SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ એ માટે જ્ઞાનની કોઈ અપેક્ષા ન હોવાથી ધ્યાન માનવાનું કોઈ કારણ નથી. કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી ભવોપગ્રાહી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મના ક્ષયમાત્રથી જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે - એ માટે કોઈ જ્ઞાનના આલંબનની અપેક્ષા નથી. ધ્યાન શબ્દનો વ્યવહાર તો ત્યાં થાય છે કે જ્યાં ક્ષિપકશ્રેણીમાં થનાર અત્યંત વિશિષ્ટ યોગને અનુકૂલ પ્રયત્ન હોય; અથવા તો શૈલેશી અવસ્થામાં આવકરણના ઉત્તરકાળમાં થનાર યોગના નિરોધને અનુકૂળ પ્રયત્ન હોય; આ બંને પ્રયત્નમાંથી કેવલજ્ઞાનની શૈલેશી અવસ્થાની પૂર્વેની અવસ્થામાં એકેય પ્રયત્ન ન હોવાથી તે પરમાત્માઓને તેવા પ્રકારની યોગની પ્રવૃત્તિ મનાતી નથી. આ જ વાતને સ્પષ્ટ કરતાં વિશેષાવશ્યકભાષ્યમાં ભાષ્યકાર પરમર્ષિ ફરમાવે છે કે-અત્યન્ત ઉત્કટ પ્રયત્નનો પ્રયોગ અથવા તો વિદ્યમાન એવા મન-વચન-કાયાનો નિરોધ જ ધ્યાન છે પરંતુ ચિત્તવૃત્તિનો નિરોધમાત્ર ધ્યાન નથી. “આ રીતે ઉપર જણાવ્યા મુજબ ક્ષપકશ્રેણીસંબંધી બીજાઅપૂર્વકરણે વિદ્યમાન એવો સામર્થ્યયોગ જ જો અનાલંબનયોગ હોય તો, આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થનાર એ યોગ જેઓને પ્રાપ્ત થયો નથી - એવા સાતમા ગુણસ્થાનકે વર્તનારા સર્વ સંકલ્પવિકલ્પના તરંગોથી વિરામ પામેલા અને માત્ર શુદ્ધજ્ઞાનમાં જ નિરત હોવાના કારણે રત્નત્રયના સામ્રાજ્ય-વિસ્તારને પામેલા શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓને નિરાલંબનધ્યાન કઈ રીતે સંભવે ?” આવી શંકા કરવી ૧૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy