ માટે થતું નથી. કારણ કે તેઓને વિધિ પ્રત્યે બહુમાન હોવાથી અને પૂ. ગુરુભગવંતની પરમતારક આજ્ઞાનો તેઓને યોગ હોવાથી ફળને આશ્રયીને તેમનું અનુષ્ઠાન વિધિયુક્ત જ છે – આટલું જ જણાવવાનો એ વચનોનો આશય છે. અવિધિપૂર્વકનું અનુષ્ઠાન ગમે તે રીતે સારું છે – એવું જણાવનારાં એ શાસ્ત્રવચનો
નથી.
આ જે વસ્તુને સ્પષ્ટ કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસાર પ્રકરણમાં જણાવ્યું છે કે વિધિ પ્રત્યેના બહુમાનાદિ સ્વરૂપ ઉત્તમ આશયના કારણે અશુદ્ધ એવી પણ ક્રિયા શુદ્ધક્રિયાનું કારણ બને છે. લોમાં પણ, રસ(સુવર્ણસાધક દ્રવ્યવિશેષ)ના અનુવેધથી(એકમેક થઈ જવાથી) તાંબું સુવર્ણ બનતું જોવા મળે છે. તેમ લોકોત્તરમાર્ગમાં પણ વિધિમાર્ગના બહુમાનાદિ સ્વરૂપ સદાશયાત્મક રસના અનુવેધથી તાંબાજેવી અશુદ્ધ પણ ક્યિા શુદ્ધ બને છે. કહેવાનો આશય સ્પષ્ટ જ
૧૦૩
Page #107
--------------------------------------------------------------------------
________________
છે કે ક્રિયાની શુદ્ધાશુદ્ધતામાં ભાવ અને ભાવના અભાવની મુખ્યતા છે. બાહ્યપ્રવૃત્તિને મહત્ત્વ આપવાનો અહીં નિષેધ નથી. પરંતુ જેની પાછળ ભાવ ન હોય કે ભાવ લાવવાનો પણ ભાવ ન હોય - એવી કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ લોકોત્તર તરીકે જણાતી હોય તોપણ તે સારી નથી. સાધક આત્માઓએ વિધિપૂર્વકના અનુષ્ઠાનના આરાધક ન બનાય ત્યાં સુધી વિધિમાર્ગના એકમાત્ર રસવાળા તો બનવું જોઈએ ને ? ગમે તે આશયથી અને ગમે તે રીતે કરાતું અનુષ્ઠાન; માત્ર લોકોત્તર હોવાથી સારું છે, કલ્યાણકારી છે...વગેરે કહેવું ખૂબ જ અનુચિત છે.
યોગદૃષ્ટિસમુચ્ચયમાં ગ્રંથકાર પરમર્ષિએ ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે–ક્રિયાશૂન્ય તાત્ત્વિક પક્ષપાત(શુદ્ધભાવ) અને ભાવશૂન્ય જે ક્રિયા આ બેમાં સૂરજ અને ખજવા(આગિયા)ના તેજ જેટલું અંતર છે - આ વસ્તુને જાણ્યા પછી એ માનવું જ રહ્યું કે-જે લોકો વિધિ પ્રત્યેના બહુમાન વિના અવિધિપૂર્વક ક્રિયા કરે છે તે ક્રિયા કરનારા લોકોની અપેક્ષાએ; વિધિમાર્ગનું વ્યવસ્થાપન કરવામાં તત્પર એવા ક્રિયાને નહિ કરનારા લોકો સારા જ છે.
ઉપર જણાવેલી બધી વાતો જાણ્યા પછી અને સમજ્યા પછી એ શંકા થવાનો પૂરતો સંભવ છે કે-વર્તમાનમાં વાસ્તવિક છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકના પરિણામના કારણે થનારો તેવા પ્રકારનો વિશુદ્ધ વિધિમાર્ગના વ્યવહારનો અભાવ હોવાથી આપણે બધા જે આવશ્યક ક્રિયા(પ્રતિક્રમણાદિ ક્રિયા) કરીએ છીએ તે ખરેખર તો ન કરવી જોઈએ. પરંતુ આવી શંકા બરાબર નથી, કારણ કે ઉપદેશરહસ્ય વગેરેમાં
૧૦૪
Page #108
--------------------------------------------------------------------------
________________
જણાવ્યા મુજબ કોઇ પણ અનુષ્ઠાનમાં જે જે જયણા(ઉપયોગનું સાતત્ય) થાય છે તે તે જયણા; તે અનુષ્ઠાન કરનારાને નિર્જરરૂપે પરિણામ પામે છે : ઇત્યાદિ વચનોના આધારે સામાન્ય પણ વિધિયુક્ત અનુષ્ઠાન અથવા તો ઇચ્છાયોગનું કારણભૂત એવું વિધિરહિત અનુષ્ઠાન પણ બાલાદિ જીવોને અનુગ્રહનું કારણ હોવાથી ઉપાદેય છે. ઇચ્છાયોગની જેઓને પ્રાપ્તિ થઇ છે અને કારણવશ તેઓ સમગ્ર વિધિપૂર્વક અનુષ્ઠાન કરી શકતા નથી એવા વિકલ-અપૂર્ણ અનુષ્ઠાનને કરનારા ગીતાર્થ ગુરુભગવંતોએ પોતાના અનુષ્ઠાનનો વિચાર કર્યા વિના વિધિમાર્ગની પ્રરૂપણામાં આગ્રહ રાખવો. કારણ કે આ આગ્રહ જ એ ગીતાર્થ ગુરુભગવંતો માટે સક્ક્સ કલ્યાણનું કારણ બને છે. આ જ વાતને અનુલક્ષીને ગચ્છાચારપ્રકીર્ણકસૂત્રમાં ફરમાવ્યું છે કે - જોકે શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલું અનુષ્ઠાન સારી રીતે કરવાનું શક્ય નથી બનતું તોપણ; રાગ અને દ્વેષ જેઓશ્રીના ક્ષય પામ્યા છે એવા શ્રી વીતરાગપરમાત્માએ એ
અનુષ્ઠાન જે રીતે કરવાનું વર્ણવ્યું છે, તે રીતે જ તેનું સારી રીતે વર્ણન કરવું જોઇએ. સાધ્વાચારમાં સિદાતો હોવા છતાં વિશુદ્ધ સાધ્વાચારની ઉપબૃહણા-સ્તવના કરનાર અને પ્રરૂપણા કરનાર પોતાના કર્મનો ક્ષય કરે છે અને સુલભ-એવા સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે છે અર્થાદ્ ભવાંતરમાં કોઇ પણ રીતે એ દુર્લભબોધિ બનતો નથી.
જે લોકો આવા ગીતાર્થપુરુષોની આજ્ઞાની અપેક્ષા રાખતા નથી અને વિધિમાર્ગનું અભિમાન રાખતા વર્તમાનમાં ચાલી રહેલા વ્યવહારનો ત્યાગ કરે છે, તેમ જ વિધિમાર્ગનું વ્યવસ્થાપન કરી શક્તા નથી તેઓ
૧૦૫
Page #109
--------------------------------------------------------------------------
________________
દોષના ભાજન બને છે. કારણ કે એ વ્યવહારસ્વરૂપ શુદ્ધમાર્ગના બીજનો પણ તેઓ નાશ કરે છે.
આ સોળમી ગાથાના પરમાર્થને આંખ સામે રાખીએ તો ગાથાના અંતે પૂ.ઉપાધ્યાયજી મહારાજાએ વર્ણવેલી વસ્તુ ખૂબ જ સારી રીતે સમજાશે. તેઓશ્રી ફરમાવે છે કે આ રીતે વિધિમાર્ગની પ્રાપ્તિ કરાવનારા અથવા તો વિધિમાર્ગની પ્રાપ્તિ થઇ શકે એવી વ્યવસ્થા કરનારા પુણ્યાત્માઓનું દર્શન પણ આપણા પાપના પ્રક્ષાલનનું એક અમોઘ સાધન છે. કારણ કે જે કાળમાં પોતાની ઈચ્છા મુજબ વર્તનારાઓનું સામ્રાજ્ય હોય એવા કાળમાં માર્ગની પ્રાપ્તિ કરાવનારા અને માર્ગની સાથે ચેડા ન કરનારા પુણ્યાત્માઓનું દર્શન પણ ખરેખર જ અતિશય દુર્લભ છે. ભવિતવ્યતા સુંદર હોય અને આપણાં પાપો ક્ષીણ થવાને યોગ્ય હોય ત્યારે જ આવા પુણ્યાત્માઓનું આપણને દર્શન પ્રાપ્ત થાય એમાં કોઇ સંદેહ નથી. ।। ૧૬ |
નહિ
ચૈત્યવંદનાદિ સૂત્રો યોગ્યને જ આપવાં જોઇએ પણ અયોગ્યને એ વાતને અનુલક્ષીને છેલ્લી પાંચેક ગાથામાં યાદ આવેલી અનેક વાતોનું નિરૂપણ કર્યું. તેનો ઉપસંહાર કરતાં ચાલુ વાતનું સમર્થન કરતાં ગ્રન્થકારશ્રીએ સત્તરમી ગાથા ઉપદેશી છે
www
कयमित्थ पसंगेणं ठाणाइसु जत्तसंगयाणं ૐ ।
हियमेयं विन्नेयं; सदणुट्ठाणत्तणेण तहा ॥ १७ ॥
પ્રાસંગિક વાતથી સર્યું. સ્થાન ઊર્ણ...વગેરે યોગને વિશે જે જીવો છે, તેમના માટે જ આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન
પ્રયત્નયુક્ત
૧૦૬
Page #110
--------------------------------------------------------------------------
________________
હિતકારી જાણવું જોઈએ. તેમ જ તેવા જીવો માટે જ આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સદનુષ્ઠાન બનતું હોવાથી હિતકારી છે – આ પ્રમાણે સત્તરમી ગાથાનો અક્ષરાર્થ છે. ચૈત્યવંદનસંબંધી સ્થાનાદિ; યોગ હોવાથી તે મોક્ષનાં કારણ છે - એ સ્પષ્ટ છે અને ચૈત્યવંદનસંબંધી સ્થાનાદિ યોગનું કારણ હોવાથી ચૈત્યવંદન પણ મોક્ષનું પ્રયોજક છે. અર્થા સ્થાન ઊર્ણ.. વગેરે યોગ દ્વારા જ ચૈત્યવંદન મોક્ષનું કારણ છે. તેથી
સ્થાનાદિયોગને વિશે પ્રયત્ન કરનારાઓનું જ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કલ્યાણકારી છે. આ રીતે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને મોક્ષની પ્રત્યે પ્રયોજક માનીને (સાક્ષા કારણ માન્યા વિના) તેની કલ્યાણકારિતા વર્ણવી છે. જુદી રીતે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને સાક્ષા (કોઇની દ્વારા નહિ) મોક્ષની પ્રત્યે કારણ માનીને તેની કલ્યાણકારિતા જણાવવા માટે ગાથામાં
ભુપત્તળ તે આ ચોથું પદ છે. તેનો આશય એ છે કેચૈત્યવંદન, સદનુષ્ઠાન હોવાથી તે સાક્ષાદ્ મોક્ષનું સાધન છે. યોગના પરિણામના કારણે બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે વિશુદ્ધચિત્તસંસ્કાર સ્વરૂપ જે પ્રશાન્તવાહિતા છે તે નિર્મળ સદાશયથી સહિત ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સાક્ષાત્ મોક્ષનું સાધક બને છે. આ રીતે પરંપરાએ અથવા સાક્ષા મોક્ષની સાધકતાનું વર્ણન નથવિશેષને આશ્રયીને કર્યું છે. અહીં યાદ રાખવું જોઈએ કે વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ નિરાશસભાવે કરાતા કોઈ પણ અનુષ્ઠાનથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. તેના ઉદ્દે ઉત્તરોત્તર વિશુદ્ધચિત્તના સંસ્કાર સ્વરૂપ પ્રશાન્તવાહિતા(ક્રોધાદિ પરિણતિને આધીન ન થવું તે)
૧૦૭
Page #111
--------------------------------------------------------------------------
________________
અવસ્થા પ્રાપ્ત થાય છે. આવી અવસ્થા સાથેનું કોઈ પણ અનુષ્ઠાન સાક્ષાદ્ર મોક્ષસાધક બને છે. આ વાત યિાનયની અપેક્ષાએ કરી છે. અને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન મોક્ષની પ્રત્યે પ્રયોજક છે - એ વાત જ્ઞાનનયની અપેક્ષાએ કરી છે. અનુષ્ઠાનની સુંદરતાનું બીજ પ્રશાન્તવાહિતા છે. એ બીજની અલ્પાંશે પણ પ્રાપ્તિ થઈ ન હોય તો કોઈ પણ રીતે અનુષ્ઠાન સુંદર બનતું નથી. લોકોત્તર ધર્મની આરાધના કરનારા સાધક આત્માઓ પ્રશાન્તવાહિતાનું લક્ષ્ય ન રાખે તો તેમની આરાધના મોક્ષે પહોંચાડનારી નહિ બને. ક્રોધાદિ કષાયની ઉપશમાદિ અવસ્થા પામવા માટે જ લોકોત્તર ધર્મની આરાધના છે- આ સમગ્ર મૃતનો સાર છે. એને યાદ રાખનારા અને એને આંખ સામે રાખીને ધર્મની સાધના કરનારા આત્માઓને આજે શોધવા નીકળવું પડે એવું છે. ધર્મી ગણાતા વર્ગમાંથી એ લક્ષ્ય આજે લુપ્ત થઈ રહ્યું છે. ઉત્તમમાં ઉત્તમ કોટિનું પણ અનુષ્ઠાન રાગાદિનો નાશ કરીને જ વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બનવાનું છે - એ ભુલાવું ન જોઈએ. નાનામાં નાનું પણ અનુષ્ઠાન, રાગાદિ પરિણતિને દૂર કરવાના જ લક્ષ્યથી થવું જોઈએ ને? ખૂબ જ ઝડપથી લુમ થઈ જતા એ લક્ષ્યને, સમર્થ ઉપદેશકોએ ટકાવવાની ખૂબ જ આવશ્યક્તા છે. સાચા ઉપદેશકોએ આ માટે જ આરાધકવર્ગનું ધ્યાન દોરવું જોઇએ. કરોડોનો વ્યય કરનારને આરંભસમારંભથી મુક્ત થવાની ભાવના ન જાગે; તપ કરનારને આહારસંશાનો ત્યાગ કરવાની ભાવના ન જાગે અને શીલ પાળનારને દુરાચારથી મુક્ત બનવાની ભાવના ન જાગે તો શું થાય - એનો વિચાર
૧૦૮
Page #112
--------------------------------------------------------------------------
________________
કરવા જેટલી ધીરજ: લોકોત્તરધર્મના આરાધક બનવા માટે કેળવ્યા સિવાય છૂટકો નથી. લોકો એ કેળવે કે ન કેળવે, આપણે તો એ કેળવી લેવી જોઈએ-એવું તમને નથી લાગતું ? આપણી પાસે ગણનાપાત્ર બુદ્ધિ છે, થોડી સરળતા દાખવી તેનો ઉપયોગ કરી લઈએ તો અત્યાર સુધીના અનુષ્ઠાનના આભાસમાંથી આપણે મુક્ત બની સદનુષ્ઠાનને પ્રામ કરવાની યોગ્યતા પ્રામ કરી શકીશું. ।।૧૭ગા
સ્થાનાદિ ચાર યોગોનું સ્વરૂપ વર્ણવીને પાંચમા અનાલંબનયોગનું સ્વરૂપ વર્ણવવા માટે; ગ્રંથકારશ્રી સહનુષ્ઠાનના પ્રકારોનું વર્ણન કરવા પૂર્વક સદનુષ્ઠાનના છેલ્લા પ્રકારમાં અનાલંબનયોગનો સમાવેશ અઢારમી ગાથાથી જણાવે છે.
एयं च पीड़भत्तागमाणुगं तह असंगयाजुत्तं ।
नेयं चउव्विहं खलु; एसो चरमो हवइ जोगो ॥१८॥
આ સદનુષ્ઠાન પ્રીતિ ભક્તિ અને વચનને અનુસરનારું ત્રણ પ્રકારનું છે. અર્થાર્ પ્રીત્યનુષ્ઠાન ભક્ત્યનુષ્ઠાન અને વચનાનુષ્ઠાન આ ત્રણ પ્રકારનું સદનુષ્ઠાન છે તેમ જ એ સદનુષ્ઠાનનો ચોથો પ્રકાર અસઙ્ગાનુષ્ઠાન છે. આ ચોથા પ્રકારના અસઙ્ગાનુષ્ઠાન સ્વરૂપ પાંચમો અનાલંબનયોગ છે - આ પ્રમાણે અઢારમી ગાથાનો અક્ષરાર્થ છે.
આ ગાથામાં વર્ણવેલા સદનુષ્ઠાનના ચાર પ્રકારનું સ્વરૂપ જે રીતે ગ્રંથકારશ્રીએ શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે - એ મુજબ વર્ણવતાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે - જે અનુષ્ઠાન કરતી વખતે; આદર હોય છે, હિતકારિણી એવી પ્રીતિ ઉત્પન્ન થાય છે અને
૧૦૯
Page #113
--------------------------------------------------------------------------
________________
બીજા બધાનો ત્યાગ કરીને જે અનુષ્ઠાન કરાય છે - તે અનુષ્ઠાનને પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. પુષ્કળ પ્રયત્નથી અનુષ્ઠાનસંબંધી આદર જણાય છે. કરતી વખતનો ઉલ્લાસ અને મુખની પ્રસન્નતા વગેરેના કારણે અનુષ્ઠાન સંબંધી પ્રીતિ જણાય છે. ઉત્કટ કોટિના આદર અને પ્રીતિના કારણે એ અનુષ્ઠાન અન્ય બધું કામ પડતું મૂકીને કરાય - એ સમજી શકાય છે. અર્થ-કામસંબંધી અનુષ્ઠાનમાં આદર પ્રીતિ વગેરે આપણે સાક્ષાદ્દ અનુભવીએ છીએ. એની અપેક્ષાએ ધર્માનુષ્ઠાનને વિશે એનો અનુભવ નહિ જેવો છે. પ્રીતિ-અનુષ્ઠાનનું સ્વરૂપ વિચારીએ તે આપણા અનુષ્ઠાનની કેવી સ્થિતિ છે – એ આપણે સમજી શકીશું. અર્થ અને કામની દરરોજની પ્રવૃત્તિમાં એ કરતી વખતે એના વિષયમાં આપણાં આદરાદિ છૂપાં રહી શકતાં નથી અને આપણી ઈચ્છાથી જાણીએ-સમજીને કોઈ વાર કરાતા એવા પણ ધર્માનુષ્ઠાનમાં આદર વગેરે જણાતાં નથી-એ ખૂબ જ ખરાબ છે. સાધક આત્માઓએ એની પાછળના કારણને શોધી તેને દૂર કરી પ્રીતિ-અનુષ્ઠાનને યોગ્ય પોતાનું અનુષ્ઠાન બનાવવું જોઈએ. ભતિ-અનુષ્ઠાન, આમ તો પ્રીતિઅનુષ્ઠાન જેવું જ હોય છે પરંતુ એ અનુષ્ઠાન સરસ છે માટે જ નહિ પણ પરમપવિત્ર, એકાંતે કલ્યાણકારી છે – એવા પ્રકારની પૂજ્યત્વની બુદ્ધિથી અને વિશિષ્ટ આદરાદિપૂર્વક કરાતું હોય છે. પત્નીસંબંધી અને પૂજનીય માતાસંબંધી એક જ પ્રકારના પણ વસ્ત્રાદિ આપવાના કાર્યમાં જે વિશેષતા છે એવી જ વિશેષતા પ્રીતિ-અનુષ્ઠાનમાં અને ભતિ-અનુષ્ઠાનમાં છે. શાસ્ત્રીય પરિભાષામાં વર્ણવીએ તો-સંતોષ
૧૧૦
Page #114
--------------------------------------------------------------------------
________________
આપવા યોગ્ય પત્ની વગેરેના કાર્યની કર્તવ્યતાનું જ્ઞાન થવાથી જે આનંદ છે - તે પ્રીતિ છે અને પૂજનીય એવાં માતા-પિતાદિના કાર્યની કર્તવ્યતાના જ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલો આનંદ ભક્તિ છે. અહીં બન્ને સ્થળે યાદ રાખવું જોઈએ કે તે તે વ્યક્તિના કાર્યની કર્તવ્યતાના જ્ઞાનમાત્રથી જ ઉત્પન્ન થયેલા આનંદની અહીં વિવક્ષા છે. પ્રવૃત્તિ વખતનો આનંદ તો તે તે અનુષ્ઠાનનું કાર્ય છે. તેની અહીં પ્રીતિ કે ભતિસ્વરૂપે વિવેક્ષા નથી. મનગમતું થશે એ જાણવાનો આનંદ અને મનગમતું મળવાનો આનંદ – એ બેમાં જેટલો ફરક છે એટલો જ ફરક; કર્તવ્યતાના જ્ઞાનથી ઉત્પન્ન આનંદ અને કર્તવ્યની પ્રવૃત્તિથી ઉત્પન્ન આનંદ – એ બેમાં છે. દિલ દઈને રમતાં પૂર્વે રમતનું દિલ હોવું જોઈએ - તે સમજી શકાય એવી વાત છે. પ્રવૃત્તિની નીરસતા અને તો વિષયની નીરસતાની જ ચાડી ખાય છે. વિષયમાં રસ હોય તો કટપ્રદ પ્રવૃત્તિ પણ સરસ થાય છે ને ? બરાબર ધ્યાન દઈને આ બધું વિચારશો તો પ્રીતિ અને ભતિની વિશેષતા સમજવાનું સરળ છે. જ્યાં સુધી વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આ બંન્ને અનુષ્ઠાન જ સાધનાના અર્થીઓ માટે તરવાનું એકમાત્ર આલંબન છે. એના વાસ્તવિક સ્વરૂપને સમજીને આપણે નાનામાં નાનું પણ અનુષ્ઠાન, પ્રીત્યનુષ્ઠાન કે ભત્યનુષ્ઠાન બને-એની સતત ચિંતા કરવી જોઈએ.
છઠ્ઠી અને સાતમા ગુણસ્થાનકવર્તી પૂજ્ય સાધુભગવંતોની સર્વત્ર ઔચિત્યપૂર્વકની, શાસ્ત્રના અર્થના સ્મરણપૂર્વકની પ્રવૃત્તિ 'વચનાનુષ્ઠાન” છે. ચોક્કસપણે આ વચનાનુષ્ઠાન પૂજ્ય સાધુભગવંતોને પ્રાપ્ત થાય છે.
૧૧૧
Page #115
--------------------------------------------------------------------------
________________
કોઈ પણ જાતની પોતાની ઇચ્છાનો અવિર્ભાવ કર્યા વિના માત્ર શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચન મુજબ રાતદિવસ ચારિત્રની આરાધના કરનારા પૂજ્ય શ્રમણભગવંતો વચનાનુષ્ઠાનના સ્વામી છે. સામર્થ્યયોગને પ્રાપ્ત કરાવનાર વચનાનુષ્ઠાન, પૂજ્ય મુનિભગવંતોની એકમાત્ર સિદ્ધિ છે. સર્વસિદ્ધિનું એ અમોઘ સાધન છે. ગમે છે માટે નહિ ફાવે છે માટે નહિ અને ઉલ્લાસ આવે છે માટે નહિ પરંતુ દેવાધિદેવે ઉપદેશ્ય છે માટે કરવું જોઈએ, તેમ જ ગમતું નથી માટે નહિ ફાવતું નથી માટે નહિ અને ઉલ્લાસ નથી આવતો માટે નહિ પરંતુ ભગવાન ના પાડે છે માટે નથી કરવું - આવો અધ્યવસાય પ્રગટાવ્યા વિના વચનાનુષ્ઠાનની પ્રામિ થવાની નથી. - વચનાનુષ્ઠાનના અભ્યાસના અતિશયથી પ્રવૃત્તિ વખતે શાસ્ત્રના અર્થનું સ્મરણ કર્યા વિના જ શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓનું જે વચનાનુસારી અનુષ્ઠાન છે તેને અસંગ-અનુષ્ઠાન કહેવાય છે. ચંદનગંધની જેમ સ્વાભાવિક જ શાસ્ત્રાનુસારી અનુષ્ઠાન સ્વરૂપ અસંગાનુષ્ઠાનના સ્વામી શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓ છે. શ્રી વીતરાગપરમાત્માની જેમ જ કોઈ પણ રીતે અપવાદનું સેવન નહિ કરનારા, નવ પૂર્વથી અધિક અને દશ પૂર્વથી ઓછા જ્ઞાનને ધરનારા મહાત્માઓને શ્રી જિનકલ્પિક કહેવાય છે. ખૂબ જ અપ્રમત્તપણે પોતાના કલ્પ-આચારનું સેવન કરનારા એ મહાત્માઓ સ્વાભાવિક જ વચનાનુસાર પ્રવૃત્તિ કરતા હોય છે. એ વખતે તેઓશ્રીને શાસ્ત્રવચનના અર્થનું અનુસંધાન કરવાની જરૂર જ
૧૧૨
Page #116
--------------------------------------------------------------------------
________________
પડતી નથી. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન એ બેમાં અનુષ્ઠાનરૂપે કોઈ વિશેષતા ન હોવા છતાં દંડથી થતા ચકભ્રમણમાં અને દંડ વિના થતા ચક્રભ્રમણમાં જે ફરક છે એવો ફકતે બે અનુષ્ઠાનમાં છે. શાસ્ત્રીય પરિભાષામાં એ ફરક વર્ણવતાં ફરમાવ્યું છે કે-વચનાનુષ્ઠાન વચનના અર્થના અનુસંધાનથી થાય છે અને અસંગાનુષ્ઠાન તેના આવેધથી એટલે કે વચનાર્થસ્મરણથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી થાય છે. સમગ્ર ભવચક્રમાં ખૂબ જ અલ્પ વાર પ્રાપ્ત થનારું આ અસંગાનુષ્ઠાન સાધનાનું મુખ્ય લક્ષ્ય છે. એનો વાસ્તવિક પરીચય કરાવવાનું અવે શક્ય નથી. અનાદિકાળથી આત્માની સાથે એકાકાર બનેલી પાપની પ્રવૃત્તિનો વિચાર કરવાથી અસંગાનુષ્ઠાનનો સારી રીતે ખ્યાલ આવશે. સહજ બની ગયેલી પાપની પ્રવૃત્તિની જેમ લોકોત્તર ધર્મની શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ જ્યારે સહજ બનશે ત્યારે અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થશે. એ માટે ભવોભવની સાધના જોઈશે. આપણા આત્મા ઉપર કર્મમળ કેટલો છે - એની આપણને કોઈ જ કલ્પના નથી. આવી સ્થિતિમાં કર્મમળને દૂર કરી સર્વથા પાપપ્રવૃત્તિના સરકારને ભૂંસવાનું કામ ખૂબ જ કપરું છે. એ સંસ્કારનો નાશ થયા વિના અસંગાનુષ્ઠાનનો સંભવ નથી. પાપની પ્રવૃત્તિથી સર્વથા વિરામ પામેલા પૂજય સાધુભગવંતો પાપની પ્રવૃત્તિના સંસ્કારનો નાશ કરવામાં તત્પર હોય છે. પાપની પ્રવૃત્તિ નહિ કરવાની અપેક્ષાએ પાપ નહિ કરવાની વૃત્તિનું પ્રાધાન્ય આપણે સમજી શકીએ છીએ. પાપ નહિ કરવાની વૃત્તિ વિનાનો અથવા તો પાપ નહિ કરવાની વૃત્તિના લક્ષ્ય વિનાનો પાપપ્રવૃત્તિનો ત્યાગ અસંગાનુષ્ઠાનનું કારણ નહિ
૧૧૩
Page #117
--------------------------------------------------------------------------
________________
બને. આ બધું સ્થિર ચિત્તે વિચારાય તો આપણી વર્તમાન અવસ્થાનો ખ્યાલ આવશે : આપણે ક્યાં પહોંચવાનું છે અને આપણે ક્યાં છીએ! બધાની સાથે તાલ મેળવવાની ધૂનમાં ને ધૂનમાં આજે આપણે તાલ ગુમાવ્યો છે - એવું નથી લાગતું ? અનન્તોપકારી દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાની સાથે તાલ નહીં મળે, તો કોઈ પણ રીતે આપણો નિસ્તાર શક્ય નથી. મોક્ષની ઈચ્છાવાળાને જો કોઈ પણ કામની ઉતાવળ હોય તો તેની જ ઉતાવળ છે. તારક આજ્ઞાની સાથે સંવાદ સાધવાની ઉતાવળ ન હોય તો સાધકની મોક્ષની ઈચ્છામાં ખામી છે એ માનવું પડે.
અઢારમી ગાથામાં છેલ્લા પાદમાં જે તે આ પદ છે તે પૂર્વે જણાવેલા અનુષ્ઠાનના પ્રકારોમાંના નજીકના છેલ્લા અસંગાનુષ્ઠાનને જણાવે છે. કારણ કે પત આ સંસ્કૃત ભાષામાંનું સર્વનામ, નજીકમાં નજીક રહેલા પદાર્થને જણાવે છે. શબ્દની સાથે જેઓએ સંબંધ કેળવી પરમાર્થને પ્રાપ્ત કર્યો છે એવા વિદ્વાનોની સૂક્ષ્મદ્રષ્ટિથી કશું જ છાનું રહેતું નથી. ટીકાકાર પરમર્ષિ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાની પદાર્થનિરૂપણ કરવાની શૈલીનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવે તો તેઓશ્રીની અસાધારણ સગિણી વિદ્વત્તા સાથે અપ્રતિમ પ્રતિભાનાં પણ દર્શન થયા વિના નહીં રહે. પરંતુ ખરેખર તકલીફ તો એ છે કે આજે સંસ્કૃતપ્રાકૃત ભાષાના વિદ્વાનો(?) પણ શબ્દની સાથે સંબંધ રાખવામાં ઉલ્લાસવાળા નથી. આવી સ્થિતિમાં શ્રાવકવર્ગની પાસેથી આવી અપેક્ષા શી રીતે રાખી શકાય ? ગૃહસ્થો આજે જે રીતે જ્ઞાન
૧૧૪
-
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે ઉદાસીનપણે વર્તી રહ્યા છે એ જોતાં તો એવું લાગે છે કે થોડાં વરસોમાં તો સાધુ-સાધ્વીવર્ગમાં પણ એવી ઉદાસીનતા આવશે. સાધુસાધ્વીને ફરજિયાત ભણવું પડે એવા જિજ્ઞાસુવર્ગની આજે ખૂબ જ આવશ્યક્તા છે. આટલી વાત તો પ્રસવશ થઈ ગઈ. અહીં તો વાત એ ચાલે છે કે-અસંગાનુષ્ઠાનસ્વરૂપ જ “અનાલંબન’ નામનો પાંચમોછેલ્લો યોગ છે. કારણ કે-સનો ત્યાગ વસ્તુતઃ અનાલંબન છે. ૧૮
અનાલંબનયોગનું સામાન્યથી વર્ણન કરી હવે આલંબનના વર્ણન દ્વારા વિશેષથી અનાલંબનયોગનું વર્ણન ઓગણીસમી ગાથાથી કરાય
आलंबणं पि एवं रूवमरूवी इत्थ परमु त्ति । तग्गुणपरिणइरूवो सुहुमोऽणालंबणो नाम ॥१९॥
અહીં સ્થાન, ઊર્ણ, અર્થ વગેરે યોગના વિચારમાં આ આલંબન; રૂપી અને અરૂપી એમ બે પ્રકારનું છે. સમવસરણમાં બિરાજમાન શ્રી તીર્થંકર પરમાત્માનું અષ્ટમહાપ્રાતિહાર્ય વગેરેથી સમલંકૃત સ્વરૂપ તેમ જ શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક પ્રતિમા વગેરે આલંબનને રૂપી આલંબન કહેવાય છે અને શરીરાદિ સર્વ પુગલના સંગથી રહિત સિદ્ધપરમાત્મા અરૂપી આલંબન છે. એ અરૂપી આલંબન સ્વરૂપ સિદ્ધપરમાત્માના કેવલજ્ઞાન કેવલદર્શનાદિ અનંતાનંતગુણોની સમાપત્તિ (અભેદરૂપે પ્રતિપત્તિ) વડે જણાતો સૂક્ષ્મ-અતીન્દ્રિય એવો અનાલંબન યોગ છે. અનાલંબનયોગમાં સર્વથા આલંબનનો અભાવ છે - એવું નથી. પરંતુ વ્યવહારમાં જેવી રીતે બહુ જ ઓછું મીઠું જેમાં હોય એવી
૧૧૫
Page #119
--------------------------------------------------------------------------
________________
રાબને; તેમાં મીઠું હોવા છતાં મીઠા વિનાની રાબ કહેવાય છે. તેમ જ અહીં સૂક્ષ્મ જ અરૂપી આલંબન હોવાના કારણે અનાલંબન યોગ કહેવાય છે... આ પ્રમાણે ઓગણીસમી ગાથાનો શબ્દાર્થ છે. આ ગાથાના ચોથા પાઠના સ્થાને કોઇ કોઇ પ્રતમાં મુહુમો આ ંવળો નામ આવો પાઠ છે. એ મુજબ ગાથાના ત્રીજાચોથા પાઠનો અર્થ એ છે કેસૂક્ષ્મ આલંબનવાળો યોગ અનાલંબનયોગ છે. આ રીતે અર્થ કરવામાં ના ંવન પદને વધારાનું વિચારવું પડે છે. તેથી આ પુસ્તકમાં વર્ણવેલ ચોથો પાદ સારો છે.
આ અનાલંબનયોગનું સ્વરૂપ શ્રી ષોડશપ્રકરણમાં વર્ણવતાં ગ્રંથકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે-સાલંબન અને નિરાલંબન આ બે પ્રકારે યોગ બે પ્રકારનો છે. શ્રી જિનેશ્વરદેવોનું ઉપર જણાવ્યા મુજબનું સ્વરૂપ વગેરે વિચારવું એ સાલંબનયોગ છે અને શ્રી સિદ્ધપરમાત્માના ગુણોના સ્વરૂપનો વિચાર કરવો – એ નિરાલંબનયોગ છે. આમ જોઇએ તો બંન્ને યોગમાં આલંબન છે જ. છતાં સાલંબન અને નિરાલંબન તરીકે વર્ણવવા પાછળનો આશય સ્પષ્ટ કરતાં ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે-બાહ્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયના કારણે થનારા જ્ઞાનના વિષય સ્વરૂપ પ્રતિમાદિ આલંબનની સાથે વર્ત્તતા યોગને અહીં સાલંબનયોગ કહેવાય છે અને એવા બાહ્ય ઇન્દ્રિયના વિષયભાવને પ્રાપ્ત નહિ કરનારો નિરાલંબન યોગ કહેવાય છે. શ્રી સિદ્ધપરમાત્માના સ્વરૂપનું ધ્યાન છદ્મસ્થ જીવો કરે છે. પરન્તુ તેને તેઓ જોઈ શકતા નથી. આવા ધ્યાનને નિરાલંબનયોગ કહેવાય છે. આથી સ્પષ્ટ છે કે - સાલંબનયોગનો
૧૧૬
Page #120
--------------------------------------------------------------------------
________________
વિષય શી જિનેશ્વરદેવનું સમવસરણ વગેરે છે અને નિરાલંબનયોગનો વિષય કેવલજ્ઞાનાદિ સ્વભાવવાળો માત્ર આત્મપ્રદેશોનો સમુદાય છે. આવું પરમાત્માનું શુદ્ધતત્ત્વ અહીં નિરાલંબનયોગમાં આલંબન હોવા છતાં તે આલંબન, અતીન્દ્રિય – અસ્પષ્ટ હોવાથી તેમાં અનાલંબનપણું વર્ણવ્યું છે. ષોડશપ્રકરણની આ ગાથામાં પરમાત્માના પરમ પ્રકૃષ્ટ શુદ્ધ તત્ત્વોનો વિષયરૂપે અનુવાદ કરીને પણ અંતે તો તેને અનાલંબનરૂપે જ વર્ણવ્યું છે... ઇત્યાદિ ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ. અન્યથા અહીં યોગવિંશિકામાં વર્ણવેલા અને ષોડશકમાં વર્ણવેલા અનાલંબનયોગના સ્વરૂપમાં ફરક જણાશે. વસ્તુતઃ ઉપર જણાવ્યા મુજબ ફરક નથી. બન્ને ગ્રંથના તાત્પર્યમાં કોઈ જ વિશેષ નથી. માત્ર નિરૂપણની શૈલીમાં જ ફરક છે.
આ અનાલંબનયોગનો વિષય વર્ણવીને તેના સ્વરૂપનું વર્ણન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-સામર્થ્યયોગના અચિંત્ય સામર્થ્યથી સર્વસંગથી રહિત, પરમતત્ત્વ(સિદ્ધસ્વરૂપ) જોવાની જે સતત પ્રવૃત્ત ઈચ્છા છે-તે દિક્ષા અનાલંબનયોગ છે. શાસ્ત્રમાં જેના ઉપાય છે પરંતુ શાસ્ત્રમાં જે વિશેષે કરી નિરૂપણનો વિષય બનતો નથી - એવો, શતિના(આત્મસામર્થ્યના) અતિશયથી પ્રાપ્ત થતો ઉત્તમ કોટિનો સામર્થ્યયોગ છે. આઠમા ગુણસ્થાનકે જેની શરૂઆત છે – એ શપથ્થણીના બીજા અપૂર્વકરણ વખતે થનાર ધર્મસંન્યાસયોગ જ ઉપર જણાવેલી દિક્ષાનું મુખ્ય કારણ છે. ક્ષમા, મૃદુતા વગેરે ક્ષયોપશમભાવના સર્વ ધર્મોનો જેમાં ત્યાગ છે તે ધર્મસંન્યાસયોગ છે. સમ્યગ્દર્શનને પ્રાપ્ત
૧૧૭
Page #121
--------------------------------------------------------------------------
________________
કરતી વખતે ગ્રંથિ(રાગ-દ્વેષની અનાદિકાળની તીવ્ર પરિણતિ)ભેદના સમયના આત્માના પરિણામ-અધ્યવસાયવિશેષને પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે અને મોહનીયકર્મનો સર્વથા નાશ કરવા માટે ઉલ્લસિત થયેલા આઠમા ગુણસ્થાનકે વર્તનારા પુણ્યાત્માઓના તેવા પ્રકારના અધ્યવસાયવિશેષને બીજું અપૂર્વકરણ કહેવાય છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં વર્ણવેલી આ જ વાતને અનુલક્ષી શ્રી ષોડશકપ્રકરણમાં જણાવાયું છે કે-સામર્થ્યયોગના કારણે સર્વસંગથી રહિત અવિચ્છિન્ન પ્રવૃત્તિથી પરિપૂર્ણ એવી પરમાત્માના દર્શનની જે ઇચ્છા છે તે અનાલંબનયોગ છે, જે પરમાત્માનાં દર્શન સુધી(દર્શન ન થાય ત્યાં સુધી) હોય છે. અર્થાત્ શ્રી કેવલજ્ઞાનથી પરમાત્મસ્વરૂપનું દર્શન થયે છતે અનાલંબનયોગ હોતો નથી. કારણ કે પરમાત્માના સ્વરૂપનું દર્શન કરવાના આલંબનથી જ એ યોગ પ્રવર્યો હતો. તેથી પરમાત્માના દર્શન થવાથી અનાલંબનયોગ રહેતો નથી. દિક્ષાસ્વરૂપ અનાલંબનયોગ; દર્શનના કારણે શાંત થાય-એ સમજી શકાય છે.
અહીં વર્ણવેલા આ અનાલંબનયોગના સ્વરૂપનો સ્પષ્ટ ખ્યાલ આવે - એ માટે શાસ્ત્રમાં ઈષપાત’ દૃષ્ટાન્ન છે. કોઈ એક ધનુર્ધારી ધનુષ્ય ઉપર બાણ ચઢાવી લક્ષ્યની સામે ચોક્કસ નિશાન લઈને બાણ છોડે છે અને એ વખતે લક્ષ્ય ઉપર બાણ પડતાંની સાથે જ લક્ષ્ય વીંધાય છે. એવી રીતે કૃપશ્રેણીમાં ચઢેલા સામર્થ્યયોગી અહીં ધનુર્ધારી છે. શપબ્રેણી ધનુષ્ય છે. પરતત્ત્વના દર્શનસ્વરૂપ લક્ષ્યને સિદ્ધ કરવાના આશયથી યોજેલ અનાલંબનયોગસ્વરૂપ વ્યાપાર
૧૧૮
Page #122
--------------------------------------------------------------------------
________________
અહીં બાણ છે. અને તે છૂટવાસ્વરૂપ ધ્યાનાન્સરિકા (શુકલધ્યાનના બીજા પાયાનું ધ્યાન) છે. તે વખતે ચોક્કસ લક્ષ્યાભિમુખ તે બાણના (અનાલંબનયોગના) પડવાથી જ ઘાતિકર્મના ક્ષય બાદ કેવલજ્ઞાનસ્વરૂપ સાલંબન(સર્વવિષયક) પ્રકાશ થાય છે - તે અહીં લક્ષ્યવેધ છે. તે વખતે અનાલંબન યોગનો વ્યાપાર નથી. કારણ કે કેવલજ્ઞાનથી પરતત્ત્વનું દર્શનસ્વરૂપ ફળ સિદ્ધ થયેલું છે. કાર્યની સિદ્ધિ બાદ કારણનો કોઈ જ વ્યાપાર હોતો નથી – એ સ્પષ્ટ જ છે. શ્રી ષોડશપ્રકરણમાં પણ આ વસ્તુને વર્ણવતાં ફરમાવ્યું છે કે - પરતત્ત્વના દર્શનની ઈચ્છાથી પ્રવર્તેલ અને પરતત્ત્વના સ્વરૂપને નહિ પામેલ આ અનાલંબનયોગ અયોગી અવસ્થાના અનાલંબનયોગની પૂર્વે હોય છે. પરતત્ત્વના દર્શન પૂર્વેના આ યોગથી ઈષપાતના દષ્ટાન્તથી ઉપર જણાવ્યા મુજબ પરતત્ત્વનું દર્શન થાય છે, જે કેવલજ્ઞાનસ્વરૂપ પરમ્બકૃષ્ટ જ્યોતિરૂપ હોય છે.
અહીં એ શંકાનો સંભવ છે કે – “ઈષપાતના દષ્ટાન્તથી પરતત્વનું દર્શન થયે છતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી અનાલંબનયોગની કોઈ પણ પ્રવૃત્તિ ન હોય - એ તો જાણે બરાબર છે પરંતુ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ મોક્ષમાં જવાનું બાકી હોવાથી પૂર્વેના સાલંબનયોગની અપેક્ષાએ વિશિષ્ટ સાલંબનયોગની પ્રવૃત્તિ અહીં તેરમાં ગુણસ્થાનકે કેમ માનતા નથી ?
આ શંકાનું સમાધાન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી મોક્ષમાં જવાનું બાકી હોવા છતાં
૧૧૯
Page #123
--------------------------------------------------------------------------
________________
એ માટે જ્ઞાનની કોઈ અપેક્ષા ન હોવાથી ધ્યાન માનવાનું કોઈ કારણ નથી. કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી ભવોપગ્રાહી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મના ક્ષયમાત્રથી જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે - એ માટે કોઈ જ્ઞાનના આલંબનની અપેક્ષા નથી. ધ્યાન શબ્દનો વ્યવહાર તો ત્યાં થાય છે કે જ્યાં ક્ષિપકશ્રેણીમાં થનાર અત્યંત વિશિષ્ટ યોગને અનુકૂલ પ્રયત્ન હોય; અથવા તો શૈલેશી અવસ્થામાં આવકરણના ઉત્તરકાળમાં થનાર યોગના નિરોધને અનુકૂળ પ્રયત્ન હોય; આ બંને પ્રયત્નમાંથી કેવલજ્ઞાનની શૈલેશી અવસ્થાની પૂર્વેની અવસ્થામાં એકેય પ્રયત્ન ન હોવાથી તે પરમાત્માઓને તેવા પ્રકારની યોગની પ્રવૃત્તિ મનાતી નથી.
આ જ વાતને સ્પષ્ટ કરતાં વિશેષાવશ્યકભાષ્યમાં ભાષ્યકાર પરમર્ષિ ફરમાવે છે કે-અત્યન્ત ઉત્કટ પ્રયત્નનો પ્રયોગ અથવા તો વિદ્યમાન એવા મન-વચન-કાયાનો નિરોધ જ ધ્યાન છે પરંતુ ચિત્તવૃત્તિનો નિરોધમાત્ર ધ્યાન નથી.
“આ રીતે ઉપર જણાવ્યા મુજબ ક્ષપકશ્રેણીસંબંધી બીજાઅપૂર્વકરણે વિદ્યમાન એવો સામર્થ્યયોગ જ જો અનાલંબનયોગ હોય તો, આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થનાર એ યોગ જેઓને પ્રાપ્ત થયો નથી - એવા સાતમા ગુણસ્થાનકે વર્તનારા સર્વ સંકલ્પવિકલ્પના તરંગોથી વિરામ પામેલા અને માત્ર શુદ્ધજ્ઞાનમાં જ નિરત હોવાના કારણે રત્નત્રયના સામ્રાજ્ય-વિસ્તારને પામેલા શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓને નિરાલંબનધ્યાન કઈ રીતે સંભવે ?” આવી શંકા કરવી
૧૨૦
Page #124
--------------------------------------------------------------------------
________________
પાહિ જોઈએ, કારણ કે વાસ્તવિક રીતે પરતત્ત્વના દર્શન સ્વરૂપ લક્ષ્યવેધને અનુકૂળ અવિસંવાદી આઠમા ગુણસ્થાનકે વર્તનાર સામર્થ્યયોગ જ અનાલંબનયોગ છે. તોપણ તેવા પ્રકારના લક્ષ્યવેધને કરવામાં તત્પર એવી પરિણતિ પૂર્વેનું પરમાત્મગુણોનું ધ્યાન પણ; એ નિરાલંબનયોગને કામ કરવાનું કારણ હોવાથી અને એક જ જાતના ધ્યેયના આકારવાળી પરિણતિને પ્રાપ્ત કરાવવાની શક્તિથી યુક્ત હોવાથી નિરાલંબનયોગ જ છે. આ પ્રમાણે સાતમા ગુણસ્થાનકે મુખ્ય નિરાલંબન-અનાલંબન યોગના કારણ સ્વરૂપ નિરાલંબનધ્યાન ઘટી શકે છે. તેથી જ પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત આ ત્રણ પરમાત્માવસ્થાનું પરિભાવન કરતી વખતે રૂપાતીત સિદ્ધ પરમાત્માના ગુણોના પ્રણિધાનમાં અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તનારા મહાત્માઓને શુક્લધ્યાનના અંશરૂપે નિરાલંબન ધ્યાન માનવામાં આવે છે. શ્રી તીર્થંકર પરમાત્માની છદ્મસ્થ-અવસ્થાની વિચારણાને પિંડસ્થધ્યાન કહેવાય છે. તેઓશ્રીની કેવલી અવસ્થાના પરિભાવનને પદસ્થધ્યાન કહેવાય છે. તેમ જ તેઓશ્રીની સિદ્ધાવસ્થાના ધ્યાનને રૂપાતીત અવસ્થાનું પરિભાવન કહેવાય છે.
પરમાત્માના જ શુદ્ધ કેવળજ્ઞાનાદિ સ્વરૂપના પરિભાવનને નિરાલંબનધ્યાન કહેવાય છે – એવું નથી. પરંતુ કર્મસ્વરૂપ ઉપાધિના કારણે સંસારી આત્માનું વ્યવહારનયથી પ્રસિદ્ધ ઔપાધિકમૂર્ત સ્વરૂપ બુદ્ધિ-કલ્પનાથી દૂર કરી, શુદ્ધ નિશ્ચયનયથી કલ્પેલા સંસારી આત્માના પણ સહજ આત્મગુણના વિભાવને નિરાલંબનધ્યાન કહેવાય છે. કારણ કે પરમાત્માના ગુણના પરિભાવનમાત્રને જ નિરાલંબનધ્યાનરૂપે વર્ણવાનું
૧૨૧
Page #125
--------------------------------------------------------------------------
________________
નથી, પરંતુ “પરમાત્માના ગુણો જેવા જ મારા પણ ગુણો છે. આવા પ્રકારનું પરમાત્મતુલ્ય આત્મજ્ઞાન જ મુદ્દધ્યાનનો અંશ છે, અર્થાત નિરાલંબનયોગ છે. આ જ્ઞાન જ મોહનાશક છે. શાસ્ત્રમાં આ વાતને વર્ણવતાં ફરમાવ્યું છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જેઓ અરિહંત પરમાત્માને જાણે છે તે જ ખરેખર પોતાના આત્માને જાણે છે, અને આવા આત્મજ્ઞાનીનો મોહ(અજ્ઞાન) નષ્ટ થાય છે. આ બધી વિચારણાનો સાર એક જ છે કે રૂપી પદાર્થના આલંબનવાનું ધ્યાન એ સાલંબનયોગ છે અને અરૂપી પદાર્થના આલંબનવાનું ધ્યાન, નિરાલંબનધ્યાન છે. ૧૯ો.
નિરાલંબન ધ્યાનથી આત્માને પ્રાપ્ત થનારાં ફળોનું વર્ણન વીસમી ગાથાથી કરાય છે
एयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव । तत्तो अजोगजोगो कमेण परमं च निव्वाणं ॥२०॥
ઉપર જણાવાયેલ નિરાલંબનધ્યાન પ્રાપ્ત થયે છતે, દુઃખે કરી જેનો અન્ત થાય છે-એવા રાગાદિ અત્યંતર દુષ્ટ ભાવોની પરંપરા સ્વરૂપ સમુદ્ર તરાય છે, જેથી શપબ્રેણીનું પરિવહન પૂર્ણ થાય છે. પૂર્વે જણાવેલા અધ્યાત્મ, વૃત્તિસંક્ષય વગેરે સ્વરૂપ યોગોનો પ્રર્ષ જેમાં છે, એવા આશયવિશેષને ક્ષપકશ્રેણી કહેવાય છે. તેની પૂર્ણતાથી આત્મા, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય સ્વરૂપ ચાર ઘાતિર્મથી રહિત બને છે. આ નિરાલંબનધ્યાનને અન્ય દર્શનકાર(પતંજલિ) સંપ્રજ્ઞાતસમાધિ કહે છે. એ વસ્તુ અપેક્ષાએ
Page #126
--------------------------------------------------------------------------
________________
બરાબર જ છે. કારણ કે આ નિરાલંબનયોગથી વાસ્તવિક રીતે સવિતર્ક નિશ્ચયરૂપે આત્મદ્રવ્યના પર્યાયો અને બાહ્ય દ્વીપ વગેરે અર્થનું જ્ઞાન થતું હોવાથી સમ્પ્રજ્ઞાતસમાધિનો ફળને આશ્રયીને કોઈ ભેદ નથી. આ રીતે ક્ષપકશ્રેણીની પૂર્ણતા બાદ આત્માને કેવલજ્ઞાનની જે પ્રાપ્તિ થાય છે, તેને અન્ય દર્શનકારો અપ્રજ્ઞાતસમાધિ કહે છે. તે પણ આમ જોઈએ તો બરાબર જ છે. કારણ કે કેવલજ્ઞાન વખતે સકલ વૃત્તિઓનો અને દોષોનો નિરોધ થવાથી(વિચ્છેદ થવાથી) આત્મસ્વભાવને પામેલા એ તારક આત્માઓને મનોવિજ્ઞાનની(મનથી થતા જ્ઞાનની) વિકલતા સિદ્ધ હોવાથી તેમાં અસંપ્રજ્ઞાતત્વ ઘટી શકે છે. આ અસંજ્ઞાતસમાધિ યોગ બે પ્રકારનો છે. એક સયોગી કેવલી(તેરમું ગુણસ્થાનક) અવસ્થાનો. બીજો અયોગી કેવલી(ચૌદમું ગુણસ્થાનક) અવસ્થાનો. વિકલ્પજ્ઞાન સ્વરૂપ મનોવૃત્તિઓનો અર્થાત્ માનસિક સંકલ્પવિકલ્પાત્મક જ્ઞાનનો સર્વથા નાશ થવાથી સયોગી કેવલી અવસ્થાનો અસપ્રજ્ઞાત-સમાધિયોગ પ્રાપ્ત થાય છે અને મન-વચન-કાયાની સૂક્ષ્મ પરિસ્પંદાત્મક ક્રિયાના સર્વથા નાશથી અયોગી કેવલી અવસ્થાનો અસંપ્રજ્ઞાત-સમાધિયોગ પ્રાપ્ત થાય છે. આ અયોગી કેવલી અવસ્થાનો અસંપ્રજ્ઞાત-સમાધિયોગ કેવલજ્ઞાનનું ફળ છે. આ જ વસ્તુને સ્પષ્ટ કરવા માથામાં તો ગળોનો આ પદ . શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અયોગ'નો યોગ થાય છે, અર્થાત્ અયોગી અવસ્થા પ્રાપ્ત થાય છે. આને જ વૃત્તિબીજદહાખ્ય સમાધિ કહેવાય છે. કારણ કે આ સમાધિના કારણે ભવોપગ્રાહી કર્મનો સર્વથા ક્ષય થવાથી અનાદિકાળથી ચાલતી
૧૨૩
Page #127
--------------------------------------------------------------------------
________________
સર્વવૃત્તિઓના બીજ(કર્મ)નો નાશ થાય છે. બળી ગયેલા બીજથી જેમ અંકુરાદિનો ઉદ્ભવ નથી, તેમ કર્મબીજના દાહથી ભવાંકુરની પણ ઉત્પત્તિ થતી નથી. આ અયોગયોગને અન્ય અન્ય દર્શનકારો ધર્મમેઘ, અમૃતાત્મા, ભવશત્રુ, શિવોય, સત્ત્વાનંદ અને પર નામથી વર્ણવે છે. બધાનો તાત્પર્યાર્થ ઉપર જણાવ્યા મુજબનો એક જ છે. આ રીતે નિરાલંબનયોગના મોહસાગરતરણાદિ ફળની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરી અયોગી-યોગથી પરમ પ્રકૃષ્ટ - સર્વ ફળોમાં શ્રેષ્ઠ એવા નિર્વાણસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે... આ પ્રમાણે વીસમી ગાથાનો પરમાર્થ છે.
અહીં સંક્ષેપથી વર્ણવેલા સર્વ પદાર્થોનો ઉપયોગપૂર્વક જો વિચાર કરવામાં આવે તો સાધકવર્ગને સાધનામાર્ગનું ખૂબ જ સ્પષ્ટપણે નિદર્શન કરનારો આ ગ્રંથ છે. ગ્રંથકારપરમર્ષિએ ખૂબ જ ઓછા શબ્દોમાં પુષ્કળ પદાર્થોનો સંગ્રહ કરી આ પ્રકરણની રચના દ્વારા આપણી ઉપર જે અનુગ્રહ કર્યો છે, એનું મૂલ્ય સમજાયા વિના આવા નાના ગ્રંથનું પણ પરિશીલન શક્ય નથી. અનાદિકાળથી અવરાયેલા આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટાવવા કઇ રીતે પ્રયત્ન કરવો જોઇએ – એ આ ગ્રંથમાં આપણે વિચારી ગયા. અહીં એ વસ્તુ ભૂલવી નહિ જોઈએ કે આપણે આપણું જ સ્વરૂપ પ્રગટ કરવાનું છે, કોઈ પણ નવી વસ્તુ મેળવવાની નથી. આપણો પુરુષાર્થ માત્ર તે તે આવરણને દૂર કરવા માટેનો છે. આવરણને દૂર કરવાથી આવરાયેલ આત્મગુણોનો આવિર્ભાવ તો સ્વયંસિદ્ધ છે. ગુણસ્થાનનો વિચાર કરવાથી પણ સમજાશે કે – તે
૧૨૪
Page #128
--------------------------------------------------------------------------
________________
તે ગુણસ્થાનકે થનાર કર્મના બંધ, ઉદય, ઉદીરણા કે સત્તાને ટાળીને જ ઉત્તર-ઉત્તર-ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આવરણને દૂર કર્યા વિના કોઈ પણ ગુણનો આવિર્ભાવ થતો નથી – એ જાણ્યા પછી પણ સાધકની નજર કર્મનિર્જરા તરફ ન હોય તો કોઈ પણ રીતે ગુણની પ્રાપ્તિનો સંભવ નથી. આજે મોટા ભાગની સાધના કર્મનિર્જરા માટે હોય એવું બહુ ઓછું જોવા મળે ને ? અધ્યયન કરનારાને જ્ઞાનાવરણીય કર્મની નિર્જરાનો ભાવ કેટલો છે અને તે તે ગ્રંથનું જ્ઞાન મેળવવાનો ભાવ કેટલો ? અધ્યયન કરવા છતાં ન આવડે તો ખેદ થાય છે - એ, એ જ સૂચવે છે કે અધ્યયન કરનારાને જ્ઞાન જોઈએ છે; જ્ઞાનના આવરણભૂત કર્મની નિર્જરા નહિ! શ્રી અરિહન્તપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર અધ્યયન કરનારને કદાચ કોઈ વસ્તુ ન આવડે, યાદ ન રહે, તોપણ જ્ઞાનાવરણીયકર્મની નિર્જરા તો થાય ને ? એ માટે ભણનારાને ખેદ થતો નથી, જેથી તેની અધ્યયનની પ્રવૃત્તિ બંધ પડતી નથી. પરંતુ તે તે ગ્રંથ નહિ આવડે કે નહિ યાદ રહે તો તેના અર્થને ખેદ થવાનો, જેથી કાલાંતરે અધ્યયનની પ્રવૃત્તિ બંધ થવાની... આ એક ઉદાહરણ છે. આવું તો દરેકેદરેક મોક્ષસાધક પ્રવૃત્તિ માટે વિચારવાનું છે. તે તે કર્મની નિર્જરાના ઉદ્દેશથી વિહિત પ્રવૃત્તિ તે તે ફળને પ્રામ કરવા માટે કરવામાં આવે તો ફળની અપ્રાપ્તિમાં ખેદ થાય-એ બનવાજોગ છે અને એ ખેદ અંતે તો તે તે પ્રવૃત્તિનો જ બાધક બને છે. પરંતુ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ તે તે પ્રવૃત્તિ કેવળ કર્મનિર્જરા માટે કરવામાં આવે તો તેનાથી ભિન્ન કોઈ પણ ફળની પ્રાપ્તિ ન થવા છતાં
૧૨૫
Page #129
--------------------------------------------------------------------------
________________
આત્માને ખેદ થતો નથી અને એથી પ્રવૃત્તિ નિરાબાધ રહે છે. સાધક આત્માઓએ મોક્ષસાધક સામગ્રીની સાથે સાથે મોક્ષબાધક સામગ્રીનો પણ એટલો જ ખ્યાલ રાખવો જોઈએ. જે લોકોએ મોક્ષની સાધનાનો આરંભ કર્યો નથી, એ લોકોને કશું જ કહેવાનું રહેતું નથી. પરંતુ જે લોકોએ તે સાધનાનો આરંભ કર્યો છે એવા આત્માઓએ મોક્ષબાધક સામગ્રીનો બાધ થાય-એ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને આપણે સૌ આ પ્રકરણના પરિશીલનથી યોગમાર્ગની સાચી ઉપાસના કરી વહેલામાં વહેલા અયોગી બની રહીએ – એ જ એક અભિલાષા સાથે આ વિવરણ પૂરું કરાય છે.
Page #130
--------------------------------------------------------------------------
________________ Jain Education internal