SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી પ્રતિકૂળતાના કાળમાં દુ:ખ પ્રત્યે દ્વેષ ન થાય તો જ તદ્ભુતુ અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું શક્ય છે. બાકી તો કોઇ પણ જાતનું દેખાતું સદનુષ્ઠાન અસદનુષ્ઠાન જ રહેવાનું. આ બધું વારંવાર કહેવા પાછળ આશય એક જ છે કે યોગમાર્ગની અવિચલ શ્રદ્ધાવંત સાધકોએ કોઇ પણ સંયોગોમાં આ બધી વાતો પ્રત્યે દુર્લક્ષ્ય કરવું ન જોઇએ. જાણ્યા પછી અને શ્રદ્ધા જન્મ્યા પછી જ્ઞાન અને શ્રદ્ધાને સર્વથા નકામાં બનાવનાર કોઇ હોય તો તે, તે તે અનુષ્ઠાનના આચરણ પ્રત્યેનું દુર્લક્ષ્ય છે. આવું દુર્લક્ષ્ય સાધક આત્માને તો ન જ પાલવે. અમૃતાનુષ્ઠાનનું વર્ણન કરતી વખતે ગ્રંથકાર પરમર્ષિએ યોગબિંદુમાં ફરમાવ્યું છે કે-શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશ્યું છે-એવી એકમાત્ર શ્રદ્ધાની પ્રધાનતાએ અતિશય મોક્ષાભિલાષથી જે અનુષ્ઠાન કરાય છે તે અમરણ-મોક્ષનું કારણ હોવાથી તે અનુષ્ઠાનને શ્રી ગૌતમાદિ મહામુનિભગવંતો અમૃતાનુષ્ઠાન કહે છે. આ પાંચ અનુષ્ઠાનમાં પ્રથમ ત્રણ અનુષ્ઠાનો તો અનુષ્ઠાનાભાસ હોવાથી એકાન્તે અહિતકર છે. છેલ્લાં બે અનુષ્ઠાનો તો સદ્યોગસ્વરૂપ હોવાથી હિતકર છે. તેથી આ બધી વસ્તુનો વિચાર કરી જીવની યોગ્યતા જોઇને યોગ્યતાસંપન્ન આત્માઓને જ ચૈત્યવંદનાદિ સૂત્રોનું પ્રદાન કરવું જોઇએ. ચૈત્યવંદનસૂત્રોના વિન્યાસ માટે જે જીવો યોગ્ય છે તેનું નિરૂપણ તેરમી ગાથાથી કરાય છે. जे देसविरइजुत्ता जम्हा इह वोसिरामि कायं ति । સુવ્વદ્ વિજ્ઞપ્ રૂમ તા સમ્મે ચિંતિયમિનું તાશા Jain Education International ૯૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy