SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ છે-આ પ્રમાણે અગિયારમી ગાથાનો ભાવાર્થ છે. આથી સમજી શકાશે કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં અમૃતાનુષ્ઠાનનું અને અમૃતાનુષ્ઠાનના કારણભૂત તદ્દહેતુ અનુષ્ઠાનનું જ મહત્ત્વ છે. આ બે અનુષ્ઠાનને છોડીને બીજા કોઈ અનુષ્ઠાનની આ શાસનમાં કિંમત નથી. નાનું કે મોટું પણ અનુષ્ઠાન જો ઉપયોગપૂર્વકનું અથવા તો ઉપયોગની તીવ્ર ઈચ્છાપૂર્વકનું ન હોય તો તેનું કોઈ ફળ નથી. યોગમાર્ગની સાધનામાં ભાવનું અને ભાવની ઈચ્છાનું જે મહત્ત્વ છે, તે કોઈ પણ રીતે સાધક આત્માઓએ નિરંતર યાદ રાખવું જોઈએ. આ રીતે ભાવચૈત્યવંદન અને પ્રધાનભૂત દ્રવ્યચૈત્યવંદનનું સ્વરૂપ વર્ણવીને હવે, જે આત્માઓ સ્થાનાદિયોગમાં પ્રયત્ન કરતા નથી અને પોતાની ઈચ્છા મુજબ જેમ ફાવે તેમ ચૈત્યવંદન કરે છે-તે આત્માઓની તે ચૈત્યવંદનની ક્રિયા પ્રધાનભૂત દ્રવ્યક્યિા નથી અર્થા અપ્રધાન દ્રવ્યક્રિયા છે જેનું કોઈ ફળ નથી, પરન્તુ વિપરીત-અનિષ્ટ ફળ છે, તેથી સહેજ પણ સ્થાનાદિયોગમાં પ્રયત્ન નહિ કરનારાઓને ચૈત્યવંદન સૂત્રોનું પ્રદાન કરવાનું (ભણાવવાનું) યોગ્ય નથી-એ વસ્તુને ગ્રંથકાર પરમર્ષિ બારમી ગાથાથી ફરમાવે છે इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ । ता अणुरूवाणं चिय कायव्वो एयविनासो ॥१२॥ અર્થયોગ અને આલંબનયોગથી રહિત આત્માઓ સ્થાનયોગ કે ઊર્ણયોગ માટે પ્રયત્નાતિશય કરતા ન હોય તો તેમનું ચૈત્યવંદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy