________________
આવી જ રીતે ઉપશમભાવ જેમાં સારભૂત છે એવી સ્થાનાદિની પ્રવૃત્તિ જ્યારે સ્થાનાદિ યોગના બાધકની ચિંતા વિનાની થાય છે, ત્યારે તેને સ્થિરયોગ કહેવાય છે. પ્રવૃત્તિયોગમાં અને સ્થિરયોગમાં જે ફરક છે-એ બરાબર સમજી લેવો જોઈએ. પ્રવૃત્તિયોગમાં પ્રારંભિક અવસ્થા હોવાથી સાધકની પ્રવૃત્તિ કોઈ કોઈવાર અનુપયોગાદિના કારણે અતિચારવાળી થતી હોય છે. આવી દશામાં સાધકને તે તે પ્રવૃત્તિ દરમ્યાન સતત એની ચિંતા હોય છે, જેથી એવા અતિચારનાં સ્થાનો તરફ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કોઈ પણ રીતે અતિચારના કારણે પ્રવૃત્તિયોગને બાધા ન પહોંચે એ માટે સાધકને પોતાની પ્રવૃત્તિની સાથે સાથે એ તરફ પણ લક્ષ્ય રાખવું જરૂરી બનતું હોય છે. જ્યારે સ્થિરયોગમાં સાધકની પરિપકવ અભ્યસ્તદશા હોવાથી અતિચારસ્વરૂપ દોષનો ભય હોતો નથી. આ રીતે અભ્યાસની સુંદરતાના કારણે બાધકની ચિંતાનો નાશ થવાથી પરિણામની શુદ્ધિવિશેષના કારણે અતિચારની ઉત્પત્તિ જ થતી નથી, જેથી સ્થાનાદિ યોગોની પ્રવૃત્તિ અતિચારથી રહિત જ બને છે. જેને અનંતજ્ઞાનીઓ સ્થિરયોગ તરીકે વર્ણવે છે. પ્રવૃત્તિયોગની અભ્યસ્તદશા સાધકને સિદ્ધિના દ્વારે આ રીતે લઈ આવે છે. અહીં યાદ રાખવું જોઈએ કે અહીં સ્થિરયોગમાં જેમ દોષનો ભય ટળે છે તેમ ઉપશમાદિસ્વરૂપ ફળ પૂર્વ-અવસ્થાની અપેક્ષાએ વિશેષ પ્રાપ્ત થાય છે. પૂર્વ પૂર્વ યોગની અવસ્થાની અપેક્ષાએ જેમ વિશુદ્ધિ વધે તેમ તેમ ફળની પ્રામિમાં પણ વિશેષતાનો આવિર્ભાવ થાય-એ સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org