________________
જોઇએ અને સમજ્યા પછી એના અતિચારોને દૂર કરવા ખૂબ જ ઉપયોગ રાખવો જોઈએ. આવી ઉત્તમ ધર્મક્રિયાની પ્રાપ્તિ વખતે સાધક આત્મા, સિદ્ધિના નિધાનતુલ્ય પૂ. ગુર્નાદિને વિશે વિનય વૈયાવચ્ચ અને આભ્યન્તર પ્રીતિ-સ્વરૂપ બહુમાન વગેરે ખૂબ જ સારી રીતે ધારણ કરે છે. અન્યથા આવી સિદ્ધિના કાળમાં પોતાના ગુર્વાદિને વિશે સાધક વિનયાદિને ન આચરે તો ગર્વિષ્ઠ બની તે સિદ્ધિભ્રષ્ટ બને છે. ગુણોનો ગૌરવ અને ગુણોનો ગર્વ-એ બંન્નેમાં ઘણો ભેદ છે. ગુણોનો ગૌરવ તેની રક્ષાદિનું કારણ છે અને ગર્વ તેના ભ્રંશનું કારણ છે. ગુર્નાદિ વિશેનું બહુમાન વગેરે સાધકના ગર્વને હરે છે. સિદ્ધિના કાળમાં હનગુણવાળા કે સર્વથા ગુણ વગરના જીવોને વિશે દયા, અન્નાદિનું પ્રદાન અને દુઃખ દૂર કરવાની ભાવના; સાધકને દ્વેષભાવથી દૂર રાખે છે. તેમ જ મધ્યમગુણવાન જીવોને વિશે ઉપકાર કરવાની વૃત્તિ; સિદ્ધિના સાતત્યને (ઉત્તરોત્તર પ્રાપ્તિને જાળવી રાખે છે. વર્તમાનમાં આ બધી પ્રવૃત્તિ બહુ ઓછા સાધકોમાં જોવા મળે છે, લગભગ જોવા મળતી નથી – એમ કહું તો એમાં ખોટું નથી. સિદ્ધિના અભાવમાં પણ એ વિનયાદિ પ્રવૃત્તિના દર્શન દૂર્લભ હોય તો સિદ્ધિના કાળમાં એ ક્યાંથી જોવા મળે ? વસ્તુતઃ તાદૃશ વિનય વગેરેની ભાવનાથી શૂન્ય નિરતિચારપણે પણ થનારી ક્રિયા, સિદ્ધિશૂન્ય છે. આપણા ધર્મને પરિશુદ્ધ-મોક્ષસાધક બનાવવા માટે આ બધું વિચાર્યા વિના ચાલે એવું નથી. આ રીતે દરરોજ દરેક ધર્મપ્રવૃત્તિના પ્રસંગે વિચારતા થઈએ તો સિદ્ધિ દૂર નથી.
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org