SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગપરમાત્માની શ્રી તીર્થંકરનામકર્મના બંધથી માંડીને શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીની અવસ્થાસ્વરૂપ પદસ્થ-અવસ્થાદિનું જે પરિભાવન છે તે આલમ્બનયોગ છે. આ આલંબનયોગ ધ્યાતાને ધ્યેયમય બનાવે છે. અપ્રશસ્ત રાગાદિના પાત્રસ્વજનાદિના માત્ર નામશ્રવણાદિથી આપણે જે રીતે તન્મય બની જઇએ છીએ એ રીતે શ્રી વીતરાગપરમાત્માદિના પરમતારક નામાદિના શ્રવણાદિથી આપણે તન્મય બની શકતા ન હોઇએ તો શ્રી વીતરાગપરમાત્માની પ્રત્યે રાગનો અભાવ છે – એ માન્યા વિના ચાલે એવું નથી. અપ્રશસ્ત રાગાદિ તેના વિષયની સાથે એકાકાર બનાવી શકે અને પ્રશસ્તરાગાદિ તેના વિષયની સાથે એકાકાર બનાવી ન શકે એ બનવાજોગ છે ? આવી સ્થિતિમાં ભગવાન પ્રત્યેનો રાગ બનાવટી છે, એ માનવું પડે ને ? સર્વોત્તમ ઉપકારિતાની પ્રતીતિ થયા વિના દેવાધિદેવ પ્રત્યે વાસ્તવિક રાગ નહીં પ્રગટે. એ રાગ વિના આલંબનમાં સ્થિરતા નહીં આવે. આવી સ્થિરતા વિનાની ક્રિયાઓ કેવી રીતે લાભદાયી બનશે – એ વિચારવાની જરૂર છે. આલંબનયોગને પામવાની ભાવનાથી પરમાત્માની પરમતારક પ્રતિમાજી આદિના દર્શનાદિથી ઉપર જણાવ્યા મુજબ પદસ્થાદિ અવસ્થાનું પરિભાવન; આત્માને બાહ્યભાવથી વિમુખ બનાવીને અંતર્મુખ બનાવનારું છે. આત્માની એ અંતર્મુખ અવસ્થા જ મનને સ્થિર-પ્રશસ્ત બનાવે છે, જેના ફળસ્વરૂપે આત્માને - - Jain Education International - ૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy