________________
આલંબન લેવાથી શ્રી જિનેશ્વરભગવંતોએ ઉપદેશેલી ક્રિયાને કરનારા લોકોના સમુદાયસ્વરૂપ તીર્થનો વિનાશ તો નહિ થાય. આ રીતે અવિધિપૂર્વક કરાતી ક્રિયાને ચલાવી લેવામાં ઉપદેશક એવા ગુરુને કોઇ દોષ પણ નથી. કારણ કે સર્વથા ક્રિયાને નહિ કરનારાની જેમ જ અવિધિપૂર્વક ક્રિયા કરનારાઓની એ પ્રવૃત્તિ માત્ર પોતાના પરિણામના કારણે જ થતી હોય છે. ઉપદેશક એવા ગુરુ તો માત્ર ક્રિયામાં પ્રવર્તાવે છે. એમને ઉપર જણાવ્યા મુજબ તીર્થના વ્યવહારની રક્ષા કરવાદિ દ્વારા ગુણની પ્રાપ્તિ થાય છે.’’ આ પ્રમાણે જેઓ કહે છે, તેમની વાત બરાબર નથી. એ જણાવવા ગ્રંથકારશ્રી ફરમાવે છે કે ન ય सयमयमारियाणमविसेसो ।
આશય એ છે કે જાતે મરેલામાં અને બીજાએ મારેલામાં વિશેષતા નથી-એવું નથી. કારણ કે જાતે મરેલા સ્થળે આપણો પોતાનો દુષ્ટ આશય નિમિત્ત બનતો નથી. પરંતુ જ્યારે આપણે કોઇને મારીએ છીએ ત્યારે મરાતા જીવનો કર્મવિપાક એમાં નિમિત્ત હોવા છતાં આપણો પોતાનો દુષ્ટ આશય પણ જેમ નિમિત્ત બને છે, તેમ જે જીવો પોતાની મેળે ક્રિયામાં પ્રવૃત્ત થયા નથી, તેઓની તે અપ્રવૃત્તિમાં ગુરુભગવંતને કોઇ દોષ નથી. પરંતુ પૂ.ગુરુદેવશ્રીની અવિધિની પ્રરૂપણાનું આલંબન લઇને જે શ્રોતા અવિધિમાં પ્રવર્તે છે, તેની તે ઉન્માર્ગપ્રવૃત્તિમાં ગુરુ પ્રવર્તક બનતા હોવાથી ગુરુને મહાદોષનો પ્રસંગ છે જ. શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પણ ફરમાવ્યું છે કે-‘પોતાના શરણે આવેલાનું જેમ પોતે માથું છેદે-એમ આચાર્યભગવંતો પણ ઉત્સૂત્રનું પ્રરૂપણ
Jain Education International
૬
For Private & Personal Use Only
www.jainelibrary.org