________________
કરનારા ધર્મક્રિયામાં માત્ર શબ્દથી જ કેમ ચલાવે છે? એના અર્થનો ઉપયોગ રાખવાનું કેમ આવશ્યક માનતા નથી? - એ એક અનુત્તર પ્રશ્ન છે. વર્તમાનપત્રોમાં કે પોતાના સમ્બન્ધિત વ્યવસાયમાં એક પણ શબ્દ અપરિચિત ન રહે એ માટે જેવો પ્રયત્ન છે, એવો જ પ્રયત્ન ખૂબ જ ઉપયોગપૂર્વક તે તે ક્રિયાપ્રસગે તે તે સૂત્રોના પરમાર્થને સમજવા થવો જોઇએ. અન્યથા આ અર્થયોગની પ્રાપ્તિ આપણે કરી શકીશું નહીં. અર્થજ્ઞાનથી શબ્દ પ્રત્યે બહુમાન જાગે છે અને તેથી સૂત્ર ખૂબ જ આદરપૂર્વક બોલી શકાય છે. આજની આદર વિનાની મોટા ભાગની ધર્મક્રિયાઓનું જો કોઈ કારણ હોય તો તે અર્થયોગની શૂન્યતા છે. ક્રિયાના પરમાર્થને સમજ્યા પછી અનાદરપૂર્વક ક્રિયા કરવાનું સહેલું નથી. ક્રિયા પ્રત્યેનો અનાદર, અર્થયોગના અભાવનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. દરરોજની અર્થ-કામની પ્રવૃત્તિમાં આપણે એ અનુભવ્યું છે. ક્રિયાના કાળે એના પરમાર્થનો જેને ઉપયોગ છે, તે સંયોગવશ ક્યિા ન કરી શકે – એ બનવાજોગ છે. પરંતુ તેનો તે તે ક્રિયા પ્રત્યેનો આદર નાશ પામતો નથી. પરિણામની વિશુદ્ધિને પ્રાપ્ત કરવા માટે આદર-એ એક મહત્ત્વનું સાધન છે. એના અભાવમાં પરિણામને વિશદ્ધ બનાવવાનું સામર્થ્ય કોઈ ક્રિયામાં નથી.
આદરને પ્રાપ્ત કરાવનાર અર્થયોગને પામ્યા પછી બાહ્ય પ્રતિમાદિ સંબંધી ધ્યાનસ્વરૂપ આલંબનયોગની પ્રાપ્તિ થાય છે. અર્થના ઉપયોગપૂર્વક તે તે સૂત્રોના વિશુદ્ધ ઉચ્ચારણ સાથે કરાતી ચૈત્યવંદનાદિ ક્રિયા વખતે; દેવાધિદેવની પરમતારક પ્રતિમાદિ સામે દષ્ટિ સ્થિર રાખી
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org