________________
થાય તો પરિસ્થિતિ કેટલી વિષમ બને છે – એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. જે ઈચ્છાને સફળ બનાવવા માટે આપણે સાધના આરંભી હતી એ ઈચ્છા જતી રહી છે અને સાધના ચાલી રહી છે. કેટલી વિચિત્ર દશા છે! ચોવીસે કલાકની આપણી સાધનામાં મોક્ષની ઇચ્છાનાં દર્શન લગભગ અશક્ય છે. મોક્ષની ઇચ્છાપૂર્વકનાં અજ્ઞાનમૂલક કષ્ટો મોક્ષની બાધક સામગ્રીનો બાધ કરે છે અને મોક્ષની ઈચ્છા વિનાનાં લોકોત્તરસ્વરૂપે જણાતાં એવાં આપણાં અનુષ્ઠાનો મોક્ષસાધક સામગ્રીનો બાધ કરે છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે મોક્ષની ઇચ્છાનું કેટલું મહત્ત્વ છે? મોક્ષની ઇચ્છા મંદ પડે તો સાધક આત્માને ચિંતા થવી જોઈએ ને ? આવી ચિંતાનો આપણે ક્યારે અનુભવ કર્યો છે ? વર્ષોથી ધર્મ કરીએ અને આવી ચિંતા ન થાય-એનું કારણ મોક્ષની ઇચ્છા બરાબર છે-એમ તો આપણાથી કહેવાય એવું નથી. ખરેખર તો મોક્ષની ઇચ્છાને આપણે ઉપેક્ષાનો વિષય બનાવ્યો છે. આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે મોક્ષની ઇચ્છાને ઉત્કટ બનાવ્યા વિના ચાલે એવું નથી. મળેલા ગુણોનો હાસ થતો હોય તો માનવું રહ્યું કે મોક્ષની ઈચ્છામાં ઊણપ આવી છે. યોગમાર્ગની સાધનાના અર્થીએ મોક્ષની ઇચ્છાને દરરોજ તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ બનાવવી જોઈએ. મોક્ષની ઈચ્છા પ્રગટ્યા પછી પણ એનો નાશ કરનાર અનુકૂળતાનું અથાણું છે. સમગ્ર અનુકૂળતાનો ત્યાગ કરી ઉલ્લાસથી સર્વવિરતિધર્મની સાધનાનો આરંભ કરનારા પુણ્યાત્માઓ પણ માત્ર આરાધનાની અનુકૂળતાના શરૂઆતમાં અથ
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org