SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સામાન્યપણે દુઃખીજનોના દુઃખનો પરિહાર કરવાની ઈચ્છાને અનુકંપા કહેવાય છે. આવી ઇચ્છા પ્રગટ્યા પછી સાધક આત્મા; પોતાની કોઈ પણ પ્રવૃત્તિથી બીજાને દુઃખ ન થાય-એની સતત ચિંતા સેવે છે. શક્ય પ્રયત્ન બીજાના દુઃખને દૂર કરવાની ભાવનાવાળા સાધકને એ ચિંતા હોય-એ સમજી શકાય છે. સંસારમાં રહેવાથી આપણી પ્રવૃત્તિ દ્વારા બીજાને દુઃખ થતું હોય છે-એ જાણ્યા પછી અનુકંપાયુક્ત સાધક્યોગીને દરેક પ્રવૃત્તિ વખતે ખૂબ કાળજી રાખવી પડે છે. ના છૂટકે ખૂબ જ અનિવાર્ય બને ત્યારે કરવી પડતી પ્રવૃત્તિ વખતે પણ પોતાની એ પ્રવૃત્તિથી બીજાને જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું તેને મન ખૂબ દુઃખ હોય છે. ઉત્કટકોટિની આ અનુકંપા પોતાના સુખ કરતાં બીજાના દુઃખ અંગે આત્માને ખૂબ જ અન્તર્મુખ બનાવે છે. પોતાના સુખની અપેક્ષાને મંદ બનાવી આત્માને નિરીહ બનાવવા માટે આ અનુકંપાનો વાસ્તવિક પરિણામ જ પૂર્ણ સમર્થ છે. વર્તમાનમાં સાધક ગણાતો વર્ગ આજે આ પરિણામને પામ્યો છે કે નહિ તે તેમની પ્રવૃત્તિથી તો કહેવાનું કે સમજવાનું શક્ય નથી. લોકોત્તરધર્મના આરાધકો અથવા તો અર્થીઓ માત્ર પોતાની જ અનુકૂળતાને જોયા કરે, એનો જ વિચાર કરે અને એ માટે ગમે તે કરવું પડે તો કરે-એ સાચી અનુકંપાના પરિણામને કેટલું અનુરૂપ છે- એ વિચારવાની ઘણી જરૂર છે. આ અનુકંપાના પરિણામની જોઈએ તેવી પ્રાપ્તિ ન થવાથી ઉત્તમોત્તમ સાધુધર્મની પણ આરાધના જોઈએ તેવી થતી નથી. પોતાની કોઈ પણ જાતની પ્રવૃત્તિથી ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy