________________
ઉપર જણાવ્યા મુજબ જ્યારે સ્થાનાદિ સ્વરૂપ તેવા પ્રકારનો સ્થિરયોગ, સાધકને પોતાને વિશિષ્ટ કોટિના ઉપશમાદિ ફળને પ્રાસ કરાવે છે, તેવી જ રીતે સાધકની નજીકમાં રહેલા અને સ્થાનાદિયોગને અનુકૂળ શુદ્ધિને નહિ પામેલા એવા બીજાને પણ સ્થાનાદિયોગની સિદ્ધિ દ્વારા ઉપશમાદિ ફળને પ્રાપ્ત કરાવે છે, ત્યારે તે સ્થાનાદિ યોગોને અનન્તજ્ઞાનીઓ સિદ્ધિયોગ તરીકે વર્ણવે છે. આથી જ આવા યોગના સ્વામીઓની પાસે; હિંસાદિ પાપો આચરવાના સ્વભાવવાળા જીવો પણ હિંસા વગેરે કરવા સમર્થ બનતા નથી. આવા પ્રકારના સિદ્ધયોગીઓને ખૂબ જ સુંદર કોટિનું પુણ્ય પ્રાપ્ત થયેલું હોય છે. એ પુણ્યની છાયાના કારણે અન્ય જીવો ઉપર સાધકની વિશિષ્ટ સાધના ધારી અસર કરી જતી હોય છે. ઈચ્છાદિ ચાર પ્રકારના યોગનું સ્વરૂપ અત્યન્ત સંક્ષેપથી જ્ઞાનસારપ્રકરણમાં પૂજ્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ વર્ણવ્યું છે. તે જિજ્ઞાસુઓએ યાદ રાખી લેવું જોઈએ.
इच्छा तद्वत्कथाप्रीतिः, पालनं शमसंयुतम् । प्रवृत्तिर्दोषभीहानिः, स्थैर्य सिद्धिः परार्थता ।।
આ શ્લોકમાં યોગીજનોની કથાની પ્રીતિને ઈચ્છા યોગ તરીકે વર્ણવી છે. ઉપશમભાવથી યુક્ત પાલનને પ્રવૃત્તિયોગ વર્ણવ્યો છે. પ્રવૃત્તિમાં દોષના ભયના અભાવને સ્થિરયોગ કહ્યો છે. અને પરાર્થ-નિષ્પત્તિને સિદ્ધિયોગ તરીકે જણાવી છે. ખૂબ જ સંક્ષેપથી વર્ણવેલું ઈચ્છાદિયોગોનું આ સ્વરૂપ સાધકો સરળતાથી યાદ રાખી શકશે. દો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org