SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ પ્રાપ્ત થયેલા એ પરમતારક ઉપદેશની સાથે સાથે આપણા અજ્ઞાનાદિ દોષો દૂર થઈ જાય તો આપણું કલ્યાણ થાય. આ તીર્થનો ઉચ્છેદ ન થઈ જાય એ માટે અવિધિ ચલાવી લેવાનું કહેનારાઓની પ્રત્યે વાસ્તવિક તીર્થોચ્છેદ જણાવવાના આશયથી આ પંદરમી ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી ફરમાવે છે કે- પિ માવિયવં................ઇત્યાદિ. આશય એ છે કે ખરેખર જ તીર્થના ઉચ્છેદનો ભય સેવનારાઓએ એ પણ વિચારવું જોઈએ કે - વિધિમાર્ગની વ્યવસ્થાપનાના કારણે એક પણ જીવને જો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય તો તે છવ દ્વારા ચૌદરાજલોકપ્રમાણ આ લોકમાં અમારિપડહના વાદનથી વાસ્તવિક રીતે તારક એવા તીર્થની ઉન્નતિ થાય છે. પરંતુ અવિધિના સ્થાપનથી તો કોઈને પણ સમ્યગ્દર્શનનો લાભ ન થવાથી કોઈ પણ જીવ દ્વારા તેવા પ્રકારનું અમારિનું પાલન ન થવાથી વસ્તુતઃ તીર્થનો ઉચ્છેદ જ થાય છે. આથી સમજી શકાશે કે તીર્થના ઉચ્છેદનો ભય રાખનારાએ વિધિના વ્યવસ્થાપનમાં જ પ્રયત્નશીલ બનવું જોઈએ. વિધિના વ્યવસ્થાપન વખતે અને અવિધિનો નિષેધ કરતી વખતે કોઈ શ્રોતા, વિધિના વ્યવસ્થાપનાદિના શ્રવણથી સંવેગ(મોક્ષાભિલાષ)નું ભાજન ન બને તો તેને ધર્મ સંભળાવવાથી ઉપદેશકને મહાદોષની પ્રાપ્તિ થાય છે. આ વાતને સ્પષ્ટ કરતાં ગ્રંથકાર પરમર્ષિએ ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે વિષયપિપાસાના અતિરેકથી; જે પાપી, સિદ્ધાંતનું શ્રવણ કરવા છતાં સંવેગને પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy