________________
ઊલટી વખતના દૂધપાકના સ્વાદ જેવી એ અવસ્થા ખૂબ જ અલ્પકાળ માટે હોય છે. ત્યાંથી જીવ તુરત જ પ્રથમ ગુણસ્થાનકે આવે છે. સર્વથા શુદ્ધ પણ નહીં અને સર્વથા અશુદ્ધ પણ નહીં એવી શુદ્ધાશુદ્ધ મિશ્ર અવસ્થાવાળા કર્મના પ્રભાવે; શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા કોઈ પણ તત્વ પ્રત્યે રુચિ પણ નહીં અને અરુચિ પણ નહીં એવા ઉદાસીન પરિણામવાળી અવસ્થાને મિશ્ર નામનું ત્રીજું ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણઠાણું માત્ર અન્તર્મુહૂર્તકાળપ્રમાણ જ સ્થિતિવાળું છે. ત્યારબાદ પ્રથમ ગુણસ્થાનકે અથવા ચોથે ગુણસ્થાનકે જીવનું ગમન થાય છે.
અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આવ્યા પછી અપ્રત્યાખ્યાનના ક્રોધાદિ ચાર કષાયની અસરમાંથી મુક્ત બની પ્રત્યાખ્યાનના ક્રોધાદિ ચાર કષાયના ક્ષયોપશમભાવને પામવાથી જીવને અંશતઃ વિરતિનો પરિણામ પ્રાપ્ત થાય છે. એ અવસ્થાને પાંચમું દેશવિરતિગુણસ્થાનક કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાનકની અપેક્ષાએ માત્ર સોળમાં ભાગ જેટલી જ વિરતિનો પરિણામ ઉત્કર્ષથી આ ગુણસ્થાનકે હોય છે. એનાથી વધારે પરિણામ આ ગુણઠાણે હોતો નથી. છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે આ ગુણઠાણું પ્રાપ્ત થવું જ જોઈએ-એવો નિયમ નથી. સાધુધર્મની પરિભાવના અહીં ખૂબ જ સુંદર થાય છે. મનુષ્ય અને તિર્યંચગતિ સિવાય બીજી કોઈ પણ ગતિમાં આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી નથી. જેના અનુસંધાનમાં આપણે ગુણસ્થાનકની વિચારણા શરૂ કરી છે તે યોગધર્મની પ્રાપ્તિની શરૂઆત
- ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org