________________
આજ્ઞાનું જ પ્રાધાન્ય જણાય છે તે અર્થપ્રતીતિને ‘ઐËપર્યાર્થજ્ઞાન’ કહેવાય છે. આ રીતે દરેક સૂત્રોના અર્થજ્ઞાનને પ્રાપ્ત કરવાથી જ વસ્તુત: અર્ધયોગની પ્રાપ્તિ થાય છે. શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને જાણનારા પરમતારક ગુરુદેવાદિ ઉપર અપાર શ્રદ્ધા હોય અને મોક્ષે જવાની ઈચ્છા પ્રબળ હોય તો જ આ પ્રમાણે ધીરતાપૂર્વક દરેક સૂત્રોના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું શક્ય થશે. આજે આરાધકવર્ગમાં તે તે સૂત્રોનું જ્ઞાન ઘણા ઓછાને હોય છે. એમાં પણ તેના અર્થનું જ્ઞાન ઘણા જ અલ્પ આરાધકોને હોય છે. અને અર્થયોગસ્વરૂપ અર્થનું જ્ઞાન કોને છે-એ શોધવા જવું પડશે. ખરેખર જ યોગના અર્થીપણામાં શંકા જાગે એવી આજની મોટાભાગની યોગની સાધના છે. આના કરતાં બીજી કઇ યોગમાર્ગની વિટંબના છે ? ચૈત્યવંદનની ક્રિયા પ્રસંગે પ્રથમસ્તુતિ વખતે શ્રી તીર્થંકરપરમાત્માઓમાંના કોઈ એક શ્રી તીર્થંકર પરમાત્માનું આલંબન લેવાય છે. અર્થાત્ તેઓશ્રીને ઉદ્દેશીને સ્તુતિ કરાય છે. બીજા દંડકમાં એટલે કે બીજી સ્તુતિ માટે બોલાતાં સૂત્રોમાં સર્વ તીર્થંકરપરમાત્માઓનું આલંબન છે. ત્રીજી સ્તુતિ માટેનાં તે તે સૂત્રોના ઉચ્ચારણમાં પ્રવચન-આગમનું આલંબન છે. અને ચોથી સ્તુતિ માટેનાં તે તે સૂત્રોના ઉચ્ચારણપ્રસંગે શાસનના અધિષ્ઠાયક એવા સમક્તિધારી દેવ-દેવીઓનું આલંબન છે. આવા આલંબનમાં અને તે તે સૂત્રના વાક્યાર્યાદિના પરિશુદ્ધ અર્થમાં ચિત્તની સ્થિરતાવાળા સાધક આત્માને ઉપર જણાવ્યા મુજબનું તે તે સૂત્રનું પરિજ્ઞાન મોક્ષનું સાધક બને છે.
Jain Education International
૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org