SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલે એવું નથી. આપણી ધર્મક્રિયાઓ એ પાંચ આશયવાળી બની જાય તો આપણો ધર્મવ્યાપાર પરિશુદ્ધ બની જાય. પરન્તુ સંસારના સુખ માટે જ ધર્મ કરવાનું અને પાપના યોગે આવનાર દુ:ખને ટાળવા માટે જ ધર્મ કરવાનું જ્યાં સુધી લક્ષ્ય રાખીશું ત્યાં સુધી આ પ્રણિધાનાદિ આશયની છાયા પણ આપણી ધર્મક્રિયાઓ ઉપર નહીં પડે. પ્રણિધાન : પ્રણિધાનાદિ પાંચ આશયનું સ્વરૂપ સમજાવતાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે - જે ધર્માનુષ્ઠાન કરવાનું આપણે નિશ્ચિત કર્યું છે - એ પૂજાદિ કોઈ પણ અનુષ્ઠાન કરતી વખતે; અનુષ્ઠાનનો સમય, તેની વિધિ અને તેનો ઉદ્દેશ વગેરેની મર્યાદાથી આત્માને વિચલિત બનવા ન દેવો; આપણા કરતાં ધર્મની અપેક્ષાએ જે હીનગુણવાળા છે - તેની પ્રત્યે મનમાં દ્વેષ ન લાવવો અને પરોપકારના સંસ્કારથી વાસિત તે તે અનુષ્ઠાનને શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર કરવાનો ઉપયોગ રાખવો અર્થાત્ તે તે અનુષ્ઠાન વિધિપૂર્વક કરી શકીએ એ માટે અનુષ્ઠાન કરતાં પૂર્વે સમગ્ર સાધન તૈયાર કરવાનો ઉપયોગ રાખવો - તેને પ્રણિધાન નામનો પ્રથમ આશય કહેવાય છે. આ વસ્તુને બરાબર સમજી લેવાની જરૂર છે. નાનું કે મોટું કોઈ પણ ધર્માનુષ્ઠાન કરતી વખતે આ પ્રણિધાન નામનો આશય હોવો જ જોઈએ. અન્યથા પ્રણિધાન વિના એનું કોઈ જ વિવક્ષિત ફળ મળવાનું નથી. વ્યવહારમાં ખાવા-પીવાની કે Jain Education International ww ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy