________________
કારણ કે અર્થયોગ અને આલંબનયોગ; બંન્ને જ્ઞાનયોગસ્વરૂપ હોવાથી ઉપયોગસ્વરૂપ છે. ઉપયોગસહિત ચૈત્યવંદન ભાવચૈત્યવંદન હોવાથી તે અમૃતાનુષ્ઠાન છે, જે અવશ્ય નિર્વાણસ્વરૂપ ફળનું સાધક બને છે. કોઈ વાર ભૂતકાળમાં ઉપાર્જન કરેલા અને કોઈ પણ રીતે જેની નિર્જરા થાય એવી નથી એવા નિરુપક્રમ; મોક્ષમાર્ગના બાધક એવા ચિત્તની વૃદ્ધિના કારણભૂત કર્મના ઉદયથી સાધકને ફળની પ્રાપ્તિમાં વિલંબ થાય છે. તેથી આવા અપાયસહિત યોગમાં ચોક્કસ મોક્ષસાધતા વિના વિલંબે હોતી નથી. તેથી આ ગાથામાં પ્રાયઃ પદનો નિર્દેશ છે. આવો કોઈ અપાય જેને નથી એવા નિરપાયયોગીઓને તો ઉપર જણાવ્યા મુજબ ભાવચૈત્યવંદનથી વિના વિલંબે અવશ્ય પરમફળની પ્રાપ્તિ થાય છે. જે સાધક આત્માઓને અર્થ અને આલંબન યોગની પ્રાપ્તિ થઈ નથી, પરંતુ તેઓ તે બન્ને યોગની તીવ્ર સ્પૃહા ધરાવે છે અને ગુરુભગવંતના વચનાનુસાર સ્થાન અને ઊર્ણયોગમાં પ્રયત્નશીલ છે; એવા સાધક આત્માઓ તેવા પ્રકારના જ્ઞાનથી રહિત હોવાથી વાચના પૃચ્છના કે પરાવર્તન વખતે અનુપ્રેક્ષાથી અર્ધા અર્થની વિચારણાથી શૂન્ય હોય છે, તેથી તેમની તે તે ક્રિયાઓ વિશિષ્ટ ઉપયોગથી રહિત હોવાથી દ્રવ્યક્રિયાઓ છે. પરંતુ તે ક્રિયાઓ તે તે સાધકની ઉપર જણાવ્યા મુજબની અર્થયોગ અને આલંબનયોગની તીવ્ર સ્પૃહાના કારણે તથા સ્થાનયોગ અને ઊર્ણયોગના પુષ્કળ પ્રયત્નના કારણે ભાવચૈત્યવંદનનું કારણ બનવાથી તદ્દહેતુ અનુષ્ઠાન બને છે. જેથી પરંપરાએ સાધક આત્માને પરમફળની પ્રાપ્તિ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org