SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ ફળસ્વરૂપ મોક્ષનું સાધક જ બને છે. અર્થ અને આલંબન યોગની જેઓને પ્રાપ્તિ થઈ નથી એવા અન્ય સાધકોનું એ ચૈત્યવંદનાદિ સૂત્રનું પરિજ્ઞાન; જો તે સાધકો પોતાના પરમતારક ગુરુભગવન્તના ઉપદેશાનુસાર સ્થાન અને ઊર્ણયોગમાં પુષ્કળ પ્રયત્ન કરવામાં તત્પર હોય અને અર્થ તથા આલંબનયોગની તેઓને તીવ્ર સ્પૃહા હોય તો જ કલ્યાણકારી છે..આ પ્રમાણે અગિયારમી ગાથાનો અક્ષરાર્થ છે. આ એક જ ગાથામાં ગ્રંથકારશ્રીએ ઘણી વાતો કહી છે. તે બધાનો ખૂબ જ સ્થિર ચિત્તે વિચાર કરવાની જરૂર છે. પૂર્વે જણાવ્યા મુજબ પ્રયત્નાતિશયે સ્થાન અને ઊર્ણયોગને પામ્યા પછી જો અર્થ અને આલંબનયોગની પ્રાપ્તિ ન થાય અથવા તો તે પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ન રહે તો તે સ્થાન કે ઊર્ણ યોગનું કોઈ ફળ નથી. કોઈ પણ સૂત્રના અર્થના રહસ્યનું જ્ઞાન - તે અર્થયોગ છે. સામાન્ય રીતે ‘ઉપદેશપદ’ વગેરે ગ્રંથમાં જણાવ્યા મુજબ એ અર્થજ્ઞાન સુધી પહોંચવા વાક્યાર્શ્વજ્ઞાન મહાવાક્યાર્થજ્ઞાન અને ઐદંપર્યાર્થજ્ઞાન-આ ત્રણ રીતે સૂત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહે છે. કોઈ પણ સૂત્રમાં જે પદો છે તેનાં જ અનુસંધાનમાત્રથી જે અર્થ પ્રતીત થાય છે તે અર્થપ્રતીતિને ‘વાક્યાર્થજ્ઞાન' કહેવાય છે. સૂત્રોમાંનાં પૂર્વાપરનાં વાક્યોનું તેમ જ એ સૂત્રના અર્થને જણાવનારાં અન્યસૂત્રોનાં વાક્યોનું અનુસંધાન કરીને વિરોધાદિનો પરિહાર કરી નય-નિક્ષેપાદિ દ્વારા જે અર્થ પ્રતીત થાય છે તે અર્થપ્રતીતિને ‘મહાવાક્યાર્થજ્ઞાન’ કહેવાય છે અને તે તે સૂત્રોના અર્થોની પ્રતીતિમાં શ્રી વીતરાગપરમાત્માની Jain Education International ૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy