________________
ત્રણ મળશે, અને ક્રમે કરી તેનો નાશ થશે. આવી યોગ્યતા ન હોય તોપણ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન અવિધિપૂર્વક કરાવવાથી તેવા પ્રકારના આચરણથી તેની પરંપરા ચિરકાળ રહેશે. તેથી તીર્થનો ઉચ્છેદ ન થાય-એ માટે અવિધિપૂર્વના પણ અનુષ્ઠાનનો આદર કરવો જોઇએઆ પ્રમાણેની શંકાના સમાધાન માટે ચૌદમી ગાથાની રચના છે
तित्थस्सुच्छेयाइ वि एत्थ नालंबणं जमेमेव ।। सुत्तकिरियाइनासो एसो असमंजसविहाणा ॥१४॥
અહીં અવિધિપૂર્વકના અનુષ્ઠાનને ઉપાદેય તરીકે વર્ણવવા માટે ઉપર જણાવ્યા મુજબ તીર્થના ઉચ્છેદનું આલંબન લેવું જોઈએ નહિ. કારણ કે આ રીતે અવિધિપૂર્વક અનુષ્ઠાન કરવા વગેરેના કારણે શાસ્ત્રવિહિત ક્રિયાની અપેક્ષાએ વિપરીત કિયા થાય છે અને તેથી આવી અસમંજસ પ્રવૃત્તિથી અશુદ્ધકિયાની પરંપરા સર્જાય છે, જેથી ક્રમ કરીને સૂત્રવિહિત ક્રિયાનો નાશ થાય છે-આ તીર્થનો ઉચ્છેદ છે. આથી સમજી શકાશે કે જે લોકો “તીર્થનો ઉચ્છેદ' થવાના ભયથી અવિધિપૂર્વકના અનુષ્ઠાનનો આદર કરવાનું જણાવે છે તેઓ જ વસ્તુતઃ સૂત્રવિહિત ક્રિયાના નાશ સ્વરૂપ તીર્થનો ઉચ્છેદ કરી રહ્યા છે. કારણ કે તીર્થ નામના જનસમુદાયને તીર્થ કહેવાતું નથી, પરંતુ શ્રીતીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ પોતપોતાને ઉચિત એવી સૂત્રવિહિત ક્રિયાને કરનારાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો સમુદાય એ તીર્થ છે. આજ્ઞારહિત જનસમુદાયને તો હાડકાંના સમુદાયરૂપે વર્ણવ્યો છે. આથી સ્પષ્ટ છે કે અવિધિ કરવાથી સૂત્રવિહિત ક્રિયાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org